SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ R . *: પ્રબુદ્ધ જીવ ને તા. ૧–- પ૧ : વ્રત મેં લીધું તે દિવસે જ રાજદ્વારી દુરંદેશી તરીકે મેં નિશ્રય કર્યો કે પરદેશી ખાંડ ખાનારાઓને હું વગોવીશ નહિ. આ કાર્યને પ્રચાર કાયદા મારફતે કરવું એ તે કારુણ્યનું સ્વરૂપ અને કાયદાની મર્યાદા ન સમજવા બરાબર છે. એ વાટે ' આપણને નિષ્ફળતા જ મળવાની છે અને કારૂણ્યનું વાતાવરણ વણસી જવાનું છે, ' બુદ્ધ, મહાવીર અને ગાંધીના દેશમાં આવું કેમ ચાલે એમ ' ' કહી આપણે આપણે ઉદ્વેગ, આપણી અકળામણ અથવા આપણો પુણ્યપ્રકોપ જાહેર કરીએ છીએ. એમાં આપણે જાણીએ છીએ કે ગાંધીજી ગૌરક્ષા પણ કાનૂનદ્વારા કરાવવાના વિરુદ્ધ હતા. બુદ્ધ ભગવાન પાસે રાજ્યાધિકાર હતું તેને તેમણે ત્યાગ કર્યો. રાજાઓ એમના શિષ્યો હતા. એમના તરફથી થતી હિંસા પણ એમણે વડી નહિ પોતાના બધા જ શિષ્યો માંસાહારનો ત્યાગ કરે એ જાતના ઉપદેશ પણ એમણે કર્યો નહિ, માંસાહાર ઉપર સરકાર મારફતે અંકુશ મૂકવાની વાત ભગવાન મહાવીરે કયાંય કરી હોય તો તે હું જાણતા નથી. આપણા દેશમાં વેદકાળથી , આ માંડીને આજ સુધી પશુહત્યા ધમધોકાર ચાલતી આવી છે. કેક વખતે વધારે, કેક વખતે ઓછી, એ વસ્તુને ઈ-કાર ન કરી શકીએ. જવાહરલાલજી કહે છે તેમ માંસાહારનો ત્યાગ એ. ઉચ્ચ સંસ્કૃતિ છે એમ કોઈ દાવો કરે તે આપણે એ વસ્તુ મંજુર રાખીએ. વાં જરાય ન ઊઠાવીએ. પણ માંસાહાર અને એને માટેની પશુહત્યા–એનો વિરોધ તે ન જ કરાય. વિવેકપૂર્વક પ્રચાર કરવાની છૂટ બધાને છે. હવે આપણે આહારની સમસ્યા ઉપર આવીએ. * હમણાં જ તમે છાપામાં એક પ્રખ્યાત નૃવંશશાસ્ત્રીને અભિપ્રાય વાંચ્યું હશે. એ કહે છે કે એટમ બોમ્બના જોખમ કરતાં પણ માનવસંખ્યામાં થતી વૃદ્ધિ એ વધારે જોખમ અને સંકટ છે. માણસજાત વિજ્ઞાનમાં અને કૌશલ્યમાં સુધરતી જાય છે. પરિણામે ભૂખમરે ઓછો થયે છે, અનની ઉત્પત્તિ વધી છે. અસાધ્ય રોગો સુસાધ્ય થવા લાગ્યા છે. આરોગ્ય વિધાતક રહેણીમાં સુધારો થયો છે. પરિણામે ભરણપ્રમાણે કાબુમાં આવ્યું છે, માણસની આવરદા વધી છે અને લોકસંખ્યા પણ વધવા લાગી છે. પાકિસ્તાનમાં તેમ જ ભારતમાં તાજી વસ્તીગણત્રી પ્રમાણે આપણી લોકસંખ્યા અત્યાર સુધીનું આપણું વૃદ્ધિનું પ્રમાણ વટાવી ગઈ છે. શ્રી વિનોબાની દલીલ સાચી છે, કે જ્યાં અન્ન છે, એટ વધે છે ત્યાં કદરતી રીતે પરિશ્રમ કરી અન્ન ઉત્પાદન કરનાર બે હાથ પેદા થાય છે. પણ દુર્ભાગ્ય વસ્તી વધે તે પ્રમાણમાં દેશની જમીન વધતી નથી. જ્યાં ખેતી થતી નથી ત્યાં ખેતી કરવા માંડીએ તો આજનું સંકટ કાલ સુધી કેલી શકાય પણ આવતી કાલનો પણ વિચાર કર્યોજ છૂટકે. - યુરેપને પુરુષાર્થ વધ્યો અને લોકસંખ્યા વધી ત્યારે એ લોકોએ ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, આફ્રિકાના અમુક ભાગો, એરટ્રેલિયા, ન્યૂઝિલેંડ અને પ્રશાંત મહાસાગરના અસંખ્ય દિપિ કબજે કરી પોતાની લોકસંખ્યાને અમુક ભાગ ત્યાં મોકલ્યા. એ પુરૂષાર્થ આપણે ન કરી શક્યા. હવે પછી એ થાય નહિ. - સંતતિ-નિયમનનો ઇલાજ કઈ વડે, કોઈ સ્વીકારે. એ ચર્ચામાં અહીં આપણે ન ઊતરીએ. પણ સંતતિ-નિયમન એ ઘોર હિંસાનો માર્ગ છે એટલું તે જૈન દષ્ટિ સહેજે સમજી જાપ. “મારે જીવવું છે અને કાશી જવું છે માટે મારા પડોશીઓને અને સમકાલીનોને આ દુનિયામાંથી રજા આપું એ સંકલ્પની પ્રવૃત્તિને આપણે યુદ્ધ કહીએ છીએ. એ હડહડતી હિંસા છે. “મારે જીવવું છે, મોજમઝા. કરવી છે, જીવનધોરણ નીચે આવું નથી માટે આવતી પેઢીને આ દુનિયામાં આવતી અટકાવું? આ પણ યુદ્ધ જ છે. ફરક, એટલે જ કે પ્રથમ યુદ્ધમાં સામે પક્ષ લડી શકે છે જ્યારે સંતતિનિયમનમાં સામે પક્ષ અસહાય હોય છે. ભ્રષ્ણુ-હત્યા અને , - "સંતતિનિયમન વચ્ચે નૈતિક તફાવત કોઈ બતાવે તે એની સામે દલીલ કરવા હું ન બેસું. એની વાત સ્વીકારું પણ ખરે. અને, છતાં સંતતિનિયમન પાછળ અમુક જાતની હિંસાવૃત્તિ છે એની ના ન પડાય. પણ અત્યારે એ વિષય આપણે અહીં છેડી દઈએ. તે દેશની જમીન મર્યાદિત છે. માંસાહારી લોકોએ જાણવું જોઈએ કે જે પશુ પક્ષી આદિનું માંસ તેઓ ખાય છે તે પ્રાણીઓને પણ જીવવા માટે અને નભવા માટે જમીન જરૂરી છે જ, તેથી વસ્તુસ્થિતિ એ રહી કે મનુષ્ય અને પશુપક્ષી જેને આધારે નભે છે તે જમીન મર્યાદિત હોવાથી અને અના, જનું ઉત્પાદન વધારવાની આપણી શકિત મર્યાદિત હોવાથી કેવળ અન્ન આહાર પર આજની પ્રજા નભી ન શકે, પછેડી જોઈ સેડ તાણવાને નિયમ સ્વીકારીએ તે દર વરસે સરકારે જાહેર કરવું રહ્યું કે આ વરસે અથવા આવતે વરસે કંદમૂળ ફળ અનાજ અને તેલના બિયાં બધું મળીને આટલો ખોરાક આપણને ઉપલબ્ધ છે. આમાં દૂધ અને ઈડાને પણ હિસાબ ઉમેરી શકાય અને પછી કહી શકાય કે આ હિસાબ પ્રમાણે આટલી મનુષ્ય વસતિને જ નભાવી શકાય. એથી વધારે પ્રજા ઉત્પન્ન ન થવી જોઈએ. વસતિની વૃદ્ધિ અને અન્નની ઉત્પત્તિને મેળ બેસાડવાની દષ્ટિએ ઊડે વિચાર કરનાર કેટલાક ઋષિઓએ કહ્યું કે જમીન ઉપર આધાર ન રાખનાર ખેરાક પણ માણસ પાસે છે અને તે છે મત્સ્ય આદિ જળચરને. એખેતી ખેડવાની પણ મર્યાદા છે એમ પશ્ચિમના માંસાહાર-તવિ કહે છે. પણ આપણે ત્યાં સમુદ્રમાંથી માછલા વીણવાની કક્ષા પૂર્ણવ સુધી પહોંચી નથી. એટલા માટે જ્યાં અનાજ ઓછું મળે છે ત્યારે એની મદદમાં મસ્યાહારની સગવડ વધારવી જોઈએ એમ બીજી સરકારોની પેઠે ભારતસરકાર પણ વિચારે તે એને વાંક કેમ કઢાય? મનુષ્યવસ્તી વધારનાર આપણે સંતતિનિયમન વિષે પ્રચાર સરકાર કરે તો ' ' આપણને એ ગમતું નથી. આ બાબતમાં સરકાર અત્યાર સુધી . આપણુ લોકમતથી કાંઇક બીતી હતી. હવે એ બીક ઓછી થઈ છે, કેમકે રાષ્ટ્રીય સવાલોનો ઉકેલ લાવવા માટે જરૂરી રચનાત્મક ચિંતન આપણે કરતા નથી. અને દલીલો પુરવાર કરવા માટે પ્રયોગ પણ કરતા નથી. શાકાહારને પ્રચાર કરનાર કોઈ : રાખડયાં પશ્ચિમના વિદ્વાનનાં વચને ટાંકવા ઉપરાંત આપણે , બીજે કશા પુરુષાર્થ કર્યો નથી. દાખલા તરીકે સમાન કસ અને સંજોગવાળા એક એકરમાં વધારે ને વધારે અનાજ કેટલું પકવી શકાય, એવા જ એક એકરમાં ફળ અને મીજ કેટલાં મેળવી શકાય, તે જ પ્રમાણે એવા જ એક અનુકૂળ એકર ઉપર પશુ આદિ પ્રાણીઓ માટે ઘાસ આદિ ઉગાડી પશુપાલન દ્વારા. કેટલું માંસ મેળવી શકાય એને હિસાબ પ્રાંતપ્રાંતમાં વર્ષો સુધી કર્યા કરીએ અને પછી માંસાહાર કરતાં ધાન્યાહાર વધુ વસતિને જીવાડી શકે છે અને ધાન્યાહાર કરતાં સુકા અથવા લીલા મેવા અને બીજ ઉપર વધુ માણસે જીવી શકે છે એમ જો આપણે સિદ્ધ કરી. શકીએ તે એને હું રચનાત્મક અહિંસા ગણું. જૈનીઓ જો આ દિશામાં પહેલ કરે તે એમને અહિંસા ધર્મ સજીવ , થયો ગણુશે. નહિં તોયે આ જાતની તપાસ અને શોધખોળ બધી જ ,
SR No.525946
Book TitlePrabuddha Jivan 1961 Year 22 Ank 17 to 24 and Year 23 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1961
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy