SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦ અંધ શ્રદ્ધા સામે જેહાદ ગઇ કાળી ચૈાદ રાત્રે (તા૦ ૧૯-૧૦-૬૦) ખાખરેચી મુકામે શ્રી ભવાનભાઇ નામના એક ગૃહસ્થે મેલી વિદ્યા સાથે સંબંધ ધરાવતા ભુવાઓને પડકાર કર્યો હતા અને એ પડકારને ઝીલીને અનેક ભુવાએએ મળીને શ્રી ભવાનભાઇ ઉપર મેલી વિદ્યા અજમાવી હતી અને તેનુ કશું જ પરિણામ આવ્યું નહેાતું અને એ રીતે ત્યાં વસતા લેાકાને મેલી વિદ્યાની ભડકથી શ્રી. ભવાનભાઇએ મુકત કર્યાં હતા—આ મતલબના સમાચાર તા ૧૬–૧૧–૬૦ના પ્રબુધ્ધ જીવનમાં પ્રગટ કરવામાં આવ્યા હતા. આ ભવાનભાઇ અને તેમના આ વહેમમુકિતના ધર્મકાર્યના સાથી ભાણજીભાઇના તા૦ ૨૬-૧૧-૬૦ના ‘જનસ’દેશ'માં નીચે મુજખ્ખ પરિચય આપવામાં આવ્યે છેઃ શ્રી ભવાનભાઇ ઓધવજીની વર્ષ ઉમ્મર ૫૮ છે અને ભાણુજીભાઇ કુંવરજીની ઉમ્મર વર્ષ ૫૫ છે અને બન્ને જાતે કણબી છે. કાઠિયાવાડ રાજકીય પરિષદ મારફતે ૧૯૩૦ના જાન્યુઆરી મહિનામાં સ્વ. મણિલાલ કેાદારી, સ્વ. ફૂલચંદભાઇ અને સ્વ. શિવાનંદની દારવણી હેઠળ થયેલા સર્વાં પ્રથમ સત્યાગ્રહમાં આ અન્ને ભાઇઓએ ભાગ લીધા હતા. અને બન્ને જણા જેલમાં ગયા હતા. તે વખતના માર્મી રાજ્યે તેમની જમીન જપ્ત કરી હતી અને જેલમાંથી છૂટયા ાદ તેમને હદપાર કર્યાં હતા. તે પછી તેઓ દાંડીકૂચ વખતે ધોલેરાના નીમક-સત્યાગ્રહમાં જોડાયા હતા અને પાંચ વર્ષ સુધી હદપાર રહ્યા હતા અને પછી ૧૯૩૫ની સાલમાં તેઓ પેાતાને વતન ખાખરેચીમાં પાછા કર્યાં હતા. સ્વરાજ્ય આવ્યા બાદ સૌરાષ્ટ્રનું એકમ થતાં, તે વખતની સૈારાષ્ટ્ર સરકારે આ બન્ને ભાઇને, લગભગ અઢાર વર્ષ પછી, તેમની જમીન પાછી અપાવી હતી. આ જુગલજોડી છેલ્લા વીશ વર્ષ દરમિયાન ગ્રામ્યજનતાને મેલી વિદ્યાના ઢોંગધતુરાની પકડમાંથી છેડાવવાની જબરી ઝુબેશ ચલાવી રહેલ છે. તેમની આ લડતમાં એક ત્રીજા સાથીદાર સાંપડયા છે, જેમનું નામ છે વસરામ અમરશી, ભવાનભાઈ નિવૃત્ત પંચાયતમત્રી છે. ભાણજીભાઇ સરપચનો હાદો સંભાળે છે અને વસરામભાઈ પંચાયતના સભ્ય છે. પ્રબુદ્ધ જીવન ઉપર જણાવેલ મેલી વિદ્યાના કરેલા પડકાર કાંઇ પહેલ વહેલા નથી. છેલ્લાં વીશ વર્ષમાં આવા લગભગ વીશ પ્રસંગે અની ગયા છે અને દરેક વખતે તેમણે ભુવાએના ઢોંગધતુરાને ખાટા હરાવ્યા છે. તેમના થેાડાક પ્રસ ગે। ‘જનસ દેશ'માંથી તારવીને નીચે આપવામાં આવે છેઃ ૧ ઝાલાવાડ જિલ્લાના ધાધરેંટિયા ગામેથી કાઇ બરાક માણસે કૂતરા ભગત અને શીતળાના નાના રથ ચાલતા કર્યાં. તેમાં એક ચેપડી રાખી, જેમાં લખ્યું હતું કે આ કૂતરી ભગત છે અને તે શીતળાના રથ ચલાવે છે. તે રથ ગામેગામ ચાલુ રાખશા અને જો કોઇ આ કડી' તાડશે તે તેનું નખ્ખુદ નીકળી જશે. આ ચેાપડીમાં વિશેષ સૂચના લખી હતી કે જ્યારે આ કૂતરા ભગત શીતળાના રથ જે ગામે લઇ જાય તે ગામે તે દિવસે. ‘અગતા’ પાળવા-એટલે કે કામ બંધ કરવું, નિવેદ્ય કરવાં, શ્રદ્ધા પ્રમાણે ભેટ ધરવી અને ચાપડીમાં લખવી. તા. ૧-૨૬૧ તેના કબજો લીધો અને તે લઇને ગામને ચારે આવ્યા. ત્યાં ગ્રામપંચાયતના સરપંચ ભાણજી કુંવરજી અને ભવાનભાઇ ઊભા હતા, તેમની સામે ઊઘાડી તરવાર રાખીને ભુવા આવ્યા અને કહેવા લાગ્યા કે હવે ક્યાં રથ પધરાવવા છે? આમ આ રથ તથા કૂતરા, ક્રૂરતા કરતા ખાખરેચી ગામે આવ્યેા. રિવાજ મુજબ સીમાડે ભુવાએ તેને લેવા ગયા. સાથે ડાકલાં લઇ ગયા. વેજલપર ગામેથી આ કૂતરે ભગત અને રથ સીમાડે આવ્યા હતા. ભુવાએ સાથે લેાકા પ્રસાદીની અધમણુ ખાંડ, એક ભણુ ાવાર વગેરે લને ગયા હતા. તેમણે ભાણુજીભાઇ તથા ભવાનભાઇએ રથ અને કૂતરાના કબજો લીધા. નાને રથ હતા તે પથ્થર પર પછાડી તેડી નાંખ્યા. કૂતરા ભગતની ડાકમાં ગામે ગામથી જે એંશી માળા હતી તે છરી વતી કાપી નાંખી અને કૂતરાને છૂટા કર્યાં. રથમાં પૈસાની છ થેલીઓ હતી તેની પરચુરણુ ચારામાં ઠાલવી. તે ગણી તા ૧,૧૭૩ રૂપિયા થયા. તે રૂપિયા પંચાયતે કબજે કર્યાં, અને તે કન્યાશાળામાં તથા ગામની ધર્મશાળાના મકાનના મ સમારકામ માટે બી. આ ઉપરાંત માતાની ધજાને નામે ગામેગામથી મળેલી ચુંદડીએ રથમાં હતી, તે લુગડાના પેાટલામાંથી છ મહિના સુધી ગરીબ લોકોને કપડું આપ્યા કર્યું. ઘણા લોકોએ ખવરાવ્યા કે શીતળાના રથ તેાડી નાંખ્યો છે અને કૂતરા ભગતને છૂટા મૂકયા છે, એટલે હવે તમે મરી જવાના, પણ કંઇ જ થયું નહિ. આમ અંધશ્રધ્ધા અને વહેમ સામે સફ્ળ લડત કરી. ગ્ ખાખરેચીની સીમમાં ફાટસર તળાવે ચુડેલને પાળીએ છે. આ સ્થળે જતાં લોકો ડરતાં હતાં. આ ખીકના માર્યાં જ સાતેક જણાં મરી ગયેલાં. આ બિહામણાં સ્થળે બૈરાં ચાલે નહીં. એવી લાકવાયકા હતી કે જો આ સ્થળેથી ભાતુ-રાટલા શાક લઇને જાય તે એ રોટલા લેાહી બની જાય. અનેક પરચાની બિહામણી વાતે પેઢી દર પેઢી ચાલ્યા કરે. ભુવાએ આને લાભ લઇને તમને ચુડેલ વળગી છે તેવા ઢોંગ કરે, લેાકાને લૂકે, ઉતાર કાઢે. લેાકામાંથી આ વહેમ કાઢી નાખવા ભવાનભાઇ, સરપંચ ભાજીભાઇ અને વશરામભાની ત્રિપુટિએ કમર કસી. ત્રણેય જણા કાદાળી, પાવડા, ત્રિકમ, સાંગડા લઇને ગામથી એક માઇલ છેકે, આ વહેમી પાળિયા પાસે ગયા. ચુડેલને કહ્યું કે તુ જો હાજરાહેજુર હોય તો આવી જા!' પણ કાણુ આવે? પછી પાળિયા ખાદી, ઉથલાવીને ફેંકી દીધો. એના પથ્થરની ઝીણી કાંકરી કરી નાંખી. ગામના ભુવા તે છક જ થઇ ગયા. માણસે કહે તમને કેમ ચુડેલ ન વળગી ? તમે જીવતા આવ્યા છેૢ જ અમરત છે. આમ તેમણે આ જગ્યા અંગેના વહેમ હંમેશ માટે કાઢી નાંખ્યું. 3 ખાખરેચી ગામના હરિભાઈ પ્રાગજી નામના એક ભા ખીમાર પડયા. તેની માતાએ ભુવાને તેડાવ્યો. ભુવો કહે કે ઘર અને એસરી વચ્ચે માતાનેા થડા એસાડા તા હરિભાઇ સાજા થાય. ઘર અને ઓસરી વચ્ચે માતાને થડે બેસાડયે. હરિભા સાજા તે થયા, પણ તેમને ધર છેડવુ પડ્યુ. જે ઘરમાં માતા એઢા હેય તે ધર વપરાય નહીં. નવુ ઘર ચણાવવું પડયું. ભુવાએ ભારે કરી. ભવાનભાઇની મંડળીએ રિભાષી ખૂબ સમજાવ્યા. છેવટે હરિભાઇએ તેમને કહ્યું કે “જો તમા” રામાં ત્રેવડ હોય તેા તમે જો તે કાઢી નાખો.” ભુવાએ તા કર્યું હતુ કે ધરમાં મહિષાસુર છે. પણ તેને આ ભાઓએ ગણુકાર્યાં નહીં. તે તે ત્રીકમ-પાવડા લઇને પહોંચી ગયા અને નાનું સરખું માટીનું માતાનું દે હતું તે તેાડી નાખ્યું. તેની ધા, શ્રીફળ, છતર વગેરે પંચાયતમાં લઇ આવ્યા, ઘર સાક્ થઇ ગયું. ભુવાએ ધર બંધ કરાવીને નકામુ બનાવ્યું હતું. તે ફરી ચાલુ કરાવ્યું. આથી એક ભુવા ખૂછ્ય ખીજાયે. તેણે મંત્રીને તેમના પર દાણા છાંટયા. તેમના કુટુ"
SR No.525946
Book TitlePrabuddha Jivan 1961 Year 22 Ank 17 to 24 and Year 23 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1961
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy