________________
૧૫૮
પ્રાપ્તિ ખાતર એકની હયાતીમાં તેમણે બીજાં લગ્ન કર્યું. ત્યારબાદ પહેલી પત્નીએ પુત્રને જન્મ આપ્યો. નવી ઓ વન્ધ્યા જ રહી. બે બૈરી સાથેના સંસારના કલેશકંકાસ જોષીના ભવિષ્યન મુજબ ચાલવાના પરિણામરૂપ તેણે નફો તારવ્યો.
જોષીઓના ભવિષ્યકથનની અવિશ્વસનીયતા દાખવતા જાત અનુભવના કેટલાક દાખલા ટાંકીને તેઓ આગળ ચાલતાં જણાવે છે કે “વળી ૫૦૦ થી ૬૦૦ જેટલા ભારતના ભૂતપૂર્વ રાજવીઓ એક વખત પાતાની રાજ્યસત્તા ચિરકાળ પર્યન્ત ટકી રહેવાની છે એમ માનતા હતા. જોષીઓના આ રાજવીએ સૌથી મોટા ગ્રાહક હતા. કેટલાક જાણીતા રાજ્યદરબારમાં પડયા પાથર્યા રહેતા હતા. ૧૯૪૭ ના ઑગસ્ટ માસની ૧૫ મી તારીખ પહેલાં આ જોષીએમાંથી કોઈએ પણ રાજવીઓની રાજ્યસત્તાના પછીનાં વર્ષ દરમિયાન એકાએક અન્ત આવવાના છે એવી આગાહી કર્યાનું સાંભળવામાં આવ્યું નહોતું. એમ છતાં પછીના એક વર્ષના ગાળામાં એ બધાં રાજ્યા. વિશાળ ભારતમાં એવી રીતે વિલીન થઈ ગયાં કે એ પુરાણાં રાજ્યોની મૂળ સરહદ આજે કોઈ નકકી કરવા માગે તો પણ તે કાર્ય હવે અશકયવત બની ગયું છે. આ બધા દાખ લાઓ જોષીઓ અને તેમનું શાસ્ત્ર જરાપણ આધાર રાખવા લાયક નથી એમ સચાટપણે પુરવાર કરે છે.
તેઓ પોતાના એજ પત્રમાં આખી ચર્ચાના સાર તારવતાં જણાવે છે કે “ આ બધી આગાહીઓ રાશિઓમાં ગ્રહોની અમુક સયે અમુક સ્થિતિ ઉપરથી કરવામાં આવે છે એમ જોષીઆ જણાવતા હાય છે. ગ્રહો પાતાના નિયમ પ્રમાણે આકાશમાં ફર્યા કરે છે, પણ તેમના હલનચલનની આપણી પૃથ્વી ઉપર વસતા માનવીઆના સુખદુ:ખ, આરોગ્ય—અનારોગ્ય, ઐશ્વર્ય---અનૈશ્વર્ય ઉપર કશી પણ અસર થતી હોય એમ માનવાને કોઈ પણ કારણ નથી. આ બધું જોષીઓએ જોતિષશાસ્ત્રના નામે લોકોને ભરમાવવા માટે ઉભું કરેલું એક મોટું નુત—ભ્રમજાળ છે અને તે પાછળ વહેમ અને અજ્ઞાનથી ભરમાઈને લોકો પાતાની જાતને ઘણું નુકસાન કરે છે.” આમ જણાવીને આ સંબંધમાં મારા વિચારો અને મારા મનનું વલણ પ્રબુધ્ધ જીવનમાં પ્રગટ કરવા આ મિત્ર મને અનુરોધ કરે છે.
• જોષીઓની આગાહીઓ અને લોકોની તે પાછળની ઘેલછા સંબંધમાં મારા મિત્રના ઉપર જણાવેલા વલણ સાથે હું મોટા ભાગે મળતો થતો હોઈને તે અંગે મને કાંઈ વિશેષ કહેવાનું પ્રાપ્ત થતું નથી, એમ છતાં સ્પષ્ટતા ખાતર થાડા વિચારો અહીં રજુ કરૂ ત તે અસ્થાને નહિ ગણાય.
જ્યોતિષશાસ્ત્રના બે વિભાગ છે. એક ખગેાળ--Astronomy, બીજાં લાદેશ બતાવતું શાસ્ત્ર—Astrology. જેમાં તારા, ગ્રહ, નક્ષત્ર, રાશિ,નિહારિકા વગેરે આકાશી પદાર્થોની રચના, સ્થિતિ, ગતિ વગેરેની સમજાતી અને ગણિત આપવામાં આવ્યું હોય તે ખગોળશાસ્ત્ર. ખગાળ એટલે વિશ્વની ભૂગાળ. સમગ્ર વિશ્વની રચના અને તેને લગતા નિયમાનું વૈજ્ઞાનિક સંશાધન એ ખગાળશાસ્ત્રના વિષય છે.
ખુ જીવન
તા. ૧૬-૧૨-૬૧
અમુક માનવીના જન્મ સમયે ઉપર જણાવેલ બાર રાશિઓમાં અથવા તો અઠ્ઠાવીશ નક્ષત્રામાં જે સ્થાન ઉપર હોય છે તે ઉપરથી તેના જીવન દરમિયાન નીપજનારી સારી માડી ઘટનાઓની આગાહી થઈ શકે છે. આ માન્યતા ઉપર લજ્યોતિષના વિભાગ રચાયલા છે. જ્યોતિષશાસ્ત્રના બે વિભાગ--ખગાળ અને લજ્યોતિષ-સંબંધ મારી આવી કાંઈક સમજાતી છે.
આ જ્યોતિષશાસ્ત્રના મને કોઈ અભ્યાસ નથી. તેથી તેના તથ્યાતથ્ય વિષે કશું પણ ચોક્કસપણે કહેવાની સ્થિતિમાં હું નથી, પણ આ શાસ્ત્રમાં રસ ધરાવતી કેટલીક વ્યકિતઓને હું ઠીક ઠીક જાણું છું. તેમની સાથેની વાતા ઉપરથી તેમજ પોતાનું ભવિષ્ય જાણવાની ઘેલછા ધરાવતા લોકોની જે પ્રકારની મેં મનોદશા જોઈ છે તે ઉપરથી મારા મનમાં નીચે મુજબ કેટલાક ખ્યાલા બંધાયા છે:
જોષીઓનાં ભવિષ્યકથના અનેકવાર ખાટાં પડતાં મે અનુ ભવ્યાં છે. આના ખુલાસામાં જ્યોતિષશાસ્ત્રના સમર્થકો એમ જણાવતા હાય છે કે, જ્યોતિષશાસ્ત્ર તે બે ને બે ચાર જેટલું સાચું અને વૈજ્ઞાનિક છે, પણ આજના જોષીઓનું જ્ઞાન અધૂરું હોય છે, અથવા કુંડલી ખોટી હોય છે, અથવા તે જન્મસમય પળવિપળની શક્કસાઈ વિનાના એટલે કે જોઈએ તેટલે સાચા નોંધાયા હતા નથી. જ્યોતિષશાસ્ત્રના આધારે કરવામાં આવેલાં ભવિષ્યકથને આમાંના કોઈ પણ એક કારણે સાચાં પડતાં નથી. આ જે હા તે હા. પણ આજ સુધીના અનુભવ ઉપરથી માલુમ પડયું છે કે આ જોષીએની આગાહીએ ઘણા મોટા ભાગે વિશ્વસનીય હોતી નથી અને તેના આધારે ચાલવા જતાં પાયા વિનાની આશા નિરાશા પેદા થવા અને સરવાળે વધારે દુ:ખી થવાનો સંભવ છે. આટલી વાત નિર્વિવાદ છે.
હવે જે આકાશ આપણે જોઈએ છીએ તે બાર ભાગમાં વર્લ્ડ ચવામાં આવે છે જેને બાર રાશિના નામથી ઓળખવામાં આવે છે. આ ઉપરાંત આકાશની રચનાનું નક્ષત્રની દૃષ્ટિએ પણ વિભાજન કરવામાં આવે છે અને તે એ રીતે કે આકાશના મધ્ય ભાગની પટ્ટી આસપાસ એક પછી એક એમ અઠ્ઠાવીશ તારામંડળેા ગોઠવાયલા છે, તેને નક્ષત્રમંડળ કહેવામાં આવે છે. આ રાશિઓ અથવા નક્ષત્રોના ક્રમ એકની પાછળ અન્ય એમ એકસરખા સ્થિર છે અને રાત્રીને વખતે ફરતા દેખાતા આકાશના ધુમ્મટમાં આ રાશિઓ અથવા નક્ષત્રોને નિયત ક્રમમાં આપણે નરી આંખેં તારવી શકીએ છીએ. કહેવાતા નવ ગ્રહો સતત ગતિમાન હોય છે અને આ રાશિઓ અથવા નક્ષત્રો વચ્ચે થઈને તેઓ વિચરે છે અને સમયે સમયે
તેમનું સ્થાન બદલાતું રહે છે. આ ગ્રહોની માનવજાતના જીવન ઉપર ગંભીર અસર પડે છે અને તેથી અમુક ગ્રહોની અમુક સમયે
અમુક સ્થિતિ ઉપરથી આપણી પૃથ્વી ઉપર બનનારી ઘટનાઓની આગાહી થઈ શકે છે. આ ઉપરાંત આ ગતિમાન ગ્રહ કોઈ પણ
ગ્રહાની માનવી જીવન ઉપર કોઈ પણ પ્રકારની અસર થતી નથી એમ હું એકાન્તપણે નહિ કહું, કારણકે એ બાબત મારા પરિમિત જ્ઞાનની બહારના વિષય છે. પણ જે આવી અસરમાં શ્રદ્ધાપૂર્વક માને છે તેમને મારું નમ્ર નિવેદન છે કે ગ્રહોનું હલનચલન અને માનવ જીવનનાં સુખ દુ:ખ-એ બે વચ્ચે કાર્યકારણના સંબંધ શી રીતે અને શા માટે હોય—તે મારી કલ્પનામાં આવતું
નથી.
ભવિષ્ય જાણવાની ઘેલછા વાસ્તવિકતાને યથાસ્વરૂપે સમજવા અંગે માણસમાં ઉદાસીનતા પ્રેરે છે, વર્તમાન વિષે તેને બીનજવાબદાર બનાવે છે, અને પુરુષાર્થની વૃતિને હણે છે. વિના આયાસે કોઈ કર્મકાંડથી, જંતરમન્તરથી, દોરાધાગાથી પોતાનું કેમ સારું થાય, પોતાને કેમ મોટા લાભ થાય એ વૃત્તિ માણસના ચિત્ત ઉપર સવાર થઈ બેસે છે. એના પરિણામે એક બાજા અંધશ્રદ્ધા, અને વહેમ અને ભાગ્યલક્ષિતાને ઉત્તેજન મળે છે; બીજી બાજુએ ઢોંગી. દંભી અને ધૂર્ત લોકો માનવીમાં રહેલી આ નબળાઈનો પૂરો લાભ ઉઠાવે છે.
આ કારણે જ્યાતિષ અને જોષીઓમાં કોઈ સત્યાંશ હોય તે પણ તે તરફ મને કદિ કશું આકર્ષણ થયું નથી. એ વિષયમાં આગળ વધેલાઓને મે વધારે ને વધારે વહેમી બનતા જતા અને આશાને કોઈ કારણ ન હોય એવી પરિસ્થિતિમાં આશા ધારણ કરીને સદા છેતરાતા જોયા છે, અને નિરાશાની પછાડો ખાવા છતાં જ્યાતિષની પાછળ સદા ભ્રમિત થતા રહેતા મેં જાણ્યા છે. આવા અવલાકન અને અનુભવના પરિણામે, શાનની એ દિશાનું બારણુ ઉઘાડવાનો મે કદિ વિચાર કર્યો નથી, એવી ઈચ્છામે અનુભવી નથી. મારું ભવિષ્ય હું નથી જાણતો એ અંગે મેં કદિ અસં તેષ અનુભવ્યો નથી. ઉલટું મે તે અજ્ઞાનને આશીર્વાદ સમાન લેખેલ છે, કારણકે તે અજ્ઞાનના કારણે અવિશ્વસનીય આગાહી આની પકડમાંથી હું બચી જાઉં છું અને વર્તમાન ઉપર મારા ચિત્તને હું પૂરેપૂરૂ કેન્દ્રિત કરી શકું છું અને તે દ્વારા ભવિષ્યની જે ઝાંખ થાય તો સ્વીકારવા, તેને સુધારવા અને તેમાં રહેલી પ્રતિકૂળતાને પહોંચી વળવા માટે મારા મનને હું પૂરેપૂરૂ તૈયાર કરી શકું છું.
મારા મનનું વલણ આ પ્રકારનું હાઈને જ્યારે આપણા સમા જના મોટા લેખાતા માણસાને—બીજી રીતે અત્યન્ત બુદ્ધિશાળી અને કાર્યકુશળ માણસાને—જોષીએ પાસેથી પેાતાનું ભવિષ્ય જાણવા માટે ક્લાકના ક્લાક ગાળતા હું દેખું છું અને તેના ભવિષ્યકથન ઉપર