________________
તા. ૧૬-૪-૧
પ્રબુદ્ધ જીવન
આ અરસામાં ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી હિંદ ખાતે પાછા ફર્યાં, કોંગ્રેસનું સુકાન પેાતાના હાથમાં લીધું, દેશમાં રાષ્ટ્રીયતાની ભરતી આવી, અંગ્રેજ સરકાર સામે અસહકારના આંદોલનનાં મંડાણુ મંડાયાં, મુખમાં સારા રાષ્ટ્રવાદી દૈનિક પત્રની ખામી જણાવા લાગી, શ્રી ખેલગામવાળાએ એ દિવસેામાં સારી પ્રતિષ્ઠા ધરાવતું ગુજરાતી દૈનિક પત્ર ‘મુંબઇ સમાચાર' ૧૯૨૧ની સાલમાં ખરીદ્યું અને ત્યારથી શ્રી સારાબજી કાપડિયા સાંજવત માન છેાડી મુંબઇ સમાચાર'ના તંત્રીસ્થાન ઉપર પણ આરૂઢ થયા અને મૃત્યુની છેલ્લી ડિ સુધી તે પત્ર સાથે તેઓ સંકળાયલા રહ્યા. એમના સંચાલન દરમિયાન મુંબઇ સમાચાર ધણું કાઢ્યું. ફૂલ્સ, લેાકપ્રિય બન્યું અને બહેાળા ફેલાવા ધરાવનાર પત્ર તરીકે મુંબઇ સમાચારે ભારે નામના કાઢી.
શ્રી સેારાબજી કાપડિયાની એક પત્રકાર તરીકેની કારકિર્દી ના આ ટૂંકા ઋતિહાસ છે. તેમણે મુંબઇ સમાચારને ચોક્કસ ઘાટ આપ્યા હતા અને સામાન્ય જનતાની અનેક અપેક્ષાને તે પહોંચી વળતુ હતુ. તેની નીતિ નહિ ઉગ્ર, નહિ મદ, એવી મધ્યમ કક્ષાની હતી. વ્યાપારીએ માટે તેની જોડતું ખીજું કોઇ ગુજરાતી દૈનિક પત્ર હજુ સુધી અસ્તિત્વમાં આવ્યું નથી.
શ્રી સેારામજી કાપડિયા ધીર, ગંભીર પ્રકૃતિના અનુભવી પત્રકાર હતા. અન્ય સાથેના વ્યવહારમાં તે પૂરા સજ્જન હતા, તેમનું જીવન સાદું, સરળ અને પવિત્ર હતું. તેમના દિલમાં સ્વાભાવિક ઉદારતા અને કામળતા હતા. શાસ્ત્રીય સંગીતના તેઓ રસિયા હતા. તેમની પ્રજ્ઞા બહુલક્ષી . હતી. તે સામાન્ય સ્થિતિમાંથી આપબળે અને અપૂર્વ કાર્યનિષ્ઠા વડે ઊંચે આધ્યા હતા અને અનુભવવૃદ્ધ, જ્ઞાનવૃદ્ધ, સમજણુવૃદ્ધ એવા તેમના વ્યકિતત્વમાં વિરલ માનવવિભૂતિનું દર્શન થતું હતું.
વનના અંત ભાગમાં પારસીઓના પવિત્ર સ્થળ ઉદવાડા જવાની તેમના દિલમાં ઇચ્છા ઉદ્દભવી અને આગળના સેામવારે ઍટલે કે અવસાનના પાંચ દિવસ અગાઉ તેઓ ઉદવાડા ગયેલા અને ત્યાં જ તેમનું મૃત્યુ થયુ. જેમના જીવનના આવે! લાંખે કયાગ છે એવા તેમના આત્માને શાશ્વત શાન્તિઃ પ્રાપ્ત થા એવી આપણા અન્તરની પ્રાર્થના હો! કેવળ જંગલીપણુ
નવા નગરપતિની તેમ જ ખાસ સમિતિના અધ્યક્ષની વરણી માટે તા. ૧૦-૪-૬૧ના રોજ મળેલી મુંબઇ મ્યુનિ સિપલ કોર્પોરેશનની પહેલી સભામાં જે ધાંધલ થયુ અને સંયુક્ત મહારાષ્ટ્ર સમિતિના સામ્યવાદી સભ્ય શ્રી આર. બી. મેરેએ જે વર્તન દાખવ્યું તે શહેરી સભ્યત્તાને ભારે કલીંકરૂપ છે. આ ઘટના એમ બતાવે છે કે કહેવાતી સભ્યતા' એ આપણું ઉપરનું ઢાંકણુ છે અને જ્યારે પેાતાનું કે પોતાના પક્ષનું ધાર્યું થાય એમ નથી એમ લાગે ત્યારે મનમાં આવે તેવું ધાંધલ કરીને ચેકસ હેતુ માટે મળેલી સભાને ભાંગી તાડી નાખતાં આપણુને કાઇ સાચ કે શરમ નથી. આવા પ્રસંગે ગમે તેવુ જંગલીપણું ધારણ કરતાં આપણે અચકાતા નથી.
આમ ન હેાય તેા કોર્પોરેશનની ઉપર જણાવેલી : સભા અંગે એવા એક પણ મુદ્દે નહાતા કે જે તકરારનું નિમિત્ત •ખની શકે. આ સભાભગાણની જે વિગતે જાણવા મળે છે તે ઉપરથી સ્પષ્ટ થાય છે કે મેયરપદના ઉમેદવાર, સમાજવાદી પક્ષના સભ્ય અને જાણીતા ટ્રેડ યુનીયનીસ્ટ શ્રી જ્યેાજ ક્રાન્ડીઝ અને તેના કેટલાક સાથી અથવા અનુયાયીઓ અંગ્રેજી ભાષાના વિરોધના નામે ધાંધલ ઊભું કરવાના-તફાન મચાવવાના-પાકા પરાદાથી આવેલા. આ અંગ્રેજીને મુદ્દા પણ અહીં ખીલકુલ પ્રસ્તુત નહાતે,
કારણ કે આજ સુધી જે ધેારણે કોર્પોરેશનનું કામ ચાલી રહ્યું છે તેને લગતા નિયમ એ મુજબને છે કે “કોર્પોરેશનનું બધું કામ અંગ્રેજીમાં થશે, પણ જે સભ્ય અંગ્રેજીમાં ભાષણ આપી શકે તેમ ન હોય તે સભ્યને મરાઠી, હિંદી, ગુજરાતી કે ઉર્દુમાં ખેલવાની છૂટ રહેશે.” આમ છતાં પ્રમુખસ્થાને નિમાયલા આગળના મેયર શ્રી વિષ્ણુપ્રસાદ દેસાઇએ જેવુ અગ્રેજીમાં ખેલવાનું શરૂ કર્યું" કે શ્રી કરનાન્ડીઝે તેમના અંગ્રેજી ખેાલવા સામે વાંધા ઉદાબ્યા અને પ્રમુખના વારંવાર અટકાવવા છતાં કાવે તેમ ખેલવાનું ચાલુ રાખ્યું. તેમને કોર્પોરેશનને હાલ છેાડી જવાનું પ્રમુખ તરફથી ફરમાવવામાં આવ્યું. પણ શ્રી ક્રનાન્ડીઝે જરા પણુ મચક ન આપી. તેમને બળજબરીથી ખસેડવા માટે ફાયર બ્રીગેડના માણસાને ખેલાવવામાં આવ્યા, પણ આ સામે વાંધા ઉઠાવીને તેમને પણ અધીન થવાની શ્ર! ક્રૂનાન્ડીઝે ના પાડી, અને ધાંધલ વધતુ ં જ ચાલ્યું. સયુક્ત મહારાષ્ટ્ર સમિતિના સભ્યો જેએ અત્યાર સુધી મુગા મુંગા બધુ જોયા કરતા હતા તે હવે શ્રી કરનાન્ડીઝના પક્ષે ધાયા અને સામસામી ગરમાગરમ ઘૂરકાઘૂરકી શરૂ થઇ. આ યા તા લાચાલીમાં સમિતિના સામ્યવાદી સભ્ય ડૌ. આર. બી. મેરેએ માઝા મૂકી અને પ્રમુખશ્રીને ઉદ્દેશીને કહેવા લાગ્યા કે 'તમે મહારાષ્ટ્રમાં રહે છે, મહારાષ્ટ્રનું લૂણુ ખાઓ છે, તમે મહારાષ્ટ્રના અનેક રીતે ઋણી છે. તમને મરાઠીમાં ખેલતાં શા માટે શર્મ આવે છે?” આમ મામલે વિકરતા ચાણ્યા અને ફાયર બ્રીગેડના માણસા શ્રી ક્રૂનાન્ડીઝને પકડીને બહાર કાઢવાના પ્રયત્ન કરે તે પહેલાં ડૉ. મારે કરનાન્ડીઝ પાસે દાડી ગયા અને તે અને ખીજા સભ્યોએ મળીને ફ્રાયર બ્રીગેડના માણસાને ધકકેલી કાઢયા. આમ ચાતરક્ અવ્યવસ્થા ફેલાતાં અને બહારના કેટલાય માણુસે। હાલમાં દાખલ થઇ ગયા છે એમ માલુમ પડતાં પ્રમુખે સભાને એકાએક મુલતવી રાખી.
આ અત્યન્ત શોચનીય અને શરમાવનારી ઘટનામાં ડૉ મેારૅના ઉપરના ઉદ્ગારા જે સંદર્ભમાં અને જે વ્યકિત સામે ઉચ્ચારાયા છે તે ધ્યાનમાં લેતાં આપણું દિલ એકદમ ચોંકી ઉઠે છે. તેમાં મહારાષ્ટ્રી માનસનું કેવળ ઝનૂન તરી આવે છે અને આ માનસ ઉપર અંકુશ મૂકવામાં નહિ આવે અને આ ઝેર અને ઝનૂનને વધવા દેવામાં આવશે તે મુંબઇનુ જાહેર જીવન સ્થગિત થઇ જશે, એટલું જ નહિ પણ, મુંબઇ શહેરનુ પચરંગી સ્વરૂપ-કોસ્મોપોલીટન જીવન જોત જોતામાં લુપ્ત થઈ જશે અને ભાષાકીય જાદવાસ્થલીનું મુખ એક કેન્દ્ર બની જશે—આવા ભય આપણા ચિત્તને સ્પર્શી જાય છે. મુંબઇ શહેરની સવાદી સમાજરચનાની અને પરસ્પર સમયપૂર્વકના જાહેર જીવનની રક્ષાતા આતુ ધરાવતા સૈા કાઈને વિચાર કરતા કરી મૂકે એવી આ દુઃખદ ઘટના છે. આથી વિશેષ આ પ્રસંગે લખવું ઉચિત નથી લાગતું.
પાન .
શ
તા ૧-૯-૬૦
આ
દુ:ખના સૂર
મધુર દુ:ખના સૂર ! ! નયનથી સિંચિત એમ
છલકે છાનું ઉર્ તાર સિતારે ખેંચાયા વિષ્ણુ સૂરાવલિ તે રણકે ? અવિહાણા આભ મહિં શુ ઈંદ્રધનુષ કા મલકે ? વ્યથાથી મંજાયા વિષ્ણુ ના
શા
ઝળકે આતમ નૂરે — મધુર દુ:ખના સૂર જલધારા વરસે તે! નન
કરતા મત્ત મયૂર
૨૪૩
શ...
all...
શા... ગીતા પરીખ