________________
૨૨૪
પ્રબુદ્ધ જીવન , "
તા. ૧૬-૩-૧
ઈના પહેલાં પાના ઉપર તપાસ માટે મને સોંપાયેલ બે બાબતે લખવામાં આવી છે તેમાંથી પહેલી બાબતના સંબંધમાં મારે નિર્ણય એ છે કે “ઘઉં-ચોખાની વહેંચણી શરૂ થઈ ત્યારથી ફેડરેશનની કાર્યવાહીમાં કોઈ પણ જાતની ગેરરીતિ થઈ નથી.” તે તપાસના બીજા મુદ્દા સંબંધમાં તપાસપંચ શ્રી કરાણી જણાવે છે કે “ફેડરેશનની કાર્યવાહીની વિરૂદ્ધનાં નિવેદનની તપાસ પૂરી કર્યા પછી હું મારી સમક્ષની તપાસની બીજી બાબત એટલે કે પગલા સમિતિમાં જોડાયેલા સભ્યોના વર્તન સંબંધીના નિવેદનોની તપાસ હાથ ધરવાનું હતું, પરંતુ તે બધા નિવેદનકાર તરફથી મને જણાવવામાં આવ્યું કે, તેઓ તેમનાં નિવેદનોની તપાસમાં જવા માંગતા નહોતા અને એ તપાસ પડતી મૂકવા મને વિનંતિ કરવામાં આવી. એટલે તે નિવેદન સંબધે મેં કંઈ તપાસ કરી નથી. અને તેથી તે બાબતના સંબંધમાં હું કંઈ પણ નિર્ણય આપતા નથી.”
આ રીતે ધી ઇન્ડિયન ઇન ડીલર્સ ફેડરેશનની કાર્યવાહી અંગે જે ચુકાદો આપવામાં આવ્યું છે તેને આવકારવામાં આવે છે અને એ ફેડરેશનના પ્રમુખ શ્રી ખીમજી માડણ ભુજપુરીઆ જે અમારા શ્રી મુંબઈ જૈન યુવક સંઘના પણ વર્ષોથી પ્રમુખ છે તેમનું તથા તેમના સાથીઓનું-ઉપરના ચુકાદામાં તેમને સર્વ પ્રકારે નિર્દોષ અને ગેરરીતિઓથી તદન મુકત જાહેર કરવામાં આવ્યા છે તે બદલ-હાર્દિક અભિનંદન કરવામાં આવે છે. એક ભવ્ય રાજપુરુષને દુ:ખદ દેહવિલય
ભારતના ગૃહસચિવ શ્રી ગોવિન્દ વલ્લભ પંતનું ૭૩ વર્ષની ઉમરે માર્ચ માસની સાતમી તારીખ અને મંગળવારે સવારે નવ વાગ્યે અવસાન થતાં ભારતે એક ઉત્તમ કોટિન રાજપુરુષ ગુમાવ્યો છે. જ્યારથી કેંગ્રેસે વિનવણી, અરજી અને વાટાઘાટ કરવાનો બંધારણીય માર્ગ છેડીને ગાંધીજીના નેતૃત્વ નીચે ઈ. સ. ૧૮૧૮ની સાલથી અસહકાર જેવા સીધા પગલાંના માગે દેશને આઝાદ બનાવવા માટેનું મહાપ્રસ્થાન શરૂ કર્યું ત્યારથી સ્વ. ગોવિંદ વલ્લભ-પતે સક્રિય રાજકારણમાં પ્રવેશ કર્યો. હતા અને કેંગ્રેસ સાથે તેઓ જોડાયા હતા. ભારતના ભિન્ન ભિન્ન પ્રદેશોની આગેવાની તે સમયમાં એક એક વિશેષ વ્યક્તિએ ધારણ કરી હતી. જેમ કે સરદાર વલ્લભભાઈ પટેલ ગુજરાતના, રાજેન્દ્રબાબુ બિહારના, સી. રાજગોપાલાચાર્ય દક્ષિણના તમે ગોવિંદ વલ્લભ પંતના ભાગે ઉત્તર પ્રદેશની આગેવાની આવી હતી. અન્ત સુધી તેમણે આ આગેવાન પદને અપૂર્વ નિષ્ઠા, એકરૂપતા અને કુશળતાથી શોભાવ્યું હતું. જવાહરુ, લાલજીના જુની હરોળના સાથીઓમાં તેમના જતા હવે રાજેન્દ્રબાબુ રહ્યાં. રાજકારણની દૃષ્ટિએ તેમને “સ્થિતપ્રજ્ઞના વિશેષણથી ઓળખી શકાય એવી ગૌરવભરી, પ્રતિભાસંપન્ન અને સમવયસાધક તેમની કારકીર્દિ હતી. જવાહરલાલજીને એક બાજુએ તેમની મોટી હુંફ હતી; બીજી બાજુએ તેઓ એક અંકુશ સમાન હતા. આ રીતે આજે એમનું તે સ્થાન લેનાર કોઈ ન રહ્યું એમ કહી શકાય. પ્રાપ્ત કરેલી આઝાદીના પરિણામે દેશમાં જે ભવ્ય રાજદારી ઈમારત ઊભી કરવામાં આવી - છે તેના તેઓ એક પ્રમુખ ઘડવૈયા હતા. ભારતના ઘડતરમાં તેમણે જે મહત્વનો ફાળો આપ્યો છે તે ભારતના ઇતિહાસમાં સદાને માટે નોંધાઈ રહેશે. જીવનની લગભગ છેલ્લી ઘડી સુધી સતત કાર્યો પ્રવૃત્ત રહેલા પત્તજી જીવન અને મૃત્યુ ઉભયને ધન્ય કરી ગયા છે. આપણે તેમના અર્થસભર ભવ્ય વ્યકિતત્વને અનેક વજન છે, તેમનું સ્મરણ આપણને જાગૃત રહેવામાં, નિષ્ઠાવાન બનવામાં, કર્તવ્યપરાયણ બનવામાં સદા પ્રેરક બને !
' પરમાનંદ
આઈસ્ક્રીનના મહાવાકયનો એક વિશેષ અનુવાદ - તા. ૧-૨-૬૧ ના પ્રબુદ્ધ જીવનમાં પદ્યાનુવાદ–સ્પર્ધા શિર્ષક નીચે પ્રખ્યાત વિજ્ઞાનશાસ્ત્રી સ્વ. આલબર્ટ આઈન્સ્ટીનના અંગ્રેજી મહાવાક્યના પાંચ અનુવાદો પ્રગટ કરવામાં આવ્યા છે. એ જ મહાવાકયને વિશેષ અનુવાદ મારા મિત્ર શ્રી વિફૂલદાસ પુરુષોત્તમ દેસાઈ તરફથી મળે છે એ નીચે આપવામાં આવે છે:
' ' (શિખરિણી). સદા સે સે ફેરા સ્મરું જીવન બાહ્યાન્તર મુજ, રચાયું બીજા જે ગત જીવિત એના શ્રમ પરે, અને પાયે છું જે, ભવિષ્ય મહીં પામીશ વળી જે, પ્રમાણે એ દેવા મથન કરવું લાજમ મને.
. વિઠ્ઠલદાસ પુરૂષોત્તમ દેસાઈ નવપરિણત યુગલને આશીર્વાદ લગ્નની ગાંઠથી થાઓ,
સંલગ્ન વિશ્વની સહ; ચાર આંખની ધારાએ, ઠારો દુ:ખ તણ દવ !.
મા ગીતા પરીખ . હકીક્ત-શુદ્ધિ મારે કોઈ વાદ કે ઇઝમ નથી” એ મથાળા નીચે તા. ૧-૩-૬૧ના “પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ થયેલ લેખમાં રજુ કરવામાં આવેલા ગાંધીજીને લગતા પ્રસંગ અંગે જે સ્થળનો સંયુક્ત પ્રાન્તમાં આવેલું ચાંદા જિલ્લામાં સાવલી ગામ “એમ નિર્દેશ કરવામાં આવ્યો છે તેને બદલે “સંયુક્ત પ્રાન્તમાં આવેલું સાવલી ગામ” એમ વાંચવું અને “સર્વ સેવા સંધનું પ્રથમ સંમેલન’ એમ ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેના બદલે ‘ગાંધી સેવા સંધનું પ્રથમ સંમેલન” એમ વાંચવું. આ હકીકતદોષ તરફ ધ્યાન ખેંચવા માટે શ્રી શંકરરાવ દેવને હું આંભાર માનું છું.
મુદ્રણ-શુદ્ધિ તા. ૧-૩-૬૧ના પ્રબુદ્ધ જીવનમાં પાનું ૨૧૪ પહેલું કલમ બીજો પેરેગ્રાફ બીજી લીટીમાં “અહિંસાવિષચક્ર વિચારણા' છપાયું છે તેના બદલે ‘અહિસાવિષયક વિચારણા એમ વાંચવું.
તંત્રી, પ્રબુદ્ધ જીવન સ્વર્ગસ્થ શ્રી મણિલાલ મોકમચંદ શાહની
આરસ–પ્રતિમાનું અનાવરણ સમારંભ
શ્રી સંયુકત જૈન વિદ્યાથીગૃહના સંસ્થાપક સ્વર્ગસ્થ શ્રી મણિલાલ મેકમચંદ શાહની પ્રતિમાને અનાવરણવિધિ શાહુ શ્રી શ્રેયાંસપ્રસાદ જૈનના શુભ હસ્તે તા. ૨-૪-૬૧ રવિવારે સવારે ૮-પ૦ વાગ્યે સંસ્થાના (કીંગસર્કલથી શીવ તરફ ડાબી બાજુએ સાયન જનરલ હોસ્પિટલ વટાવીને આગળ જતાં મુખ્ય રસ્તાની લગોલગ પાછળના રસ્તા ઉપર-૬૪, સાયન રોડ) મકાનમાં થશે. આ પ્રસંગે સંયુકત જૈન વિદ્યાથીગૃહમાં રસ લેતાં ભાઈ-બહેનોને પધારવા નિમંત્રણ છે.
' ચીમનલાલ ચકુભાઈ શાહ
પ્રમુખ શ્રી સંયુકત જૈન વિદ્યાથીગૃહ
મુબઈ જૈન યુવક સંધ માટે મુદ્રક પ્રકાશક: શ્રી પરમાનદ કુંવરજી કાપડ્યિા, ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઈ ૩. '
મુદ્રણસ્થાન: ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કોટ, મુંબઈ.