SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪ પ્રબુદ્ધ જીવન પ્રકી નાં ધ સર્વોદય હોસ્પિટલની વિકસતી જતી પ્રવૃત્તિએ ધાટકોપર ખાતે ક્ષયરોગના નિવારણ અર્થે ૧૯૫૪ ની સાલથી ‘સર્વોદય હૅાસ્પિટલ' એ નામથી એક હૉસ્પિટલની શરૂઆત કરવામાં આવેલી. તે ઉત્તરશત્તર વિકસિત થતી રહી છે અને ત્યાં એક પછી એક નવી પ્રવૃત્તિએ શરૂ કરવામાં આવે છે. ક્ષયના દર્દીઓ માટેનાં છાનાની સંખ્યા તે વધતી જ જાય છે, પણ થોડા સમય પહેલાં ક્ષય સિવાયના દદીઓ કે જેમને ઓપરેશન-શસ્ત્રક્રિયાની જરૂર હોય તેમના માટે પણ ૨૦૦ બીછાનાની નવી સગવડ ઊભી કરવામાં આવી છે. વળી તાજેતરમાં દાંત તથા આંખા અંગે શસ્ત્રક્રિયા કરવાનુ ખાતુ ખોલવામાં આવ્યુ છે. કુટુંબ--આયાજન અંગે પણ એક કેન્દ્ર ખાલવામાં આવ્યું છે, વળી ક્ષયની પ્રાથમિક મફત તપાસ અર્થે મહારાષ્ટ્ર સરકાર તરફથી સર્વોદય હાસ્પિટલમાં અન્તત એવું એક ‘કિલનિક' શરૂ કરવામાં આવેલ છે. આ ઉપરાંત સર્વોદય હાસ્પિટલ તરફથી એક ડ્રગ એકની પણ સ્થાપના કરવામાં આવી છે. એ આપણા ચાલુ અનુભવના વિષય છે કે ઘરમાં કોઇ મોટી માંદગી આવે અને ડાકટરી સારવાર શરૂ થાય, એટલે ડાકટર તરેહતરેહનાં પેટન્ટ આષધા અને ઇન્જેકશન લખી આપતા હોય છે અને આમાંથી થોડાંક આષધે અને ઇન્જેકશન વપરાય છે અને બાકીનુ ભ્રૂણું નકામું–વણવપરાયું પડી રહે છે. કારણ કે દરેક વખતે ઘરના ડાકટર અને કોઇ મોટા કન્સલ્ટન્ટ ડોકટરને લાવવામાં આવે તે તે નવાં નવાં આષધા અને ઇન્જેકશના સૂચવતા જ હોય છે. હોસ્પિટલમાં રહેતા દર્દીઓ પાસે પણ આવે ઉપયોગી દવાઓ અને ઇન્જેકશનાના જથ્થો ભેગા થતા રહે છે. કોઇ પણ શ્રીમાનના ઘરમાં દવાના કબાટ જોઇએ તે ઢગલાબંધ કિંમતી દવા અને ઇન્જેક્શનો વવપરાયા પડેલાં જોવામાં આવે છે. તદુપરાંત હાસ્પિટલા અને ચાલુ પ્રેક્ટીસ કરતા ડૉકટરો પાસે પણ નમૂનાની દવા, ગાળી અને ઇન્જેકશનોના જથ્થા ચાલુ ઉભરાતા રહે છે. આવી નકામી પડી રહેલી છતાં કામમાં આવે તેવી દવાઓ, અને ઇન્જેકશને એકઠાં કરવાં અને જેને તેની જરૂર હોય તેને મફત પૂરાં પાડવાં એવા આ ડ્રગ–એકના હેતુ છે. જ્યાં જ્યાં કિલનિક અને દવાખાનાં યા તેા હાસ્પિટલા ચાલતાં હોય ત્યાં આવી ડ્રગ–એક ખેલવામાં આવે તે ગરીબ લોકોને માંદગીના સમયે ઘણી રાહત આપી શકાય. આવી ડ્રગ-એકની શરૂઆત કરવા માટે સર્વોદય હોસ્પિટલના સંચાલકોને ધન્યવાદ ઘટે છે, જેની જેની પાસે ઉપયોગી ઐષધે અને ઇન્જેકશનોને જથ્થા ભેગા થયેા હાય તે તે ગૃહસ્થાને આ જથ્થા ડ્રગ બેંકને પણ પહોંચતા કરવા વિનંતિ છે. સામાજિક સંસ્થાએ પણ ઘેર ઘેર નિરક પડેલાં આષધા અને જેકશનો એકઠાં કરવાની અને સર્વોદય હાસ્પિટલની ડ્રગબેન્કને પહોંચતા કરવાની જવાબદારી લઇ શકે છે. સર્વોદય હૉસ્પિટલના સંચાલકે! આ પ્રકારના સહકારની જાહેર જનતા પાસેથી અપેક્ષા રાખે છે. આ રીતે સમૃદ્ધ થતી ડ્રગબેન્ક દીન, દુખી, દરિદ્ર લેકને એક મહાન આશીર્વાદરૂપ નીવડવા સભવ છે. જીવનધેારણ ઊંચે લેવું એટલે શુ? જ્યારે આપણા અગ્રગણ્ય રાજપુરુષો અને આર્થિક આયેજન સાથે જોડાયલી રાષ્ટ્રની વિશિષ્ટ વ્યકિત પ્રજાનું જીવનધારણ ઊંચું લાવવાની વાતો કરે છે ત્યારે સમજી લેખાતા મહાનુભાવો ધણી વખત ચમકે છે. અને પૂછે છે કે આજે જ્યારે 2 તા. ૧૬૨ ૧ સામાન્ય લેાકેા ભાવિલાસ તરફ ઢળી રહ્યા છે ત્યારે આ મહાશયે પ્રજાનું જીવન–ધારણ ઊંચે લાવવાની આવી વાતા શુ કરે છે? જરૂરિયાત ઓછી કરો, જીવન સાદુ અને સંયમી કરો, આમ કહેવાને બદલે જરૂરિયાત વધારવાનું કેમ કહેવામાં આવે છે? આ પ્રશ્ન તદ્દન પ્રસ્તુત છે અને તેની આલેાચના કરવાને અહીં આશય છે. બને છે એમ કે જીવનધારઝુ ઊંચું કરવાનો વિચાર કયા સ્તરના લોકોને અનુલક્ષીને રજુ કરવામાં આવે છેતે વિષે ઉપરના પ્રશ્ન ઉપસ્થિત કરનારને કશી સ્પષ્ટતા હોતી નથી. સમાજનો જે નિકૃષ્ટ કાર્ટિના થર છે તેવુ દારિદ્ર અને અજ્ઞાન કઇ હદ સુધીનુ છે તેના અનેક પ્રકારની સુખસગવડવાળું જીવન જ્વતા શહેરમાં વસતા લેાકાને—ખાસ કરીને ઉપરના સ્તરના લેખાતા લાકોને ખ્યાલ હાતા નથી. આદિવાસી લેાકેા, પછાત જાતિ, પહાડમાં વસતા ગિરિજા, હરિજનેામાંને પણ્ નીચેના સ્તરને સમુદાય-આ બધા લેાકેા કેવળ પશુ જેવુ જીવન જીવતા હોય છે. તેમની પાસે શરીર ઢાંકવાને ભાગ્યે જ વસ્ત્ર હોય છે; માંડ માંડ પ્રાણ ટકી શકે એવી એક એ ખાદ્ય વસ્તુઓ ઉપર તેમના જીવનનિર્વાહ ચાલે છે; ભણતર શુ તે તેઓ જાણતા હોતા નથી; સ્વચ્છતા કે સુઘડતાનું તેમને ભાન હેતુ નથી; ન્હાવાની સભ્યતાથી પણ તે તદ્દન અજાણ હોય છે; અજ્ઞાનના કારણે અનેક વ્યાધિથી તે પીડાતા હોય છે; સ્વચ્છ, સુઘડ, સસ્કારી જીવનનુ તેમને કોઇ દર્શન હોતુ નથી; ઉદ્યોગો તરફ તેમને કોઇ અભિરુચિ હોતી નથી; આળસ પ્રમાદમાં તેમનુ આખુ જીવન વ્યતીત થાય છે; ચાલુ જીવનથી નથી તેમને હતેા કાઇ સતાષ કે અસતેષ; મૂઢતા, બધિરતા, જડતા વડે તેમની સમગ્ર જીવનશક્તિ આવૃત બનેલી માલુમ પડે છે. આવા લેાકાને ધ્યાનમાં રાખીને વનધોરણ ઊંચે લાવવાનું વિચારાય છે. આ લોકોને કેમ ઊંચે લાવવા, પ્રવૃત્તિ પરાયણ કેમ કરવા, તેમનુ અજ્ઞાન કેમ ટાળવું, તેમને ભણતર તરફ કેમ વાળવા, સુધડ સસ્કારી જીવનના ખ્યાલા તેમનામાં કેમ રોપવા, અને એ રીતે ચાલુ જીવન વિષે અસતેષ પેદા કરીને વધારે સારૂ, ઉત્પાદક, અને સ્વચ્છતાભર્યું જીવન અખત્યાર કરવાના પુરુષાર્થ તરફ તેમને કેમ વાળવા તેએ! વધારે સુખ સગવડ પ્રાપ્ત કરે, ભણતરમાં આગળ વધે, કામે ચઢે, ધરમાં કાંઇક રાચરચીલું વસાવે, ઉજળા કપડાં પહેરતા થાય. પૌ ષ ક્ષ્ મ ખેા રાક પા મે, રહેવાને માટે કાંઈ ક ઘાટછૂટવાળું ધર પામે—આવા અર્થે પ્રજાનું જીવનધોરણ ઊંચે લાવવાને થાય છે. આને અથ જેએ માનવી હોવા છતાં માનવી જેવુ જીવન જીવતા નથી તેમના માટે માનવીયોગ્ય જીવન જીવવાની શકયતા ઊભી કરવી એ છે. આ રીતે એકદમ નીચેના સ્તરના લેાકેાને ઊંચે આવવા માટે વધારે સારા જીવનની તેમને કલ્પના આપવી અને તે કલ્પના મુજબનું જીવન અખત્યાર કરવા માટે તેમને જરૂરી પુરુષા તરફ વાળવા અને તેમને જરૂરી સગવડે મેળવવામાં રાજ્યે બનતી મદદ કરવી—કલ્યાણ રાજ્યના આવા ધ્યેય સામે કાઇને વાંધા હાઇ ન જ શકે. સાથે સાથે આજે ભાગવિલાસનાં અઢળક સાધના ખડકાતાં જાય છે અને જરૂરિયાતના ભ્રમ નીચે લાકોની રહેણીકરણીનુ ધારણ ઊંચે ચડતુ જાય છે અને જીવન વધારે ને વધારે ખરચાળ બનતું જાય છે અને ગમે તેટલુ મળવા છતાં નથી કાઇને શાન્તિતૃપ્તિ. આ પ્રકારની ચોતરફ નજરે પડતી ભાગ
SR No.525946
Book TitlePrabuddha Jivan 1961 Year 22 Ank 17 to 24 and Year 23 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1961
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy