SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૨ ઑઇલ ટેક્નિકલ ઇન્સ્ટીટયુટની ખંભાત ખાતે કરવામાં આવેલી સ્થાપના પ્રબુદ્ધ જીવન તા. ૭૪-૬૧ ને શનિવારના રાજ ખંભાત ખાતે શ્રી પ્રાણજીવન એજ્યુકેશનલ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી તૈયાર કરવામાં આવેલ ‘પ્રાણજીવન જ્ઞાનમંદિર'ના મકાનનું ખાણ અને તેલ ખાતાના પ્રધાન શ્રી કે. ડી. માલવિયાના હાથે ઉદ્ઘાટન કરવામાં આવ્યુ ં અને તે જ્ઞાનમંદિરમાં ‘ઑઇલ ટેક્નિકલ ઇન્સ્ટીટયૂટ'ની ભારત સરકાર તરફથી સ્થાપના કરવામાં આવી. આ સમારંભમાં ગુજરાત રાજ્યના મુખ્ય પ્રધાન ડૉ. જીવરાજ મહેતા પ્રમુખસ્થાને બિરાજ્યા હતા. આ જ્ઞાનમંદિર અને આ ઑઇલ ટેનિકલ ઇન્સ્ટીટયૂટ ક્રમ અસ્તિત્વમાં આવ્યાં તેના નાનાસરખા ઇતિહાસ છે. આ માટે શ્રી પ્રાણજીવન એજ્યુકેશનલ ચેરિટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ચીમનલાલ પી. શાહને થાડાક પરિચય આપ જરૂરી છે. શ્રી ચીમનલાલ પી. શાહ મુંબઈના કાગળના અગ્રગણ્ય વ્યાપારી છે. તે એ વર્ષ પહેલાં મુંબઈની પેપર મરચન્ટ્સ એસસીએશનના પ્રમુખ હતા. હાલ ઍલ ઇન્ડીઆ પેપર મરચન્ટ્સ ફેડરેશનના તેઓ ઉપ-પ્રમુખ છે. આ ઉપરાંત જૈન સમાજની અનેક જાહેર સસ્થાઓ સાથે તે સ'કળાયેલા છે. સયુકત જૈન વિદ્યાથી ગૃહના તેઓ કોષાધ્યક્ષ છે. મુંબઇ જૈન યુવક સંધના તે એક અગ્રગણ્ય બહુ જૂના કાર્યકર્તા છે. સામાન્ય સ્થિતિમાંથી આપબળે તેઓ આગળ વધ્યા છે અને તેમની ઉદારતા અનેક સામાજિક પ્રવૃત્તિઓને સ્પર્શતી રહી છે. ઉપર જણાવેલ ઉદ્ઘાટન સમારંભ પ્રસંગે તેમણે રજૂ કરેલા નિવેદનમાં તેઓ જણાવે છે તે મુજબ, પોતાના વતન ખંભાતમાં એક શિક્ષણસંસ્થા ઊભી કરવા તેઓ કેટલાય સમયથી વિચાર કરી રહ્યા હતા, પણ તેને આકાર આપવામાં અને તેમની કલ્પનાની સંસ્થાના મકાન માટે જમીન મેળવવામાં તેમને અનેક મુશ્કેલીઓને સામના કરવા પયેા હતા. સમયાન્તરે તેમને જોતી હતી એવી અને એટલી જમીન ખંભાત શહેરની બહારના ભાગમાં મળી, ૨. ૫૦,૦૦૦ તેમણે એક ફેમિલી ટ્રસ્ટ કર્યુ અને તે ટ્રસ્ટમાં એક બાજુએ રકમા ઉમેરાતી ગઇ અને ખીજી બાજુએ મળેલી જમીન ઉપર મકાનનું બાંધકામ શરૂ થયું. સાધારણ રીતે શિક્ષણસંસ્થાની ચેાજના પહેલી અને તે યેાજના મુજબ મકાન પાછળ આવે છે. આ કિસ્સામાં શિક્ષણસંસ્થાને ખ્યાલ રાખીને મકાનનું બાંધકામ પહેલુ શરૂ થયું અને ત્યાં શેના અને ક્યા પ્રકારના શિક્ષણના પ્રશ્નધ કરવા એ બાબત પાછળથી નક્કી થઇ. “ ખંભાતના સદ્ભાગ્યે ખંભાતની નજીકના પ્રદેશમાં તેલ નીકખ્યુ અને સ્થળે સ્થળે ડ્રીલીંગ કરતાં બહુ મેાટા પ્રમાણમાં તેલ મળવાની સંભાવના ઊભી થઇ, વધારે ને વધારે પાકી થતી ગઇ. આ તેલ ઉત્પાદનના સશોધન અને સંચાલન માટે આ વિષયને લગતા જ ટેકનિશિયને–તા-જોઇએ. આવા ટેશિયના તૈયાર કરવા માટે ભારત સરકાર આ પ્રદેશમાં ‘ઑલ ટેકનિકલ ઇન્સ્ટીટયૂટ' ઊભું કરવાના વિચાર કરવા લાગી. આ બાબતની શ્રી ચીમનભાઇને ખબર પડતાં જે મકાન પોતે તૈયાર કરી રહ્યા હતા તે મકાન આવા ઇન્સ્ટીટયૂટના ઉપયોગ માટે આપવાન વિચાર શ્રી ચીમનભાઇએ ભારત સરકારને નિવેદિત કર્યાં. આ સંબંધમાં તેાતાના પ્રધાન શ્રી કે. ડી. માલવિયા સાથે પત્રવ્યવહાર અને વાટાઘાટી શરૂ થ અને પરિણામે પ્રાણજીવન જ્ઞાન મંદિર નામ ધરાવતું આલીશાન મકાન પ્રાણજીવન એજ્યુકેશનલ ચેરિટખલ ટ્રસ્ટ તરફથી આઠ વર્ષ તા. ૧૬-૪-૬૧ સુધી કશુ પણ વળતર લીધા સિવાય ભારત સરકાર તરફથી થોડા સમયમાં શરૂ કરવામાં આવનાર ઑઇલ ટેમ્યૂનિકલ ઇન્સ્ટીટયૂટના ઉપયોગ માટે અમુક શરતે એ આપવાનું ઠરાવવામાં આવ્યું. આઠ વર્ષની મુદ્દત પાછળ એ આશય રહેલા છે કે આઠ વર્ષમાં પ્રસ્તુત ઇન્સ્ટીટયૂટની કેવી જમાવટ થાય છે તે જોઇને બન્ને પક્ષને યેાગ્ય લાગે તેા આ લીઝને લખાવવામાં આવે અને બન્ને પક્ષને સ્વીકાય એવી કોઇ સમજૂતી ન થાય તેા આ મકાનના અન્ય કાષ્ટ શૈક્ષણિક કાર્ય માટે ઉપયોગ કરવામાં આવે. દોઢથી બે લાખની કીમતના આ મકાનન આવે! ઉપયેગ ઊભું કરવા માટે પ્રસ્તુત ટ્રસ્ટના ટ્રસ્ટીએ! અને ખાસ કરીને શ્રી ચીમનલાલ પી. શાહને અનેક ધન્યવાદ ઘટે છે, પ્રસ્તુત ઉદ્ઘાટન સમારંભ પ્રસંગે શ્રી ચીમનભાઇએ મુખ, અમદાવાદ વગેરે સ્થળાએથી અનેક મિત્રાને ખેલાવ્યા હતા. આખા સમારંભ બહુ ભવ્ય રીતે ઊજવવામાં આવ્યા હતા, ઑઇલ ટેકનેાલાજીને લગતું એક પ્રદર્શીન પણ આ જ મકાનમાં યાજવામાં આવ્યું હતું જે જોનારાઓ માટે અત્યંત એધપ્રદ હતું. આ નિમિતે ખંભાત જવાનું નિમિત્ત ઊભું થતાં ખંભાત આસપાસનાં તેલપ્રદેશ કે જ્યાં અનેક ઠેકાણે ડ્રીલીંગ ચાલી રહ્યું છે તે જોવા સમજવાની મને તક મળી. આ ડ્રીલીંગ દ્વારા તેલના પ્રકાર તેમ જ . પુરવઠા વિષે માહિતી એકઠી કરવામાં આવે છે. અત્યારે માત્ર લુણેજ સ્થળ એવુ છે કે જ્યાં ડ્રીલીંગનું કામ પૂરું થઇ ચુક્યું છે અને નીચેના તેલના જથ્થા સાથે પંપ સાથેના પાઇપ જોડી દેવામાં આવ્યા છે અને તેમાંથી જ્યારે પણ નક્કી થાય ત્યારે તેલના જથ્થા વહેતા કરી શકાય તેમ છે. આમ તેલના આકારમાં ૧,૦૦૦ આંચળવાળી કામધેનુ ખંભાત આસપાસના પ્રદેશમાં પ્રગટ થ છે. તેને કુશળતાપૂર્વક દાવાવાળા ટેકનિશિયન તૈયાર કરવા માટે જે ઑઇલ ટેક્નિકલ ઇન્સ્ટીટયૂટ થાડા સમયમાં શરૂ કરવામાં આવ નાર છે તે ઇન્સ્ટીટયૂટ સતત વિકસતું રહે અને તે દ્વારા સંકડા ટેકનિશિયને બહાર પડે અને ભારતને તેલર્સાકત વડે ખૂબ સમૃદ્ધ કરે અને એ રીતે શ્રી ચીમનલાલ પી. શાહુ અને અન્ય સહટ્રસ્ટીઓએ નક્કી કરેલ આઠ વર્ષની મુદ્દત કાયમી બન્ને આપવામાં પરિણમે એવી આપણી શુભેચ્છા અને પ્રાથના હાડ એક મુઝ નેકદિલ પત્રકારના દુ:ખદ દૈવિલય મુંબઇ સમાચારના પીઢ તંત્રી શ્રી સેારાખજી કાપડિયાનું ૮૧ વર્ષની ઉમ્મરે ઉદવાડા ખાતે તા. ૭-૪-૬૧ શુક્રવારના રાજ નિપજેલ અવસાનથી માત્ર મુખને જ નહિ પણ ગુજરાતી પત્રકારિત્વની દુનિયાને જલ્દી ન પુરાય એવી ખેાટ પડી છે. તેમના ૧૮૮૦માં જન્મ થયા હતા. તેમના પિતાનું અવસાન સ્વર્ગસ્થની બહુ નાની ઉમ્મરે થયેલુ હોવાથી પોતાના ગરી કુટુંબને નીભાવવાના મેજો આવી પડેલો અને પરિણામે ૧૭–૧૮ વર્ષની ઉમ્મરે તેમને તાકરી શોધવાની ક્રૂજ પડી હતી, શરૂઆતમાં તેમને વાડી'દરના એક ગુડઝ ડીપામાં તાકરી મળેલી, પણ તે ખાતામાં તેમણે લાંચરૂશ્ર્વતનું વાતા વણજોયુ અને તેમાં પ્રમાણિક રહેવાના આગ્રહ રાખતાં તેમને નાકરી છોડવી પડી. એ દરમિયાન તેમને ‘ રાસ્ત ગાતાર 'માં તારી મળી અને થેાડા સમયમાં તે પત્રના તંત્રીપદે તેઓ આવ્યા. આ પદ ઉપર થોડાં વર્ષ તાકરી કર્યાં બાદ અખબારે સાદાગર’ માં જોડાયા. આ રીતે તેમને જીવનના પ્રારંભકાળમાં પત્રકારત્વની સારી તાલીમ મળી, ૧૯૦૭માં તેઓ ‘સાંજ વર્તમાન'ના ઉપતંત્રી બન્યા અને સમયાન્તરે તે જ પત્રના તે તંત્રી બન્યા અને આસ્થાન ઉપર ૧૫ વર્ષ કામગીરી મજાવીને ‘ સાંજ વર્તમાન ને તે ખૂબ આગળ લઇ આવ્યા.
SR No.525946
Book TitlePrabuddha Jivan 1961 Year 22 Ank 17 to 24 and Year 23 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1961
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy