________________
૨૧૨
ૐ. રમણલાલ શાહને અભિનદન
શ્રી રમણલાલ ચીમનલાલ શાહ કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક છે.
પ્રબુદ્ધ જીવન
પ્રકી ણુનાં ધ
મુબઇની સેન્ટ ઝેવિયર્સ તેમણે પી એચ. ડી.ની ડીગ્રી માટે નળદમયંતીની થાને વિકાસ' એ વિષય ઉપર મહાનિબંધ લખીને મુંબઇ યુનિવર્સિટી સમક્ષ થડા સમય પહેલાં રજૂ કર્યો હતા અને મુખઇ યુનિવર્સિ ટીએ તે મહાનિબ ંધને અનુમત કરીને ગત ફેબ્રુઆરી માસની ૨૭મી તારીખે તેમને પી. એચ. ડી.ની ડીગ્રી એનાયત કરી છે. શ્રી મુબઇ જૈન યુવક સંધની કાર્યવાહક સમિતિના તેઓ વર્ષોથી સભ્ય હાઇને અમારા માટે આ સવિશેષ
આનંદનો પ્રસંગ છે. તેમને મુબઈ જૈન યુવક સંધના હાર્દિક અભિનન્દન અને શુભેચ્છા છે.
તે એક અત્યન્ત આશાસ્પદ યુવાન હાઇને અહીં તેમના ટૂંક પરિચય આપવાનું અસ્થાને નહિ ગણાય. તેમને! પાદરા (જિ. વડોદરા) ખાતે તા. ૩-૧૨-૧૯૨૬ ના રાજ જન્મ થયે હતા. માધ્યમિક શિક્ષણ મુંબઇની પન્નાલાલ પૂનમચંદ હાઇસ્કૂલમાં અને કોલેજનું શિક્ષણ તેમણે મુબઇની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં પ્રાપ્ત કર્યુ હતું. કૉલેજના અભ્યાસ દરમિયાન તેઓ મહાવીર જૈન વિદ્યાલયમાં રહ્યા હતા. ગુજરાતી અને સંસ્કૃત લઇને તે ૧૯૪૮ માં ખી. ઍ, અને ૧૯૫૦ માં એમ.એ. થયા હતા. ખી. એ. પાસ થયા બાદ બે વર્ષ પેાતાની કૉલેજમાં તેમણે લા' તરીકે કામ કર્યું હતુ. એમ. એ.માં ગુજરાતી વિષયમાં સાથી વધારે માર્કસ મેળવવા માટે શ્રી ખળવતરાય કાર સુવર્ણચન્દ્રક તેમને મળ્યા હતા. ૧૯૫૧ થી તે આજ સુધી તે સેન્ટ ઝેવિયર્સીમાં ગુજરાતીના અધ્યાપક તરીકે કામ કરી રહ્યા છે. કૉલેજમાં દાખલ થવા સાથે નેશનલ કેડેટ કાર–N. C. Cમાં જોડાયા હતા. આજે તે એન.સી.સી.માં કેપ્ટન અને કંપની કમાન્ડરનો હોદ્દો ભાગવે છે. તેમની ઉમ્મર ૩૪ વર્ષની છે.
છેલ્લાં દશ વર્ષ દરમિયાન તેમના તરફથી અનેક સાહિત્યકૃતિ નિર્માણ થતી રહી છે. ‘મનીષા’ ‘ગુજરાતી સાહિત્યનુ રેખાદર્શન,' ‘એવરેસ્ટનું આરોહણુ,' ‘ગુલામાના મુકિતદાતા' ‘નલદેવદતી રાસ’ અને ‘જીવનદપણુ’આ મુજબ તેમની આજ સુધીમાં પ્રગટ થયેલી સાહિત્યકૃતિની યાદી છે. આ ઉપરાંત ‘કુમાર' માસિકમાં તેમની લખેલી અનેક નાટિકા અને - સાહસિકાનાં ચરિત્રા પ્રગટ થયેલ છે અને થઇ રહેલ છે.
તેમનાં પત્ની સૈા. તારાબહેન શાહ એમ. એ. થયેલાં છે અને કેટલાંક વર્ષોથી સાક્રિયા કૉલેજમાં ગુજરાતીનાં અધ્યાપિકા તરીકે કામ કરે છે. શ્રી તારાબહેન પણ મુંબઇ જૈન યુવકસધની કાર્યવાહક સમિતિના એક સભ્ય છે.
જેમની આ પ્રકારની ઉજ્જવલ કારકિદી છે તેમના તરફથી ભવિષ્યમાં અનેક પ્રકારની સાહિત્યસેવાની આશા રાખવામાં આવે :તે તદ્દન સ્વભાવિક છે. તેમને દીર્ધાયુષ્ય અને નક્કર આરોગ્ય પ્રાપ્ત થાઓ એવી આપણા સર્વની પ્રાથના હો !
તા. ૧૩-૬૧
લીલીબહેન પંડયા : એક પરિચય
એમ્ને મ્યુનિસિપલ કોર્પોરેશનની ચાલુ માર્ચ માસ દરમિ-યાન થનાર ચૂંટણીમાં વાલકેશ્વર વિભાગ તરફથી મુબઇની પ્રાદેશિક કોન્ગ્રેસ સમિતિએ શ્રી લીલી
અહેન પડયાને એક ઉમેદવાર તરીકે નિયુક્ત કર્યા છે. મુંબઇની કોર્પોરેશનમાં નવી નવી શક્તિશાળી વ્યક્તિ ચૂંટાઇને આવે એ ઇચ્છવાયેાગ્ય છે. આ વખતની ચૂંટણીમાં પહેલી જ વાર ઊભી રહેતી વ્યક્તિઓમાં શ્રી લીલીબહેન પડયા. એક જુદી જ ભાત પાડતાં હાઇને
મુંબઇની જનતાને અને
ખાસ કરીને વાલકેશ્વર વિભાગના મતદારોને તેમના પરિચય હાવા જરૂરી છે.
શ્રીમતી લીલીબહેન મુખર્જીના સુપ્રસિદ્ધ કાપડના વ્યાપારી અને ઉદ્યોગપતિ સ્વ. હીરાલાલ અમૃતલાલ શાહનાં પુત્રી થાય અને અસાધારણ કુશળતા ધરાવનાર એન્જિનિયર તરીકે ભારતભરમાં ખ્યાતિ મેળવનાર સ્વ. ડૅ, અનન્ત પંડયાના પત્ની થાય. જૈન કુટુંબમાં જન્મેલ હાઇને વારસામાં તેમને ગાઢ જૈન સંસ્કાર મળ્યા છે. મુંબઇની કૉલેજમાં તેમણે કેળવણી લીધી છે અને ત્યાર બાદઃ 'ગ્લાંડમાં રહીને અને વિજ્ઞાનના વિષય લઈને લંડન યુનિવસિટીની ડીગ્રી પ્રાપ્ત કરી છે. યુરોપ અમેરિકાના તેમણે ખૂબ પ્રવાસ કર્યાં છે અને ભારતીય સન્નારી પ્રતિનિધિ મંડળના એક સભ્ય તરીકે તેમણે રશિયા જઇને અનેક શૈક્ષણિક તેમ જ વૈજ્ઞાનિક સંસ્થાઓનું નિરીક્ષણ કર્યું છે. વર્ષોથી તેએ જાહેર જનસેવાના ક્ષેત્રમાં કામ કરી રહ્યાં છે. છેલ્લાં ત્રણ વર્ષોથી મુંબઇની મ્યુનિસિપલ કોર્પોરેશનની શિક્ષણ સમિતિના સભ્ય તરીકે સેવા આપી રહ્યા છે. બાળકો માટેની આપિીડીક હોસ્પિટલની તેમજ સાસાયટી ઑફ ધી પિણ્ડ ચિલ્ડ્રનની (અપગ બાળકાની સારવાર અને સેવા માટેની મંડળીની) વ્યવસ્થાપક સમિતિનાં તે એક સભ્ય તથા માનદ કોષાધ્યક્ષ છે. મુખની જાણીતી શિક્ષણસંસ્થા ચંદા રામજી ગર્લ્સ હાઇસ્કૂલની નિયામક મંડળના તે ધણા સમયથી સભ્ય અને માનદ મંત્રી. છે. વાલ્સીંગહેમ હાઉસ હાઇસ્કૂલના વિજ્ઞાન વિભાગના તે મુખ્ય નિયામક છે. ઇન્ડો-સેવિયટ કલ્ચરલ સાસાયટીના તે ઉપપ્રમુખ છે. અને ઇન્ડો-અમેરિકન સેાસાયટીનાં તેએ એક સભ્ય છે. તદુપરાંત ઇન્ડિયન કાઉન્સિલ ઓફ વર્લ્ડ એફેર્રીના પણ તેઓ એક સભ્ય છે.
લીલીબહેન એક પ્રતિભાસ પન્ન, શક્તિશાળી, નિડર, સામાજિક કાર્યકર્તા છે અને જે કાય તે હાથમાં લે તેને સાંગોપાંગ પાર પાડવાની તેમનામાં કુનેહ, વ્યવસ્થાશક્તિ અને કાર્યનિષ્ઠા છે. વળી ગુજરાતી તેમ જ અંગ્રેજી ભાષા ઉપર તે સાર પ્રભુત્વ ધરાવે છે અને વકતૃત્વશક્તિ પણ તેમને વરેલી છે. આવી શક્તિને બહાર લાવવી અને જનસેવાના વિશાળ ક્ષેત્રમાં જોતરવી એ કાર્યદક્ષ સમાજ અગ્રણીઓની ફરજ છે. ખેમ્સે મ્યુનિસિપલ કાર્પારેશન જેવી મહાન સંસ્થામાં આવી બહેન ચૂંટાય તે