________________
૨૧૬
છે તેના કરતાં વધારે કિતની જરૂર નવી ઢબે એ વસ્તુએ કરવામાં પડે છે. ટેવે! આ રીતે આપણને યંત્રતુલ્ય બનાવી દે છે, જેટલાં વધુ કાર્યો આપણે ટેવ પાડી દઇને સ્વયંસંચાલિત કે અંતઃસ્ફૂત બનાવી દઈએ તેટલા વધુ પ્રમાણમાં આપણે અન્ય સર્જનાત્મક કાર્યો કરવા માટે તથા ગૂચાના ઉકેલ માટે શક્તિને બચાવ કરી શકીએ અને આપણી ટેવ જેમ જેમ વધુ સરળતા આપણા કામમાં લાવતી ાય તેમ તેમ આપણે વધારે સારી રીતે આપણુ કામ કરી શકીએ છીએ. આ કારણને લીધે જેમ્સને લાગ્યું છે કે આપણે અવારનવાર આપણી ચાલુ દેવાતે તપાસતા રહેવુ જોઇએ કે જેથી તેમાં કયાં તે કા ફેરફાર થઇ શકે તેમ છે તે જાણી લઇ આપણે વધુ કા સાધક બનવાના પ્રયાસ કરી શકીએ.
દરરોજ થોડુ કઠિનાઇભર્યું કામ કરો
પ્રબુદ્ધ જીવન
જો આપણે પ્રયત્ન કરવામાંથી વારંવાર પાછા હઠી જઇએ તો પછી આપણને ખબર પડે તે પહેલાં આપણી પ્રયત્ન કરવાની શક્તિ ચાલી જાય છે. જો આપણે વારવાર આપણા મનની એકાગ્રતા ખંડિત થવા દઈ, મનને ફાવે ત્યાં ભટકવા દૃએ તેા પછી તેને થોડા જ વખતમાં સતત ભટકતા રહેવાની જ ટેવ પડી જાય છે.
આ કારણે આપણે કશુક ખાસ પ્રયોજન વિનાનું કા દરાજ થ્રેડો સમય કરી આપણી પ્રયત્ન કરવાની પ્રવૃત્તિને જીવંત રાખવી જરૂરી છે. ક્ષુદ્ર વિસાત વગરની ખાખતેમાં પણ વ્યવસ્થિત રીતે સંયમપૂર્વક કામ કરવાની કડકાઇ અથવા તે બહાદુરી કેળવે. જે વસ્તુ કરવાના કંટાળા આવતા હાય તે વસ્તુ કશાય પ્રયોજન વગર એક એક ખુબ્બે દિવસને આંતરે કરવાનુ રાખેા. આમ કરવાથી જ્યારે અકસ્માત એકાએક એની ખૂબ જ જરૂર ઊભી થાય ત્યારે ઊંચાટ કે ગભરાટ થશે નહિ અને આવી પડેલી કટાકટીમાંથી સહેલાઇથી પાર ઉતરી શકાશે.
મનની શુભ કામનાએ ને આવેગે ગમે તેટલાં અપજીવી હાય છતાં તેમને કાર્યમાં પલટાવવાં જ જોઇએ એવા આગ્રહ જેમ્સે રાખ્યા હતા. “પ્રત્યેક શુભ નિશ્ચય કે સુંદર લાગણીની કાઇ ધન્ય ક્ષણને વ્યવહારમાં કાયદારા અવતાર્યાં વગર પસાર થઇ જવા દેવામાં આવે તેા તેથી થતા ગેરલાભ કોઇ એક ઉત્તમ તક ગુમાવવાના ગેરલાભ કરતાં ઘણા મોટા છે, કેમકે આમ ખનતાં એવી મતાશા કેળવાય છે કે જે ભવિષ્યમાં બીજા શુભ આશયે તે લાગણીને કાય દ્રારા અભિવ્યક્ત થવા દેવામાં બાધરૂપ બને છે.”
થોડીક ચિંતા આપણને ફાયદાકારક છે
થોડાં વર્ષોં ઉપર અમેરિકાના પ્રવાસે ગયેલી એક અંગ્રેજ અભિનેત્રી કહેર બ્લૂમને એક મુલાકાતને પ્રસંગે એવા પ્રશ્ન પૂછવામાં આવ્યે કે જેને જવાબ હકારમાં આવવાના જ સંભવ હતા. “ આ ન્યૂર્ણાંકની દોડધામ અને અહીંને ધેાંધાટ અનુભવતા તમને તમારા લંડનના વધુ શાંતિભર્યું જીવનવ્યવહારની ઝંખના થઇ આવે છે ખરી?’ અભિનેત્રીએ જવાખ આપ્યાઃ “ના, મનેતો આ બધું ગમે છે. એથી મને લાભ થયા છે. મને લાગે છે-કે મને એની જરૂરી પણ હતી. હું તો માનુ છુ કે સૌ કોઇને વનમાં એની થોડી જરૂર છે જ. ',
કુમારી બ્લૂમે જે સત્યનું ઉચ્ચારણ કર્યું તે સત્ય હમણાં હમણાં વધુ ને વધુ પ્રમાણમાં સ્વીકારાતુ જણાય છે, જો કે જેમ્સે તે ધણાં વર્ષો પહેલાં એ બાબત સ્પષ્ટ કરી જ હતી. યેાડીક ચિંતા માણસને લાભદાયી છે. સામાન્ય સંજોગેામાં નિષ્ક્રિયને
તા. ૧૬-૩-દ
નિરૂપયોગી બની રહેતા મગજના કેટલાક સૂક્ષ્મ પિૐાને તે ઉપયેગમાં આણે છે. એવી ચિંતાને લીધે કાર્ય કરવામાં એકાગ્રતા આવે છે તે કા` વધુ સારી રીતે થાય છે. વળી મગજને જ્ઞાનતંતુઓ દ્વારા પહેોંચાડાતા સંદેશા માટા વિસ્તારમાં પહોંચવાને પરિણામે નવી વસ્તુ શીખી લેવાનું કામ સરળ ખતે છે.
જો કે મનની થોડી તગ સ્થિતિના વિચારે જેમ્સ ભડકયા નથી, છતાં આવી તંગ સ્થિતિ માણસને હરાવી નાખે એવી ચિન્તામાં પરિણમે એ સ્થિતિને તેમણે ઇષ્ટ ગણી નથી.
મારા એક મિત્ર સાંજે પ્રગટ થતાં એક વર્તમાનપત્રના અધિપતિ હતા. રાજ ને રોજ એમણે પેાતાના પત્રની નવી નવી આવૃત્તિએ પ્રગટ કર્યે જ જવાની, એટલે એમને ઘણીવાર મનની અતિ તંગ દશા અનુભવવી પડતી ને બહુ ચિંતાતુર રહેતા. એ કારણે એમનું મન નબળું પડી ગયુ તે રાત્રે ઊંધ આવતી બંધ થઇ. એએ ગયા એક માનસશાસ્ત્રીય તપાસ આદરનાર નિષ્કુાત ડાકટર પાસે. એ ડાકટરે એમને આપેલી સલાહ જેમ્સની સલાહ જેવી જ છે.
ડોકટરે અધિપતિને પૂછ્યું, “ તમે કદી બાજીગરને ખેલ કરતા ધ્યાનથી જોયા છે? એ એકી વખતે અડધા ડઝન જેટલી ચીજો હવામાં ઉછેળે છે તે તે ક્ષણે ક્ષણે ઝીલવા માટે એણે મગજને તૈયાર રાખવુ પડે છે. તમારા કામ કરતાં એનુ કામ ઘણું કપરું છે. કેમકે એને તે એક સેકંડના પણ વિભાગે તે હિસાબે પોતાના કાને કરી બતાવવાનુ હાય છે. એથી એ પોતાના કા અંગે પૂરતા સજાગ રહે છે. લેશમાત્ર ઉશ્કેરાટ કે ડર અનુભવ્યા વગર એ મગજને શાંત ને સ્વસ્થ રાખી કામ કયે જાય છે. આ બાજીગર તમને કહી શકશે કે જો ચિંતાથી એનુ મગજ સહેજ પણ તંગ બને તે એને આખા ખેલ બગડી જાય. એ જ રીતે તમારે પણ તમારા વર્તમાનપત્રની એક પછી એક આવૃતિના પ્રાકટયને ખેલ શાંતિથી, સ્વસ્થતાથી, નિર્ભીકપણે ચાલુ રાખવાનું શીખી લેવાનુ છે."
બાળકા માટે શિસ્ત જરૂરી છે જેમ્સે જે જે વિચારા પ્રદર્શિત કર્યા તેમાં આજે સૈાથી વધારે મૂલ્યવાન ગણી શકાય એવા વિચાર તા બાળકેળવણી અંગે તેમણે જે કહ્યું છે તે છે. સીંગમંડ ફ્રોઇડનું નામ સાચી કે ખાટી રીતે જેની સાથે સકળાયેલુ છે તે વિચાર એ છે કે બાળક પાસે જો બહુ કડકાઇથી શિસ્તપાલન કરાવવામાં આવે તેા એના બાળમાનસને ધક્કો પહોંચે છે. ઘણી માતાઓ આ હકીકત ધ્યાનમાં લઈ ખાળકોને શિસ્તમાંથી મુક્તિ આપી તેમને ઠીક લાગે તેમ વવા દે છે. જેમ્સ આ પદ્ધતિ સાથે સંમત થતા નથી.
આપણા બધાં કાર્યોની આપણા મન ઉપર કાયમી અસર પડે છે અને આપણી ટેવા આપણા વ્યકિતત્વને જ એક ભાગ બની બેસે છે એવી એની માન્યતાને કારણે, જેમ્સને લાગ્યું કે શિસ્તપ્રધાન કેળવણી જ બાળકોને માટે આવશ્યક છે. એ કહે છે કે ધર્મગ્રંથેામાં જેના વણતે આવે છે તે નરકને પરલેાકમાં અનુભવ કરવા પડે, તેના કરતાં વધુ દુ:ખદ અનુભવ તે ખેાટી રીતે આપણને આપણું ચારિત્ર્યઘડતર કરવાની પડી ગયેલી ટેવને કારણે જે નરક આપણે આ જગતમાં જ આપણે માટે ઊભું કરીએ છીએ તેમાં થાય છે, હજી વાળ્યાં વળી શકે તેમ હાય તે સ્થિતિમાં જો બાળકાને આપણે સમજાવીએ કે તેઓને પડેલી ટેવ જ થોડા સમયમાં તેમના ભાવિ જીવનનું નિર્માણ્ કરશે, તે તેઓ પેાતાના આચરણની બાબતમાં આપણે આપેલી સલાહને અવગણવાને ખલે જરૂર તેના ઉપર પૂરતુ ધ્યાન આપશે.