SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૪-૧ તે વિચારને મહાવીર જૈન વિદ્યાલય તરફથી કોઇ ભૂત' આકાર આપવામાં આવ્યું નથી. એ ક્રૂડ હજુ એમને એમ પડયું છે, સિવાય કે તેના વ્યાજમાંથી જૈન વિદ્યાર્થિનીઓને શિષ્યવૃત્તિએ આપવામાં આવે છે. મરીનડ્રાઇવ ઉપર સરકારે બાંધેલુ એક મોટુ કન્યા છાત્રાલય છે, પણ તે કાસ્માપોલિટન છે, સર્વ કામ અને સર્વ વર્ગની વિદ્યાર્થિનીઓ માટે છે, અને આવી ડ્રૉસ્ટેલેામાં ખારાક માટે મિશ્ર વ્યવસ્થા હાય છે અને તેનુ પરિણામ ત્યાં વસતી બહેનો માટે નિરામિષ આહાર તરફ ખેંચાવામાં આવે છે. વળી ત્યાં પણ માંગના પ્રમાણમાં જગ્યા તે આછી જ છે. આ બધું ધ્યાનમાં રાખીને આપણી વિદ્યાર્થિનીઓ માટે એક એવા અલગ કન્યા છાત્રાલયની ખૂબ જ જરૂરી છે કે જ્યાં તેમને મળેલાં ખાનપાન તથા રહેણીકરણીના જન્મજાત સંસ્કારા સુરક્ષિત રહે. આજે આપ જૈન સમાજના આગેવાના. અહીં આ નિમિત્તે એકઠા થયા છે તે આ અગત્યની બાબત વિષે ગંભીરપણે વિચાર કરવાને હું આપ સૈાને અનુરોધ કરૂ છું. પ્રભુદ્ધ જીવન “આ પ્રતિમાનુ અનાવરણ કરવા માટે આપણે શ્રેયાંસપ્રસાદજી જેવી વિશિષ્ટ વ્યકિતને મેળવી શકયા છીએ તે મારે મન એક ભારે સમુચિત ધટના છે. શ્રેયાંસપ્રસાદજી સાથે મને વર્ષોથી પરિચય છે. તેએ શ્રીમાન છે, એમ છતાં તેમનામાં મેં જે સૈાજન્ય જોયું છે, સરળતા, નિરાભિમાનપણું, જે સમાજના પોતે છે તેના ઉત્કર્ષ અથે' કષ્ટતે કઇ કરી છૂટવાની આતુરતા અને તત્પરતા, વિનય અને વિવેક જોયેલ છે તે મે ભાગ્યે જ અન્ય શ્રોમાનામાં જોયાં કે અનુભવ્યા છે અને તેથી તેમના વિષે મારા દિલમાં હંમેશાં ઊંડા આદર રહ્યા છે. આ પ્રસંગે તેઓ અમારી સંસ્થાના નિમંત્રણને માન આપીને આવ્યા અને મણિભાઇની પ્રતિમાનું તેમણે અનાવરણ કર્યું તે માટે તેમને હું અમારી સંસ્થા તરફથી હાર્દિક આભાર માનુ છું. “આ મારું વક્તવ્ય પૂરું કરૂં તે પહેલાં એક ખાખત હુમણાંજ મારા મન ઉપર આવે છે તે આપની સમક્ષ રજૂ કરવાના પ્રલાભનને હું રેકી શકતે નથી અને તે એ છે કે આપ જાણા છે કે આ સંસ્થાના એ આદ્યસ્થાપકો છે. એક મણિભાઇ જેમની પ્રતિમા આજે આપણે ખુલ્લી મૂકીએ છીએ, અને ખીજા સ્વ॰ વાડીલાલ મેતીલાલ શાહ :જેમની જોડીને પ્રખર લેખક–વિચારક આપણા જૈન સમાજમાં હજુ બીજો કાઇ પાકયા જોયા કે જાણ્યા નથી. નાયગરાના ધોધ જેવા તેમની વાણીના પ્રવાહ હતા. નીડરતા તેમને વરેલી હતી. સમાજના પ્રશ્નો અંગે તેમના ક્લિમાં નિરન્તર આગ સળગતી હતી. જૈન સમાજની એકતાના . તે આદિ પુરસ્કર્તા હતા. તેમના અને માંણભાઇના સયુક્ત દાનમાંથી આ સંસ્થાના જન્મ થયા હતા. આ બધું. ધ્યાનમાં લેતાં તેમની પણ આરસ પ્રતિમા તૈયાર કરાવીને આ જ સ્થાનમાં પ્રતિષ્ઠિત કરવી ઘટે છે. આ ન કરીએ ત્યાં સુધી આપણુ સ્મૃતિરક્ષાનું કાય અધુરૂ જ લેખાય. આજના સમારંભ શરૂ થવા પહેલાં જ મારા મિત્ર - ભાઇ દુર્લભજી ખેતાણી સાથે મારે આ વિષે વાત થઇ હતી. તેમણે આ વાત મારી આગળ મૂકી અને મને ગમી એટલે આ વાત આપની આગળ મૂકું છું. આ જે કંઇ હું કહી રહ્યા છું તે માત્ર વ્યકિતગત કક્ષાએ જ કહી રહ્યા છુ, પણ મને આશા છે કે આ મારા વિચાર અન્ય ભાઇબહેનને પણ જરૂર સ્પર્શે અને તેમાંથી કાંઇક એવું સંચલન પેદા થશે કે ' જેના પરિણામે બહુ થાડા સમયમાં સ્વ. વા. મા. શાહની પ્રતિમાની અનાવરણ વિધિ કરવાને આપણને સુયેાગ પ્રાપ્ત થાય.” ૨૪ ત્યાર બાદ શ્રી દુર્લભજી કેશવજી ખેતાણીએ આભાર– નિવેદન કરત્તાં સાહુ શ્રી શ્રેયાંસપ્રસાજીના, પ્રતિમાના શિલ્પી વાધના, સંસ્થાના મકાનના એન્જિનિયર શ્રી ચુનીભાઇ સંધાણીના તેમ જ પધારેલા મહેનાના આભાર માન્યા હતા અને અનેક વ્યકિતના પરિચયમાં આવનાર તેમ જ અનેક વ્યકિતના સાથી ખનનાર શ્રી મણિભાઇનું વિવિધતાભર્યું જીવન તૈયાર કરાવીને પ્રગટ કરવાની આવશ્યકતા તરફ સંયુકત જૈન વિદ્યાર્થી ગૃહ તથા મુંબઇ જૈન યુવક સંધના સંચાલકોનું ધ્યાન ખેચ્યું હતુ. શ્રી ખીમચંદ્ર મગનલાલ વારાએ આભારનિવેદનની પરિપૂતિ કરતાં સ્વ. મણિભાઈને અંજિલ આપી હતી અને જૈન સમાજની એકતા અંગે અનુરોધ કર્યાં હતા. ત્યારબાદ અલ્પાહારપૂર્વક સમાર ંભ વિસર્જન થયા હતા. નોંધ પ્રકી મુંબઇમાં જૈન વિદ્યાથિનીઓ માટે છાત્રાલયની આશા આ અંકમાં ઉપર જેની વિગતે આપવામાં આવી છે તે સ્વ. મણિલાલ મેકમચંદ શાહની પ્રતિમાના અનાવરણુ સમારભમાં અનિવાય કારણને લીધે ભાગ નહિ લઈ શકવા અદ્દલ ક્લિગીરી દાખવતા પોતાના પત્રમાં શ્રી ખીમજી માડણ ભુજપુરીઆ જણાવે છે કે “આજના પ્રસંગે સ્વર્ગસ્થના આત્માને યાદ કરીને તેમજ એમને અંજલિ આપીને જે એક વાત હું વિનમ્રભાવે સમારભમાં કહેવા ઇચ્છતા હતા તે આ પત્ર દ્વારા જણાવવા રજા લઉં છું અને તે એ છે કે આજે જૈન સમાજની આગેવાન વ્યક્તિ ત્યાં હાજર હશે ત્યારે, કૉલેજમાં અભ્યાસ કરતી જૈન બહેને માટે આ વિદ્યાર્થી ગૃહ જેવું ખીજું વિદ્યાર્થી ગૃહ ઊભું કરવાની વિચારણા થાય તા આજના પ્રસંગની ઉજવણી વધારે દીપી ઉઠશે.’ અને જણાવતાં આનંદ થાય છે કે ઉપર જણુાવેલ પ્રસંગે પ્રમુખસ્થાનેથી મારું વક્તવ્ય પૂરું થયું કે તરત જ મંચ ઉપર ખેડેલા શ્રેયાંસપ્રસાદજી, શ્રી શાન્તિલાલ શાહ, શ્રી રિષભદાસ રાંકા, શ્રી દુખજી ખેતાણી વગેરે આગેવાન વ્યક્તિ મારા વ્યાખ્યાનમાં રજુ કરવામાં આવેલ જૈન વિદ્યાર્થિનીએ માટેના છાત્રાલય અંગેના વિચારોથી પ્રભાવિત અન્યા, તે વિચારને મૂતિ"મન્ત આકાર કૅમ આપવા તે વિષે અંદર અંદર ચર્ચા કરવા લગ્યા અને સાહુ શ્રેયાંસપ્રસાદજી આ બાબતમાં આગેવાની કે તે મુબઇ ખાતે કન્યાછાત્રાલયને ઊભું કરવામાં મુશ્કેલી ન આવે એવા અભિપ્રાય બધી બાજુએથી વ્યક્ત કરવામાં આવ્યા અને શ્રેયાંસપ્રસાદજીએ પણ આ ખાખતમાં ખૂબ રસ દાખવ્યે અને ઘેડા સમયમાં આ વિષે વધારે વિગતથી અને ગંભીરપણે વિચાર કરવા માટે મળવાનું ઠરાવવામાં આવ્યું. ત્યાર બાદ આ સબંધમાં તા ૯-૪-૬૧ ના રાજ શ્રી શ્રેયાંસપ્રસાદજીના નિવાસસ્થાને કેટલાક કાર્યકર્તાઓ મળ્યા હતા અને કેટલીક ચર્ચા કરી હતી. હવે પછી વળી ભારત જૈન મહા મંડળની તા ૨૪૪૬૧ ના રાજ મળનાર કાર્યકારીણીની સભા મળનાર છે ત્યારે આ બાબત અંગે વિશેષ ચર્ચા થવાની છે. આમ શ્રી ખીમજીભાઇને ઉપર જણાવેલ પત્ર લખતાં જે વિચાર સૂઝ્યા તે જ વિચાર પ્રમુખસ્થાનેથી ભાષણ કરતાં મારા મન ઉપર આવ્યે અને તે જ કન્યા છાત્રાલયની ખાખત ઉપર પ્રસ્તુત પ્રસંગે ઉપસ્થિત થયેલા જૈન આગેવાતાનુ ધ્યાન કેન્દ્રિત થયું. આ ઉપરથી જૈન કન્યા છાત્રાલયને વિચાર નજીકના ભવિષ્યમાં કંઇક નકકર આકાર ધારણ કરશે જેવા આશા અધાય છે અને એમ ખને તે સ્વ. મણિભાઇની પ્રતિમાના અના-વરણને લગતા સમારંભ સવિશેષ સાક થયા લેખાશે.
SR No.525946
Book TitlePrabuddha Jivan 1961 Year 22 Ank 17 to 24 and Year 23 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1961
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy