SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભુ જીવન દર્શન અને જીવન (પંડિત દલસુખભાઇ માલવણિયા પ્રબુધ્ધ જીવનના વાચક્રને સુપરિચિત છે. તેમનું અયન, તેમ જ મૈલિક ચિંતન તેમના દરેક લેખમાં પ્રગટ થતુ રહ્યું છે, એમ છતાં નીચે આપેલા લેખ તેમના આજ સુધીના અધ્યયન અને ચિન્તનના નિરૂપ છે. વેદકાળથી અને તે પહેલાના સમયથી માંડીને આજ સુધી દેશન અને જીવનનો ભારતીય વનમાં પરસ્પર કેવા સમધ રહ્યા છે અને દર્શનના વિકાસ પાછળ જીવનનો વિકાસ થતા રહેલા હેાવા છતાં બન્ને વચ્ચે અમુક પ્રકારનો વિસંવાદ આજ સુધી ચાલુ રહ્યા છે. તેનું ઐતિહાસિક દૃષ્ટિએ સુરેખ, સુસંગત અને ત પ્રધાન નિરૂપણ પ્રસ્તુત લેમાં વાંચવા વિચારવા મળે છે. આ ગંભીર અર્થપૂર્ણ આલેચનાનુ પુનઃ પુનઃ પરિશીલન કરવા આવા વિષયની ચર્ચામાં રસ ધરાવતા જિજ્ઞાસુ ખંધુઓને તેમજ મહેનને ખાસ અનુરેષ કરવામાં આવે છે, તત્રી) તા. ૧-૪-૬૧ દન એ શું છે? ન એટલે સાક્ષાત્કાર એ કરવાને અનેક પ્રાચીન ઋષિઆએ પ્રયત્ન કર્યો અને તેમને જે વસ્તુતત્ત્વ દેખાયુ' તેનું વર્ણન તેઓ કરી ગયા છે અને તે વર્ણનમાં એકરૂપતા નથી એટલે આપણે ત્યાં દતાનું વૈવિધ્ય છે. વળી જેતે સાક્ષાત્કાર કહેવામાં કે સમજવામાં આવ્યે છે તે પણ સાક્ષાત્કર્તાની ભૂમિકાને અનુસરીને જ હશે એટલે પણ મૂળે સાક્ષાત્કારમાં પણ ભેદ હતા જ તેમ માનવું રહ્યું. એ સાક્ષાત્કારમાં જ ભેદ હાય તે તેના વનમાં ભેદ આવે જ એ સ્વાભાવિક છે અને એ વણુ - નાને આધારે વિભિન્ન પરપરા કે સંપ્રદાયે! બને છે જે તે તે વર્ણનાને સમર્થિત કરવામાં પોતાની સમગ્ર શક્તિને ઉપયોગ કરે છે. આમ આપણે ત્યાં દર્શનાની અનેક ધારા ની છે અને દન એ માત્ર દર્શન નથી રહ્યું પણ તત્ત્વજ્ઞાન બની ગયું છે. એટલે કે `નને નામે જે આપણી સામે આવે છે તે સાક્ષાત્કાર નહિ પણ એના સમર્થનમાં જે તર્કવિતર્કોં બુદ્ધિ કરે છે અને આપણે ન સ્વીકારતા થઇ ગયા છીએ. સક્ષેપમાં કહેવુ હાય તો કાઇ એક કલ્પનાને આધારભૂત માનીને એ કલ્પનાથી જે કાંઇ વિરુદ્ધ જતું હોય તે સમગ્રના વિચાર કરી તર્ક-વિતર્ક દ્વારા એ બધાના મૂળકલ્પના સાથે મેળ બેસાડવા જે પ્રયત્ન થાય છે તેજ તત્ત્વજ્ઞાનની-દનની એક ધારા બની જાય છે. એટલે કે દર્શન શબ્દ તેના મૂળ અને હોડીને તર્ક-વિતર્કના અર્થમાં વપરાતા થઇ ગયા છે. ભારતીય દશા કે તત્ત્વજ્ઞાનની શાખાઓનું વર્ગીકરણ અભેદવાદી દર્શીને અને ભેદવાદી દશને એમ કરવામાં આવે છે. તે પાછળ એ દૃષ્ટિ છે કે આ વિશ્વમાં માલિક તત્ત્વ એક જ છે અત છે એમ માનનાર એક વર્ગ અને મૈાલિક તત્ત્વ એક માત્ર નહિ, પણ એકથી વધારે છે એમ માનનાર બીજો વ. પણ તત્ત્વને અભેદ કે ભેદ એ એકાંતિક નથી એવુ માનનાર પણ એક સમન્વયવાદી વર્ગ છે એટલે તેનેાનામાં એક ત્રીજો વગ ગણવા જોઇએ. આ રીતે આપણા દર્શીતાના ત્રણ વ પડે છે. આ ત્રણ વર્ગામાં ભારતીય તે શુ પણ વિશ્વના સમગ્ર - દશતાને સમાવેશ કરી શકાય એમ છે. દનાનું એક બીજી રીતે પણ વર્ગી કરણ કરવામાં આવે છે. બાહ્ય જગતને વાસ્તવિક માનનાર એક વ છે, જ્યારે જો વગ તેની વાસ્તવિકતાના ઇન્કાર કરે છે. જે વર્ગ બાહ્ય જગતની વાસ્તવિકતાને ઇન્કાર કરે છે તેને આપણે વિજ્ઞાનવાદીને નામે ઓળખી શકીએ અને જે વાસ્તવિકતાનેસ્વીકારે છે તેને વાસ્તવવાદી' કહીશું. વળી જડચેતનને આધારે પણ દશ નાનું વગી - કરણ કરવુ હાય તેા એક વર્ગ એવે છે જે સંસારમાં મૈાલિક પદાર્થરૂપે માત્ર જડતે જ સ્વીકારનાર છે, જ્યારે ખીજો વર્ગ માત્ર ચેતનને મૈાલિક તત્વ રૂપે સ્વીકારે છે અને ત્રીજો વગ એવા છે જે જડ-ચેતન બન્નેને મૈાલિક તત્ત્વરૂપે સ્વીકારે છે. વળી આપણે ત્યાં તા ધમઅને દર્શન કાંઇ જુદા નથી એ દૃષ્ટિએ વિચારીએ તા જે દર્શીને મેક્ષને પરમપુરુષાર્થ' માને છે તેના એક વર્ગ અને જેતે મતે પરલાક જેવું જ કશું નથી તે! મેક્ષની તે વાત જ ૨૨૯ શી-એના ખીજો વર્ગ. આમ દશનધારાનું વિવિધ રીતે વગી - કરણ કરી શકાય છે આટલી વિચારણા ઉપરથી એક વસ્તુ તા ધ્યાનમાં સહેજ આવી જાય છે કે દર્શનનું મુખ્ય કાર્ય વિવિધતામાં રહેલ એકતાને શોધવાનું છે અથવા તે કહો કે સપાટી ઉપર જે કાંઇ દેખાય છે તેને જ પરમતત્ત્વ ન માની લેતાં તેના મૂળમાં જવાના પ્રયત્ન એ ન છે. આથી જ એમ કહી શકાય કે સવિદ્યાએની વિદ્યા એ દર્શનવિધા છે. શાસ્ત્ર કે વિદ્યા કાઇ પણ હાય પણ તેમાં મૈલિક તત્ત્વ શું છે, એ વિદ્યાની આધારશિલા શી છે એના વિચાર કરવા એ જ દૃ નનુ કામ છે. કાયદા આપણે ધણા ઘડી કાઢીએ. પણ અત્યાર સુધી જે કાયદા ઘડાયા અને એના અનુભવે હવે જે કાયદા ઘડવાના જરૂરી હોય તે બધાની પાછળ કઇ દૃષ્ટિ કાય કરી રહી છે તે શોધવાનુ કાય દર્શનનું છે. રાજનીતિના અનેક સિદ્ધાન્ત। નવા નવા શોધાય અને અમલમાં આવે, પણ એ ખધાની પાછળ એક સુરાજ્યનું સળંગ તતુ કર્યુ છે એ શોધવાનુ` કા` દર્શન કરે. ભૌતિક વિજ્ઞાનમાં શોધે. ધણી થાય, પણ એ બધી શેાધાને એક સળંગ સૂત્રમાં બાંધી આપવાનું કાર્ય તે! એક દાર્શનિક જ કરી શકે. અનેક કવિએ કાવ્યરચના કરે છે તે પોત–પેાતાના ચિત્તત્રને અનુસરીને, પણ એમાંથી કાવ્યશાસ્ત્રના સિદ્ધાંતોની તારવણી એ જ કાવ્યદર્શન કે કાવ્યશાસ્ત્ર છે. વળી આ બધી વિદ્યાઓના ક્ષેત્રે જે કાંઇ સિધ્ધિઓ થઇ હાય એ બધામાં પણ કાંઇ સામાન્ય તત્ત્વ કામ કરી રહ્યું છે કે નહિ એ દેખાડવાનું કાર્ય તા સર્વશાસ્ત્રવિશારદ કાઈ દાર્શનિક જ કરી શકે. આમ ન એ સર્વ વિદ્યાઓની વિદ્યા કહેવાય તે અજુગતું નથી. કાળની દૃષ્ટિએ દનવિકાસ ભારતીય દાની વિચારધારાના કાળની દ્રષ્ટિએ જો વિચાર કરીએ તે વેદ એ ઉપલબ્ધ સામગ્રી છે. તેને આધારે . એમ કહી શકાય કે ભારતીય દર્શનમાં સર્વ પ્રથમ સૃષ્ટિવિચારને સ્થાન મળ્યુ છે એટલે કે દર્શન સામે સર્વપ્રથમ એ પ્રશ્ન આવ્યે છે કે આ વિશ્વની ઉત્પત્તિ શાથી થ? તેનાં મૂળમાં શું હતુ ? આ વિચારમાંથી આ વિશ્વની ઉત્પત્તિના કારણરૂપે અસતથી માંડીને, આકાશાદિ ભૂતા, વરુણાદિ અનેક દેવે અને છેવટે બ્રહ્મ કે આત્મા એ જ જગતની ઉત્પત્તિના મૂળમાં છે એ કલ્પના ઉપનિષદુકાળમાં સ્થિર થઇ. વિચારપક્ષે સૃષ્ટિની ઉત્પતિની સમસ્યા હતી તે। જે તત્વને સૃષ્ટિના મૂળમાં માનવામાં આવ્યું તે તત્વની ઉપાસના પણુ આચારપક્ષે થતી ચાલી. આથી વેદકાળમાં યજ્ઞસંસ્થા દૃઢ થઇ. અને તે સંસ્થાએ તે વખતના ચ્યાચારમાં પ્રાધાન્ય પ્રાપ્ત કર્યું. ઉપનિષદકાળમાં સંસાર–વિશ્વના મૂળમાં એક આત્મા કે બ્રહ્મ જ છે એવી માન્યતા જ્યારે સ્થિર થઇ ત્યારે એ આત્મા– વિષે જ હવે વધારે શ્રવણ-મનન-નિદિધ્યાસન આવશ્યક છે એમ મનાયુ. એટલે ઋષિએ આત્માની શોધમાં જ લાગી ગયા. તેથી આ કાળમાં યજ્ઞરૂપ કર્મ કાંડનું મહત્ત્વ ધટી જ્ઞાનમાર્ગનું મહત્ત્વ વધ્યું. આથી ત્યારપછીના દનેામાં તત્ત્વજ્ઞાનને મહત્ત્વ મળ્યું 79 AD.503,414 441
SR No.525946
Book TitlePrabuddha Jivan 1961 Year 22 Ank 17 to 24 and Year 23 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1961
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy