________________
તા ૧-૧૨-૧
પ્રયુદ્ધ જીવન
અમારે કાશ્મીરના પ્રવાસ
શ્રીનગર, ગુલમ, પહેલગામ
(આ લેખમાળાના પહેલા હફતા તા. ૧૬-૯-૬૧ ના પ્રબુદ્ધજીવનમાં અને બીજો હતો તા. ૧૬-૧૦-૬૧ના પ્રબુદ્ધજીવનમાં પ્રગટ થઈ ચુકેલ છે. આ અંકમાં નીચે ત્રીજો હતો આપવામાં આવે છે અને હવે પછી આ લેખમાળા પૂરી થતાં સુધી ક્રમસર પ્રગટ કરવામાં આવશે. તંત્રી.)
ભારતના ભાગલા પડયા તે પહેલાં કાશ્મીરમાં જવાના આજના પાકીસ્તાનમાં થઈને બે માર્ગો હતા. આજે એ પ્રદેશ પશ્ચિમ પાકસ્તાનની સરહદમાં આવી ગયેલા હોઈને પઠાણકોટ જ કાશ્મીરનું તેમ જ પશ્ચિમ પાકીસ્તાનનું પ્રવેશદ્રાર બની ગયું છે. પાકીસ્તાનથી શ્રીનગરના રસ્તા ૨૭૩ માઈલનો છે. કાશ્મીર જતી બસે અને મોટરો શરૂઆતમાં કેટલાક માઈલ સુધી સપાટ પ્રદેશમાં થઈને પસાર થાય છે અને ૬૦ માઈલના અન્તરે આવેલ જમ્મુ પહોંચવા પહેલાં આશરે દશેક માઈલથી પહાડી પ્રદેશ શરૂ થાય છે. અમે તા. ૬-૮-૬૧ ના રોજ સવારના આઠ વાગ્યા લભભગ પઠાણકોટ પહોંચ્યા. નિયત કરેલી ૨૪-૨૪ પ્રવાસીઓને સમાવતી બે બસ આવતાં, તેમાં સામાન ગેાઠવાતાં અને શ્રીનગર તરફ રવાના થતાં દોઢ બે ક્લાક લાગ્યા અને સાડાનવ દશ વાગ્યા લગભગ અમારૂ કાશ્મીર તરફનું પ્રયાણ શરૂ થયું. બાર—સાડા બાર વાગ્યે જમ્મુ, જે પહેલાં કાશ્મીર રાજ્યની રાજ્યધાની હતી ત્યાં અમે પહાંચ્યા. પ્રવાસીઓ માટે ઊભું કરવામાં આવેલ ટુરીસ્ટ ગેસ્ટ હાઉસમાં થોડો સમય રોકાયા, ભાજન કર્યું અને અમારી સવારી આગળ ઉપડી. હવે તે બધા રસ્તા પહાડોમાં થઈને જ આગળ જતો હતો. આ પહાડ હિમાલયને જ એક ભાગ ગણાય. એટલે અમે હિમાલયના અન્તર્ભાગમાં આગળ ને આગળ વધતા ચાલ્યા અને હિમાલયની રમણીયતા અને ભવ્યતાનો અનુભવ કરવા લાગ્યા. રસ્તામાં વૃક્ષાથી ઘટ્ટપણે છવાયેલા પહાડો આવે અને સાવ સુકકા પહાડો વચ્ચે થઈને પણ પસાર થવાનું બને. સાંજને સમયે સમુદ્રસપાટીથી આશરે છ હજાર ફીટની ઉંચાઈએ આવેલા કુર્દ નામના સ્થળે અમે પહેાંચ્યા. આ સ્થળ પઠાણકોટ અને શ્રીનગરની લગભગ મધ્યમાં આવેલું છે. અહિં સરકારે પ્રવાસીઓની સગવડ માટે બાંધેલું એક મોટું મકાન છે. તેને ‘યુથ હોસ્ટેલ'ના નામથી ઓળખવામાં આવે છે. આ સ્થળ સારી એવી ઊંચાઈએ આવેલું હોવાથી આસપાસ દૂર દૂર સુધીના પહાડો, ટેકરાટેકરીઓ નજરે પડતાં હતાં, સાંજના સમય હોવાથી આસપાસનું દશ્ય ભારે મનોહર લાગતું હતું અને આજ સુધીના પ્રવાસ દરમિયાન ગરમીથી ઠીક ઠીક કંટાળેલા એવા અમને અહીં મીઠી ઠંડકનો અનુભવ થતો હતો. રાત્રે ભાજન કર્યું અને મધુર નિદ્રામાં રાત્રીના અવશેષ ભાગ પસાર કર્યો.
સવારના પાછી અમારી કૂચ શરૂ થઈ. બેએક કલાકમાં પૂર મસ્તીમાં વહેતી અને પ્રવાહનિનાદવડે આખા પ્રદેશને ગજવતી રાવી નદી આવી. અહીં હિમાલયની લાક્ષણિક ભવ્યતાનું અમને રોમાંચક દર્શન થયું. આગળ ચાલ્યા. મધ્યાહન લગભગ બિનહાલના ઘાટ આગળ આવી પહોંચ્યા. આ ઘાટની ઊંચાઈ લગભગ ૧૨,૦૦૦ થી ૧૩,૦૦૦ ફીટની છે. આ પહાડને પીરપંજાબના ઘાટીની નામથી પણ ઓળખવામાં આવે છે. આગળના વખતમાં આમથી તેમ વળાંક લેતી અને ઊંચે ને ઊંચે ચઢતી જતી બસાઅને મોટરો આ ઉત્તુંગ પહાડની ટોચ ઉપર થઈને પહાડની બીજી બાજુએ નીચે ઉતરતી હતી અને કાશ્મીરની ભૂમિમાં પ્રવેશ કરતી હતી. થોડાંક વર્ષથી ભારત સરકારે હજારો રૂપિયા ખર્ચીને આશરે બે માઈલ લાંબી જવાની એક અને પાછા ફરવાની બીજી એમ—બે સમાંતર ટનલા બાંધી છે. આને જવાહર ટનલ'ના નામથી ઓળખવામાં આવે છે. આ ટનલને લીધે પઠાણકોટથી શ્રીનગર સુધીના અન્તરમાં ૨૦ થી ૨૨ માઈલનો ફરક પડયો છે. આ ટનલ ઓળંગીને અમે બહાર નીકયા અને કાશ્મીર-વેલીનાં—કાશ્મીરના ખીણપ્રદેશનાં અમને દર્શન થયાં.
બનિહાલ ઘાટ પૂરો થવા આવે એ પહેલાં શ્રીનગર જવાની સીધી સડક છેડીને અમારી બસેા જમણી બાજુએ ફંટાતાં માર્ગ
૧૫
O
ઉપર વળી અને ત્રણ ચાર માઈલના અતરે આવેલ ‘વેરીનાગ ’ નામના સ્થળે અટકી. આ સ્થળને જેલમ નદીના મૂળ તરીકે એળખવામાં આવે છે. અહીં ઘટ્ટ ઝાડીવાળા એક મોટા પહાડને અડીને બાંધેલું એક જળાશય છે. પહાડ સાથે જોડાયલા ભૂગર્ભમાંથી આ જળાશયમાં અગોચર રીતે ઉપર આવતા ધસમસતા જળપ્રવાહ બાંધેલી નીક વાટે આગળ જાય છે અને નદીનું રૂપ ધારણ કરે છે. પૂરજોસમાં ખળખળ વહેતા પાણીના અવાજ વડે આખો પ્રદેશ ગાજતા લાગે છે. આ સ્થળે રંગબેરંગી ફૂલોથી અને વિશાળકાય વૃક્ષોથી શાભતો બગીચા છે. જે કાશ્મીરને ચિત્રામાં જોઈને આપણે મુગ્ધ બનીએ છીએ તે કાશ્મીરનું અહિં અમને અતિ મનોહર અને ચિત્તને પ્રસન્ન બનાવતું સૌથી પ્રથમ દર્શન થયું અને જાણે કે કોઈ જુદી ભૂમિ ઉપર અમે હવે વિચરી રહ્યા છીએ એવો અનુભવ થવા લાગ્યો. આ ભવ્ય ઉપવનમાં મધુર ભાજન માણીને અમે બસારૂઢ થયા અને સાંજના ત્રણ ચાર વાગ્યે શ્રીનગરમાં પ્રવેશ કર્યો અને શ્રીનગરની એક બાજુએ આવેલ ડાલ લેઈક—દાલ સરોવર-ના કિનારે પહોંચ્યા. અમારી રાહ જોતા શિકારા (એટલે કે પાંચ દશ જણ બેસી શકે એવી શણગારેલી હાડી)માં બેસીને અમારા નિવાસ માટે નકકી કરેલી બે મોટી બોટોમાં અમે વહેંચાઈ ગયાં. આ બોટ મધ્યમ કદના વહાણ જેવી હોય છે અને તેમાં સગવડપૂર્વક રહી શકાય એવા કોઈમાં ચાર, કોઈમાં પાંચ, કોઈમાં છ—એમ આછા વધતા ઓરડાઓ હોય છે. અમારા માટે નકકી કરેલી આગબોટમાં છ અને બીજી બાટમાં ચાર એરડા હતા. આ બન્ને બાટ સાથે એક નાના ત્રાપા જેવું પણ ઉપરથી ઢાંકેલું વહાણ જોડાયલું હતું, જેમાં રસાડાની બધી વ્યવસ્થા અને સગવડ હતી. શ્રીનગરમાં રહેવા ઉતરવા માટે અનેક હાલા છે, પણ આમ વિશાળ સરોવરમાં ગાઠવાયલી બોટમાં રહેવાનો અનુભવ કોઈ જુદો જ છે. આ કારણે પ્રવાસીઓ આવી બોટામાં રહેવાનું વધારે પસંદ કરે છે.
અમારીબાટમાંથી નજરે પડતું દ્રષ્ય અત્યન્ત મનહર હતું. સરોવરના વિશાળ પટ ઉપર નાના મોટા શિકારા આમતેમ આવજા કરી રહ્યા હતા અને સામે જેના શિખર ઉપર શંકરાચાર્યનું પ્રાચીન મંદિર છે એવા ઐરાવત હાથીની કલ્પનાને મૂર્તિમન્ત કરતા પહાડ અને ચારે બાજુએ દૂરદર આવેલા નાના મેટા કદના પર્વતો આખા પ્રદેશને અલીકિકતાના ભાવ અર્પણ કરતા હતા.
આ નવા નિવાસસ્થાનમાં અમે ગેાઠવાયા, વ્યવસ્થિત થયા, પછીના દિવસ ૨ મ કરવ માં અને શહેરમાં ફરવા હરવામાં ગાળ્યો. પછીના દિવસે એટલે કે તા. ૮-૮-૬૧ ના રોજ બસમાં અમે ગુલમર્ગ જવા ઉપડયા. શ્રીનગરથી વીશેક માઈલ દૂર ટેનમર્ગ નામનું એક ગામ છે. અહિંસુધીના રસ્તા અવારનવાર ‘પેપ્લર' નામના લાંબા પાતળા ઊંચા ઝાડના બન્ને બાજુએ લાંબી લાંબી કતાર જે કાશ્મીરની ખાસ વિશેષતા છે તેને લીધે ભારે રમણીય લાગે છે. ટેનમર્ગ સુધી અમે બસમાં પહેચ્યા. પછી પહાડના માર્ગે આગળ વધવાનું હતું. આ માટે અમે ઘેાડા ટકું ભાડે કર્યા અને નાનાં મેટાં—બહેના ભાઈઓ સૌ કોઈ—અશ્વારૂઢ થઈને આગળ ચાલ્યા અને અમારૂં' પર્વતારોહણ શરૂ થયું. અમારી આસપાસની સૃષ્ટિ ક્ષણે ક્ષણે નવું રૂપ ધારણ કરતા હતા. અ.મ અપૂર્વ એવી નિસર્ગ લીલા નિહા- . ળતા અનુભવતા અમે અગિયર વાગ્યા લગભગ ગુલમર્ગ પહોંચ્યા. ટેનમર્ગથી થી ગુલમ ચાર માઈલના અન્તરે આવેલું છે. અમારા માટે સામે દેખાતી જરાક દૂર એવી ટુરીસ્ટ હોટેલમાં રહેવાના પ્રબંધ નકકી કરીને અમારા પ્રવાસના સંચાલક શ્રી ભગુ