________________
પ્રભુ જીવન
ગુજરાતના ઔદ્યોગિક વિકાસની ચાજના
ડૉ. જીવરાજ મહેતાનુ અધિકૃત નિવેદન
(અમદાવાદ ખાતે તા. ૧૯-૧૨-૬૦ના રોજ ગુજરાત રાજ્ય ઉદ્યોગ સલાહકારી સમિતિની બેઠક ગુજરાતના મુખ્ય સચિવ ડૉ. જીવરાજ મહેતાના પ્રમુખપણા નીચે મળી હતી. આ બેઠકમાં ગુજરાતની વિદ્યુતશક્તિની ખીલવણી, ટ્રાન્સપોર્ટની સગવડ, કાચી સાધનસામગ્રીની સર્વે તામુખી તપાસ, બંદરી સગવડો, ઉદ્યાગાના સ્થાનનિર્માણના પ્રશ્ન, ઔદ્યોગિક વસાહતના પ્રશ્ન, ગુજરાતમાં રીફાઇનરી ઊભી કરવાના પ્રશ્ન, રાસાયણિક ખાતરનુ' કારખાનું અને પેટ્રા કેમિકલ ઉદ્યોગા સ્થાપવાનો પ્રશ્ન, દરિયાકાંઠાના વિસ્તારાની જળ–સાધના અંગેની માજણી, ઉદ્યાગામાં વપરાચા વગરની પડી રહેલી શક્તિઓની મેાજણી, નાના ઉદ્યોગેાની સમસ્યા-આવા અનેક વિષયોની ચર્ચા થઇ હતી. આ પ્રમાણેની લાંબી ચર્ચાવિચારણાને ઉપસંહાર કરતાં ડૅા. જીવરાજ મહેતાએ આ બધી બાબતાને આવરી લેતું અને ગુજરાત સરકાર આ બધી ખાખતે અંગે શુ શુ વિચારી રહી છે તેનું સુરેખ અને માદક નિવેદન કર્યું હતું, જે જન્મભૂમિમાંથી ઉદ્ધૃત કરીને નીચે આપવામાં આવે છે.
GR
મુંબઇમાં વસતા આપણા સર્વ ગુજરાતીએની નજર ગ્રુજરાતમાં શું થઇ રહ્યુ છે તે તરફ સતત જડાયલી રહે છે અને કાઇ પણ મહત્ત્વની ઘટના બનતાં તે તરફ આપણું એકાએક ધ્યાન ખેંચાય છે. ગુજરાતના ઉદ્યોગેશ અંગે પાણી અને વીજળીની તંગી એ સૌથી વધારે મુ ંઝવતી ખાતા છે. આ તંગીને પહોંચી વળવા ગુજરાત સરકાર કયા કચા ઉપાયૅા વિચારી રહી છે તેનો પ્રસ્તુત નિવેદનમાં આરાસ્પદ ઉલ્લેખ છે. એક પ્રકારના કાંઇક નિરાશાભર્યા વાતાવરણમાં આ નિવેદન નવી આશા અને શ્રદ્ધા જન્માવે છે અને આપણા દિલમાં ઉત્સાહની ચીનગારી પ્રગટાવે છે. આ નિવેદન ગુજરાતી સામયિકમાં પ્રગટ થઇ ગયુ` હોવા છતાં, શાન્તિથી અને અવકાશપૂર્વક આ મહત્ત્વભર્યા નિવેદનનો અભ્યાસ થઇ શકે એ હેતુથી, પ્રબુદ્ધ જીવન'માં પુનઃ પ્રગટ કરવુ ઉચિત ધાર્યું છે.
તા. ૧-૧-૬૧
આ નિવેદનની શરૂઆતમાં વીજળીના પુરવઠાનું પ્રમાણ સૂચવવા માટે ચાક્કસ સંખ્યાંક સાથે મે.વે. શબ્દ જોડવામાં આવ્યો છે. મેવા. એટલે મેગા વાટ એટલે ૧,૦૦૦ કિલા વાટ એમ સમજવુ પમાન ૪)
બેઠકના અધ્યક્ષપદેથી ખેાલતાં રાજ્યના મુખ્ય પ્રધાન ડૉ. જીવરાજ મહેતાએ કહ્યું હતું કે “આપણા રાજ્યમાં તેલ અને ગેસના વિપુલ જથ્થો મળી આવ્યેા છે. ભારત સરકારે આ રાજ્યમાં તે માટે એક રિફાઇનરી નાખવાનુ નક્કી કર્યું છે. હું આપને ખાતરી આપવા ચાહુ છું કે, આ વિસ્તારના તેલભડારામાં તેલના ઉપયેગ કરવાને જરૂરી જણાય તેવા મેટા કદની એક રિફાઇનરી અથવા જોઇએ તે વધુ રિફાઇનરીએ આ રાજ્યમાં સ્થાપવા માટે રાજ્ય સરકાર ઘણી આતુર છે.” ખાતરનું કારખાનુ
તેમણે ઉમેયુ” કે “આ રાજ્યની સ્થાપના થઇ કે તરત જ રાજ્ય સરકારે રાજ્યમાં રાસાયણિક ખાતરનું કારખાનું નાખવાના પ્રશ્નના અભ્યાસ કરવા માટે એક ખાસ સમિતિની રચના કરી હતી. આ સમિતિના અહેવાલ મુજબ, રાજ્ય સરકારે સૂચિત રિફાઇનરી નજીક આવેલા કોઇ અનુકૂળ સ્થળે રાસાયણિક ખાતરનું' કારખાનુ નાખવાનુ નક્કી કર્યું" છે, જેથી રાસાયણિક ખાતર બનાવવા માટે જોઇતા કાચા માલ મેળવવામાં વધુ મુશ્કેલી પડશે નિહ. આમ રિફાઇનરી તેમ જ રાસાયણિક ખાતર એમ એ મેટી યેાજના આકાર લેતાં, તેલભડા નજીક અગર એ માટે અનુકૂળ હોય તેવાં અન્ય સ્થળાએ પેટ્રાકેમિકલ તેમ જ અન્ય આનુષંગિક ઉદ્યોગે। વિકસાવવાનું પણ સુગમ બનશે.”
વીજળીની અછત નહિ રહે
ગુજરાત રાજ્યમાં ઠીક ઠીક પ્રમાણમાં વીજળીની અછત રહેશે . અને એથી વિશાળ ધેારણે મેટા, મધ્યમ અને નાના ઉદ્યોગ ગુજરાતમાં સ્થાપવાનું સાહસવીરો માટે મુશ્કેલ બનશે” એવા કેટલાંક વતુ ળામાં પ્રવર્તતા ભયના ઉલ્લેખ કરતાં મુખ્ય પ્રધાને એવી ખાતરી આપી હતી કે હાલ જો કે આપણે ત્યાં વીજળીશકિતની પ્રમાણમાં અછત છે, છતાં ત્રીજી પંચવર્ષીય યાજનાના સમય દરમિયાન આ અછત દૂર કરી શકાશે. રાજ્યમાં આજે કુલ વીજળી ઉત્પાદકશકિત ૩૦૦ મે. વા. ની છે. આથી વીજળીશકિતની આ ખોટ પૂરી પાડવાને ખાતર રાજ્યે ધુવારણ પાવર સ્ટેશનની યાજના તૈયાર કરવાનુ એક અગત્યનું પગલું ભર્યું" છે.
આ સ્ટેશનની ઉત્પાદનશકિત શરૂઆતમાં ૧૫૦/૧૮૬ મે. વા. ની નક્કી કરવામાં આવી હતી. હવે તે ૨૦૦/૨૫૦ મે. વા. ની રહેશે અને તેની શકિત ૧૮૭,૫. મે. વા.ની રહેશે. અમદાવાદ
ઇલેકટ્રિક સપ્લાય કંપનીના વીજળીધરને વિસ્તૃત કરવાની યાજના પણ મંજૂર કરવામાં આવી છે અને એક વર્ષ અગાઉ તેની શક્તિ ૩૦,૦૦૦ કિ. વા. જેટલી વધારવા માટે જોષતી મશીનરીની વરદી પણ આપવામાં આવેલી છે, અને તેની શક્તિ વિશેષ વધારવા બીજા ૩૦,૦૦૦ કિ. ğા. સેટની જોગવાઇ કરવાનાં પગલાં લેવાઇ રહ્યાં છે.
તેમણે ઉમેયુ” કે “નાના પાયાના ઉદ્યાગાને તાત્કાલિક સહાય આપવા માટે સરકારે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૈારાષ્ટ્ર એમ જુદા જુદા વિસ્તારને માટે ૧,૦૦૦ કિ. વૅા.ના થોડા ડીઝલ સેટાની વરદી પણ મૂકી છે. ધુવારણ પાવર સ્ટેશન ૧૯૬૨ના અંતમાં કે ૧૯૬૩ની શરૂઆતમાં પૂરું થવાની ધારણા છે. આ ઉપરાંત તારાપુર ખાતેના અણુશક્તિ મથકની સ્થાપનાની તૈયારીઓ પણ થઇ રહી છે. આને લીધે ત્રીજી પંચવર્ષીય યોજનાના અંતના ભાગમાં ૭૫ મે. વ. વીજળીશક્તિ આપણને મળવાની દરેક સભાવના છે; અને ચોથી પંચવર્ષીય યેાજનાની શરૂઆતમાં આ ઉપરાંત બીજી ૭૫ મે. વા.ની વીજળીશક્તિ મળી શકશે. આ રીતે ઉપર કહેલી યેાજના પૂરી થતાં પૂરતા પ્રમાણમાં વીજળીશકિત આપણને મળી શકશે. આથી ઉદ્યાગપતિઓએ વીજળીની અછતના ભય રાખવાની જરૂર નથી.
“આ ઉંપરાંત ઉદ્યોગપતિઓ પણ તેમના પોતાનાજ ડીઝલ વીજળી ઉત્પાદક સેટ ખરીદવાની ગે।ઠવણુ કરી શકે છે અને કેટલાંક કારખાનાંએ આવી વ્યવસ્થા કરી પણુ છે, આ માટે લાયસન્સની જોઇતી સરળતા સરકાર કરી આપે છે. તે ઉપરાંત એ અંગે નાણાકીય કોર્પોરેશન તરફથી ૫૦ ટકા સુધીનીલાન પણ આપવામાં આવશે. આવી યંત્રસામગ્રી પર જે ડેવલપમેન્ટ રીમેટ મળી શકે છે તે તથા કારખાનું શરૂ કરવામાં આવે ત્યાર પછીના પાંચ વર્ષ સુધી નવાં થતાં કારખાનાંને વીજળીવેરામાંથી સરકાર રાહત આપવા ધારે છે તે ધ્યાનમાં લેતાં, આ વ્યવસ્થા તેમના માટે ખરેખર બહુ ખર્ચાળ ગણી ન શકાય. તેમ કરવાથી ઉદ્યાગપતિઓ પેાતાના ઉદ્યોગ થોડાક માસ વહેલે શરૂ કરી શકશે, જેથી તેમને ચેાગ્ય વળતર મળી રહેશે.
મુશ્કેલી નહિ પડે
આમ હવે, ગુજરાતમાં કોઇ પણ અગત્યના ઉદ્યોગ શરૂ કરવા માગનાર ઉદ્યોગપતિને આ માટે જરૂરી બનતી વીજળીશકિત મેળવવામાં મુશ્કેલી નહિ પડે. કારણ કે તેનું કારખાનું