SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ २२८ પ્રબુદ્ધ જીવન રીતે સચ્ચાઇ સાથે શેખી એટલે કે હુ જ સાચા છું, સાચું કહેવાની મારામાં જ હીંમત છે, હું નીડર અને નિર્ભય છું, અન્ય સૈા તકવાદી, વ્યવહારવાદી અથવા તે ખાંડ(ડવાદી છે. અથવા તે ગાંધીજીને અનુલક્ષીને કહીએ તેા હુ જ ગાંધીને સમજું છું, અન્ય સા કાઇ ગાંધીને ખીલકુલ સમજતા નથી, હું જ ગાંધી વિચારના ખરા પુરસ્કર્તા છુ, અન્ય સૈા ગાંધીને ડુબાડવા ઠા છે—આવા મનાભાવ મેટા ભાગે જોડાયલે જોવામાં આવે છે. શ્રી મગનભાઇમાં ગાંધીજીની સચ્ચાઇ છે, હશે, પણ ગાંધીજીની નમ્રતા, વ્યવહારદક્ષતા, સામ્યતા નથી, એ કારણે જ શ્રી મગનભાઇનાં મેઢામાંથી ઉપર જણુાવ્યા તેવા પ્રમત્ત ઉદ્દગારા અવારનવાર નીકળે છે અને એ કારણે શ્રી મગનભાઇ અનેકને અવારનવાર ખૂબ ખટકે છે. મહાવીર જયન્તી અને ‘અતિથિવિશેષ'ની નિયુક્તિ જ્યારે પણ કાઇ સભા, સમેલન કે સમારંભ યાજવામાં આવે ત્યારે તે સભા, સમેલન કે સમારંભનું સંચાલન કરે અને પ્રસંગને યોગ્ય ભાગદશ ન આપે એ હેતુથી કાઇ એક વિશિષ્ટ વ્યક્તિની પ્રમુખ તરીકે નિયુક્તિ કરવામાં આવે—આ પ્રકારની પરંપરા કંઇ કાળથી આપણા જાહેરજીવનમાં ચાલતી આવી છે. ઉપર જણાવ્યા મુજખ્ખ કઇ વિશિષ્ટ વ્યક્તિની પ્રમુખ તરીકે નિયુક્તિ કરવા પાછળ તે વ્યક્તિનુ એ રીતે હુમાન કરવુ' એવા આશય પણ યેાજાના દિલમાં રહેતા જ હોય છે. સમય જતાં એક જ સભા સ ંમેલન કે સમારંભમાં એ વિશિષ્ટ વ્યક્તિનું એક સાથે બહુમાન કરવાના વિચાર થતો ત્યારે પ્રમુખસ્થાન સંભાળવા માટે એક વિશિષ્ટ વ્યકિત અને સભા, સમેલન કે સમારંભનું ઉદ્ઘાટન કરવા માટે બીજી એક વિશિષ્ટ વ્યકિત-એમ એ વિશિષ્ટ વ્યકિતએની પસંદગી કર- - વાનું શરૂ થયું. આમાં ઉદ્દઘાટન કરવા માટે માટા ભાગે બહારની અને પ્રમુખસ્થાન માટે પસંદ કરાયલી વ્યક્તિ કરતાં વધારે ઊંચું સ્થાન ધરાવતી વ્યક્તિની પસંદગી કરવામાં આવતી. સમયાન્તરે ‘અતિથિવિશેષ’ તરીકે કાષ્ટ એક વિશિષ્ઠ વ્યકિતની પુસËગી કરવાની પ્રથા આપણા જાહેર જીવનમાં પ્રવેશ પામી. શરૂઆતમાં સામુદ્દાયિક ભોજનસમારંભના પ્રસંગે પ્રસ્તુત સમુદાયની બહારની કોઇ વિશિષ્ટ વ્યકિતને ‘અતિથિવિશેષ’ તરીકે નાતરવામાં આવતી. આગળ જતાં કાઇ પણ સભા, સમેલન કે સમારંભમાં પણુ કાઇ ધનવાન વ્યકિતને, જે સસ્થા તરફથી પ્રસ્તુત સભા, સ ંમેલન કે સમારભ યેાજવામાં આવેલ હોય તે સંસ્થાને આક લાભ થાય એ આશયથી, ‘અતિથિવિશેષ' તરીકે લાવવાની એલાવવાની પ્રથાનું અનુસરણુ ચાલુ થયું. આમ ‘અતિથિવિશેષ’ તરીકે કાને ખેલાવવાની પ્રથાને આપણા જાહેર જીવનમાં વિશેષ અને વિશેષ ઊપયેાગ થવા લાગ્યા. દિકર્દિ ત્રણ વિ શં વ્યક્તિએના એક સાથે લાભ લેવાના હેતુથી એક વ્યક્તિ પ્રમુખ ચવા માટે, એક વ્યક્તિ ઉદ્દઘાટન કરવા માટે અને એક વ્યક્તિ અતિથિવિશેષ તરીકે એમ એક જ સભા, સ મેલન કે સમાર ભમાં જુદા જુદા હેતુથી ત્રણ વિશિષ્ટ વ્યક્તિઓની નિયુક્તિ કરવામાં આવતી હવાનું માલુમ પડે છે. આ છે પ્રમુખ, ઉદ્ધાટક, અને અતિથિવિશેષને લગતી પ્રથાનું સ્વરૂપ પણ તાજેતરમાં ભગવાન મહાવીરના જન્મદિવસ ઉજવવા અંગે મુંબઇ ખાતે બીરલામાતુશ્રીંસભાગારમાં યેાજાયેલી સભાનું કઇ વિચિત્ર રીતે જ આયેાજન કરવામાં આવ્યુ હેવાનું માલુમ પડે છે. આવી સભામાં સમાના ગારવ તેમ જ સચાલન અર્થે કોઇ વ્યક્તિ પ્રમુખસ્થાને હાવી જ જોઇએ. તેના બદલે આ સભામાં કાઇ પ્રમુખ જ નહિ. વળી આવી સભામાં ‘અતિથિવિશેષ'નુ કોઇ સ્થાન જ હાઇ ન શકે, કારણુ કે, ભગવાન મહાવીરના જન્મદિવસ ઉજવવામાં કોઇ એક વ્યકિંતુ આતિથ્ય કરવાપણુ હાય જ નહિ. એમ છતાં સાહુ શ્રેયાસપ્રસાદને અતિથિવિશેષ શરીકે મેલાવવામાં આવ્યા અને તેઓ એ રીતે પધાર્યાં. તા. -૪ અહિં અતિથિવિશેષ? તરીકે કોઈને લાવવાની પ્રથાના સમજણુ વિનાના અતિરેક અથવા તો તે અંગે ભારે મોટા આચિત્યભગ થયા છે એમ કહ્યા વિના રહી શકાતુ નથી. આમ કેમ બનવા પામ્યું તેની તપાસ કરતાં જે કારણ જાણવા મળે છે તે કારણ પણ ભારે કઢંગુ માલુમ પડે છે. આને લગતી સમિતિની થાડા દિવસે પહેલાં મળેલી સભામાં પ્રમુખ તરીકે કાને ખેાલાવવા તે માટે એ ત્રણ વિશિષ્ટ વ્યક્તિના ક્રમ નકકી કરવામાં આવ્યા હતા અને તે નકકી કરવાની જવાબદારી અમુક વ્યકિતને સોંપવામાં આવી હતી. ખીજી બાજુએ મુનિશ્રી ચંદ્રપ્રભસાગરજીને પ્રસ્તુત સભામાં વ્યાખ્યાન આપવાનું કહેવા માટે અન્ય અમુક વ્યકિતને સુચવવામાં આવ્યું' હતું. મુનિશ્રીએ ગૃહસ્થ પ્રમુખસ્થાને હોય તે વ્યાખ્યાન આપવાની આનાકાની દાખવી, અને કોઇ ખાસ વ્યકિતને ખેલાવવી હાય તા પ્રમુખને બદલે ‘અતિથિવિશેષ તરીકે ખેલાવા એમ તેમના તરફથી સૂચવવામાં આવ્યુ. તેમાંથી જયંતીઉત્સવને લગતી સભાની ઉપર જણાવી તેવી કઢગી ચેોજના પરિણુમી. પ્રસ્તુત મુનિશ્રી અર્વાચીન વિચારણાના પ્રરૂપક હાવા છતાં ઉપર જણાવી તે ગુંચ ઉભી કરે, અને તેના આવે કઢંગા નિકાલ લાવવામાં આવે—એ તે બાબત આજના જાહેર જીવનની પ્રથા અને રીતરસમ સાથે જરા પણ બંધમ્બેસતી નથી. ભવિષ્યમાં આવી ભૂલ આપણા હાથે થવા ન પામે એવ આવા ઉત્સવસમેલનાના પ્રયાજકે તે અનુરોધ કરવામાં આવે છે. અભિનન્દન, અભિનન્દન, અભિનન્દન ! ૧-૩-૧૧ના તા. ૨૬-૩-૬૧ના રોજ મુંબઇ ક્ષહેરની મ્યુનીસિપલ કારોરેશનના સભ્યાની ચૂંટણી થઇ તેની અંદર ચૂંટાયેલા સભ્યામાં કકલીક એવી વ્યક્તિ છે કે જેમની સાથે તે દરેક જૈન હાઇને મુ ંબઇ જૈન યુવક સંધના સીધે કે આડકતરા સાંપ રહેલેા છે. શ્રી જીવરાજ ભાણજી શાહ. કોંગ્રેસી ઉમેદવાર માંડવી વિભાગમાંથી આ વખતે ત્રીજીવાર ચૂંટાયા છે, શ્રી, જીવરાજભાઈ જૈન સમાજના જાણીતા આગે વાન છે. શ્રી લીલીબહેન પડયા કોંગ્રેસી ઉમેદવાર વાલકેશ્વરમાંથી પહેલીવાર ઉભા રહેવા છતાં સૈાથી વધારે મતપ્રદાનપૂર્વક ચૂંટાયા છે. તેમના પરિચય તા॰ પ્રબુદ્ધ જીવનમાં આપવામા આવ્યે છે. શ્રી. મુકિતલાલ વીરવાડી કોંગ્રેસી ઉમેદવાર માર્કેટ વિભાગમાંથી પહેલીવાર ચૂંટાયા છે. તેઓ રાંધણુપુરના વતની અને મુંબઇના જાણીતા સામાજિક કાર્યકર્તા છે. ડા જે. એમ. લાખાણી કૉંગ્રેસી ઉમેદવાર ખેતવાડી વિભાગ તરફથી પહેલીવાર ચૂંટાયા છે. શ્રી કાન્તિલાલ પારેખ કાંગ્રેસી ઉમેદવાર દાદર વિભાગ તરફથી પહેલીવાર ચૂંટાયા છે. શ્રી જગુભાઇ વાડીલાલ શાહ સ્વતંત્ર ઉમેદવાર અંધેરી દક્ષિણ વિભાગ તરફથી પહેલીવાર ચૂંટાયા છે. શ્રી જશુમાઇ વીલેપારલેના જાણીતા સામાજિક કાર્ય કર્તા છે. શ્રી છેટુભાઇ એમ. શાહ કૉંગ્રેસી ઉમેદવાર કુંભારવાડા વિભાગ તરફથી ચૂંટાયા છે. આ બધા સફળ ઉમેદવારાને શ્રી મુંબઇ જૈન યુવક સંધ હાર્દિક અભિનંદન આપે છે અને તે રીતે મુંબઇ શહેરની ખૂબ સેવા કરે અને તેના સ્વાસ્થ્ય અને શિક્ષણને ખૂબ વેગ આપે એવી તેમના વિશે આશા પ્રગટ કરવામાં અવે છે. સાથે સાથે શ્રી જયાબહેન શાહ જેસ્મે દાદર વિભાગમાં સ્વતંત્ર ઉમેદવાર તરીકે ઉભેલાં અને જે એ વિભાગના એક જાણીતા સામાજિક કાર્યકર્તા છે તે પેાતાની ઉમેવારીમાં નિષ્ફળ નીવડયા તે બદલ તેમના વિષે સહાનુભૂતિ પ્રગટ કરવામાં આવે છે અને આવી બાબતમાં સફળતા-નિષ્ફળતાને બહુ વિચાર ન કરતાં જે સેવાપ્રવૃત્તિ સાથે તે સકળાએલા છે તેને સતત વળગી રહે અને વિક સાવતા રહે એવા તેમને અનુરોધ કરવામાં આવે છે, આ પરમાન દ
SR No.525946
Book TitlePrabuddha Jivan 1961 Year 22 Ank 17 to 24 and Year 23 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1961
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy