SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન અને જે જે વિવિધદના રૂપે વિચારધારા આવી એમાં સત્ર આત્મા એ જ છે કે તે સિવાય પણ કાંખ છે કે નહિ? હાય તે! આત્મ-અનાત્મના વિવેક કેમ કરવેશ- આજ મુખ્યપણે ચર્ચાના વિષય રહ્યા છે. ૨૩૦ દશનામાં આ નાનમાગ એટલે કે આત્મ-અનાત્મના વિવેકના જ્ઞાનમા છેક મધ્યકાળ સુધી ચાલ્યેા છે. આ જ કાળમાં વેદાન્તના વિવિધ ભેદ્દા, વિજ્ઞાનવાદ, શૂન્યવાદ જેવા વાદે સ્થિર થયા છે અને સાથે જ આત્યેતર વસ્તુઓના અસ્તિત્વને માનનારા વાદ પણ સ્થિર થયા છે. આ આખા કાળ જ્ઞાનમાગી છે. એટલે કેવિચાર અને આચારમાં પણ જ્ઞાનને જ મહત્ત્વ આપે છે. આ કાળમાં ઇશ્વરની કલ્પના પણ આવી છે, જે સમગ્ર જગતના સંચાલન માટે જવાબદાર છે એવા ઇશ્વર-પરમાત્માની કલ્પના તાર્કિક દૃષ્ટિએ આ કાળમાં જ રિથર થઈ છે. અને એસ્થિર ચ! તેથી જ એ ઇશ્વરના વિવિધ અવતારારૂપે શકર, રામ, કૃષ્ણ જેવા મહાપુરુષાની ઉપાસનાને અવકાશ મળ્યો અને તેમાંથી ભારતીય દશનામાં ઇશ્વર અને તેના વિવિધરૂપે અને તેની ઉપાસના એ જ મુખ્ય પ્રતિપાદ્ય બની ગયું. આ કાળ ભારતીય દામાં અંતિમ છે અને તેમાં જ ભારતીય દનાની પ્રતિશ્રી થઇ ગઇ છે. આના પ્રારંભ છેક વિક્રમસ ંવતના પ્રારભ સુધી જાય છે. પણ તેણે પેાતાનું પાકય સ્થિર કર્યું. વિક્રમની ચેાથી પાંચમી શતાબ્દીમાં અને પછી તે ભારતીય દર્શને!માં એ ભક્તિન અને ભક્તિમાગ છેક આજ સુધી ચાલ્યેા આવ્યે છે અને તેનું જ પ્રાધાન્ય આજના આચારમાં છે. આમ કાળની દૃષ્ટિએ સૃષ્ટિવાદ, જ્ઞાનવાદ અને ભક્તિવાદ એ ત્રણેય ભારતીય દર્શનાનાં સેાપાન છે. દીનાનુ' ધ્યેય-માક્ષ ભારતીય ધર્મોમાં જ્યારથી મેાક્ષપુરુષાર્થ તે પરમ પુરુષા તરીકે સ્વીકારવામાં આવ્યેા છે ત્યારથી ચાર્વાક સિવાયના સમગ્ર દર્શનાનું પ્રયાજન મેાક્ષ જ મનાયા છે. અથ અને કામ વિષેના ભારતીય શાસ્ત્રા પણ મેાક્ષને પ્રયેાજન સ્વીકારતા હોય તે તત્ત્વવિદ્યામાં તે મેાક્ષને અવશ્ય સ્થાન મળે એ સ્વાભાવિક છે. સામાન્ય રીતે તે તે નાનુ એવુ' મન્તવ્ય છે કે મેક્ષપ્રાપ્તિમાં આવશ્યક અગરૂપે તે તે દર્શનામાં પ્રતિપાતિ થયેલ તત્ત્વવિદ્યાનું જ્ઞાન છે. અર્થાત્ તે તે નામાં પ્રતિપાદિત થયેલ તત્ત્વાનું યથાર્થ જ્ઞાન થયા વિના મેાક્ષપ્રાપ્તિ સંભવે નહિ. આ પ્રકારનું મન્તવ્ય સ્થાપિત થયેલ છે, પણ તે તે દાનાં માબ્યાને પરસ્પર વિરોધ છે. આથી એક દર્શનનું ખીજાને મળે મિથ્યાજ્ઞાન સિદ્ધ થાય છે. તે મેાક્ષરૂપ એક પ્રયેાજનને સિદ્ધ કરવા પરસ્પર વિરોધી એવાં મન્તવ્યો કેવી રીતે કારણુ ખની શકે આવે એક વિચાર તટસ્થને આવે એ સ્વાભાવિક છે. વળી દાશનિકામાં મેાક્ષના કારણરૂપે એકમાત્ર તત્ત્વજ્ઞાન, એકમાત્ર આચાર–ક્રિયા, એકમાત્ર ભકિત, અથવા જ્ઞાન–ક્રિયા અને એમ મન્તવ્યભેદે પણ પ્રવર્તે છે. આ સ્થિતિમાં વિચારવું એ પ્રાપ્ત થાય છે કે આપણા કાઇ પણ એક દર્શનના આશ્રય લઇ તેમાં સાધક નિષ્ઠા રાખે તેા મેાક્ષ સંભવે કે નહિ? કે પછી એમ જ માનવું કે આ બધા કદાગ્રહો જ છે. સ્વસ્વની પ્રશસામાત્રમાં પ્રવૃત્ત છે, અને મેક્ષમા` તે કાઇ જુદા જ છે? તત્ત્વજ્ઞાન તે આ પ્રશ્નનો વિચાર કરતાં પહેલા મેાક્ષનું સ્વરૂપ જો સમજી લઈએ તેા તેના કારણની ચર્ચા સરળ થઇ પડશે. મેાક્ષ શબ્દના સીધા અથ છે છૂટકારા. એટલે કે બંધનાથી છૂટકારા એ જ મેક્ષ છે. એ તા સર્વીસંમત છે કે આત્મા પેાતે તા. ૧-૪-૬૧ વિજાતીય તત્ત્વના બંધનમાં સપડાયેલ છે. એ વિજાતીય તત્ત્વને દાર્શનિકા સંસ્કાર, અવિધા, અજ્ઞાન, વાસના, કર્મ, જડ, સ'સાર-એવાં વિવિધ નામેા આપે છે. એ જે હાય તે. પણ સારાંશ એટલેા જ છે કે આત્મા પેાતાના શુધ્ધ સ્વરૂપને પામે, તેને કાઇ પણ પ્રકારનું બંધન ન રહે એ આત્માના મેક્ષ છે. સ્કુલ ભાષામાં કહેવુ' હાય તે! આ મારૂ અને આ મારૂ નહિ—મારામાં રાગ અને જે મારૂ નથી તેમાં દ્વેષ આમ આત્મા પોતાના આ જ્ઞાનને કારણે રાગદ્વેષ કરે છે એ જ બંધન છે. એ ખૂંધનથી છૂટે તે જ મેક્ષ છે. રાગદ્વેષ એ અજ્ઞાનને કારણે થાય છે અને તે જ બધન છે—આટલી વાત તેા સદનસંમત છે. એટલે એ પણ સર્વાંસ મત છે કે એ બંધનના નાશ થવાથી મેક્ષ થાય. કેઇ પણ દનથી મેક્ષ આટલુ નકી થયા પછી હવે આપણે મૂળ બે પ્રશ્નોમાંથી પ્રથમના વિચાર કરીએ કે તત્વજ્ઞાનમાં વિરાધ છતાં કાંઇ પશુ એક દશનને આશ્રયે માક્ષની સંભાવના છે કે નહિ? ભારતીય દર્શનના તત્ત્વજ્ઞાનમાં આપણને પરસ્પર વિરોધ જણાય છે, પણ એ વિરાધ તાત્ત્વિક રીતે નથી, પણ માત્ર સાધકની ભૂમિકાભેદને કારણે તત્ત્વનિરૂપણની પ્રક્રિયાનો ભેદ છે-આવા એક ખુલાસા ભારતીય દાર્શનિકો કરે છે, ખાસ કરી અદ્વૈતવાદને માનનારા દાર્શનિકા. આ ભૂમિકાભેદને આશ્રયે તત્ત્વનિરૂપશુની પ્રક્રિયામાં ભેદ પડયા છે તેથી તે દશનામાં પરસ્પર વિરાધ ન માનવા જોઇએ-એમ તેઓ પ્રતિપાદન કરે છે. આ એક ખુલાસા થયે.. પણુ ખીજા,દાનિક વેદાન્તીના આ સમન્વયને સ્વીકારતા નથી એટલે મૂળ આપણા . પ્રશ્ન કાયમ જ રહે છે. એટલે તેનુ કોઇ બીજું જ સમાધાન પ્રસ્તુતમાં શાષવુ જોઇએ અને તે એ કે બધા જ દાર્શનિકાને આત્મ-અનાત્મવિવેક પોતપેાતાના તત્ત્વજ્ઞાનની પ્રક્રિયાને આશ્રય લઇને કરાવવા ઇષ્ટ છે. તત્ત્વજ્ઞાનમાં તમે માત્ર એક જ આત્મા કે બ્રહ્મ માના કે અનેક આત્મા અને તેથી ભિન્ન એક કે અનેક : પદાર્થોં માના, પણ એક વસ્તુ તે। સદાનિકાને સંમત છે કે એ બધા તવાનું જ્ઞાન કરાવી આત્મ-અનાત્મના વિવેક સાધકને કરાવવા. ભારતીય કાઇ પણ દાર્શનિક આ વિવેકને અમાન્ય નથી કરતા અને સ કોઇ સ્વીકારે છે કે આત્મ-અનાત્મના અવિવેકને કારણે જ મારા-તારાની ભાવના થાય છે અને રાગ-દ્વેષને ઉત્પન્ન કરે છે. આથી ભારતના પ્રત્યેક દર્શનમાં આ અવિવેકનું જ નિરાકરણ ઇષ્ટ છે તેા કાઇ પણુ દર્શનને આશ્રય લઇ સાધક એ અવિવેકને ટાળી આત્મન કરી શકે છે અને તેથી મેાક્ષને પણ પામી શકે છે એમ માનવામાં કશા જ વાંધા નથી. એટલે કે તત્ત્વજ્ઞાનમાં ભલે પરસ્પર વિરાધ દેખીતી રીતે કે વાસ્તવિક રીતે હાય, પણ તેથી કરીને તે બધાં દેશના આત્મ-અનાત્મના વિવેક કરાવવા અસમર્થ છે એમ ન કહી શકાય. કારણ કે તેમના એ વિરાધી દેખાતા તત્ત્વજ્ઞાનના એકમાત્ર ઉદ્દેશ એ વિવેક કરાવવે એ જ છે. આત્માથી અતિરિકત પદાર્થં ન માને તે પણ એમ કહી શકાય, કે જે કાંઇ છે તે આત્મા જ છે, માટે સ્વપરના ભેદ કરી રાગદ્વેષ શા માટે કરવા? અને આત્માથી અતિરિકત એક કે અનેક પદાર્થો હોય તા પણ એમ કહી શકાય છે કે તારાથી ભિન્ન જે વસ્તુએ છે તે તારી નથી, કોઇની નથી, સૈા સ્વતંત્ર છે. તે તેમાંથી કાઇ એકને પસંદ કરી તેમાં રાગ અને ખીજીને નાપસંદ્ય કરી તેમાં દ્વેષ શા માટે ? તું તારા સ્વરૂપના જ વિચાર કરે તે જણાશે કે તુ
SR No.525946
Book TitlePrabuddha Jivan 1961 Year 22 Ank 17 to 24 and Year 23 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1961
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy