SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ 20 .૨૦૧ પ્રભુ વન કે પ્રકારની જ્ઞાતિ પરિષદ જ છે જેને હું પસદ કરતા નથી; કારણ કે જે નાતજાતના આજના વાડાઓ આપણે નાબૂદ કરવા માંગીએ છીએ તે વાડાઓને આથી વધારે જોર મળે છે. અમુક પ્રદેશમાં વસતા શીડયુલ્ડ કાસ્ટ્સ અને ટ્રાઇબ્સના લેકે એકઠા મળે અને પેાતાના પ્રશ્નોની ચર્ચા કરે એ હું સમજી શકું છું, પણ શીડયુલ્ડ કાસ્ટસ અને ટ્રાઇસના આખા દેશના ધારાસભ્યો આમ એકઠા થાય એ મને વિચિત્ર લાગે છે. આ જાતિ અને જ્ઞાતિને ઊંચી સપાટી ઉપર લાવવી એમાં સૈા કાઇને પૂરા રસ છે, પણ તે કેમ કરવું એ સવાલ છે. આપણે શુ સિદ્ધ કરવા માગીએ છીએ તે વિષે આપણા મનમાં સ્પષ્ટતા હોવી જોઇએ. આપણી નજર સામે જો આ બાબતનુ સ્પષ્ટ ચિત્ર ન હોય તે ખાટા માર્ગે જવાના આપણા માટે પૂરા સભવ રહે છે. આપણે કહીએ છીએ કે આપણે સમાજવાદી સમાજ ઊભા કરવા માંગએ છીએ, સમાજવાદને અનેક રીતે વર્ણવી શકાય છે, પણ એક બાબત સ્પષ્ટ છે કે આવા સજોગોમાં કોઇ પણ જ્ઞાતિઓ કે વર્ગોનું અસ્તિત્વ રહેવુ ન જોઇએ અને દરેક વ્યકિતને પેાતાના વિકાસ માટે સરખી તક હોવી જોઇએ. બધા લોકો શારીરિક તાકાત કે માનસિક ચપળતામાં સરખા ન હોય પણ કેળવણી,વિકાસ અને તાલીમ માટે સૈાને સરખી તક હાવી જોઇએ. આ ઉપરથી આપને મારી એ ભલામણ છે કે આપે જ્ઞાતિસ ંસ્થાને અમરપટા આપવાનું નહિ પણ તેને નાબૂદ કરવાનું લક્ષ્ય રાખવુ જોઇએ. હું આશા રાખું છું કે દસ વર્ષ બાદ શીડ્યુલ્ડ કાસ્ટ્સ અને ટ્રાઇઝ જેવા ભેદે આપણા દેશમાં અસ્તિત્વ ધરાવતા નહિ હોય.” તેમણે આગળ ખેલતાં જણાવ્યું હતું કે “હું જાણુ છું કે જાતિએના આગેવાનો તરફથી અમુક જગ્યાએ Jobs અનામત રાખવાની માગણી કરવામાં આવે છે. આ માગણીઓ ખરાખર હશે, પણ જવાબદાર સ્થાનાના—અધિકારોનો વિચાર કરવાને હોય છે ત્યારે આ પ્રશ્ન વિકટ ખતે છે, કારણ કે આવા જવાખદાર અધિકારા ઉપરની નિમણૂકા અંગે ગુણવત્તા અને શકિતમત્તા એ જ માત્ર એક માપદંડ હોઇ શકે. જો આ માપદંડને ઢીલા કરવામાં આવે તે વહીવટનુ' ધારણ નીચે ઊતરે અને દેશની પ્રગતિની ગતિ ધીમી પડે. આમ હોવાથી આવી નિમણૂકા જ્ઞાતિના ધોરણે થવી જોઇએ અને ગુણવત્તા કે શકિતમત્તાના ધેારણે ન થવી જોઇએ—આવી વાત સ્વીકારવાને હું તૈયાર નથી. આ ઉપરાંત રીઝવેશન્સ એક કે અધિકાર અનામત રાખવાનો શિરસ્તા–અનામત હક્ક ભાગવતી કામની પ્રગતિને પણ આધક નીવડવા સભવ છે. આ ઉપરથી સૈાને સરખી તક મળે એજ આપનું લક્ષ્ય હોવુ જોઈએ.” ન મહાઅમાત્યે વિશેષમાં જણાવ્યું કે રીઝવેશન્સ-અનામત હકક અયન્ત પછાત એવી કામેા માટે અમુક સમય સુધી જરૂ" રના હશે, એમ છતાં પણુ તેમાંથી જ Vested interests સ્થાપિત હિતા—ઊભા થવાનો સંભવ રહે જ છે. આખરે સામાન્ય સમાજથી અલગતાને ભાવ કેળવતી એવી આ શીડયુલ્ડ કારટ્સ કે ટ્રાઇબ્ઝ જેવુ કશું ાવું ન જ છે તેથી તે જ્ઞાતિઓને અને જાતિને તે આખરે નુકસાન થાય જ છે, પણ આખા દેશની સુથિતતા માટે પણ આવી જ્ઞાતિએ અને જાતિનુ ચાલુ અસ્તિત્વ ભારે અંતરાય રૂપ નિવડે છે.” તા. ૧૬-૨-૬ નહેરુના આ વિચારી સાર્કાઇ માટે મનનીય અને આદરણીય છે, પણ કમનસીખી તે। એ છે કે ઉપર જણાવેલ સમેલનમાં જે ભાષણ અને રાવા થયા તે જોતાં મહાઅમાત્યની આ . સેાનેરી સલાહ કેવળ બહેરા કાન ઉપર પડી હોય એમ માલુમ પડે છે. પ્રશ્ન તા એ છે કે જો નહેરુને આવુ કેમી સંમેલન ગમતું નહેાતું તેા તેનું ઉદ્ઘાટન કરવા તેઓ ગયા જ શા માટે? આવા કામી સમેલનનુ ઉદ્ઘાટન નહેરુ જેવી વ્યકિતના હાથે થાય એ જ તેને મોટી પ્રતિષ્ઠા અને ગૌરવ આપવા બરાબર છે. રેલવેમ'ત્રી જગજીવનરામ આ શું ખેાલી રહ્યા છે ! આ પછાત જાતિઓના ધારાસભ્યાના સ ંમેલનમાં થયેલાં ભાષણા અને રાવાની આલાચનામાં આપણે ન ઊતરીએ, પણ આ સ ંમેલનના પ્રમુખ રેલવેપ્રધાન શ્રી જગજીવનરામે કરેલા ભાષણમાંના અમુક ઉદ્ગારોના ઉલ્લેખ કર્યા સિવાય ચાલે તેમ છે જ નહિ. તેઓ પ્રસ્તુત ભાષણમાં જણાવે છે કે “જે સમાજમાં ઊતરતું સ્થાન ભગવે છે તે જ્યારે પણ કાંઇ માગણી કરે છે ત્યારે તેમને કામવાદી અને જાતિવાદી કહીને ઊતારી પાડવામાં આવે છે. પણ લાગવગ અને સત્તા ધરાવતા બહુમતી વર્ગ અગે પરિસ્થિતિ તદ્દન જુદાજ જ પ્રકારની છે. તેમને કશું માગવાપણુ હતુ જ નથી. તેમને જોએ તે એમ ને એમ મળી જાય છે. તે જ્યારે કોઇ ભાખતની માગણી કરે છે ત્યારે તેમની માગણીને Nationalism રાષ્ટ્રવાદ શબ્દથી નવાજવામાં આવે છે,” એજ વિચારને લખાવતા કેન્દ્રીય રેલવે મંત્રી જણાવે છે કે “ભારતના મુસલમાનો પણ આજ પ્રમાણે frustrated-હતાશ બનેલા છે. આ ખાખતના વિચાર કરવા અને તેમની હતાશા દૂર કરવી અને તેમનામાં વિશ્વાસ પેદા કરવા એ હુમતી ધરાવતી કામની છે.” આ હુમતી ધરાવતી કામ એટલે હિંદુ કામ એમ સૂચવવાના શ્રી છગજીવનરામના સ્પષ્ટ આશય છે. તેમના આ ઉદ્દગારો વાંચતાં ૐ॰ આંબેડકરનું સ્મરણ થાય છે અને ભારતમાં હિન્દુ, શીડયુલ્ડ કાસ્ટ્સ અને ટ્રાઇબ્ઝ, અને મુસલમાને એમ ત્રણ અલગ કોમે છે અને હિન્દુ કામ અને તેનાથી પ્રભાવિત એવી ભારત સરકાર બીજી અને કામોને અન્યાય જ કરતી રહી હોય અથવા તે તેમની વ્યાજબી માગણીએ ઉપર ધ્યાન આપતી ન હોય એવુ તેમના ઉદ્ગારોમાંથી સૂર્યન નીકળે છે. પાતાની કામની માગણીને જોર આપવા માટે તેએ આ રીતે મુસલમાનોને આગળ ધરે એ ભારે શાચનીય છે. આઝાદી મળ્યા બાદ મુસલમાનને સર્વોચ્ચ અધિકારી ઉપર નિયુકત કરવામાં આવ્યા છે અને રાજ્યવહીટમાં હિન્દુ મુસલમાન વચ્ચે કશે। પણ ભેદ હિંદ કરવામાં આવ્યા નથી, આ હકીકત સવિદિત અને સર્વસ્વીકૃત છે. આમ છતાં શ્રી જગજીવનરામ મુસલમાનોને પણ એક અન્યાય-પીડિત અને તે કારણે હતાશ અનેલા વર્ગ તરીકે વર્ણવે તે જેના પેતે એક અંગ છે અને જેના પ્રધાન મંડળના તે સૈાથી જૂના senior—most સભ્ય છે તે ભારત સરકારને અવળા રીતે રજૂ કરવા બરાબર છે. આ રીતે મુસલમાનોને આડકતરી ઉત્તેજના આપતા અને તેમની સાથે Common cause કરતા શ્રી જગજીવનરામની દૃષ્ટિ કેવળ કામી રાષ્ટ્રવિરોધી છે એમ નહિ તે બીજુ શું કહેવાય ? આ સંબંધમાં ગેરસમજૂતી વધવા ન પામે તે માટે તેમણે તથા ભારત સરકારે તત્કાળ ખુલાસા કરવાની ખાસ જરૂર છે. પરમાનદ ક્રૂરજ મુંબઇ જૈન યુવક સંધ માટે મુદ્રક પ્રકાશકઃ શ્રી પરમાનન્દ કુંવરજી કાપડિયા, ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઇ ૩, મુદ્રણસ્થાન : ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કાટ, મુખઇ.
SR No.525946
Book TitlePrabuddha Jivan 1961 Year 22 Ank 17 to 24 and Year 23 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1961
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy