SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૮ પ્રબુદ્ધ જીવન મહારાષ્ટ્ર રાજ્યના કાયદા તથા મજૂરપ્રધાન શ્રી શાન્તિલાલ હ. શાહે સ્વ. મણિભાઈને અંજલિ આપતાં જણાવ્યું કે “સ્વ. મણિભાઇના અનેક પ્રશંસા છે તેનું કારણ એ નથી કે તેમની પાછળ કોઇ રાજકીય સંસ્થાનું ખળ કે તે જ હતું. વળી મણિભાઇ એવા કોઇ ધનવાન નહાતા. તેઓ આપણી જેવા એક સામાન્ય માનવી હતા. એમ છતાં તેમનામાં એક અસામાન્યતા હતી અને તે એ કે તેમણે સમાજમાં સૂતેલાને બેઠા કર્યાં હતા, ખેઠેલાને ઊભા કર્યાં હતા અને ઊભેલાને ચાલતા કર્યાં હતા. વળી કાઇ પણ પ્રકારની પ્રસિદ્ધિના મેાહ વિના, મનમાં કશું પણ અભિમાન ચિન્તવ્યા સિવાય તેઓ હુંમેશાં બીજાને આગળ રાખીને કામ કરતા હતા. એમના મનમાં અમુક એક કામ એક વખત વસ્તુ, પછી તે કામ ગમે તેવી અગવડ, ઉપાધિ, કે માંદગી આવે તે પણ તે છેડતા નહિ. જ્યારે તેમણે વિદ્યાથીગૃહ માટે બે લાખ રૂપિયા એકઠા કરવાના મનથી નિશ્ચય કર્યો ત્યારે આટલી મોટી રકમ ભેગી ન જ થઇ શકે એમ અમારામાંના કેટલાકે તેમને કહેવા છતાં, તે પાછળ તેએ લાગ્યા અને ધારી રકમ મેળવી ત્યારે જંપીને બેઠા. આવી તેમની અડગ કાનિષ્ઠા હતી.” તેમણે આગળ ચાલતાં જણાવ્યું કે આજે જૈન સમાજની એકતાની વાત કોઇને સમજાવવી પડતી નથી, પણ આજથી ૪૦-૪૫ વર્ષ પહેલાં આવી એક્તાની વાતને સૈા કાઇ હસી કાઢતા હતા. કારણ કે આવી એકતા સા કાઈને અશક્ય લાગતી હતી. એવા સમયમાં એટલે કે ૧૯૧૭ની સાલમાં જૈન સમાજની એકતાને ખ્યાલમાં રાખીને આપણા મણિભાઇ તેમ જ વા. મા. શાહ સંયુક્ત જૈન વિદ્યાથીગૃહની સ્થાપના કરે એ આપણા સર્વને વ્યક્તિ કરે તેવી ઘટના ગણાય. આ રીતે આ વિદ્યાથી ગૃહ ણુભાઇની એક જીવન્ત સમૃતિ છે અને રહેશે એમ હું માનું છુ. શ્રી તારાચંદ લક્ષ્મીચંદ કોઠારીએ જણુાવ્યું કે “સ્વ. મણિભાઇ જૈન સમાજની ઉન્નતિ અને પ્રગતિ માટે શક્તિ વહેતી કરનાર-generator—હતા. આ વિદ્યાર્થી ગૃહ તેમના અદમ્ય ઉત્સાહ અને કા શક્તિનું પરિણામ છે. વળી જેમ મુંબઈ જૈન યુવક સંધના કોઇ પણ કાર્ય માટે દ્રવ્યની જ્યારે પણ જરૂર પડે ત્યારે તેની જવાબદારી મણિભાઇ પોતાના માથે લેતા અને સહકા કર્તાને પેાતાનું કા આગળ તે આગળ ધપાવ્યે જવાનુ તે જોર આપતા, તેવી જ રીતે સયુક્ત જૈન વિદ્યાથી ગૃહને પણ તેમણે પૂરી ચાલના આપી હતી. કે। પણ સેવાકાર્ય માં એક કદમ ભરાયુ કે તરતજ તે બીજા કદમનો વિચાર કરતા. આગળ ને આગળ સતત ચાલતા રહેવુ અને બીજાને ચાલતા કરવા આવી તેમની કાર્યપદ્ધતી હતી અને પોતાના કાય વિષે આવા તેમને અજપા રહેતા. એમના કાય ની ચિન ગારી આપણ સર્વને સચેત બનાવે અને સમાજને . માટે કઇ તે કાંઇ આપણે કરતા રહીએ એવી મારી પ્રાથના છે.” તા. ૧૬-૪૨ મણિભાઇ સાથે મારા ૨૫ વર્ષના સંબંધ હતા. તે મારા વડીલ હતા, મુર્ખ્ખી હતા. અમે સ ંધના કા કર્તા ઠંડા પડીએ, મુંઝવણ અનુભવીએ ત્યારે અમને તે જાગૃત કરતા, નવી પ્રેરણા આપતા. વૃઘ્ધવિવાહ, બાલદીક્ષા, કાઇ સાધુનું પાખંડ પ્રકરણ, આયુની જડાખાઇ જેવી ઘટના કે એવી ખીજી કાઇ બાબત હાય–મુખર્જી જૈન યુવક સધને જાગૃત રાખવામાં–સક્રિય રાખવામાં મણિભાઇ એક જ હતા. આ રીતે આજે તેમની ખાટ અમને ઘણી રીતે સાલે છે. સ્વ મણિભાઇની પાછળ તેમના પુત્ર શ્રી રમણિકભાઇ પણ તેમના પિતાના કાર્યને આગળ ધપાવવા પાછળ પેાતાની શકિત ખેંચી રહ્યા છે તેની પણ અહીં નોંધ લેવી ઘટે છે.” શ્રી રતિલાલ ચીમનલાલ કાહારીએ જાળ્યુ કે, “સ્વ. શ્રી ચંદુલાલ વર્ધમાન શાહે જાવ્યુ` કે સ્વ‚ મણિભાઇ સાથે મને કામ કરવાને સુયોગ સાંપડયે હતા અને મને તે એક લધુખ તરીકે ગણાતા અને તેમની પાસેથી મને કામ કરવાની પ્રેરણા મળતી. કાઇ પણ વિચાર પાછળ તત્કાળ અમલ એ મણુિભાઇની વિશેષતા હતી. વળી મણિભાઇ એક ખરા હીરાપારખુ હતાં, અને માનવમાં રહેલી સુષુપ્ત શકિતને તે જગાડતા.” શ્રી વિનેચંદ્ર જેસિ`ગભાઇ શાહે સ્વ. મણિભાઇ અંગેનાં સ્મરણે રજૂ કરતાં જણાવ્યું કે “તે અમારી જેવા કેટલાક કાર્યકરાના પિતાતુલ્ય હતા. આજથી ૨૫ વર્ષ પહેલાં અમદાવાદમાં શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયાના પ્રમુખસ્થાને જૈન યુવક પરિષદ મળી હતી, શ્રી પરમાન ભાઇએ તે વખતે કરેલા ભાષણથી ઉશ્કેરાને તેમને સÜબહાર કરવાના ત્યાંના રૂઢિચુસ્ત જૈન સંધે નિણૅય કર્યાં, અને ત્યારથી પરમાન ભાઇના સાથી સ્વ. મણિભાઇ સાથેના મારા સંપર્ક શરૂ થયો. મેં મુંબઇના ‘સાંજ વર્તમાનના પ્રતિનિધિ તરીકે અને શ્રી ધીરજલાલ ધનજીભા શાહે ભાવનગરના ‘જૈન' પત્રના પ્રતિનિધિ તરીકે ઉપર જણાવેલ પરિષદમાં અને પછી શ્રી પરમાનદભાઇને સધબહાર કરવા માટે નગરશેઠના વંડામાં મળેલી અમદાવાદ જૈન સંધની સભામાં હાજરી આપેલી. સંધની સભામાં ખૂબ તાન થયુ અને યુવક પક્ષના અનુયાયીઓ ઉપર જોડાના પ્રહાર થયા અને દુ:ખની વાત તે એ છે કે તે વખતના યુવકપક્ષના કાર્યકરી આ બન્યું ત્યારે કયાંય અદૃશ્ય થઇ ગયા. આવા સમયે મારે અને ધીરૂભાઇએ યુવકપક્ષની નેતાગીરી લેવી પડી. આવા ઉગ્ર 不顾宗 શ્રી શ્રેયાંસપ્રસાદજી પ્રતિમાનું અનાવરણ કરી રહ્યા છે.
SR No.525946
Book TitlePrabuddha Jivan 1961 Year 22 Ank 17 to 24 and Year 23 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1961
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy