________________
તા. ૧-૧-૬૧
પ્રભુ હું
કરવાનુ મન થાય છે. સાધારણ રીતે રાજકોટ સૈારાષ્ટ્રનુ અત્રતમ શહેર ગણાય છે. અંગ્રેજોની હકુમતના કાળ દરમિયાન સરકારી એજન્સીનુ તે મથક હાઇને એ દિવસેામાં તેને અસાધારણ મહત્ત્વ પ્રાપ્ત થયેલુ. આજે પણ તે સતત વિકસતુ અને ફાલતુઝુલતુ શહેર છે. પણ તે હુંમેશા રાજદ્વારી ખટપટાનુ કેન્દ્ર રહ્યું છે અને આજે પણ તે પ્રકારના વાતાવરણથી મુક્ત નથી, જ્યારે ભાવનગર સ્વાભાવિકપણે વિકસતુ રહેલું, નવી નવી કળા અને શક્તિથી સભર બનતું રહેતું રમણીય શહેર છે, શિક્ષિણ, વ્યાપાર, ઉદ્યાગ—બધા ક્ષેત્રમાં ભાવનગર શહેર આગેવાની ધરાવે છે અને સૈારાષ્ટ્રના સંસ્કારધડતરમાં ભાવનગરે સાથી વધારે કાળા આપ્યા છે.
આવા ભાવનગર શહેરમાં રાષ્ટ્રીય મહાસભાનું અધિવેશન ભરાય એ ખતે પક્ષે ધન્યતાસૂચક છે. આ અધિપેશનના પરિણામે ભાવનગરની પ્રજાને નવી ચેતના મળશે, તેનામાં નવે ઉત્સાહ પ્રગટશે, તેના ભાવિ વિકાસને નવી ચાલના મળશે એવી આશા અને શ્રદ્ધા ભાવનગરના પ્રજાજને સેવી રહ્યા છે.
પરમાનદ
શબનુ અગ્નિવિસર્જન શા માટે ?
સાર્વજનિક સમર્પણ શા માટે નહિ?
તા. ૧૬–૧૧–૬૦ ના પ્રબુદ્ધુ જીવનમાં શબની અંતિમ સંસ્કારવિધિ અને આજનું શહેરી જીવન' એ મથાળાની મારી નોંધ વાંચીને એક વજૂના સમાજસેવક મિત્રે તે નોંધમાં દર્શાવેલા વિચારાને આવકારતાં, વર્ષોં પહેલાં રાજકોટમાં એક જાણીતા ચિત્રકાર સ્વ. સી. તેજપાલે પૈડાવાળી શબવાહિની અંગે એક જોરદાર આન્દોલન ચલાળ્યું હતું તેની મને યાદ આપી છે અને એવા એક પ્રયત્ન અમદાવાદ ખાતે થયાની માહિતી આપી છે. સાથે સાથે શખવિસર્જન અંગે એક જુદો જ વિચાર તેમણે પેાતાના પત્રમાં રજૂ કર્યાં છે.
ગાંધીજીના ભાણેજ અને સહકાર્યકર્તા સ્વ. મથુરાદાસ ત્રિકમજી પાછળના જીવનમાં ઘણા સમય સુધી ક્ષયરોગથી પીડાયેલા. તે એક ભાવનાશાળી અને ગાંધીજીની વિચારસરણીથી આરપાર રંગાયેલા સજ્જન હતા. તેમણે પેાતાનુ અવસાન થાય ત્યારે, પેાતાના દેહ મુબઇની મેડિકલ એસેસીએશનને વૈજ્ઞાનિક સંશાધનઅથે" સોંપી દેવાની લેખિત ઇચ્છા દર્શાવેલી. આ તેમની ઇચ્છાને કેટલા અંશે અમલ થયા હતા અને આખરે અવશિષ્ટ દેહને અગ્નિસ સ્કાર કરવામાં આવેલા કે નહિ તેની આજે મારી પાસે .ચાસ માહિતી નથી. પણ આ દૃષ્ટાંતથી પ્રેરણા પામીને ઉપર જણાવેલ મિત્ર એમ પૂછે છે કે આપણા મૃતદેહને ચાલુ પરંપરા મુજબ અગ્નિ વડે ભસ્મીભૂત થવા દેવાને બદલે તેના સ્વ. મથુરાદાસભાઇએ સૂચવ્યા તેવા ઉપયોગ થાય એવા આપણે પ્રાધ શા માટે ન કરવા ? અને એવા વિચારઆંદોલનને કેમ ન ફેલાવવું? આ પ્રશ્નને હું પ્રબુદ્ધ જીવન' દ્વારા જાહેર રીતે ચર્ચુ' એમ તેઓ ઇચ્છે છે.
જેનું જીવન સામાજિક સેવાને વરેલુ છે, અને જેનાં તન, મન અને ધન સામાજિક શ્રેયાથે' ખર્ચાઇ રહ્યાં છે તેવી વ્યક્તિના મનમાં પોતાના મૃતદેહ અંગે આવા વિચાર આવે તે સમજી શકાય--કલ્પી શકાય-તેવું છે, પણ આવા વિચારને વ્યવહારુ રૂપ આપવામાં અનેક મુશ્કેલી છે, એટલુ જ નહિં પણ, આવા વિચારને સાર્વત્રિક રૂપ આપવામાં આવે તે જરૂરી પણ લાગતું નથી.
જીવન
2
૨૭૨
પહેલાં તે આવા મૃતદેહાની ખાસ કરીને મેટાં શહેરા કે જ્યાં મેડિકલ કોલેજ હાય ત્યાં જ વિશેષ કરીને જરૂર પડે છે અને આવાં મેટાં શહેરમાં નધણિયાતાં શો! શુ ખર મળી રહે છે.
મૃતદેહને લગતી અંતિમ વિસર્જનવિધિમાં ફેરફાર કરવા તે એક બાબત છે. તેને વૈજ્ઞાનિક અને વૈદ્યકીય સંશેાધન અને શિક્ષણમાં ઉપયાગી થાય તે માટે સરકારને હવાલે કરવા તે ખીજી બાબત છે. એકની પાછળ સુરુચિ, સભ્યતા અને સ્વજનના મૃતદેહ પ્રત્યે પણ આપણા દિલમાં રહેલી સમાદરની લાગણીના પ્રશ્ન છે; ખીજા વિચાર પાછળ નરી ઉપયાગીતાને ખ્યાલ રહેલો છે. શહેરી જીવનની ભીંસ અને સુરુચિ તથા સભ્યતાને લગતા ખ્યાલાને મળી રહેલ નવા સંસ્કાર મૃતદેહનું વિસર્જન કરવાની આજની પ્રચલિત રૂઢિમાં ફેરફાર કરવાની, આજે નહિ તે આવતી કાલે, જનસમુદાયને ફરજ પાડયા વિના નહિ જ રહે એવી આશા છે અને તેથી તે દિશાંતુ આન્દોલન સફળ નીવડવાના પૂરા સંભવ છે. શબને અન્ય કાઇ સસ્થાને પ્રયાગ અર્થે સોંપી દેવાના વિચાર, મરનારે એ સબંધમાં લેખિત પૃચ્છા દર્શાવી હોય તે પણુ, અમલી બનવાની બહુ જ ઓછી શકયતા છે. આપણા સંસ્કારધડતરમાં મૃતદેહની યાગ્ય સંસ્કારવિધિના ખ્યાલની જડ બહુ જ ઊંડી છે. સ્વજનનું ગમે ત્યાં ગમે તેવી રીતે મૃત્યુ થયું હોય તે પણ તેના દેહાવશેષને યથાવિધિ વિસર્જિત કરવાના આગ્રહ હંમેશા સેવવામાં આવે છે અને એવા સ ંસ્કારવિધિની કાઇ શકયતા જ રહી ન હોય. દા. ત. પાણીમાં કાઇ ડુબી ગયેલ હોઇ અને તેના દેહને પ-તેા લાગ્યા ન હોય અથવા તો અજાણ્યા અગેાચર સ્થળે કોઇનું મૃત્યુ થયું હાય અને તેના દેહને પશુપક્ષીએ મળીને નાશ કર્યાં હાય તે; પાછળ રહેલા સગાંવહાલાંના દિલમાં આવા દુવની હકીકત ખૂબ ખટકે છે. આ બધું વિચારતાં આ બાબતની કોઇ ખાસ પ્રચારની આવશ્યકતા લાગતી નથી. જેના દિલમાં પોતાના મૃત્યુ બાદ પેાતાના મૃતદેહના કાઇ સાવનક ઉપયોગ થાય એવી ચ્છા ઉદ્દભવે તે જરૂર પેાતાના સ્વજનને પેાતાના મૃતદેહની તે મુજબ વ્યવસ્થા કરવાનું સૂચવી શકે છે, પણ તે મુજબ જ થવુ જોઇએ એવા આગ્રહ રાખવાની જરૂર નથી, કારણ કે એવા આગ્રહનેા અમલ પાછળ રહેનારા સ્વજને માટે બંધનકારક બની શકે તેમ છેજ નહિ. પ્રસ્તુત મિત્રે પોતાના પત્રમાં આ વિષય અંગે બીજી કેટલીક ચર્ચા કરી છે તે ધ્યાનમાં લેતાં ખીજો એક જરાક રમૂજી પ્રશ્ન પણ સામે આવીને ઊભા રહે છે. એ સર્વત્ર સુવિદિત છે કે માણસને માત્ર સ્ત્રાપાર્જિત મિલકત અંગે જ વીલ–વસિયતનામુ કરવાના અધિકાર છે. તે અહીં પ્રશ્ન એ છે કે માનવીને પેાતાના મૃતદેહના કેવી રીતે નીકાલ કરવા તે વિષે વીલકરવાના અધિકાર છે કે નહિ? આના ગર્ભ`માં એ પ્રશ્ન રહેલા છે કે માનવીને દેહ સ્વાપાર્જિત છે કે વડિાપાર્જિત આ પ્રશ્નની ગમે તેટલી ચર્ચા કરવામાં આવે પણ તેને છેવટના નિકાલ કદિ આવે એમ હું માનતેા નથી. આ પ્રશ્ન સરકારી અદાલત સમક્ષ રજૂ કરવામાં આવે તે એક અદાલતના ન્યાયાધીશ માનવીના મૃતદેહને તે માનવીની સ્વાપાર્જિત મિલક્ત તરીકે જાહેર કરશે અને અન્ય અદાલતના ન્યાયાધીશ તેને વડિલોપાર્જિત તરીકે જાહેર કરશે. આવી અટપટી કાયદાની આંટીઘૂંટી જે પાછળ રહેલી છે તેવા પેાતાના મૃતદેહ અંગે કરવામાં આવેલ વસિયતનામાને મૃત માનવીની તે મુજબની ઇચ્છા રજૂ કરવાથી વિશેષ કોઇ અર્થ નથી અને તેવુ ં વસિયતનામ પાછળ રહેલાં સ્વજના માટે બંધનરૂપ બની શકતુ નથી,
પરમાનદ
*" *→*, *