________________
પ્રભુ જીવન
પુનર્જન્મની સમસ્યા
( નર્જન્મ વિષેની માન્યતા આપણાં ધર્મ શાસ્ત્ર અને શ્રમ ગુરુઓના ઉપદેશ દ્વારા આપણને વારસામાં મળી છે. આ માન્યતાના સસ્કાર આપણા ચિત્ત ઉપર એટલા બધા ઊંડા છે કે આજથી પચાસ વર્ષ પહેલાં આ માન્યતાના તથ્ય અંગે આપણામાંના કોઇને પણ ભાગ્યે જ શકા કે તર્કવિતર્ક પેદા થયેલ હોય, પચાસ વર્ષોંની અંદર આપણે ચાં પશ્ચિમી શિક્ષણ આવ્યુ, પુનર્જન્મ અંગે અન્યથા વિચાર-વલણ ધરાવતા જનસમુદાયના ગાઢ સંપર્કમાં આપણે આવ્યા, વિજ્ઞાને આપણી અનેક માન્યતાને મૂળમાંથી હલાવી નાખી, દરેક પ્રશ્નને અદ્દિક રીતે તપાસવા તાળવાનુ વલણ. જન્મ પામ્યું, જે પ્રત્યક્ષ સિદ્ધ ન હોય તેના અસ્તિત્વ અથવા તેા સાચા હોવાપણી અંગે અનેકનાં ચિત્ત શકિત ખન્યાં, ઐાતિકવાદનુ આપણાં ચિન્તન ઉપર પ્રખળ આક્રમણ થયું. આ સર્વ પરિવર્તનના પરિણામે પુનર્જન્મની માન્યતા અંગે વિચારકો આજે એ વર્ગમાં વહેંચાયલા માલુમ પડે છે. એક વર્ગ વિજ્ઞાન અને પાશ્ચાત્ય સંસ્કૃતિના ગમે તેવા ઝાક સામે પુનર્જન્મ અંગે મળેલી વશપર પરાગત માન્યતાને ચુસ્તપણે વળગી રહ્યા છે., જ્યારે' ખીજો વગ પૂનર્જન્મની માન્યતાના પાયામાંથી ઇન્કાર કરતા થયા છે.
આ વિષય ઉપર સ્વતંત્ર, તપૂર્ણ ચિન્તન અને લખાણ ભાગ્યે જ જોવામાં આવે છે. આ પરિસ્થિતિમાં શ્રી અરવિન્દેનુ' લખેલું 'Problem of Rebirth' ‘ધુનર્જન્મની સમસ્યા' એ નામનુ' પુસ્તક મારા જોવામાં આવ્યું. આ પુસ્તકમાં પ્રસ્તુત સમસ્યા સાથે જોડાચલા અનેક પ્રશ્નનાની તત્ત્વગ્રાહી અને વિચારપ્રેરક એવી સમાલોચના વાંચતા મને થયું કે, આ પુસ્તકમાં રજૂ કરાચી ગહન છતાં તર્કબદ્ધ એવી વિચારણાના સાર કાઇ યેાગ્ય વ્યક્રિત પ્રબુધ્ધ જીવન'ના વાચકો માટે તૈયાર કરી આપે તેા આ વિષયમાં જિજ્ઞાસા ધરાવતા વાચાને અંગત ચિન્તન માટે વિપુલ સામગ્રી મળે તેમજ નવુ" મા દર્શન પ્રાપ્ત થાય. મારા પેાતા` માટે એ ગન્ત ખુહારનું કામ લાગ્યું,
આવી સુચાગ્ય વ્યકિતના થોડા સમય પહેલાં મને સુયૅગ થયે. નીચેના લેખથી જે લેખમાળા આ 'કથી શરૂ થાય છે તે લેખમાળાના લેખક શ્રી રજનીકાન્ત મેદી મુખઇ યુનિવર્સિટીના એમ. એ. છે; તત્ત્વજ્ઞાનના ઊંડા અભ્યાસી છે; શ્રી અરવિન્દના તારિવક સાહિત્યના તેઓ ઉપાસક. છે; જેવું તેમનુ ઊંડું ચિન્તન છે, તેવું જ વિપુલ તેમનું ગુજરાતી ભાષા ઉપરનુ' પ્રભુત્વ છે, તેમણે થોડાંક વર્ષ પહેલાં મુંબઇ જૈન યુવક સંધ મારફત ચાંાતી પર્યુષણ વ્યાખ્યાનમાળામાં શ્રી અરવિન્દના જીવનદર્શન ઉપર એક વ્યાખ્યાન આપેલું. તેઓ શ્રી અરવિન્દના ‘Life Divine’ ઉપર તેમ જ મહાકાવ્ય ‘સાવિત્રી' ઉપર કેટલાક સમયથી વગેર્ગ ચલાવે છે. હમણાં હમણાં તેમને વિશેષ મળવાનું મનતાં અને પ્રબુદ્ધ જીવન' માટે ચાલુ વખાણુ આપતા થવાની તેમની સમક્ષ માગણી મૂકતાં કેટલીક ચર્ચાના પરિણામે શ્રી અરવિન્દના ઉપર જણાવેલ પુસ્તકનાં પ્રકરણે આ વિષયમાં રસ ધરાવતાછતાં અપજ્ઞ એવા–વાંચકો સમજી શકે તે રીતે અને જરૂર મુજબ સક્ષિપ્ત કરીને અનુવાદિત કરી આપવાનું તેમણે કબુલ કર્યું. આ રીતે તેમણે મોકલેલા પહેલાં પ્રકરણના સક્ષેપિત અનુવાદ નીચે પ્રગટ કરવામાં આવે છે, પરમાનદ)
૧. પુનર્જન્મવાદની પ્રાચીનતા
પુનર્જન્મની ઉપપત્તિ (theory) માનવના ચિંતન જેટલી જ પ્રાચીન છે. હિંદુસ્તાનમાં હિંદુ, બે‚ અને જૈન એ ત્રણે પ્રાચીન ધર્માએ તેને સ્વીકારી લીધી હતી, તેમજ પશ્ચિમમાં પણ પ્રાચીન ગ્રીસમાં એને સ્વીકાર થયે! હતા અને ગ્રીક સાહિત્યમાં Metempsychosis શબ્દ વડે પુનર્જન્મને! ઉલ્લેખ કરવામાં આવતા હતેા. આપણે પુનર્જન્મને કાં તે પ્રાચીન કાળથી ચાલી આવેલા કોઇ મને વૈજ્ઞાનિક અનુભવના પરિણામ તરીકે સ્વીકારી શકીએ અથવા તે કઈ તત્ત્વચિન્તનાત્મક દુરાગ્રહ અને ફળદ્રુપ ભેજાના તુક્કો ગણી એને તિલાંજલિ આપી શકીએ. પુનર્જન્મ વિષે વમાન સાયન્સ અને વિવેચનશાસ્ત્ર
આધુનિક માનસને માટે પુનર્જન્મ તા એક કલ્પના અને ઉપપત્તિ જ છે અને આધુનિક વૈજ્ઞાનિક પદ્ધતિએ અથવા સાયન્સ વધુ ઘડાયેલા નવા વિવેચનશીલ મનને સંતાષ થાય એ રીતે એ કદી પણ પુરવાર થયા નથી. પણ એ નથી એમ પણ પુરવાર થયું નથી, કેમકે આધુનિક સાયન્સ અંતરાત્માના પૂર્વજીવન અથવા ઉત્તર-જીવન વિષે કશું જ જાણતુ નથી. ખરું જોતાં તાએ અંતરાત્મા વિષે જ કશું જાણતું નથી. એનુ ક્ષેત્ર તે માત્ર બાહ્ય શરીર, મગજ અને જ્ઞાનતંતુ, ગભ અને તેનુ' ધડતર અને વિકાસ એટલુ જ છે. તેમ જ આધુનિક વિવેચક ૫ સે પણ પુનર્જન્મના સત્યાસત્યને નિયત કરવા માટે કશું જ સાધન નથી.. એતા હકીકતા શાધી કાઢી શકે છે અને તેમના આધાર પર ખુલ્લેખુલ્લું જ જે કા અનુમાન દેખાઇ આવતું હોય તે ખાંધી શકે છે અને સામાન્યકરણા (generaiisations) ઊભાં કરી શકે છે. જો કે તેમને માટે પણ એને ખાતરી તે। હાંતી જ નથી અને :એક પેઢીમાં નિશ્ચિત લેખાતી વાતા બીજી પેઢીમાં ફગાવી દેવામાં આવે છે. જિસસ ક્રાઈસ્ટની ઐતિહાસિકતા જેવી તદ્દન બાહ્ય બાબતમાં પણ સેંકડો વર્ષોંની ડાચાકૂટ પછી પણ એ થઇ ગયા કે નહીં એને નિય કરવા એ નિષ્ફળ નીવડયુ છે તે પછી પુનર્જન્મ જેવી મને વૈજ્ઞાનિક બાબતમાં એઆપણને કશું પણ શી રીતે કહી શકે ? પુનર્જન્મ વિષે સ્મૃતિના આધાર પર દલીલ પુનર્જન્મના વિરાધમાં કે તરફેણમાં સામાન્ય રીતે જે
તા ૧-૫૬૧
દલીયા કરવામાં આવે છે તેમનાથી તે કશુ પણ પુરવાર થઈ શકે એવું છે જ નહીં. દાખલા તરી, એક દલીલ એમ કરવામાં આવે છે કે આપણને આપણાં ગત જીવનની કશી સ્મૃતિ નથી . અને તેથી ગત જીવને હાય જ નહીં. આ એક ખૂબ જ બાલિશ દલીલ છે અને આપણા મનાવૈજ્ઞાનિક સ્વરૂપને લક્ષમાં લીધા વિના જ રજૂ કરવામાં આવેલી છે. આપણી ભૌતિક સ્મૃતિ કેટલું યાદ રાખી શકે છે? ખુદ આપણા આ જ જીવનની શરુઆતમાં આપણે ધાવણાં શિશુ હતાં તે આપણને યાદ છે ખરું કે? વળી તે પછી પણ વમન જીવનમાં બનેલી ઘટના જેમ જેમ સમય વધારે ને વધારે વીતતા જાય તેમ તેમ સ્મૃતિમાંથી સરકતી જાય છે. જો આપણને આ જીવનનું પણ આમ યાદ નથી આવતું. તા પછી જ્યારે આપણુ હાલનું સ્થૂલ મગજ ઘડયું પણ ન હતું ત્યારનું, અર્થાત્ જન્મ પૂર્વે તા, એ સ્થૂલ સ્મૃતિ કેવી રીતે યાદ કરી શકે? અને આવા સ્મૃતિના અભાવના આધાર પર આપણે એમ કહીએ કે “ તમારી પૂર્વજન્મની ઉપપત્તિ ખેાટી ઠરી.’ તા એના જેવું બાલિશ અણુધડપણું બીજું શું હાઇ શકે? એ તે દેખીતું જ છે કે જો ગત જન્મેનું કંઇ પણ આપણતે યાદ રહેતુ હાય તા એ આપણી બહારની મગજની સ્મૃતિ દ્રારા નહીં પણ કાઇ અંદરની, ચૈત્ય (Psychic) કે અંતરાત્માની સ્મૃતિ દ્વારા જ રહી શકે.
પરંતુ મને તે શંકા છે કે ભૌતિક સ્મૃતિ કે ચૈત્ય સ્મૃતિ દ્વારા પણ જુબાની મળે તો યે પુનર્જન્મની ઉપપત્તિ વધારે સારી રીતે પુરવાર થઇ શકે. હમણાં હમણાં એવા ધણા દાખલાએ સંભળાય છે કે જેની અંદર ચૈત્ય સંશાધન (Psychical Research) વડે પૂરતી ચોક્કસ અને બારીક તપાસ કરાયા બાદ એમ જણાવવામાં આવે છે કે જે વાતા કહેવામાં આવી છે તે સાચી છે. પણ તે છતાં સંશયાત્મા તા જરૂર એમ કહી શકે કે એ કઇં પુનર્જન્મની સાબિતી નથી, કાંતા જે વિગતા આ રીતે દર્શાવવામાં આવી હાય તે કાંઇ સામાન્ય ભૌતિક સાધના વડે મેળવાઇ હોય અથવા ખીજા લેાકેા વડે સૂચવાઇ હાય, અને અને જાણી જોઇને કરાયેલી ખીજાઓની છેતરપીંડી વડે અથવા 'આત્મવચના કે આત્મ-ભ્રમણા વડે પૂજન્મની સ્મૃતિનાં રૂપમાં ફેરવી નખાઇ હાય,