SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૮ પ્રભુ જીવન શુદ્ધિ, ચારિત્ર્ય—આ તેમને મન મુખ્ય વાત હતી. આથી રાજકારણી આંદાલન સાથે તેઓએ રચનાત્મક કાર્ય ક્રમે દેશ સમક્ષ મૂકયા. ખાદી, ગ્રામેાદ્યાગ, અસ્પૃશ્યતા-નિવારણ, કામી એકતા, પાયાની કેળવણી, રાષ્ટ્રભાષા, ગાસેવા ઇત્યાદિને રાજકારણ સાથે તેમણે એવી કુશળતાથી વણી લીધાં કે જેને લીધે પ્રજાજીવનનાં બધાં અંગેામાં નવે પ્રાણ અને તાજગી આવ્યાં. ત્યાગ, બલિદાન અને સેવાને એક એવા યુગ પ્રવર્ત્યાઁ કે જેને પરિણામે પ્રજાએ સ્વરાજ્ય પ્રાપ્ત કર્યુ. આ બધુ બન્યુ તે પૂજ્ય ગાંધીજીએ આંતરશુદ્ધિ પર આગ્રહ રાખીને રચેલા સર્વગ્રાહી પ્રજાજીવનના ધડતરને આભારી હતું. પણ આ દેશવ્યાપી જાગૃતિમાં સ્ત્રીશક્તિનું જે ઉત્થાન થયું તે તે અપૂર્વ હતું અને છે. આટલા ઘેાડા સમયમાં, સદ્દભાવ, અને શાંતિનાં વાતાવરણમાં, સ્ત્રીશક્તિનું આવુ સમય ઉત્થાન ખીજા કોઇ લેાકશાહી દેશમાં થયેલુ હાય તે જાણ્યામાં નથી. ઐતિહાસિક કાળમાં ભગવાન બુદ્ધ તથા મહાવીરે સ્ત્રીને પુરુષ સમાન ગણી તેને સ્વતંત્ર વ્યક્તિ તરીકે સ્વીકારી, તેમની આધ્યાત્મિક ઉન્નતિના માર્ગ મેાકળા કરી આપ્યા. તે યે ત્યાર બાદ અનેક સામાજિક વહેમે। અને પૂર્વગ્રહાની ભાગ બનેલી ભારતીય નારીની સેંકડા વર્ષ પછી સાચી પ્રતિષ્ઠા કરનાર આવ્યા તે તે પૂજ્ય ગાંધીજી, બેશક, વચમાં ઘણા સુધારકો આવ્યા, જેવા કે, રાજા રામમેાહનરાય, સ્વામી દયાનંદ, કેશવચંદ્ર સેન, વિવેકાનંદ, અને ગણનાપાત્ર પ્રયાસો પણ થયા. તેમ છતાં, ગાંધીજી તે અનન્ય છે. સ્ત્રી પ્રત્યેની દૃષ્ટિમાં કાઇ જાતને પૂર્વાંગ્રહે કે આશકા રાખ્યા વિના સમાનતાના ભાવને આગ્રહ રાખનાર અને એવા ભાવને વ્યવહારના સ ક્ષેત્રામાં આચરી બતાવનાર તેઓ હતા. સ્ત્રીનાં હૃધ્યમાં રહેલી સુષુપ્ત શક્તિનું તેમને તીવ્ર સ ંવેદન હતું અને તેને પરિણામે તેમણે સમગ્ર પ્રજાજીવનનાં નિઃસદેહુ ભાવે તેની પ્રાણપ્રતિષ્ઠા કરી. સ્ત્રીને તેની શક્તિનું ભાન કરાવ્યું, તેનામાં આત્મવિશ્વાસ પ્રગટાવ્યે અને નિર્ભયતાના કવચથી સુરક્ષિત કરી. અને તે સાથે તે પોતે જ પોતાના સતામુખી અભ્યુદય સાથે તેવી પુષ્કળ તકા મળી રહે એવાં સેવાનાં અનેક કાર્યક્ષેત્રમાં જવાખદારી ઊઠાવવા પ્રેરી. ગાંધીજીએ સિંચેલી આ સાનીથી ભારતની નારીના પ્રાણ જાગી ઊઠયા. આત્મવિશ્વાસભરી એવી નિષ્ઠા પ્રગટી કે રવરાજ્યની લડતમાં પુરુષાની સાથે સાથે રહી સ્ત્રીઓએ પણ ત્યાગ, બલિદાન અને સેવાથી પેાતાના હિસ્સા આપ્યા. ભારતની આ સ્રીજાગૃતિને ભવિષ્યના ઇતિહાસકારા નોંધપાત્ર ગણશે. ગાંધીજીની વિચારસરણીમાં સ્ત્રી એક સ્વતંત્ર વ્યક્તિ છે અને તેને પેાતાની ઉન્નતિ સાધવા સમાન તક મળવી જોઇએ. તેથી ધરમાં અને બહાર બધાં સામાજિક અને સેવાનાં ક્ષેત્રેમાં પુરુષા સાથે ભાગ લે છે. આમ છતાં તે પુરુષની પ્રતિસ્પર્ધી નથી, પણ તે, તે સાથે પુરુષની અવલખી બનીને પણ નથી રહેતી, ખેઉ એકખીજાનાં પૂરક છે, પરસ્પર-અવલખી છે. બન્નેનુ સહઅસ્તિત્વ છે. સ્ત્રીજાતિને માત્ર અધિકારા સંભાળવાના નથી, પણ સાથે સાથે જુમ્મેદારીએ પણ ખખરદારીથી ઊઠાવવાની છે. પૂજ્ય ગાંધીજીના શબ્દોમાં “સેવાનાં ધર્મકાર્યમાં સ્ત્રી જ પુરુષની સાચી મગાર અને સાથી છે.' ૧૯૪૭માં ભારત સ્વતંત્ર થયુ. તેના બંધારણે સ્ત્રી પુરુષને સમાન ગણ્યાં. તે સ્ત્રી છે એજ માત્ર કારણે પુરુષને પ્રાપ્ત તા. ૧૬-૨૧ થતા અધિકારો કે મળતી તકામાંથી તેને વંચિત રાખી નથી. સામાજિક ક્ષેત્રે હિંદુ કાયદામાં લગ્ન, વારસો વગેરે અંગે સ્ત્રી - પક્ષે જે અસમાનતા હતી તેને પણ આપણી સરકારે નાબૂદ કરી. અમે સ્ત્રી સરકારનાં આ પગલાંની ઊડી કદર કરીએ છીએ. આજે અમારી બહેને લેાકસભાસદ, પ્રધાન, ગવર્નર કે એલચીપદે છે. આ માટે અમે ગૌરવ લઈએ છીએ. સરકારમાં કોઇ પણ હારૂં આવવાની તેને સમાન તક છે. યેાગ્યતા પ્રમાણે કોઇ પણ પદ આજે તે પ્રાપ્ત કરી શકે છે. જાગૃતિની દિશામાં અત્યાર સુધીમાં જે જે કામ થયું છે તે બદલ કોઇ પણ લેકશાહી દેશ ઉન્નત મસ્તકે ગૌરવ લઇ શકે તેમ છે. છતાં ધણું ઘણું કરવાનું બાકી રહે છે તે હકીકત છે, જે સમાનતા કાયદાએ સ્ત્રીને બક્ષી છે તે સામાજિક ક્ષેત્રમાં અને કુટુમ્બેમાં પરસ્પર વ્યવહારમાં ધણે ઠેકાણે હજી સાર્થક કરવાની રહે છે. આ બીના એવી છે કે જ્યાં કાયદા માત્ર ઉપર આધાર રાખી શકાતા નથી, તેમાં આપણા બધાંની ન્યાયબુદ્ધિ અને ઉદાર વલણની અપેક્ષા રહે છે. ખીજુ એ કે અત્યાર અગાઉ મોટે ભાગે શહેરી વિસ્તારમાં સ્ત્રીજાગૃતિ આવી છે. ગ્રામવિસ્તારમાં જોઇએ તેટલું કામ થયું નથી. આપણા વિશાળ દેશનાં લાખા ગામડાંને ખૂણે ખૂણે સ્ત્રીજાગૃતિ લાવવાનું કામ આપણને આહ્વાહન કરી રહ્યું છે. આ ઉણપ વહેલી પૂરાવી જોઇએ છે. આ ઉણપથી પૂજ્ય ગાંધીજી વાક્ગાર હતા. તેથી કસ્તૂરબા સ્મારક નિધિના ઉદ્દેશને પ્રશ્ન તેમની સમક્ષ આવ્યે ત્યારે તેમને ગામડાંની સ્ત્રીઓ યાદ આવી. આથી નાનાં નાનાં ગામડાંની સ્ત્રીઓ અને બાળકોનાં સર્વાંગી વિકાસ અને કલ્યાણ માટે આ નિધિના ઉપયાગ કરવાનું તેઓએ યથાર્થ ગણ્યું. આ રીતે કસ્તૂરબા ટ્રસ્ટના કાર્યક્ષેત્ર તરીકે ગામડાં નિમિત થયાં. ટ્રસ્ટના પ્રથમ અધ્યક્ષ પૂજ્ય ગાંધીજી હતા. તેની આ સૃષ્ટિ નીચે ટ્રસ્ટનુ શરૂઆતનું ઘડતર થયું તે અમારૂ સુભાગ્ય હતુ. ટ્રસ્ટના ઉદ્દેશોને અમલ કરવા ભારતના પ્રાદેશિક વિભાગેામાં એકેક સ્ત્રી પ્રતિનિધિની નિમણૂ ક કરી પૂજ્ય ગાંધીજીએ તે કાય' સ્ત્રીઓને સોંપ્યું. ભારતમાં આવા પ્રાદેશિક વિભાગે ૨૪ છે. ટ્રસ્ટનું પ્રધાન કાર્યાલય ઇન્દોર પાસે કસ્તૂરબાગ્રામમાં છે દ્રસ્ટના ઉદ્દેશીને પાર પાડવા ટ્રસ્ટે ગ્રામસેવાકેન્દ્રો શરૂ કરવા વિચાયુ . કેન્દ્રોની પ્રવૃત્તિએ ગ્રામસેવિકાની તાલીમ પામેલી બહેન દ્વારા કરવાની હાઇ ૧૮ થી ૩૦ વષઁની ઉંમરની બહેનોને તાલીમ આપવા ભારતભરમાં પ્રાદેશિક કસ્તૂબા ગ્રામસેવિકા વિદ્યાલયો ખાલવામાં આવ્યાં. અત્યારે આવાં ૧૫ વિદ્યાલયે ચાલે છે. આવી તાલીમ પામેલી મહેનાએ ગ્રામવાસી બની ગ્રામ સેવા કેન્દ્રોની પ્રવૃત્તિઓ સમગ્ર ગ્રામસેવાની દૃષ્ટિએ કરવાની હાય છે. ગુજરાતનું આ વિધાલય સાબરમતીને તીરે શાંત, સુંદર, પ્રેરણાદાયી વાતાવરણમાં આવેલુ છે. અહીં બુનિયાદી શિક્ષણની દૃષ્ટિએ સંસ્કારતાલીમ અને ખાદી તથા ગૃહઉદ્યોગની તાલીમ અપાય છે. પ્રસૂતિ, ખાલÐર, માંદાની માવજત અને સ્વાસ્થ્યને આવરી લેતી આરાગ્યસેવાની તાલીમ ખેડા જિલ્લામાં રાસ ગામે આવેલાં કસ્તુરબા પ્રસૂતિગૃહ અને દવાખાનામાં અપાય છે. ગુજરાત પ્રદેશે અત્યાર સુધીમાં ૫૫૯ સંસ્કાર સેવિકાએ, ૪૫ પ્રસૂતિ સેવિકા અને ૧૮ ઉદ્વેગ સેવિકાઓને તાલીમ
SR No.525946
Book TitlePrabuddha Jivan 1961 Year 22 Ank 17 to 24 and Year 23 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1961
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy