SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૩-૬૧ તે પલ્મની ભીતરના પ્રદેશમાં સુગપ્ય મારૂ મુલ રૂપ જે રહ્યું તેનું ય તે દર્શન છે મને દીધું.” (‘પમ–પોપચાં”) અને “રહસ્યધન અંધકારમાં અજવાળાંના સૌન્દર્ય કરતાંઅધારાના રહસ્યને–આંજી દેતાં સુખ કરતાં મનનના ઊંડાણમાં લઈ જતાં દુ:ખને–વધુ બિરદાવતાં કહે છે? દીવાનેજે નયન બનિયાં અંધ તે અંધકારે . ન્યાળે છે કો નિરાળું અમિત કરુણાથી ભરેલું રહસ્ય.” ' માનવીની અનેક શકિતઓ અને પ્રાપ્તિઓ પણ આ રામ્યજ્ઞાન વગર શા કામની ?આ પ્રશ્ન કવિ કેવી હૃદયસ્પણી આ રીતે મૂકે છે? કને સકલ માહરી, નિવસતો જઈ સૌ કને રહસ્ય વિષ્ણુ એક કવચિત ઝૂરતો તો ય રે!” (કને નવ શું માહરી?) રહસ્ય પ્રાપ્તિની આ અભિપ્સા અનેક સાધકને યુગના યુગોથી આકર્ષતી આવી છે. આપણું આ કવિ પણ એનાથી કેમ દૂર રહે ? એમને પણ થાય છે કે : ભાંગેલ ઘટમાં આજ લગી રહ્યા કેમ કરી જનમારે ? જુઠા કસબન ઝળક્ત છેડી - સાથ અને સથવારે દૂરને મુલક અદીને બલ ઉર ખેંચાય રે છાનું : -દૂરથી આવે કોઇનું ગાણું.’ (‘દૂરથી આવે કોઈનું ગાણું.') આ અદીઠને ઓળખવાની તીવ્રતા કવિએ કૃષ્ણરાધાનાં વિરહગીતા તેમ જ પરમાત્મ–પ્રાપ્તિનાં ઝંખનાગીતમાં સિદ્ધહસ્તે આલેખી છે. એ તલસાટ “લે તીરે તું ગાય રાગણી'માં કેવું સંવેદન જગાવે છે? ‘આ રે મેલી છે મારી કાયાને બહેણમાં બૂડશે કે બનશે ભવ-તારિણી ? લે તીરે તું ગાય રાગિણી. " “પ્રભુ, મેં પ્રેમ કિયે નવ જાનું” અને “અજË ન આવે સજેશમાં પણ આ જ ભાવ જુદી રીતે ગવાય છે. આ પરમાત્મા એ આત્માથી કોઈ ભિન્ન તત્વ નથી. આત્માને જાણ્યા વગર પરમાત્માને કેમ જણાય ? આસપાસના જગતમાં તણાયા કરતું મને પોતાને જ ન ઓળખે ત્યારે કવિને કેવી મુંઝવણ થાય છે, એ જ “હું મુજથી અજાણમાં : ઊંચે ઝરૂખેથી ગામ લહ્યું, ઘર ભૂલી; આંખમાં આંજી લોકમેળા તણું ધૂલિ. * આજ મારાં કલગીતને કારણ આકુલ રે મુજ કાન -હું મુજથી અણજાણું.” એટલે જ તે એમને આ આત્મા પિકારી ઊઠે છે— કેવું હૃદયસ્પર્શી છે એ સંવેદન ! ‘દિયે મને એકલતા ક્ષણભરે, ઘડી ચહું નિજ થકી નિજ સંગ, દિ મુજને કરવા મુજ ઘર. ધરું એક વેળ હૈયા મહીં ધ્યાન શીરે મારા અંતરની છે ખબર !" દિયો મને એકલતા ક્ષણભર”) ગીતા પરીખ ડો. રમણલાલ શાહનું સંધે કરેલું બહુમાન તા. ૧-૩-૬૧ના રોજ સંઘની કાર્યવાહક સમિતિ તરફથી કાર્યવાહક સમિતિના એક સભ્ય અધ્યાપક શ્રી રમણલાલ ચીમનલાલ શાહને મુંબઈ યુનિવર્સિટી તરફથી પી. એચ. ડી.ની ડીગ્રી અર્પણ કરવામાં આવી તે બદલ તેમનું હાર્દિક અભિનંદન કરવામાં આવ્યું હતું. પ્રમુખસ્થાને શ્રી ચંદુલાલ વકીલ બીરાજ્યો હતા. સંઘના મંત્રી શ્રી પરમાનંદભાઈએ શ્રી રમણભાઈની આજ સુધીની ઉજજવળ કારકીદીની વિગતે રજુ કરી હતી અને કેટલા કઠણ વચ્ચે પીએચ. ડી. નો નિબંધ તેમણે તૈયાર કર્યો હતો તેને તેમ જ તેમની આજ સુધીની વિવિધ સાહિત્યસેવાઓને ખ્યાલ આપે હતો. બહેન કંચને શ્રી રમણભાઈનું સવિશેષ અભિનદન કર્યું હતું, અને પ્રમુખસ્થાનેથી શ્રી ચંદુલાલ વકીલે શ્રી રમણભાઇને યોગ્ય શબ્દોમાં અંજલિ આપતાં શ્રી રમણભાઈના વિશિષ્ટ ગુણોને પરિચય કરાવ્યો હતે. શ્રો રમણભાઈએ સંઘની કાર્યવાહક સમિતિને તેમનું આ પ્રમાણે સન્માન કરવા બદલ આભાર માનતાં જણાવ્યું હતું કે : આ પ્રસંગે તમારા તરફથી અભિનંદન અને શુભેચ્છાની જે લાગણીઓ વ્યકત થઈ તે માટે હું તમારે સને આભારી છું, જો કે આજે હવે, Ph. D. ની ડિગ્રી મેળવી છે, તેમાં મેં કોઈ મોટી ધાડ મારી છે એમ હું માનતો નથી. જ્યાં સુધી અમુક કાર્ય આપણાથી સિદ્ધ થયું નથી હોતું ત્યાં સુધી એ આપણને ઘણું મોટું અને અઘરું લાગે છે. પરંતુ એક વખત તે સિદ્ધ કર્યા પછી તે એટલું મોટું અને અઘરું લાગતું નથી. એટલે એક સામાન્ય માણસની નજરે ઘણું જ અઘરું ગણાતું અને એક વખત મને પિતાને પણ ઘણું અઘરું લાગતું કાર્ય આજે હવે મને એટલું અધરું ન લાગે એ સ્વાભાવિક છે. “મુરબ્બી શ્રી પરમાનંદભાઈએ કહ્યું તેમ આ કાર્ય મેં ઘણા જ પ્રતિકૂળ સંજોગોમાં કયુ છે. એથી એકંદરે તો મને લાભ જ થયો છે. પ્રતિકૂળ કે વિપરીત સંજોગો ઘણીવાર માણસના ઉત્સાહ અને શકિતને ભાંગી નાખે છે, તે ઘણી વાર ઉત્સાહ અને શક્તિને વધારી પણ દે છે. પ્રતિકૂળ સંજોગોથી મારી શકિત હમેશાં તવાઈ છે, ઘડાઈ છે અને વધારે તીવ્ર બની છે. એથી આવા સંજોગોથી હું ક્યારેય હતેત્સાહ કે આશાભંગ થયું નથી. કદાચ બહુ સગવડ અને અનુકૂળ સંજોગોએ આ અને આવું બીજુ કામ મારી પાસે આટલી ઝડપથી કરાયું ન હોત. “ડોકટરેટની ડિગ્રી માન્યાને મને આનંદ છે. પરંતુ મારી એવી માન્યતા છે કે જયાં સુધી મેળવેલી સિદ્ધિ આપણે ભૂલી જતા નથી ત્યાં સુધી નવી વધુ સિદ્ધિઓ મેળવવા તરફ મન સક્રિય રીતે વળતું નથી. ઘણી વાર માણસે ભૂતકાળમાં ઘણાં વર્ષો પહેલાં મેળવેલી એકાદ સિદ્ધિને જ વાગોળ્યા કે ગાયા કરતા હોય છે, પરંતુ ત્યાર પછી એમણે કશું જ નવું સિદ્ધ કર્યું નથી હોતું. એટલા માટે હું તે ઇચ્છું છું કે મેં મેળવેલી આ સિદ્ધિનું મને જલદી વિસ્મરણ થાય કે જેથી નવી કંઈક સિદ્ધિ મેળવવા માટે કમર કસું.” - ત્યાર બાદ શ્રી રમણભાઇનું પુષ્પહારથી સન્માન કરવામાં આવ્યું હતું અને અલ્પાહાર બાદ સભા વિસર્જન કરવામાં આવી હતી. વિસ્મરણ થાય શ્રી મણના આ સન - જિંદગી જિંદગી ! તી ખબર કે માત્ર તું તે ગણિત!, એક પગલું છેટું ને ખોટ જ આ દાખલેઃ ના, ગણિત શાની? ગણિતમાં આંકડા ભૂંસી પાછા ખરા માંડી શકાય, જિંદગીમાં એ કહી ? મનસુખલાલ ઝવેરી અપૂર્ણ
SR No.525946
Book TitlePrabuddha Jivan 1961 Year 22 Ank 17 to 24 and Year 23 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1961
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy