________________
તા. ૧-૧-૧
હતી અને પ્રજાપ્રતિનિધિ સભામાં ખટ ઉપર તેમ જ રાજ્યવહીવટને લગતી અનેક બાબત ઉપર પ્રજાના પ્રતિનિધિ મુકત અને નીડર૫પણે ચર્ચા કરી શકતા હતા.
પ્રભુ જીવન
૧૯૪૭માં દેશ આઝાદ થયેા. અંગ્રેજી હકુમત વિસર્જિત થઇ. હવે દેશી રાજ્યોનું શું કરવું એ પ્રશ્ન રાષ્ટ્રના સૂત્રધારાના મનમાં ધેાળાતા હતા ત્યારે ભાવનગરના મહારાજાએ ભાવનગરમાં સંપૂર્ણ અર્થમાં જવાબદાર રાજ્યતંત્ર સ્થાપવાની પહેલ કરી અને જ્યારે સૈારાષ્ટ્રનું એકમ રચાયું ત્યારે તે એકમમાં ભાવનગર રાજ્યને સરળપણે જોડી દીધુ. ગઈ કાલ સુધી એકહથ્થુ રાજ્યસત્તા અને આજે સૈારાષ્ટ્રના નવા એકમમાં ચાલુ રાજ્યસત્તાનું વિસર્જન—આવે! એકાએક રાજ્યપલટા જે ખીજા રાજ્યાએ અને પ્રજાએ ભારે આંચકાપૂર્વક અનુભબ્યા હતા તેવા આધાત કે આંચકા ભાવનગરના રાજવી કે પ્રજાજનેાને અનુભવવાપણું હતું જ નહિ, કારણ કે ભાવનગરમાં આવા રાજ્યપલટા માટે જોઇતી આખેડવા તૈયાર હતી. આ રીતે ભાવનગરના રાજકીય ઇતિહાસ અન્ય દેશી રાજ્યા કરતાં અનેાખા અને સતત પ્રગતિશીલ રહ્યા છે. આવા શહેરની કોંગ્રેસ-અધિવેશન માટે પસંદગી કરવામાં આવે તે તદ્દન ઉચિત છે.
સૈારાષ્ટ્રના અન્ય શહેરની સરખામણીમાં ભાવનગર શહેરની ભાત જુદા પ્રકારની છે. ભાવનગર શહેરના પ્રજાસમુદાય એક સુગ્રથિત સમાજ છે. ત્યાં ગરીબથી તવંગર સુધીના ઉત્તરાત્તર ચરા અથવા તે અશિક્ષિતથી અતિશિક્ષિત સુધીના ચડઉતર થરા એકમેકમાં ગાઢપણે સકળાને સુખપૂર્વક વસી રહ્યા છે. ધણા શહેરામાં એક વિભાગમાં અતિ શ્રીમાન અને સત્તાનિષ્ટ લોકા વસતા હોય છે; ખીજા વિભાગમાં નીચેના થરના અને પરાવલંખી લેાકા વસતા હોય છે. આ બે વચ્ચે જાણે કે એક માટી દીવાલ હોય એવી એ શહેરની રચના લાગે છે. ભાવનગરમાં આવા અન્તિમ કોટિના કોઇ સામાજિક ભાગલા જોવામાં આવતા જ નથી. આખા ભાવનગરમાં આજે જેને આપણે અતિ શ્રીમાન તરીકે ઓળખીએ છીએ તેવી એ ચાર ગણીગાંઠી વ્યક્તિ હશે અને તે પણ છેલ્લા દસ પંદર વર્ષના ઓદ્યોગિક પરિપાકના પરિણામે. બાકી તે ભાવનગરમાં જે લોકો શ્રીમાન લેખાતા તેમની શ્રીમન્તાઇ સાધારણ કોટિની હતી અને તે પણ એવી કે જેને નીચેના ચરાથી સહેલાથી તારવી ન જ શકાય. સૈારાષ્ટ્રમાં એવા પણ શહેરે છે કે જ્યાં મોટી મોટી હવેલીઓ–રહેઠાણુનાં મકાનો-સારા પ્રમાણમાં જોવામાં આવે છે, પણ તે હવેલીઓના પ્રવેશદ્વાર ઉપર તાળાં હોય છે, કારણ કે
આ હવેલીઓ એવા લેાકાની હાય છે કે જે વ્યાપારવ્યવસાય અર્થે મેટા ભાગે પરદેશ-હિંદુ બહાર–વસતા હાય છે. અહાર ખૂબ ધન કમાય, એ ચાર વર્ષે પેાતાને વતન આવે અને રહેવા માટે આલીશાન મકાન બંધાવે પણ મોટા ભાગે તે બંધ જ રહે. ભાવનગરમાં રહેતા લેાકેા ધણા ભાગે ભાવનગરમાંજ જન્મ્યા છે, મેટા થયા, છે અને આગળ વધ્યા છે. વ્યાપારાથે પરદેશ ખેડવાની પરંપરા જેવી જાફરાબાદ, વેરાવળ, ઉના, દેલવાડા, પ્રભાસપાટણ, જેતપુર, પેરબદર વગેરે શહેરામાં ઉભી થયેલી તેવી પરંપરા ભાવનગરમાં કદી ઊભી થઈ જ નહાતી. કારણ કે ભાવનગરના વતનીને ભાવનગરમાં કમાવાનું સાધન મળી જ રહેતું હતું. પરિણામે ભાવનગરના વતની તે નક્કરપણે ભાવનગરના જ વતની રહ્યા છે. આ રીતે ભાવનગરના પ્રજાજીવનમાં જે એક પ્રકારની એકરૂપતા–સુગ્રથિતતા-પરસ્પરાવલંબિતા–એકલેાહિયાપણું–જોવામાં આવે છે તેવી સૈારાષ્ટ્રના અન્ય શહેરામાં ભાગ્યે જ જોવામાં આવે છે. ર
૧૬૯
છેલાં વીશ વર્ષમાં ભાવનગર શહેર ભૂખ વધી ગયું છે; શહેરના આ નવા વિસ્તાર ‘કૃષ્ણનગર'ના નામે ઓળખાય છે. વસ્તી પણ મૂળ ૫૦થી ૬૦ હજારમાંથી એ લાખના આંક સુધી પહોંચવા આવી છે; ઉદ્યાગા પણ નવા નવા ઊભા થતા જ જાય છે અને તે કારણે સખ્યાબંધ મજૂરાની આયાત થતી રહી છે. આમ છતાં વિકસિત વિસ્તારમાં પણ પૈસાદાર વર્ગ, મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ પડખે પડખે વસતા હાય છે. કાઈને કાઈની લેશમાત્ર આભડછેટ નથી.
શિક્ષણના ક્ષેત્રમાં ભાવનગર સૌરાષ્ટ્રમાં સૌથી મેાખરે રહ્યું છે. પરંપરાગત શિક્ષણની સગવડે વધતી જ જાય છે. ભાવનગરમાં જેટલાં છાત્રાલયા છે તેટલાં સૈારાષ્ટ્રનાં અન્ય શહેરામાં ભાગ્યે જ હશે. પાંચ કે છ કે તેથી વધારે હાઇસ્કૂલે છે. જૂનીપુરાણી સામળદાસ કૉલેજ તેા છે જ, જેમાં આર્ટ્સ ઉપરાંત વિજ્ઞાનનું અંતિમ કક્ષા સુધીનું શિક્ષણુ આપવામાં આવે છે. પણ એ ઉપરાંત કોમસ તથા ‘લા’તું શિક્ષણ, (વ્યાપાર તથા કાયદાનું શિક્ષણ) આપતી કૉલેજો છે. વળી કેટલાંક વર્ષોથી પેલીટેકનીક સ્કૂલ બહુ મોટા પાયા ઉપર ઊભી કરવામાં આવી છે. મેડિકલ કૉલેજ ઊભી થવાની પૂરી શકયતા છે. સૈારાષ્ટ્રમાં અલગ યુનિર્વસિટી ઊભી કરવાનો લગભગ નિણૅય કરવામાં આવ્યું છે. આ માટે ભાવનગરની જ પસદગી થવાને ખૂબ સભવ છે અને યુનિવર્સિટી માટે સૈારાષ્ટ્રમાં આથી વધારે ચેાગ્ય ખીજું કાઈ સ્થળ છે જ નહિ.
વળી ભાવનગરમાં ૧૯૧૦ની સાલમાં શ્રી. નાનાભાઇ ભટ્ટે દક્ષિણામૂર્તિ વિદ્યાથી ભવનની સ્થાપના કરેલી ત્યારે તેને આકાર એક નાનાસરખા છાત્રાલયને હતો, પણ તેના વિકાસ થતાં થતાં અનેક અંગઉપાંગ ધરાવતી એક ભવ્ય શિક્ષણસ ંસ્થાનુ રૂપ તેણે ધારણ કર્યુ હતું, અને શિક્ષણના ક્ષેત્રમાં સરકારી શિક્ષણથી સ્વતંત્ર એવા શિક્ષણુપ્રયાગ કરવાનું સાહસ તે સંસ્થાએ આધ્યું હતું, અને એ રીતે સૈારાષ્ટ્ર ગુજરાતમાં શૈક્ષણિક પ્રયોગા' કરવાનું વાતાવરણ સરજ્યું હતું. આ સંસ્થા સમયાન્તરે ૧૯૩૭માં વિસર્જિત થઇ, પણ એ સસ્થાએ શિક્ષણના ક્ષેત્રમાં જે કાય કર્યું" અને ભાવનગરને જે પ્રતિષ્ઠા આપી તે હજી કાયમ છે. એ સંસ્થાના બીજમાંધા ૧૯૩૭માં નાનાભાઇના હાથે ભાવનગરની નજીકમાં આવેલા આંખલા ખાતે ‘ગ્રામદક્ષિણામૂર્તિ' નામની શિક્ષણસંસ્થાને જન્મ થયા અને સમયાન્તરે તેમાંથી સણાસરા ખાતે લોકભારતીના જન્મ થયા છે, જે શિક્ષણના ક્ષેત્રમાં સરકારી તંત્ર કે શિક્ષણ પદ્ધતિથી સ્વતંત્ર રીતે ગ્રામજીવનના પ્રશ્નોને કેન્દ્રમાં રાખીને યુનિવર્સિટી કક્ષાની તાલીમ ગ્રામદક્ષિણામૂતિમાંથી ઉત્તીણ થયેલા વિદ્યાથીઆને આપે છે. આ લેાકભારતી' શિક્ષણના ક્ષેત્રે ભાવનગરમાં ઊભી થયેલી નવી પરંપરાનુ જ ભૂત રૂપ છે,
સાહિત્ય તેમ જ લલિતકળાના ક્ષેત્રે ભાવનગરમાં અનેકવિધ પ્રવૃત્તિ ચાલી રહી છે. ભાવનગર જેટલું સાહિત્યરસીયુ' છે તેટલુ જ સંગીતરસીયુ' પણ છે. અવારનવાર એક યા ખીજા સાક્ષર, કવિ, સાહિત્યવિવેચકનાં વ્યાખ્યાને ભાવનગરમાં ગાઢવાતાંજ હાય છે. અને એવી રીતે સ’ગીતના જલસા, નાટકા, અને અન્ય મનાર જક કાર્યક્રમે ચાલતા જ હોય છે. રાજકારણી આગેવાને પણ ભાવનગરને કર્દિ ભૂલતા નથી. આજે આ પ્રધાન આવવાના છે, તે આવતી કાલે આ લેાકસેવક આવવાના છે-ભાવનગર જઇએ ત્યારે આવા સમાચાર કાન ઉપર અથડાતા જ રહે છે. આ રીતે ત્યાંના પ્રજાજીવનમાં વર્ષોંથી સર્વાંગી સંસ્કારપુરવણી થતી રહી છે. પરિણામે ત્યાંના પ્રજાજીવનમાં એક પ્રકારની ચેતના, ઉલ્લાસ,