SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ 80 પ્રબુદ્ધ હતુ તે વંદે માતરમ્ લખેલું હતું. અમારા અંગ્રેજી નિબંધની નેટ લક્ષ્મીશ'કર જગજીવન હાથી (હાથીભાઇ) નામે વૃદ્ઘ તથા ભલા શિક્ષક જોતા. એણે મારી નૉટ ઉપર ચિત્ર વગેરે જોઈ ને. શેરા માર્યો કે હવે પછી એવી નેટ વાપરવી નહિ. પણ એમ કેમ બને? એટલે મે' મારા વના સર્વ વિદ્યાથી ઓને વિન ંતિ કરી કે તે પછી નિબંધ જે લખવાના આવે તે બધાએ મારા જેવી દેશી નાટ વેચાતી લઈ ને એમાં જ લખવા. આમ તે પછીને અઠવાડિયે હાથીભાઇ આગળ આખા વર્ગની નેટ એકએક મારી તેાટ જેવી જ ગઈ. હાથીભાઈ ભારે સજ્જન માણુસ, એટલે પછી કહે, ‘ઠીક થયું”, કે મારે લીધે આટલા સ્વદેશી માલ ધ્યેય ને સ્વદેશીને ઉત્તેજન મળ્યું.’ બાકી તે। મારા પ્રિય ગ્રન્થકાર ગેાવનરામભાઇને જાન્યુઆરીની ચાથીએ દેહાન્ત થયેા, તેના ખરખરાની સભા તેરમીએ શ્રી કુંવરજી કયાજીને પ્રમુખપદે થઈ. વળી રવિવારે રવિવારે કવિ નાનાલાલ દલપતરામ પ્રેમાનંદનું સુદામાચરિત્ર વાંચતા તે સાંભળવાના લાભ અમને મળતા. લાંબડી ગાયને કાબરચિત્રા વાછડા આવ્યા. ૧૯૬ વાગડના રજપૂત શ્રી જેઠીજી આાવાએ મત્સ્યવેધ તે એવા એવા પ્રયાગ કરી બતાવ્યા. ચાર આને વાર સ્વદેશી ટ્વિક્ષનાં મે પહેરણુ કરમાં. એક પહેરણનું સીવડામણુ દોઢ આને બેઠું. એક એક પહેરણના એ રીતે આઠ આના થયા. અંગરખાનું સીવડામણુ પાંચ આના, પારસીએ હિંદુ તથા યુરેપિયનને ક્રિકેટમાં હરાવ્યા. ગારીયાદીની જન્મશતાબ્દી, નવેમ્બરની સાતમીએ દાદાભાઇ દેશમાં કાયમ રહેવા આવ્યા. ૫. રાજકાટ ૧૯૦૮ ૧૯૦૮માં વીરચંદભાઇ અને હુ` મેટ્રિકના વ"માં હતા. આ વર્ગમાં ગાંડળથી શ્રી છેોટાલાલ બાલાભાઈ કારા થાડાક વખત ભણવા આવ્યા હતા. પછી તે ૧૯૧૦માં ગુજરાત કાલેજના પ્રીવ્યુસના વર્ગમાં એ મારી પડખે જ એસતા, ૧૯૦૭માં મારા મોટા ભાઇ હાઇસ્કૂલની સામે શ્રી ગારધનદાસ લાધાભાઇના ઘરના આગલા ભાગમાં ભાડે રહેતા, અને ઘેર હું રહેતા. પણ ૧૯૦૮થી એ વાંકાનેર રાજના સરન્યાયાધીશ થઈ ને વાંકાનેર ગયા. એટલે હુ રૈયાને નાકે ખાટા દાંશીના ડેલામાં જીવીમાની વીસી ઉપરની મેડીમાં વીરભા રહેતા એના ભેગા રહેવા ગયા. આ વર્ષે જાગુ ટની ડાયરી મેં ત્રણ પૈસાની લીધી હતી તેઉપરાંત એકલા રહેવાતું થયું. એટલે મારા હિસાબ પણ મારે લખવાનું બન્યું. આ નામામાં નોંધ્યા પ્રમાણે ઘી દૂધ વિના ખીન્ન જમણુના અમારે જીવીબાને સદ્ધિને સાચાર રૂપિયા આપવાના રહેતા; એણે એકવાર પૂરણપોળી કરી હતી એમાં વાપરેલા ગાળની પાંચ પાઇ અમે વધારે આપી હતી. દૂધ અમે રૂપિયાના પાકા ૧૪ શેર લેખે લેતા. કસરતશાળામાં કસરત કરીને તરત તાજું દૂધ પીતા. કાચા સવાશેર થી લેતા તેના સાડાદસ આના બેસતા. એ પૈસાનુ બ્રાસલેટ લેતા. દેશી ખાંડ પણ એ પૈસાની કે એક આનાની લેતા. દેશી પેન્સિલ પણ એ પૈસાની આવતી. ચૂંટ (એટલે શૂ) પાણા એ રૂપિયામાં પરમાણુ આપીને કરાવતા. હજામતના પૈસા ખે પૈસા દેતા. કાંટ ધાવરામણ પણ એક વન તા. ૧૨-૧ પૈસે જ. સ્ટેશને મજૂરને યે પૈસા એ પૈસા; કોકવાર ત્રણ પૈસા. ટપાવાળાને છ પૈસા. અમારી સ્વદેશહિતવ ક સભા હતી તેની માસિક ફી એક આને હતી. લાલ-બાલ-પાલની તે લજપતરાયની છબી પૈસા એ પૈસામાં લીધી હતી અને તે એ પાંચ આનામાં મઢાવી હતી. * પાષી પાષી પૂનમડી એ અગાશીએ રાંધ્યાં અન્ન, મે ભાઇની બહેનડી એ નિમિત્તે દીવાળીબહેનને પાંચ પૈસા આપ્યા હતા. *મિલ્ટનની કાવ્યકૃતિ' આ ઝીણા અક્ષરની નાની પશુ જાડી ચાપડી સાત આનાની લીધી હતી. જૈનદિનીમાં ત્રીસમી જૂને ગાંધીજીએ દસે આંગળાની છાપ આપી તે માર ખાધા તેની નોંધ છે. છવ્વીસમી જુલાઇએ સનાતન ધર્મની પરીક્ષાએ મુંબઇ સહિત અનેક ઠેકાણે થઈ તેમાં મને ૧૦૦માંથી ૯૦ માર્ક મળ્યા અને પહેલા નખર આવ્યેા. ૩૧મી જુલાઇથી મેં ફૅટા પહેરવા માંડ્યા. ઑગસ્ટની અગિયારમીએ મુઝફ્ફરપુરમાં માંબ ફેંકનારા ખુદીરામ ખસુ(એસ)ને ફ્રાંસી દીધી તે દિવસે હાઇસ્કૂલમાં હડતાળ પડી. તેમાં આગળ પડતા ભાગ લીધે એમ કરીને આ આઠ જણને નિશાળમાંથી કાઢી મૂક્યા : ૧. શ્રી કાનજી ગારધનદાસ બુધદેવ; ૨. શ્રી જગન્નાથ લક્ષ્મીચંદ ગાંધી; ૩. શ્રી ભાઈશંકર મારારજી; ૪. શ્રી રણછેડ ગૌરીશંકર; ૫. શ્રી સામળદાસ ચૂનીલાલ વેરા; ૧૬. શ્રી મૂળજી રામજી દોશી, છ. શ્રી વ્રજલાલ મેાનજી; તથા ૮. શ્રી વાલજી ગોવિંદજી દેસાઇ. ૐ આમ મારા ઉપર વીજળી પડી અને વીરચંદભાઇ તથા હુ છુટ્ટા પડી ગયા. વીરચંદભાઇ મુખઈની પન્નાલાલ હાઇસ્કૂલમાંથી મૅટ્રિક થયા ને ભાવનગર સામળદાસ કૉલેજમાં દાખલ થયા. ૧૯૧૬માં પોતે નગરશેઠને સમજાવીને ગાંધીજીને ભાવનગર આવવાનું નિમ ત્રણ અપાવ્યું; એ પ્રમાણે ગાંધીજી ગે ખલેસ્મારક ફાળા ઉધરાવવા ભાવનગર આવી ગયા. ભણુતાં ભણતાં પોતે રાત્રિશાળા, હરિજનશાળા વગેરે:પ્રવૃત્તિઓમાં સહાયતા કરતા. એક વિદ્યાથી મૂંઝાઈ ને આત્મહત્યા કરવાના હતા તેને મદદ કરીને બચાવી લીધા હતા. એ જ વર્ષે પાતે ખી. એ.માં પાસ થઈ ગયા. પછી પોતે મુખમાં એલએલ. બી.ની ટર્મ ભરતા હતા ત્યાં એક દિવસ કાણુ જાણે કેમ વિચાર આબ્યા કે સમઢિયાળા જઈને માતે મળી આવુ. આમ પતે પોતાને ગામે આવ્યા, ત્યાં મા કહે, ઠીક થયું' કે તું આવી ગયેા. હવે હું ચાર દીવસની મહેમાન છું અને વિજયાદશમીને દિવસે મારા દેહ પડશે, ’ માની છબી પડાવવાના વીચંદભાઇને વિચાર આવ્યે પણ ગામડાગામમાં ફેટાગ્રાફર કેવા? એટલે માએ પાંચ પુત્રોન માટે કપડાના પાંચ કટકા ભગાવી પોતાને પગે કંકુ લગાડી એ કટકા ઉપર પગલાં પાડી આપ્યાં. ‘તમારી પાછળ રેવા ફૂટવાનું બંધ રાખીએ તે કેમ ?' એમ વીરચંદભાઇએ પૂછ્યું તા તેમાં સ ંમતિ દર્શાવી. અને વીરચંદભાઇનાં પત્ની હરિલ;ક્ષ્મીબહેનને પોતાના સસરાનું ધ્યાન રાખવાની ભલામણુ કરીને શાંતિથી દેહ છોડ્યું. ( ક્રમશ : ) દેસાઇ વાલજી ગેવિદજી મુંબઇ જૈન યુવક સંઘ માટે મુદ્રક પ્રકાશક: શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઇ ૩, મુદ્રસ્થાન : ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કાટ, મુખઇ.
SR No.525946
Book TitlePrabuddha Jivan 1961 Year 22 Ank 17 to 24 and Year 23 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1961
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy