SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૪-૬૧ પ્રબુદ્ધ વસ્તુ-જડ ચેતન એ બધી વસ્તુ–એક બ્રહ્મ કે આત્માના જ વિવિધ રૂપ છે-આમ દાર્શનિક દ્રષ્ટિ અભેદ તરફ ઢળી, પશુ જીવનમાં—સામાજિક જીવનમાં એ દ્રષ્ટિનુ–એ દનનુ કશુ જ પરિણામ ન આવ્યું. ત્યાં તેા એવા તે એવા જ ભેદે પ્રચલિત રહ્યા અને તેને આધારે મનુષ્યમાં ઉંચનીચ ભાવના ચાલુ રહી. દર્શન અને જીવનના આ વિરોધને ઉપનિષદુકાળના વૈદિકામાં નવે। પ્રવિષ્ટ થયેલ જ્ઞાનયજ્ઞ કે સન્યાસમાગ નિવારી શકા નહી એ તે કાળના સાહિત્યને આધારે કહી શકાય છે, વિભિન્ન આત્મા બ્રહ્મભૂત-એક જ છે. એમ માનવા છતાં સામાજિક જીવનમાં વર્ણ ભેદ કાયમ જ રહ્યા. હા, માત્ર મુકતાવસ્થામાં એ ભેદને સ્થાન ન રહ્યું એટલે સતે।ષ માની શકાય. આથી આપણે જોઇએ છીએ કે ઉપનિષદ્ અને તેને આધારે રચાયેલ બ્રહ્મસૂત્ર અને તેના સમય વ્યાખ્યાતા શકરાચાય જેવા અદ્વૈતના પરમ ઉપાસકે પશુ શુક્રને વેદાધ્યયનના અધિકારી માની શકયા નથી. આમ વર્ણભેદ એ તત્કાલીન વૈાિના જીવનમાં એટલેા દૃઢ હતા કે ઉપનિષદના અદ્વૈતવાદ પણ તેને નિવારી શક્યો નથી, અને દર્શોન અને જીવનમાં સંગતિ લાવી શકયા નથી એ સ્વીકાર્યાં વિના છૂટકો નથી. આથી વિરુદ્ધ એ કાળના જૈતા અને બૌદ્ધોમાં ધાર્મિક અધિકારની બાબતમાં તે ધર્મોની દાનિક માન્યતા કે જીવા સમાન છે અર્થાત્ સર્વાંસમાનતાની નિક માન્યતા પ્રમાણે વર્ણભેદને કઇ સ્થાન નથી મળ્યું. આ અનાય, બ્રાહ્મણુ કે શુદ્ર સૈાના સંન્યાસને અધિકાર સમાનભાવે માનવામાં આવ્યા હતા. અને એમને મતે ક્રિયાયજ્ઞ નહિ, પણ જ્ઞાનયજ્ઞનું મહત્ત્વ હતુ. ઉપાસના એ માત્ર આત્માની કે પાતા. ની જ છે અને તે પણ કોઈની પણ મધ્યસ્થી વિના સ્વયં` કરવ ની છે એવી માન્યતા દૃઢ હતી, અને આન્તર-બાહ્ય ત્યાગરૂપ તપસ્યા એ જ ક્રિયા હતી અને તે દ્વારા ફ્લેશા દૂર થઇ આત્મા કે ચિત્તને વિશુદ્ધ સ્વરૂપે અર્થાત્ નિલ પ્રજ્ઞારૂપે પ્રકટ કરવું એ જ ધ્યેય હતું. આમ તેમની આરાધના,એ જ્ઞાનયજ્ઞ કહી:શકાય. પશુ ભારતીય સમાજની વિશાળતા અને આ શ્રમણાના પ્રભાવ સમાજમાં અલ્પકાલીન અને અ૫; તેથી અંતે સમાજવનમાં આ બન્ને ધમાં ધરમૂળને ફેરફાર કરાવી શક્યા નહિ. બૈધને તેા ભારત બહાર જઇ આશ્રય શેાધવેા પડયા, જ્યારે જૈનાએ જાતિભેદને સમાજજીવનમાં આશ્રય આપી પેાતાનુ જીવન અહિં ટકાવી રાખ્યુ. આમ ભારતીય જીવનમાં ક્રિયાયજ્ઞને સ્થાને જ્ઞાનયજ્ઞ અાવ્યા છતાં દર્શન અને જીવનની વિસંગતતા ચાલુ જ રહી, અને વિચારકા એ વિસગતત નુ નિવારણુ કરવા મથતા જ રહ્યા છે. . અને એને જ પરિણામે ભારતીય જીવનમાં ભાક્તયેાગ કે ભક્તિયનનું માહાત્મ્ય વધવા પામ્યું છે. તે વિષે હવે આપણે વિચારીએ. ભકિતયજ્ઞ ભક્તિનાં મૂળ તે વેદકાળ જેટલા જૂનાં કહી શકાય. કારણ, તેમાં પણ દેવાની ઉપાસનાને સ્થાન છે જ; છતાં પણ તેને ભ,ક્તયેગ કે ભક્તિયજ્ઞ ન કહી શકાય. કારણ જેત આપણે ભક્તિયજ્ઞને નામે ઓળખીએ છીએ તે તેના પરિનિતિ સ્વરુપમાં અને નહિ કે તેના પ્રારંભિક સ્વરૂપમાં, અને એ જ કારણે એકને કર્મકાંડ અને બીજાને ભક્તિ એવાં જુદાં જુદાં નામા અપાયાં છે. કર્મકાંડમાં જે દેવાની ઉપાસના હતી તેના બદલામાં કાંઇક મળે એવી વાંચ્છા સાથે હતી . એટલે કે તે એક લેવડ-દેવડના રૂપમાં હતી. આથી જ એ કુર્માંકાંડ કે યજ્ઞને નામે પ્રસિદ્ધ થઇ. પણ જેને આપણે ભક્ત જીવન ૨૪૭ કહીએ છીએ તેમાં ઉપાસકને કાઇ ભૌતિક લાભની આકાંક્ષા નથી. માત્ર પોતાના ઉપાસ્યના સાંન્નિધ્યમાં રહેવાની તાલાવેલી છે અને એ સાન્નિધ્ય માત્ર સાન્નિધ્ય રહે અથવા એકતામાં પરિણમે–આ પ્રકારની ભક્તિ-એ વૈદિક યજ્ઞ કરતાં જુદા જ પ્રકારની છે એમ માનવું જ રહ્યું. ભારતીય જીવનમાં અને નમાં જે વિસંગતિને ક્રમયજ્ઞ અને જ્ઞાનયજ્ઞ નિવારી નહિ શકયા તેને નિવારવાના પ્રબળ પ્રયત્ન . આ ભક્તિયને કર્યાં. અને ભક્તિમાર્ગની ધારા પાતળી પણ વેદકાળથી ચાલી આવતી હતી અને તેમાં વિભિન્ન કાળ અને દેશની વૈવિધ વિચારધારાઓને લઇને જે અનેક મીશ્રણા થઇ રહ્યાં હતાં એનાં પરિણામ સ્પષ્ટ રૂપે આપણે ગીતામાં જોઇએ છીએ. શ્રીમદ્ ભગવદ્ગીતામાં કમ યોગ, જ્ઞાનયોગ કે ભક્તિયેાગના સ દેશ છે, એ વિષે પ્રાચીન આચાર્યો પોતપેાતાની દાનિક દૃષ્ટિ અનુસાર તેની વિવિધ વ્યાખ્યા કરે છે. પણ ખરી રીતે સમગ્રભાવે એ ભકિતયેાગના જ ગ્રન્થ છે. કારણ તેમાં કયાગ કે જ્ઞાનયેણ હાય તે પણ તે ભકિતપ્રધાન છે અને કૃષ્ણની ઉપાસનાનુ પ્રાધાન્ય તેમાં સ્થાપવામાં આવ્યું છે, આ ખાખતના ઇન્કાર થઇ શકે તેમ નથી. આ ભકિતયેાગમાં જ્ઞાન અને કર્મ બન્નેને સ્થાન આપવામાં આવ્યું જ છે. કમ કરવાનો નિષેધ નથી પણ કમળની આકાંક્ષાના નિષેધ છે. આમ જ્ઞાનમાર્ગે જે આકાંક્ષાના ત્યાગ આવશ્યક માન્યા હતા અને સંન્યાસમાગ'નું મહત્વ માન્યું હતું તેને કમસંન્યાસ નહિ પણ કળસંન્યાસનુ રૂપ ગીતામાં આપવામાં આવ્યું. આથી જ્ઞાનમાર્ગની પૂતિ ભક્તિમાર્ગમાંજ થઇ જાય છે અને કમ કરવાનો નિષેધ ન હાઇ કમ માગ પણ ટકી શકે છે. આમ, જીવનમાં ભારતીય દેશને જે સુકુળ ક્રમ અને જ્ઞાનનાં આપ્યાં હતાં તેના સુમેળ અને લાભ ભક્તિદ્વારા એક ભક્તને મળે છે. જ્ઞાનમાર્ગે આત્મય કે આત્મસમાનતા આગળ કરી બ્રહ્મકે સ્વની ઉપાસના આગળ ધરી હતી તેને સ્થાને ગીતામાં કૃષ્ણે સ્વય' પરમબ્રહ્મ છે અને તેની જ ઉપાસના કરવાનું નિરૂપણ કરવામાં આવ્યું છે. આમ કરી જે માર્ગ-નિરાકાર બ્રહ્માની ઉપાસનાને માગમાત્ર કેટલાક યાગીઓને માટે જ શક્ય હતેા તેને સજનસુલભ બનાવ્યે. આ પણ આ ભક્તિમાતી વિશેષતા થઇ. આમ આ ભક્તિમા સ જનસુલભ થવાની યાગ્યતાવાળા હાઇ સå પ્રિય થઇ પડે એવી સંભાવના તેમાં સહજ છે. આથી આપણે જોઇએ છીએ કે ગીતા પછી ભારતીય જીવનમાં ભક્તિને જે સુદૃઢ સ્થાન મળ્યું તે તેની સાઘતાની યોગ્યતાને કારણે જ છે. ભક્તિમાર્ગની આવી દાનિક ભૂમિકા હતી. તેથી જીવનમાં પણ તે માગે” એ જ પ્રકારનું વલણ અપનાવ્યું. ગીતામાં એ સ્પષ્ટ છે કે એ ભક્તિમાર્ગને કોઇ પણ વ્યક્તિ કા પણ નાંત–જાતના ભેદભાવ વિના, કે સ્ત્રી-પુરુષના ભેદભાવ વિના સમાનભાવે અપનાવી શકે છે. આમ વૈદિકાના સાત્રિક વણુવાદ વિરુદ્ધ અને શ્રમણેાના પણ ગૃહસ્થ સમાજગત વર્ણવાદ વિરુદ્ધ ભક્તિમાર્ગે સ કાઇ માટે દ્વારા ઉધાડાં મૂકી દીધાં અને દાર્શનિક મન્તવ્ય અનુસાર જીવનમાં પણ સંગતિ લાવવાને ભગીરથ પ્રયત્ન એ ભક્તિમાગે આદર્યાં. આ પ્રકારના ભક્તિમાગ એ ગીતાના ભક્તિમાગ છે, જેમાં સર્વ કાઇ માટે ધર્મમાં દ્વારા આચારભાગનાં દ્વારે-ખુલ્લાં કરી દેવામાં આવ્યાં છે. પણ પાછુ એ દ્વારા બંધ કરી દેવાનુ પાપ એજ. ભક્તિયોગનાં મહાન ગ્રન્થના મહાન ટીકાકારાએ કયું છે તે આપણા ભારતીય જીવનમાં દન ગમે તેવુ હાય પણુ જીવન તે વવાદને અનુસરીને જ ચાલવા ટેવાયેલુ છે એ વાતને પુનઃ સિદ્ધ કરી જાય છે.
SR No.525946
Book TitlePrabuddha Jivan 1961 Year 22 Ank 17 to 24 and Year 23 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1961
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy