________________
REGD. No. B-4266 વાંક લવાજમ રૂા. ૪
प्रजुद्ध भवन
શ્રી મૃખઇ, જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર છૂટક નકલ: ૨૦ નયા પૈસા
* પ્રબુદ્ધ જૈન ’નું નવસંસ્કરણ વર્ષ ૨૩: અંક ૧
મુંબઇ, ડિસેમ્બર ૧૬, ૧૯૬૧, શનિવાર આફ્રિકા માટૅ શિલિંગ ૮
તંત્રીઃ પરમાનંદકુંવરજી કાપડિયા
આગાહી એની પાકળ તા,
જ્યોતિષીઓની ખોટી પડતી આગાહીઓ તરફ ધ્યાન ખેંચતા પત્રદ્રારા એક મિત્ર જણાવે છે કે “ઈટાલીના પેલા ભારે જગવિખ્યાત એવા જ્યોતિષીઓએ વિશ્વના ચેકમાં જોરશેારથી જાહેરાત કરી હતી કે અમુક દિવસે આ દુનિયાનો એટલે કે આપણી પૃથ્વીના ચોક્કસ પ્રલય થવાના છે અને એ થનાર પ્રલયથી પાતે બચી જશે એમ ધારીને અમુક ભાઈઓ એક પર્વતની ટોંચ ઉપર જઈને બેઠા હતા. ભારતમાં તેમજ અન્યત્ર વસતા કેટલાય લોકો આ આગાહીથી ભારે ચિન્તામાં પડયા હતા અને અનેક સ્થળે દેવદેવીઓના પૂજાપાઠ અને યજ્ઞયાગાદિ તેમ જ સામુદાયિક પ્રાર્થનાઓ યોજવામાં આવી હતી. વળી ભારત બહારની એક વ્યકિતએ એ પ્રલયનું દષ્ય પોતે જોઈ નહિ શકે એમ સમજીને એ દિવસ પહેલાં જ પોતાના જીવનના અન્ત આણ્યો હતો.” અલબત્ત એ દિવસ તે આવ્યા અને ગયા, પણ આવા કોઈ પ્રલયના આપણે ભાગ બન્યા નથી એ જણાવવાની જરૂર છે જ નહિ,
તેઓ આગળ ચાલતાં જણાવે છે કે “જાણીતા શિખ નેતા માસ્તર તારાસિંગે ઑગસ્ટ માસની ૧૫ મી તારીખે પંજાબી સુબા ન મળે ત્યાં સુધી મરણાન્તની કલ્પનાપૂર્વક અનિયત મુદતના ઉપવાસ શરૂ કર્યા હતા. આ ઉપવાસ સંબંધમાં ભારત સરકાર શું કરશે અને આ ઉપવાસના કયારે અન્ત આવશે એ વિષે પ્રજાજનોમાં જાતજાતની અટકળા ચાલતી હતી. આ દરમિયાન તા. ૨૪-૮-૬૧ ના ‘મુંબઈ સમાચાર ’માં શ્રી રમણલાલ સી. સરૈયાનેા નીચે મુજબના એક પત્ર પ્રગટ થયા હતા :
‘આજકાલ અખબારોમાં અને પુસ્તકોમાં પંડિત, જ્યોતિષીઓ, અને ગણીતશાસ્ત્રીઓ દેશ અને પરદેશની પરિસ્થિતિ વિષે આગાહીઓ કરે છે. આમાંની કેટલીક આગાહીઓ ભડકાવનારી -હાય છે અને લગભગ બધી જ ખોટી ઠરે છે.
‘માસ્તર તારાસિંગના ઉપવાસ અને પંજાબી સુબાની રચના વિષે કોઈ જ્યોતિષી સાચી આગાહી કરીને પુરવાર કરી આપે કે તેમનું આ શાસ્ત્ર સાચું છે. આ બાબત સુરતમાં જ સાબીત થઈ શકે તેમ છે. જો આ પ્રશ્ન અંગે કોઈ પંડિત સાચી આગાહી ન કરી શકે તે પછી આ શાસ્ત્ર વિષે શું સમજવું એ સૌ કોઈ સમજી શકશે. '
“આ પછી મુંબઈ સમાચારમાં તેમજ અન્ય દૈનિક પત્રામાં માસ્તર તારાસિંગના ઉપવાસ અંગે આગાહીં પ્રગટ થવા માંડી હતી. કોઈએ સપ્ટેંબર માસની પહેલી તારીખ, કોઈએ ચોથી તારીખ, કોઈએ આઠમી અને કોઈએ નવમી યા અગિયારમી સુધીમાં આ ઉપવાસા બંધ થવાની આગાહી કરી હતી. એ તો બધી ખોટી પડી. પછી વળી બીજા કોઈ એક ભાઈ આગળ આવ્યા અને જાતજાતની ગણતરી કરીને સપ્ટેંબરની ૨૪ તારીખ અથવા તે પહેલાં આ ઉપવાસના ચોક્કસ અન્ત આવવા જ જોઈએ. એમ મક્કમપણે જાહેરાત કરી, પણ આ જાહેરાત પણ ખોટી પડી અને
અવિશ્વસનીયતા
પછી જે દિવસની કોઈએ આગાહી નહિ કરેલી તે એકટોબર માસની પહેલી તારીખે આ ઉપવાસનો એકાએક અન્ય આવ્યો. આમ બન્યું એટલે એક વાચતુર જોષીએ એમ બહાર પાડયું કે માસ્તર તારાસિંગની જન્મકુંડળી અમને મળી હોત તો અમે સાચી આગાહી કરી શકયા હોત. આમ છેવટે કુંડળીનું બહાનું કાઢીને અથવા તો કુંડળી મળી હોત તો તે જોઈએ એટલી સાચી નહોતી એમ કહીને જોષીએ છટકી જાય છે અને લોકો એની પાછળ ભવિષ્ય જાણવાની ઘેલછામાં ભટકતા રહે છે.”
ત્યારબાદ આ મિત્ર કેટલાક કિસ્સાઓ ટાંકે છે જેમાં જોષીઆની આગાહી ઉપર આધાર રાખીને ચાલવા જતા અમુક વ્યકિતએ જી ંદગીમાં ભારે પછાડ ખાધી છે અથવા તો અન્ય કોઈ વ્યકિત સંબંધમાં ઈષ્ટ યોગ ઊભા થતા અટકી ગયો છે. દા. ત. એક મિત્રને સામાજિક ક્ષેત્રે સારી સફળતા મળ્યા બાદ રાજકીય ક્ષેત્રમાં ઝંપલાવવાનું તેને મન થયું. કોઈ એક જોષીની તેણે સલાહ લીધી અને તેમાં તેને સફળતા મળવાની તે જોષીએ પૂરી ખાત્રી આપી. એટલે ધારાસભામાં ચુંટાવા માટે તેણે ઉમેદવારી કરી. તેમાં તો તે નિષ્ફળ ગયા, એટલું જ નહિ પણ, સામાજિક ક્ષેત્રે પણ : ખુબ પાછા પડી ગયા. પાડોશી કુટુંબની એક કન્યાને બહુ જ સારું ઠેકાણુ મળતું હતું. જોષીએ ૨૭ મે વર્ષે એ કન્યાને ધાત છે તે વય વટાવ્યા બાદ વિવાહ સંબંધ કરવાની સલાહ આપી. ૨૭ વર્ષ થવાની રાહમાં આ કન્યા રખડી પડી.
એક પરિચિત વ્યકિતની પત્ની બીમાર પડી. વ્યાધિ વધતે ચાલ્યો. જોષીએ જોષ જોઈને તે લાંબું નહિ જીવે એમ ભવિષ્ય ભાખ્યું. જીવનથી હારી બેઠેલી પત્નીએ પોતાના પતિનું શું થશે એ ચિન્તામાં તેના જીવતાં જીવત અન્ય કોઈ કુંવારી કન્યા સાથે લગ્ન કરવા પોતાના પતિને આગ્રહ કર્યો. નબળા મનના પતિએ લગ્ન કર્યું. માંદી પત્ની સાજી થઈ અને બે બૈરીવાળા ઘરસંસારના ભાગ થઈ પડી.
એક મિત્રના માથે અનેક આર્થિક આફતો ઝઝૂમી રહી હતી. અમુક સમયે આ બધી મુંઝવણામાંથી તેના છુટકારો થશે એવી અમુક જોષીએ તેમને ખાત્રી આપેલી. એ સમય આવતાં તેની આર્થિક પરિસ્થિતિ તા એવી ને એવી ચાલુ રહી, પણ મોટર સાથે અથડામણમાં આવતાં તેના ઐહિક જીવનના એકાએક અન્ય આવ્યો.
એક મિત્ર જ્યોતિષના મેાટા અભ્યાસી, તેઆ અંગત બાબતો વિષે અવારનવાર જ્યોતિષશાસ્ત્રમાં જોયા કરે. તે લાંબી માંદગીમાં સપડાયા. આવી માંદગીમાં જ્યોતિષના આધારે પોતાની આવરદા ઘણી લાંબી છે એમ તેઓ માન્યા કરે. ગમે તેવી પ્રતિકળ તબિયતમાં પણ તેમને પોતાનું મૃત્યુ નજીકના ભવિષ્યમાં દેખાય નહિ, એમ છતાં એક દિવસે સવારના આંખના પલકારામાં તેમણે છેવટની વિદાય લઈ લીધી.
એક સજ્જનને પુત્રપ્રાપ્તિની ઘણી ઝંખના, જોષીઓએ કહેલું કે વર્તમાન પત્નીના નસીબમાં સંતાનને કોઈ યોગ નથી. પુત્ર