________________
તા. ૧૬-૩-૬૧
પ્રભુ
પોતાના રૂઢ આચારવિચારને પરિવર્તિત દેશકાળ અનુસાર નવા વળાંક આપતા થાય તેા આજને સાધુ જમાનાના ચોગઠામાં ગોઠવાતા નથી અને ચોરસમાં વર્તુલને સમાવવા જેવા એ સાધુ અને અદ્યતન પરિસ્થિતિ વચ્ચે વિસવાદ લાગે છે—તે દુઃસ્થિતિને જરૂર અન્ત આવે;
પણ વિચારણા એક વસ્તુ છે; ચાલુ જીવનપ્રક્રિયા જુદી જ વસ્તુ છે. એમ ન હોત તા કેટલેક જૈન સાધુસમુદાય માટે કેવળ અર્થાંશૂન્ય એવી મુહપત્તિ બાંધે છે, કેટલાક સાધુસમુદાય જુગુપ્સાજનક એવા નગ્નવમાં જ શ્રમધર્મની આત્યન્તિક પરિપૂર્તિ માને છે, સમગ્ર સાધુસમુદાય આજના સામાજિક - સ્વચ્છતા અને સુધેડતા સાથે ખીલકુલ નહિ અધમેસતા એવા મળમૂત્રવસર્જનને લગતા આચારા પાળે છે તથા શારીરિક સ્વચ્છતા વિષે ઉદાસીનતા સેવે છેઆવી કેટલીક વિચિત્રતાઓનું અને કઢંગાપણાનું અસ્તિત્વ જ ન હોત. વળી આજના સાધુસમુદાયમાં ધર્મના નામે સ્વીકારાયેલી શ્રમવિમુખતા પણ કયારનીય નાબુદ થઇ ગઇ હોત.
પ્રસ્તુત લેખમાં મુનિ નથમલજીએ જૈન સાધુસ`સ્થા અને સંપ્રદાયને અનુલક્ષીને બધી ચર્ચા કરી છે, તેથી ઉપરનાં દૃષ્ટાન્ત પણ જૈન સાધુસમુદાયની અદ્યતન આચારપ્રક્રિયાને ખ્યાલમાં રાખીને આપવામાં આવ્યા છે. પણ આ બાબત જેટલી જૈન સાધુસ સ્થાને લાગુ પડે છે તેટલી જ અન્ય સંપ્રદાયની સાધુસસ્થાને લાગુ પડે છે અને તેમાં પણ વિચારણા અને જીવનપ્રક્રિયા વચ્ચે મેટુ અન્તર હોવાનું માલુમ પડે છે.
આમ છતાં ઉપરની વિચારણાનું ઘણું મૂલ્ય છે, કારણ કે વિચારપરિવર્તન એ જ આખરે આચારપરિવર્તનનું મૂળ છે, એક વખત ચિત્ત ઉપરથી રૂઢિની, આગમિક યા પાર પરિક વિધાનાની પકડ ઓછી થાય અને દેશકાળ અનુસાર પોતાના આચાર-વિચારમાં પરિવર્તન કરવાની વૃતિ પેદા થાય તે તેનુ પ્રતિબિંબ સમયાન્તરે પણ પેાતાના આચારવ્યવહાર ઉપર પડયા વિના રહેતું નથી. આજે જરૂર છે ભૂતકાળની પકડમાંથી માનવી મનને મુકત થવાની, જૂનુ એટલુ સારુ અને સાચુ, અમુક ધર્મ ગ્રંથમાં અમુક વિધાન છે તે! તેમાં કશે ફેરફાર થઇ શકે જ નહિ, અમુક મહાપુરુષે અમુક કહ્યું છે તે તે અન્યથા વિચારી શકાય જ નહિ–આવાં જે આપણી આંખો ઉપર માનસિક દૃષ્ટિ ઉપર—જે પડળેા બધાયાં છે તેના સત્થર અનાવરણુની. આ પરિવર્તન તત્વ તરફ ઉપર જણાવેલ લેખ દ્વારા ધ્યાન ખેંચવા માટે મુનીશ્રી નથમલજીને ધન્યવાદ ઘટે છે.
ધી ઇન્ડિયન ગ્રેન ડીલર્સ ફેડરેશનની કાર્યવાહીની અગ્નિપરીક્ષા
મુંબઇના છૂટક દાણાના વ્યાપારીઓનાં હિતાનું રક્ષણ કરવા માટે અને સરકાર અને દાણાના દુકાનદારો વચ્ચે જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે મધ્યસ્થી કરવાના હેતુથી ધી ઇન્ડિયન ગ્રેઇન ડીલર્સ ફેડરેશન' નામની સંસ્થા ઇ. સ. ૧૯૪૩ની સાલમાં ઉભી કરવામાં આવી હતી. તે સંસ્થા આજ સુધી અનેક પ્રકારની કામગીરી બજાવતી રહી છે અને તેના અધ્યક્ષસ્થાને રહીને શ્રી ખીમજી માડણ ભુજપુરીઆ પ્રારંભથી આજ સુધી આ ફેડરેશનને એકસરખી સેવા આપી રહ્યા છે. આ સંસ્થાએ સરકારી અનાજની વહેંચણી હેઠળ ઘણા દુકાનકારાને ઘઉં-ચેાખા મેળવવામાં પડતી મુશ્કેલીઓ નિવારવા માટે સને ૧૯૫૬ ના જૂન માસથી ઘઉં–યેાખાની વહેંચણીનુ કામ હાથમાં લીધુ હતું અને દુકાનેા ઉપર માલ ડીલીવર કરવાની જવાબદારી સ્વીકારી હતી. આ યાજનાના લગભગ ४०००
જીવન
૨૨૩
દુકાનદારોને લાભ મળ્યા હતા. ૧૯૫૮ ની સાલમાં મુંબઈ સરકારે ફેર પ્રાઇસીઝ શાપાની સંખ્યા ઘટાડવાનાં નિય કર્યા અને આ ફેરપ્રાઇસીઝ શેપા નક્કી કરવાની જવાબદારી ધી ઇન્ડિયન ગ્રેઇન ડીલસ ફેડરેશનને સોંપવામાં આવી. આ દુઃનેાની વહેંચણીના કામ અંગે કેટલાક ભાઇઓને ખૂબ અસતેષ થયા અને ફેડરેશનના અધિકારીએ આ બાબતમાં કેટલીક ગેરરીતિઓ ચલાવી છે એવા જાહેરમાં આક્ષેપે થવા લાગ્યા, અને પ્રસ્તુત અસતેણે એક જાહેર આન્દોલનનુ સ્વરૂપ ધારણ કર્યું. એ દરમિયાન ફેડરેશનના અમુક સભ્યોએ એક પગલા સમિતિ ઊભી કરી અને તેણે આ ફેડરેશનનવરેધી આન્દોલનને જોરશારથી આગળ ચલાવ્યું અને પીડરેશનની કાર્યવાહી અને કાર્યવાહકો સામે તરેહ તરેહના આક્ષેપો વહેતા કર્યાં. આ બાબતમાં જરૂરી તપાસ હાથ ધરવા માટે ફેડરેશન તરફથી હાઈકોર્ટ જજની કક્ષાના એક નિવૃત્ત જજ શ્રી સેવકલાલ તુલસીદાસ કરાણીની તપાસપંચ તરીકે ૨૫-૪-૧૮ ના રોજ નિમણૂ ક કરવામાં આવી. આ તપાસપંચને (૧) ઘઉં-ચેાખાની વહેંચણી શરૂ થઇ ત્યારથી ફેડરેશનની કાર્યવાહીમાં જે કાંઇ ગેરરીતિ થઇ હાય તે। તેની તપાસ કરવાનું અને (૨) ફેડરેશનના જે સભ્યાએ બંધારણીય રીતના માગ છેડી પગલાં સમિતિમાં જોડાઇ ફેડરેશન વિરુદ્ધ પ્રચાર કરવામાં ભાગ લીધા હતા તેમના વર્તનની તપાસ કરવાનું સોંપવામાં આવ્યું. આ તપાસપંચ સમક્ષ ૬૧ નિવેદન કરવામાં આવ્યાં હતાં, જેમાં ૨૯ફેડરેશન વિરુદ્ધનાં હતાં. આ તપાસપંચની ૪૫ બેઠકો મળી અને તપાસપંચે જરૂરી દસ્તાવેજો તપાસ્યા અને તેની સમક્ષ રજૂ કરવામાં આવેલી અનેક હકીકતાની પૂરતી ચકાસણી કરી. આ બધી તપાસને અન્તે તપાસપંચ શ્રી સેવકલાલ તુલસીદાસ કરાણીએ પહેલા તપાસમુદ્દા સંબંધે તા. ૨૬-૬-૬૦ ના રોજ જે ચુકાદો આપ્યા તે નીચે મુજબ છેઃ—
“મારી તપાસને અતે ફેડરેશનની કાર્યવાહી અંગે કોઇ પણ લક્ષમાં લેવા લાયક ગેરરીતિ મને દેખાઇ નથી. ફેડરેશને લાખા ગુણી માલ ડીલીવર કર્યાં છે અને તેને અંગે હજારો ખીલે। બનાવ્યા છે અને માલના પૈસા જ્યારે શૅકડા લેવામાં આવતા હતા ત્યારે લાખા રૂપિયાની હેરફેર કરી છે. આ ઉપરાંત કુલ્લે હજારો અરજી હાથ ધરી છે અને બહુ.જ મેટા પ્રમાણમાં પત્રવ્યવહાર કર્યાં છે. ફેડરેશને હાથમાં ધરેલ કામ ધ્યાનમાં લેતાં તેમાં કોઇ જગ્યાએ કાંય કોઇક ત્રુટી થવા પામે એ બનવાજોગ છે. કોઇ પણ બાબતમાં ફેડરેશને ભૂલ કરી હાય તા તે ભૂલ ફેડરેશને કબૂલ કરી છે, પરંતુ એ ભૂલ ઇરાદાપૂર્વક કરવામાં આવી હોય એવું મને દેખાયું નથી. ફેડરેશનની કાર્યવાહીએ કાઇ તરફ પક્ષપાત કર્યાં હાય કે કાઇની પ્રત્યે દ્વેષભાવ રાખ્યો હોય એવો એક પણ દાખલા મારી તપાસ દરમિયાન મને મળ્યે નથી. ફેડરેશનના કોઇપણ આદ્દેદાર, કાકર કે સ્ટાફના માણસે કાઇની પાસેથી કોઇ કાર્યાં કરવા બદલ સીધી કે આડકતરી રીતે નાણાં લીધા હોય એવા કોઇપણ કિસ્સો મને દેખાયા નથી. ફેડરેશનના કાર્યો પદ્ધતિસર થયેલા છે. એમાં કોઇ જગ્યાએ કયાંય પણ ત્રુટી થવા ન પામે તેને માટે સાવચેતી રાખવામાં આવી છે. ફેડરેશને રાખેલ રેકાર્ડો જોઇને મને તેના કાર્ય માટે માન ઉપજ્યું છે. પદ્ધતિસર રાખેલ કાર્ડીને લઇને જ જ્યારે જ્યારે કાઇ પણ બાબતમાં કંઇ પણ દસ્તાવેજની જરૂર પડી છે ત્યારે ત્યારે ફેડરેશન તે થોડા જ ટાઈમમાં રજુ કરી શકી છે. મારી પાસેની તપાસ દરમ્યાન કોઇ પણ બાબતમાં ફેડરેશને ખુલાસા કરવાની અથવા તે જે કંઇ પણ કાગળ જોઇએ તે રજૂ કરવા આનાકાની કરી નથી અને કાઇ પણ બાબત છૂપાવવાના પ્રયાસ કર્યાં નથી. ટૂંકમાં આ રિપો