SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ 20 ૫ ભાઈ અમને બોલાવવા આવ્યા અને તેમની પાછળ જવાની સૂચના કરીને તેઓ મારતે ઘોડે આગળ ચાલ્યા. પણ ટુરીસ્ટ હોટેલના કમ્પાઉન્ડ આગળ. તેમના ઘેાડાએ કોઈ પથ્થર સાથે ઠોકર ખાધી અને ભગુભાઈ ઘોડા ઉપરથી એકાએક ઉછળીને નીચે પડયા. આ જોતાં અમે સૌ બે ક્ષણ સ્તબ્ધ બની ગયા અને તેમને કેવા માર પડયો હશે તેની ચિન્તાએ અમારા ચિત્તને ઘેરી લીધું. પણ ભગુભાઈ like a brave soldier—એક બહાદુર સૈનિક માફક—પડયા એવા જ ઊભા થયા અને પેાતાને કયાં વાગ્યું, કેટલું વાગ્યું તેની કશી પણ પરવા કર્યા સિવાય કોણે ક્યાં રહેવું તે નકકી કરવા માટે આમ તેમ ઘુમવા લાગ્યા અને બધા માટેની ગેાઠવણ નકકી કરીને પછી તેઓ ખાટલે સુતા. તેમને માર સખત વાગેલા, જમીન સાથે પટકાવાને લીધે અને ઘસાવાને લીધે તેઓ જ્યાં ત્યાં ઘાયલ થયેલા. આ ઉપરાંત હાડકાને કોઈ ગંભીર ઈજા તા થઈ નહિ હોયને— એ. અમારી ચિત્તાના સૌથી મોટો વિષય બન્યો. આખા શરીરે બ્રાંડી ઘસ્યું, ઘા ઉપર મર્ક્યુરી ક્રોમ લગાડયું, ડાકટરને બાલાવ્યા. ડાકટરે બધું તપાસીને જણાવ્યું કે માર સખત વાગ્યા છે, પણ હાડકાને કોઈ ગંભીર ઈજા થઈ નથી. આ જાણીને અમારો જીવ હેઠો બેઠો. ડાકટરની સૂચના મુજબ જરૂરી બધા ઉપચાર કર્યા અને ચોવીશ કલાકમાં તેઓ લગભગ ફરતાહરતા થઈ ગયા. આમ અણધારી આફતના અણધારી ઝડપથી સુખદ અન્ત આવ્યો. ગુલમર્ગની ઊંચાઈ સાડા આઠ હજાર ફૂટ હોઈને અહીં અમને સારી ટાઢનો અનુભવ થયો. શ્રીનગરમાં ઉનાળા જેવી જ ગરમી હતી. અહિં પોષ માસની કડકડતી ટાઢનો અનુભવ થતો હતો. 'આ ઠંડી શરીરને કંપાવતી છતાં અન્તરને મીઠી લાગતી હતી. અહિં અમે સઘન શિયાળા જેવી રાત પસાર કરી. સવારે નિત્યકર્મ અને નાસ્તાથી પરવારીને અહિંથી સાડાત્રણ માઈલ દૂર ચાલુ ચઢાણના માર્ગે આવેલા ખીલનમર્ગ જવા અમે તૈયાર થયા. દરેક પતિપોતાના ટ્ુ ઉપર સવાર થયા અને અમારો રસાલો આગળ ચાલ્યા. આગલી રાત્રે સારા પ્રમાણમાં વરસાદ આવેલા એટલે રસ્તે જ્યાં ત્યાં કીચડની જમાવટ થઈ હતી. આમ છતાં પહાડી ટટ્ટ આ મકકમ પગલે અમને ઊંચે ને ઊંચે લઈ જઈ રહ્યા હતા. દશેક વાગ્યે ખીલનમર્ગ પ્હોંચ્યા. આ સ્થળની ઊંચાઈ સાડાનવથી દશ હજાર ફીટ છે. અહીં નાનું સરખું એરોડ્રોમ થઈ શકે એવું વિશાળ મેદાન છે. એક વખત જોયા પછી ન ભૂલાય એવું અહિંનું દ્રષ્ય છે: અહિંથી આગળ ગ્લેશિયર તરફ જવાય છે, પણ અમારે આટલાથી જ સંતોષ માનવાના હતા. અહીં કલાક દોઢ કલાક આનંદવિનોદમાં અને ચાપાણી નાસ્તામાં પસાર કરી અમે ગુલમર્ગ પાછા ફર્યા. ત્યાં ભાજન કરીને નીકળ્યા, સાંજના સમયે ટેનમર્ગ આવ્યા અને અંધારૂ થાય તે પહેલાં શ્રીનગર ડાલ લેકે આવી પહોંચ્યા. પ્રબુદ્ધ જીવ વડે વીંધી નાખવામાં આવ્યા હતા. તેમની શહીદીને ચિરસ્મરણીય બનાવવાના હેતુથી તેમના માનમાં ઉપર જણાવી તે સ્મરણશિલા ઊભી કરવામાં આવી હતી. અમે બધાં અહિં આવીને ઊભા અને આ શહીદને મસ્તક નમાવીને દિલની અંજલિ અર્પણ કરી. પછીનો દિવસ અમે શ્રીનગરમાં ફરવામાં અને ખરીદી કરવા પાછળ ગાળ્યો. પછીના દિવસે બસમાં ગાઠવાઈને અમે બારામુલ્લા પહોંચ્યા. અહિં નરકેસરી શેરવાણીની સ્મરણશિલા છે. આ શેરવાણી આ બાજુના જાણીતા કોંગ્રેસી કાર્યકર્તા હતા. દેશને આઝાદી મળ્યા દાદ અને દેશના ભાગલા થયા બાદ પાકિસ્તાને આ બાજુ એથી શ્મીર ઉપર ચઢાઈ કરી હતી. પાકિસ્તાની લશ્કર અહિં સુધી ાવી પહોંચ્યું હતું અને શ્રીનગર ઉપર ધસારો કરવા માંગતું હતું. ॥ શેરવાણીએ તેમને ખાટો માર્ગ દેખાડીને શ્રીનગર પહોંચતા ટકાવ્યા હતા અને પછી તે ભારતના સૈન્યે પાકિસ્તાનીઓને અહીંથી હાંકી કાઢયા હતા. અહિં બારામુલ્લામાં પાકિસ્તાનીઓએ પારિવનાના જુલમ કર્યો હતા અને શ્રીનગર પહોંચવાની મુરાદ બર ન આવતાં આ શેરવાણીને પથ્થર સાથે બાંધીને બાર ગાળીઓ તા. ૧૧૨-૧૩ અહિંથી અમે મોટા સાગર જેવા વુલર લેઈક તરફ ગયા અને તેની સા માઈલની પરિકમ્મા શરૂ કરી. અમારી બસની આ પરિકમ્મા દરમિયાન અમને કાશ્મીરનાં કેટલાંક ગામડાં જોવા મળ્યા અને અનેક ખુણેથી વુલર લેઈકના જુદા જુદા વિભાગનાં દર્શન કર્યાં. આગળ વધતાં ગુલર લેઈક છોડીને અમે માનસબલ સરોવર ઉપર આવ્યા અને જ્યાંથી સરોવરમાં ઉગેલાં કમળનાં રમણીય વન દેખાતાં હતાં એવા એક વૃક્ષાચ્છાદિત રમ્ય સ્થળે પહોંચ્યા. અહીં અમે ચા નાસ્તો કર્યો. પછી કાશ્મીરી પ્રજાને મન જે એક તીર્થ સમાન છે તે ક્ષીરભવાનીના મંદિર સમીપ આવ્યાં અને આ મંદિરમાં ભવાની માતાનાં દર્શન કરીને સંધ્યાટાણે અમે અમારા નિવાસસ્થાને આવી પહોંચ્યા. પછીના દિવસે ચશ્મેશાહી, હરબન સરોવર (જ્યાંથી શ્રીનગરને પાણી પૂરું પાડવામાં આવે છે), શાલીમાર તથા નિશાત નિહાળ્યાં. આ બધાંનું વર્ણન કરવાને અવકાશ નથી. આ બગીચાઓ દ્વારા માગલ બાદશાહાના ભાગવિલાસ અને જાહોજલાલીની આપણને ઝાંખી થાય છે. આ બગીચાઓ એકથી એક ચડિયાતા અને છતાં અમુક રીતે એકમેકને બહુ મળતા હોઈને સ્મરણમાં આજે એકને અન્યથી જુદા પાડવાનું શકય નથી અને આ અહિં હતું કે ત્યાં એમ મન ભૂલભૂલામણીમાં પડે છે. વસ્તુત: કાશ્મીર આખું જ એક વિરાટ બગીચા છે અને એ બગીચામાં જ્યાં ત્યાં સરોવરો ભર્યાં પડયાં છે. માનવી મન સ્વર્ગની આથી વધારે ચડિયાતી કલ્પના કરી શકે તેમ છે જ નહિ. તા. ૧૪-૮-૬૧ ના રોજ અમે શ્રીનગરથી પહેલગામ જવા નીકળ્યા. રસ્તામાં અવન્તીપુરના પ્રાચીન મંદિરના આશરે એક હજાર વર્ષ જ ના અવશેષો જોયાં, કેસરના ખેતર નજરે નિહાળ્યા, માર્તંડ મંદિર (જેને મટનતીર્થ તરીકે કાશ્મીરના લોકો ઓળખે છે) માં ભગવાન સૂર્યનારાયણની મૂર્તિનાં દર્શન કર્યા અને લીડર નદીના કિનારે આવેલ પહેલગામ બપારના બાર વાગ્યા લગભગ પહોંચ્યા. અને આગળથી નકકી કર્યા મુજબ પાઈન વ્યુ હોટલમાં ઉતર્યા. આ હાલની સામે ગગનચુંબી પર્વતશિખરો ડોકિયાં કરી રહ્યાં હતાં અને આસપાસ વહેતાં ઝરણાઓના મધુર નિનાદ કર્ણને અપ્રતિમ આલ્હાદ આપતો હતો અને ચોતરફની વૃક્ષરાજિનાં દર્શન કરીને ચિત્ત ઊંડી પ્રસન્નતા અનુભવતું હતું. વાતાવરણમાં ખૂબ શીતળતા અને અદ્ભૂત શાન્તિ હતી. પછીના દિવસ ઓગસ્ટની ૧૫ મીના હતા. આ દિવસ સ્વાતંત્ર્યદિન હોઈને એક પર્વ તરીકે તેને ગામના લોકો ઊજવી રહ્યા હતા. અમે પણ આ ઉજવણીમાં સામેલ થયા હતા. સવારે સર ઘસમાં અને પછી રાષ્ટ્રધ્વજ વદનમાં અમારામાંના ઘણા ખરા સામેલ થયા હતા. બપોરના અમારા પ્રવાસના સંચાલક શ્રી ભગુભાઈએ ગામના આગેવાન લોકોને તેમ જ સરકારી અધિકારીઓને ભાજન માટે નિમંત્રણ આપ્યું હતું અને દુધપાક પુરીના મધુર ભાજનથી તેમને તેમ જ અમને સૌને તૃપ્ત કર્યા હતા. રાત્રે મનોરંજન કાર્યક્રમમાં પણ અમારામાંના કેટલાકે ભાગ લીધા હતા અને પ્રવાસમાં જોડાયેલી બહેનાએ ત્યાંના નકકી કરાયેલા કાર્યક્રમમાં ગીત ગરબાની પૂરવણી કરી હતી. આ રીતે આ દિવસ પૂરા આનંદ ઉલ્લાસમાં પસાર થયો હતો. પછીના દિવસે સવારે અમરનાથની યાત્રાએ ઉપડવાનું હતું જેની વિગતો હવે પછીના હફ્તામાં આપવામાં આવશે. અપૂર્ણ પરમાનંદ મુંબઇ જૈન યુવક સંઘ માટે મુદ્રક પ્રકાશકઃ શ્રી પરમાનંદ કુવરજી કાપડિયા, ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઇ ૩. મુદ્રણુસ્થાન : ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કાટ, મુંબઇ,
SR No.525946
Book TitlePrabuddha Jivan 1961 Year 22 Ank 17 to 24 and Year 23 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1961
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size20 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy