________________
૧૫૨
પ્રશ્ન
આપણે ઘટાડો કરવા જોઈએ. આ દિશામાં રાજ્ય તરથી અને ખાનગી સંસ્થા તરફ્થી થતા સૌ પ્રયત્નાને વધાવી લેવા જોઈએ. પણ જે પરિસ્થિતિ આ ક્ષેત્રે પ્રવર્તે છે તે જોતાં તો આપણે અમુક અમુક સંજોગામાં પુરુષની જનનશકિતને રોકવી કે કાયદાએ છૂટ આપી હોય એવા ગર્ભપાત કરાવવા જેવા ઘણા વધારે જલદ ઉપાયો વિચારવાના રહે છે. લડાઈ પહેલાંનાં વર્ષોમાં જાપાને આવા ઉપાયો યોજી પોતાના દેશનું જન્મપ્રમાણ ઘટાડયું હતું. છતાં વૈદક શાસ્ત્રમાં નિષ્ણાત વ્યકિતએ અને સમાજશાસ્ત્રી બીજા ઉપાયો પણ દર્શાવી શકે.
વધતા વસ્તુ ઉત્પાદનના પ્રમાણમાં જ વસ્તી પણ વધે એ રીતનું જન્મ પ્રમાણ રહે એ ધ્યેય હોવું ઘટે.
વળી, સુશિક્ષિત વ્યકિતએ અને સાધનસંપન્ન માનવીઓએ પોતાના જ દાખલો આપીને એ બતાવતા રહેવું જોઈએ કે સામા માણસની સગવડો જોઈ વર્તવાની ટેવથી માનવ માનવ વચ્ચેના સંબંધો સુધરતા જ રહે છે.
જો માણસ પાસે પેાતાની પ્રાથમિક જરૂરિયાતોને પણ યોગ્ય રીતે પહોંચી વળવા જેટલી સામગ્રી હોય તે તેનું મગજ વધારે ઠંડું રહે અને એ જ્લદીથી ઉશ્કેરાઈ જાય નહીં. બીજા દેશામાં જ્યાં પરિસ્થિતિ ઘણી સારી છે ત્યાં સામાજિક વ્યવહારમાં દેખાતી મીઠાશ કે સલુકાઈમાંથી મળતા બોધપાઠ આ જાતના છે એમ મને લાગે છે. જેને પૂરતો ખોરાક મળે છે, પૂરતાં કપડાં પહેરવાનાં મળે છે, જેને રહેવા માટે નાનકડું પણ સ્વચ્છ ઘર છે તેવા માણસ સામાન્ય સંજોગામાં સહેલાઈથી ઉશ્કેરાઈ જવાના સંભવ ઓછા છે. આપણા સામાજિક જીવનમાં પરિવર્તન આણવા જે જોડિયા ઉપાયોની જરૂર છે તે આ બે—કૂદકે ભુસ્કે વધતા જતા વસ્તીના પ્રમાણનું નિયમન અને જરૂરિયાતની વસ્તુઓના ઉત્પાદનમાં વધારો.
કેટલીક વખતે આ પ્રશ્નની વિશાળતા જોતાં અને એ પ્રશ્નને હલ કરવા માટેના આપણા પ્રયત્નોની અસર આછી જ છે એ જાણતાં નિરાશા પેદા થાય છે અને વિચાર આવે છે કે ‘છેલ્લાં તેર તેર વર્ષના ગાળામાં આપણે જે જે પ્રયત્નો કર્યા તે બધાની અસર થઈ છે ખરી? પરિસ્થિતિમાં શું સાચેસાચ સુધારો થયો છે? જૂના વહેમો છોડી દઈને બુદ્ધિપૂર્વક જીવનના નવા અને સુખદ રાહ અપનાવવાની લાકોને જરૂર લાગી છે ખરી?” જવાબમાં ત ચેકકસ નકાર જ છે એમ લાગતાં પેાતાને જેની સાથે સંબંધ છે તેટલી વાત પૂરતી તો ઉજજવળ ભાવિની માણસની આશા ઝંખવાઈ જાય છે.
મને તો ઘણી વાર આવી નિરાશા થઈ જાય છે પણ વધુ વિચાર કર્યા બાદ હું મારી જાતને પ્રશ્ન કરું છું કે “આટલા લાંબા સમય પછી પણ શું પરિસ્થિતિમાં, સહેજસાજ પણ, આવકારપાત્ર ફેરફાર નથી જ થયા? દરિદ્રતા દૂર કરવા માટેની આપણી લડત છેડી દેવા કરતાં એ ચાલુ જ રાખવી વધારે યોગ્ય નથી શું ?” મૂળ લેખક: ડી. ડી. કવે અનુવાદક : ભૂપેન્દ્ર ત્રિવેદી
તંત્રી નોંધ: ઉપરના લેખમાં પશ્ચિમી દેશેાના જીવનમાં સુધડતા, શિસ્તબદ્ધતા અને સામાજિક વિનય વિવેક જોવામાં આવે છે અને તેનાથી ઉલટું આપણે ત્યાં સામુદાયિક જીવનમાં એ જ ગુણાના અભાવ નજરે પડે છે તેનું જે વર્ણન કરવામાં આવ્યું છે. તે આબેહુબ સાચું છે. યુરોપ અમેરિકાના પ્રવાસે જઈ આવનારના મન ઉપર અહિ' અને તહીંની પરિસ્થિતિ વચ્ચે રહેલા આ વિરોધ એકદમ તરી આવે છે અને યુરોપ અમેરિકા લાંબા વખત રહીને અહિં આવનાર હિંદી કેટલાય સમય સુધી આ કારણે એક પ્રકારની બેચેની અનુભવે છે. જેને ocial educatio! સામાજિક શિક્ષણ-કહે છે તેનો આપણા શિક્ષણમાં મોટા ભાગે અભાવ એ જ આનું કારણ છે. બીજાને મુશ્કેલીમાં ન મૂકવા કે તેમને અગવડરૂપ ન બનવું અને જાતે ઘસાઈને કે થોડી ઘણી મુશ્કેલી વેઠીને અન્યને મદદરૂપ થવું—આ વૃત્તિના—આવા માનસિક વલણન—આપણે ત્યાં વિકાસ થવાની ખૂબ જરૂર છે. પડોશીની અગવડ સગવડની ઉપેક્ષા કરીને જ આપણે હંમેશાં વર્તતા હોઈએ છીએ. આ social sense સામાજિક વૃત્તિની ખામી આપણે કબૂલ કરવી જોઈએ અને તે વિષે પૂરા સભાન અને જાગૃત બનીને તેને દૂર કરવી જોઈએ.
પણ આપણા સામાજિક જીવનની પ્રસ્તુત અવ્યવસ્થાને—અનવસ્થાને લેખક પ્રાથમિક જરૂરિયાતના અપૂરતા અનુત્પાદન અને અનિયત સન્નતિ ઉત્પાદન સાથે જોડે છે તે સમુચિત લાગતું નથી.
બને
તા. ૨૧૨૬.૧
જરૂરી ચીજોની તંગી અને મોંઘવારી ટળવી જોઈએ તથા આજના કઠણ આર્થિક સંયોગોમાં સમજુ માબાપે સંતતિનિયમનના વિચાર કરવા જ જોઈએ એ વિષે બે મત નથી. પણ આ બન્નેના આપણી સામાજિક રહેણીકરણી સાથે કોઈ સીધો સંબંધ મને દેખાતો નથી. આ રહેણીકરણી સુધારવા માટે આપણી ઉગતી પ્રજાને મળતી તાલીમમાં સુઘડતા, શિસ્ત, વિનય, વિવેક, નિયમન વગેરે બાબતે ઉપર ખૂબ ભાર મુકાવો જોઈએ અને તે અંગે જનસમુદાયમાં ઘણા મોટા પાયા. ઉપર પ્રચાર થવો જોઈએ. ઉત્પાદનવૃદ્ધિ અને સંતતિનિયમનની આવશ્યતાને સામાજિક શિસ્ત સાથે સાંકળવામાં લેખકે તર્કક્ષતિ દાખવી છે એમ અચૂકપણે ભાસે છે.
પરમાનંદ
આજની દુનિયાને ટાગોરના શું સંદેશ હતા ?
ન્યુ દિલ્હી ખાતે તા. ૧૧-૧૧-૬૧થી ૧૬-૧૧-૬૧ સુધી ટાગેાર સપ્તાહ અને આતરરાષ્ટ્રીય સાહિત્યક પરિસંવાદ યોજવામાં આવેલ હતા. આ સમારંભમાં ભિન્નભિન્ન દેશેાના ૨૫ પ્રતિનિધિએએ અને ભારતની ૧૬ મુખ્ય ભાષા સાથે સંબંધ ધરાવતા ૫૦ ભારતીય સાહિત્યકારોએ ભાગ લીધા હતા. આ સમારંભનું ઉપરાષ્ટ્રપતિ ડૉ. રાધાકૃષ્ણને ઉદ્ઘાટન કરતાં કરેલા મનનીય પ્રવચનના ઉપયોગી ભાગ નીચે મુજબ હતા :
“કવિવર ટાગારને માનવજાતની એકતા અને બંધુભાવનામાં અપાર શ્રદ્ધા હતી. ટાગેારનું સમગ્ર જીવન અને કાર્ય એ અન્તિમ આશાને મૂર્ત કરતાં હતાં કે અનેક ભૂલા અને સ્ખલના કરવા છતાં માનવજાતિનું અસ્તિત્વ હંમેશા સહેતુક અને અર્થસભર રહ્યું છે અને રહેશે. કેળવણીકાર, વિચારક, સમાજસુધારક, ચિત્રકાર, સંગીત નિર્માતા, રાષ્ટ્રવાદી અને આતરરાષ્ટ્રવાદી—આમ જુદી જુદી રીતે વ્યકત થતી ટાગોરની ભવ્ય જીવનપ્રતિભામાં એક જ પ્રેરક તત્વ માલુમ પડે છે અને તે એ છે કે આ મહાન ભારતીય પુરુષ પોતાના દેશની બુનિયાદી ભાવનાથી આરપાર રંગાયલા હતા અને સાથે સાથે વિશ્વવ્યાપી ભાવનાથી પણ એ પૂરો આતપ્રોત હતા. ભારત તેને મન કોઈ એક ભૌગોલિક ઘટક નહોતું, પણ એક આધ્યાત્મિક અભિવ્યકિત હતું કે જેણે દુનિયાના દરેક ભાગને દિવ્ય આત્મા વડે—પરમ તત્વ વડે—વ્યાપ્ત હોવાનું માન્યું હતું.
આજે ચાતરફ બની રહેલી ઘટનાઓએ એક પ્રકારની નિરાશા ઊભી કરી છે અને આપણા દિલમાં એવી લાગણી પેદા કરી છે કે આપણા માથે ઝઝુમી રહેલી કટોકટીને ટાળવા માટે આપણે બીલકુલ અસમર્થ છીએ પણ ટાગરના એ સચેટ અભિપ્રાય હત કે કુદરતનાં દબાણથી અને ઈતિહાસની ફલ—કૃતિથી દબાઈ ન જતાં માનવી આ બન્ને અનિવાર્ય જેવાં લાગતાં બળાથી ઉપર ઉઠી શકે છે. ટાગારની એ શ્રાદ્ધા હતી કે પેાતાની જાતને પલટવાની અને ઈતિહાસને ઘડવાની માણસમાં અપાર તાકાત રહેલી છે અને માણસે પોતાની જાતને પલટવાની આ તાકાતને જ્યારે જ્યારે સક્રિય બનાવી છે ત્યારે ત્યારે તે સાચા સર્જક તકે બહાર આવ્યું છે.
આપણામાં રહેલી ત્રુટિઓ તરફ ટાગા૨ે અનેક વાર આપણું ધ્યાન ખેંચ્યું હતું. પેાતાની વિશાળ અને મહાન ભાવનાઓની અને આદર્શોની જાહેરાત કરવામાં ભારત જેટલા બીજા કોઈ દેશ લાચાર હેાવાનું માલુમ પડયું નથી અને સાથે સાથે પેાતાની ભાવનાઓ અને આદર્શો પ્રત્યેની નિષ્કા અંગે ભારત જેટલા બીજા કોઈ દેશ બીનવફાદાર હોવાનું માલુમ પડયું નથી. જો ભારતના માથે દુ:ખ અને આપત્તિ આવેલ હોય અને તેની અવમાનના થતી રહી હોય તો તે કોઈ બહારનાં કારણોને લીધે નહિ, પણ જે ભાવનાઓ ને આદર્શોના તે દાવા કરતું રહ્યું છે તે પ્રત્યેની બીનવફાદારીને લીધે જ એમ બનવા પામ્યું છે.
ટાગોરના આજની દુનિયાને એ સંદેશા હતા કે ક્રોધ, તિરસ્કાર કે હિંસા નહિ પણ કરુણા, ઉદારતા, નમ્રતા અને સહનશીલતા આ ગુણા વડે જ માનવજાત એકમેકમાં સુગ્રથિત બનતી રહી છે. જો આપણે શાણપણના અભાવ દાખવીશું તેા યુદ્ધ વિનાની દુનિયાના ધ્યેયને પહોંચવા પહેલાં અનેક યાતનાઓમાંથી આપણે પસાર થવાનું રહેશે. અનુવાદક : પરમાનંદ મૂળ અંગ્રેજી : ડૉ. રાધાકૃષ્ણન