SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૨-૧ પ્રબુદ્ધ આમ જ્યારથી મુંબઈ રાજ્ય વિભાજિત થયું અને નવા મહારાષ્ટ્ર રાજ્યનો ઉદય થયા ત્યારથી શિવાજી મહારાજને પ્રજા સમક્ષ વધારે ને વધારે આગળ લાવવાની પ્રવૃત્તિ મહારાષ્ટ્ર રાજ્ય તરફથી ગતિમાન થઇ રહેલી માલુમ પડે છે. મહારાષ્ટ્ર રાજ્યની સ્થાપનાની, પ્રતાપગઢના કીલ્લા ઉપર શિવાજી મહારાજની ની અશ્વાઢ પ્રતિમા પ્રસ્થાપિત કરીને, ઉજવણી કરવામાં આવી હતી. ત્યાર પછી તાજેતરમાં પ્રજાસત્તાક દિનને ઉપર જણાવ્યું તે રીતે ઉજવવામાં આવેલ છે. નવા રાજ્યની સ્થાપના બાદ હવે સરકારી એફિસમાં લગભગ સર્વત્ર શિવાજી મહારાજની છતી મધ્યસ્થાને ગાઢવાયલી જોવામાં આવે છે. જે રાજ્યની સરકારના અગ્રગણ્ય પુરૂષોના દિલમાં જે મહાપુરૂષ વિષે ઉંડી આદરભકિત હાય તે મહાપુરૂષને તે રાજપુરૂષા શાસિત પ્રજા સમક્ષ આગળ ધરવા ઇચ્છે એ તદન સ્વાભાવિક છે, પણ આવી ઇચ્છા. જ્યારે એક રાજ્યવ્યાપી સધન આન્દોલનનું સ્વરૂપ ધારણ કરતી દેખાય છે ત્યારે આ સબંધમાં આજના અવસરે કાંઇક કહેવાનું પ્રાપ્ત થાય છે. આપણા વિશાળ રાષ્ટ્રમાં સ્થળે સ્થળે અને પ્રદેશે પ્રદેશે અનેક મહાપુરૂષ પેદા થયા છે અને આવા દરેક મહાપુરૂષે તપેાતાના સમયમાં દેશની કાઇને કાઇ સેવા અજાવી છે અને દેશને આગળ વધવામાં અથવા તો કઇ અનર્થ થી ખચવામાં મદદ કરી છે.. આમ છતાં આજે દેશની વિશિષ્ટ પરિસ્થિતિ ધ્યાનમાં લેતાં ત્રણ ખાખતના વિશિષ્ટ સમર્થનની અપેક્ષા રહે છે ઃ (૧) સમગ્ર દેશ વિષે એકતા અને સગર્જુનની ભાવના વધે અને દિનપ્રતિદિન વધતી જતી અન્તત ભંગાણુની સ્થિતિ અટકે, (૨) કામી એકતાની ભાવના વધે—ખાસ કરીને હિન્દુ મુસલમાન વચ્ચેની અને કામી ભેદભાવ ખને તેટલા નાબૂદ થાય, (૩) અહિંસા તરફ્ લેાકમાનસ વધારે ને વધારે ઢળે અને હિંસાથી લોકમાનસ વધારે ને વધારે પાછુ કરે. આ ત્રણ અપેક્ષાઓને પોષે એવા વ્યક્તિવિશેષને આપણે પ્રજા સમક્ષ વધારે ને વધારે આગળ ધરીએ અને એ અપેક્ષાએ જેમાં આપણને પૂરતા પ્રમાણમાં સમર્થિત થતી નથી એમ લાગે તેવા વ્યક્તિવિશેષને આપણે ગૌણસ્થાન આપીએ. આ રીતે આપણા દેશના મહાપુરૂષને આપણે વિચાર કરવે બર્ટ છે; આ જ રીતે આપણે રાણા પ્રતાપ, ગુરૂ નાનક, છત્રપતિ શિવજી મહારાજ કે એવા કોઇ વ્યક્તિવિશેષના વિવેક કરવા ધટે છે. રણુા પ્રતાપ ગમે તેટલા મોટા દેશભકત લેખાતા હોય તે પશુ આજે આપણે તેમને ભારતના સર્વોચ્ચ દેવતાનું સ્થાન આપી નહિ શકીએ. કારણ કે એ વ્યકિતના ચરિત્ર સાથે હિંદુ મુસલમાનનુ ઘણુ જોડાયેલુ હતું, અને અહિંસાની અદ્યતન વિચારસરણાંને તેમના જીવનમાં કોઇ સ્થાન ન હતું. ગુરૂ નાનક વિષે પણ આમ જ વિચારવું રહ્યુ. અને છત્રપતિ શિવાજી મહારાજ વિષે વિચાર કરતાં તેમના જીવનની એ વિશેષતાએ જ મુખ્યપણે આપણા મન ઉપર આગળ આવે છે. (૧) હિંદુજાતિને અને હિંદુ ધર્મ તે તેમણે ઇસ્લામની પકડમાંથી બચાવ્યા, (૨) ભારત આખામાં જામેલી મેાગલ સત્તાને તેમણે પડકારી અને સ્વતંત્ર રાજ્ય સ્થાપ્યું. શિવાજી મહારાજ વિષે કલ્પના કરીને તેમનામાં અનેક ગુણો અને વિકૃતિઓના આરેાપ કરી શકાય છે અને ભારતમાં કોઈ કાળે હતી નહિં અને હશે નહિ એવી એક અનન્ય વ્યક્તિ તરીકે તેમને વવી શકાય છે અને તે રીતે મહારાષ્ટ્રના પ્રમુખ મહાપુરુષ તરીકે તેમની પૂજા કરી યા. કરાવી શકાય છે, પણ તેમના સમગ્ર જીવનમાંથી જે સાર નીકળે છે તે ઉપરના એ મુદ્દા આસપાસ વીંટળાયેલા છે અને આ બે મુદ્દાઓને ભારતની અદ્ય જીવન ૧૮૯ તન વાસ્તવિક પરિસ્થિતિ સાથે કોઇ પ્રત્યક્ષ સંબંધ નથી. આ ધેારણે વિચારતાં, છત્રપતિ (શવાજી મહારાજની મહારાષ્ટ્ર રાજ્ય તરફથી જે મેટા પાયા ઉપર પુજા ચાલી રહી છે તેમાં અતિરેક તેમ અનૌચિત્યના ભાસ થાય છે. વસ્તુતઃ પૂર્વકાળમાં થઇ ગયેલ કોઇ પણ મહાન વ્યકિત આજનું ભારત કે જેમાં રાજકારણુ વધારે ગાઢપણે સકળાયેલુ છે તેની વિશિષ્ઠ પરિસ્થિતિના ચોગામાં પૂજા સ્થાને બેસાડવા માટે સપૂણૅયોગ્યતા ધરાવતી માલુમ નહિ પડે. આ માટે તે આધુનિક કાળના મહાપુરૂ તરફ જ દ્રષ્ટિ દેડાવવાની રહે અને એ રીતે જોતાં આપણી નજર લેાકમાન્ય તિલક કે મહાત્મા ગાંધી ઉપર જ રવી ઘટે. લેાકમાન્ય તિલક અદ્યત્તન મહારાષ્ટ્રના ખરા પિતા છે, સર્વમાન્ય સર્વવન્ધ રાષ્ટ્રપુરૂષ છે, અને અદ્યતન ભારતના ધડતરમાં તેમને અતિ મહત્વને કાળા છે. આવી વિભૂતિને બાજુએ રાખીને શિવાજી મહારાજને જ્યારે આટલું બધુ પ્રાધાન્ય આપવામાં આવે છે ત્યારે તે પાછળ, આજના મહારાતે જે જાણે છે તેના માં ઉપર, બ્રાહ્મણ વિરૂદ્ધ મરાઠા કેમના પ્રભુત્ત્વને વધારે વેગ આપવાના આશય હાય એવી કાંઇક છાયા ઉભી થાય છે. મહારાષ્ટ્રની સાંસ્કૃતિક એકતા અને ઘડતરની દૃષ્ટિએ આવી છાયા ઇચ્છવાચેાગ્ય નથી, કલ્યાણકર નથી. આ ઉપરાંત શિવાજી મહારાજને આ રીતે સર્વોત્કૃષ્ટ સ્થાન આપવામાં અને તેમની પ્રાભક્તિને આટલા બધા વેગ આપવામાં એક પ્રકારના ભય અને જોખમ પણ રહેલાં જ છે. આ તરફ શાસક તેમ જ શાસિત વનું ધ્યાન ખેંચવુ આજના સંદર્ભોમાં અતિ જરૂરી લાગે છે. આજે સદ્ભાગ્યે હિંદુ અને મુસલમાને વચ્ચે તરતમાં ચિંતા કરાવે એવા કાઇ સંધષ નથી. પણ એ ભારેલા અગ્નિ માક સુપ્ત પડેલે છે. આ હકીકતની કાથી ઉપેક્ષા થઇ ન જ શકે. વળી આજે કેન્દ્ર સાથે તદ્દીન રાજ્યેાનું જોડાણ છે, રણુ દરેક રાજ્યમાં જે પ્રકારનું વાતાવરણ જામતું દેખાય છે તે જોતાં કાઈ પણ રાજ્યમાં કેન્દ્રથી અલગ થવાની વૃત્તિ પેદા થવાની પૂરી શકયતા છે. આપણા દેશની આ ચોક્કસ પરિસ્થિતિની કાથી ઉપેક્ષા થઇ શકે તેમ નથી. મહારાષ્ટ્રમાં આજે કોંગ્રેસી રાજ્યતંત્ર છે અને આ કોંગ્રેસી રાજ્યપુરુષા કેન્દ્ર વિષે નિષ્ઠાવાળા છે અને કેન્દ્ર સાથે ગાઢ સબંધ ધરાવે છે. પણ મહારાષ્ટ્રમાં આવી પરિસ્થિતિ કાયમ રહેશે એમ એકાન્તપણે કહી ન જ શકાય. આવી અસ્થિર પરિસ્થિતિમાં એ ધ્યાનમાં લેવું ઘટે છે કે હિન્દુમુસલમાનના અથવા અન્ય એવા કામી પ્રશ્ન ઉપર અથવા તે રાજ્યોની સ્વાયત્તતા અને સ્વાધીનતાના પ્રશ્ન ઉપર દેશની એકતાને જર્જરિત કરવા-નાબુદ કરવા-ઈચ્છતા પ્રત્યાધાતી બળાને શિવાજી મહારાજની આ પૂજાપ્રભાવના-આ શિવાજી કટ– ખૂબ સહાયક નીવડવાના છે, અને આવાં ખળાના હાથે શિવાજી મહારાજની આજે ચોતરફ વધારવામાં આવતી પૂજા-પ્રતિાના પૂરા દુરૂપયોગ થવાને સભવ છે. જેના દિલમાં દેશની એકતા અને અખંડિતતાની કોઇ ખેવના નથી, જેના દિલમાં પેાતાનુ રાજ્ય અને પોતાના માનેલા ધર્મ સપ્રદાય એથી આગળ જોવાની કાઇ ઈચ્છા નથી, તેના માટે આ બાબત અંગે વિચારવાને કાઇ સવાલ જ નથી. પણ જેનુ દિલ ભારતની એકતાને વરેલું છે, અને અખંડિતતાને ઝંખે છે અને જેના દિલને કોઇ સપ્રદાયભેદ સ્પર્શતા નથી તેણે આ ખાબત ઊંડાણથી વિચારવાની રહે છે. આજની પ્રાન્તવાદી તમન્નામાં આપણે ભલે દોડયા જઇએ અથવા તે આપણને અન્ય સાથે દોડવાની કરજ પડે, પણ શાંત અને સ્વસ્થ ભાવે વિચારતાં લાગે છે કે પ્રસ્તુત બાબતમાં મહારાષ્ટ્રના આગેવાને કાંઇક દીદિષ્ટના અભાવ દાખવી રહ્યા છે. અને કોઇ નવા જોખમને કદાચ નોતરી રહ્યા છે. ભગવાન તેમને સન્મતિ આપે। અને ભૂલ જેવું લાગે ત્યાંથી પાછા કરવાની તાકાત આપા!
SR No.525946
Book TitlePrabuddha Jivan 1961 Year 22 Ank 17 to 24 and Year 23 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1961
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy