SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧–૧૩-૧ છે; છેતરપીંડી કરનારાઓને પણ તોટો નથી. આવું આવું તે ઘણુંય છે, છતાં જાહેર જીવનમાં માણસ અને માણસ વચ્ચેના સંબંધો માટે ભાગે તો નમ્રતાભર્યા અને આનન્દપ્રદ છે, ભારતમાં આથી ઊલટી જ સ્થિતિ પ્રવર્તે છે. આ દેશમાં આપણે પારકાની અગવડો કે મુશ્કેલીઓને લેશમાત્ર ખ્યાલ કર્યા વગર જે જે કર્યા જઈએ છીએ તે બધાની યાદી બનાવીએ તો તે કદાચ એકાદ માઈલ જેટલી લાંબી બને. જ્યારે કોઈ સાઈકલ સવાર કે મોટર હાંકનાર બાજુની એકાદ ગલીમાંથી મેટા રસ્તા ઉપર પૂરઝડપે વળાંક લેતા ધસી જઈને ઠેઠ રસ્તા વચ્ચે વાહનને લઈ જાય છે ત્યારે એને માટા રસ્તાનો ઉપયોગ કરનાર બીજા માણસાની લાગણીની કશી પડી જ નથી હોતી. મોટા રસ્તા ઉપર પેાતાનું વાહન જવા માટે પૂરતી જગા મળે એમ છે કે નહિ તે વિચારવાનું કે વાહનની ગતિ ધીમી પાડવાનું એને ખૂબ અકારું લાગે છે. પ્રબુદ્ધ જીવન વહેલી સવારે જ્યારે આપણે માટેથી અને ફાટેલે ઘાંટે ભજના લલકારવા બેસી જઈએ છીએ ત્યારે બીજાઓને એ સમયે આરામ માટે કે અભ્યાસ માટે શાંતિની જરૂર છે એવા વિચાર જ આપણને નથી આવતા. આપણે આપણી પોતાની જ સગવડોના વિચાર કરી આપણી જ વૃત્તિ કે લાગણીઓને સંતોષવાના ઈરાદો સેવીએ છીએ. જુવાનિયાનું એકાદ ટોળું પરસ્પર ઠઠ્ઠામશ્કરી કરતું રસ્તા ઉપર ઊભું જ રહે છે; અને કોઈને પોતે વાહનવ્યવહારનું રોકાણ કરી રહ્યા છે એ જોવાની ક્રસદ જ હોતી નથી. ઘણા માણસ તો એમ જ માનતા જણાય છે કે પોતે બીજા કરતાં ચઢિયાતા છે એ સાબિત કરવાનો એક માત્ર રસ્તો સર્વત્ર બાધારૂપ બનવું એ જ છે. પોતાની જાતમાં વિશ્વાસ ટકાવી રાખવા તેઓએ બીજાઓ માટે અગવડ ઊભી કરવી જ જોઈએ. કેટલાક માણસો મજૂરો જોડે, નોકરો જોડે કે પેાતાની ઓફિસમાં પોતાના હાથ નીચેના માણસ જોડે જે રીતે બાલે ચાલે છે તે રીત તેમના વ્યતિકત્વને ખુલ્લું કરી દે છે. અજાણપણે વાંકગુન્હો થઈ જાય તો? તમે એમ માનો છે ખરા કે વાંકગુન્હો કરનાર માફી માગશે અને જેને ખમવું પડયું છે તે વ્યકિત એમ કહેશે કે કંઈ નહીં, ભાઈ; હોય એ તો, તમે કાં જાણીબુજીને કર્યું છે?” મોટા ભાગે આવું થવાનો સંભવ જ નથી. જેને ખમવું પડયું છે તે ઘાંટા પાડી કહેશે “એઈ જોતો નથી? આંધળા છે? ધકકા શાના મારે છે” અને ગુન્હા કરનાર સામા કહેશે “અલ્યા, જીભ સંભાળજે હોં! મેં શું જાણી જોઈને તને ધકકો માર્યો છે?” આમાંથી પછી બાલાચાલી વધી પડે અને કેટલાક કિસ્સાઓમાં તે બન્ને પક્ષ મારામારી પર આવી જાય. તેમાં બન્ને પક્ષે મિત્રા દરમ્યાનગીરી કરવા આવે એટલે પછી જુઓ મજા ! જાણે નાનકડું પાણિપત જ ખેલાયું. આ અંગે વધુ વિસ્તારની જરૂર નથી. પારકાની સગવડો કે તેમનાં હિતો પ્રત્યે દાખવાતી ભયંકર બેદરકારી તો આપણા રોજના અનુભવ છે. સહેજ પણ ઉશ્કેરણી માટે કારણ મળે કે તરત જ ઉશ્કેરાઈ મારામારી કરવાની વૃત્તિ ચેાતરફ નજરે ચડે છે. ગાઢ મિત્ર કે ખાસ સંબંધીઓને બાદ રાખીએ તો આપણા સામાજિક વ્યવહારમાં મીઠાશ ભાગ્યે જ હોય છે અને તેને પરિણામે બીજા પ્રત્યે સંપૂર્ણ બેદરકારી અને કયાંક દ્વેષબુદ્ધિ પણ દેખા દે છે. પણ આ પરિસ્થિતિથી વાકેફ થવું એ તો પાશેરામાં પહેલી પૂણી છે. એ પછી તરત જ આ પરિસ્થિતિ પાછળ રહેલાં કારણાનું પૃથકકરણ કરવું જોઈએ અને તે બાદ સુધારો કરવા માટેના ઉપાયો યોજવા જ જોઈએ. સુધારો કરવાનું કાર્ય અલબત્ત ઘણું અઘરું તો છેજ. સમાજશાસ્ત્રીએ. અને સામાજિક કાર્યકરોનું આ કાર્યક્ષેત્ર ૧૧ છે એ સાચું હોવા છતાં સામાન્ય માનવી પણ આ દિશામાં કેટલાક કામચલાઉ વહેવા સૂચનો કરી શકે છે. આજે લોકો જબરી આર્થિક ભીંસમાંથી પસાર થઈ રહ્યા છે. એક બાજુથી વસ્તીનું પ્રમાણ કૂદકે ને ભુસ્કે વધતું જાય છે ત બીજી બાજુ જરૂરિયાતોનું ઉત્પાદન પૂરતું નથી. વળી પ્રત્યેક ક્ષેત્રે હરીફાઈ એટલી બધી વધી ગઈ છે કે જેને આગળ વધવું હાય તેણે બીજાઓને બાજુએ ધકેલતા રહીને જ માર્ગ કરવા રહ્યો. આજે તો જીવન ટકાવવા માટેની પ્રાથમિક જરૂરિયાતા મેળવવા માટે પણ ફાંફા મારવાં પડે છે ત્યારે દરેકને પોતાની સલામતી અને સગવડોનો જ વિચાર કરી વર્તવાનું મન થાય એ સાવ સ્વાભાવિક છે. જે સમાજમાં મોટા ભાગના મનુષ્યો પોતાની જીવાદોરી જેમ તેમ ટકાવી રાખતા હોય છે અને જ્યાં વ્યકિત—વ્યકિત વચ્ચે સતત હરીફાઈ જ હોય ત્યાં નમ્રતા કે સામાજિક વ્યવહારમાં ઔચિત્ય કે મીઠાશની અપેક્ષા કેટલી રાખી શકાય? આવા સમાજની વ્યકિતઓ તો આખા વખત તંગ અને ઉગ્ર માનસિક સ્થિતિ ભાગવતી હાવાથી નાનામાં નાની વાત પણ તણખો બની ભડકો પેદા કરી દે છે. પણ આ ઉપરથી એમ સાબિત થઈ જતું નથી કે હિંદીઓ મૂળથી જ ખરાબ રીતભાતવાળા છે અને પોતાના વ્યવહારમાં મીઠાશ અને સલુકાઈ દાખવવા અસમર્થ છે. આ જમાનો મોટાં શહેરો અને મોટા પાયા પરનાં ઉત્પાદનના છે, એ જમાના કે એની અપેક્ષાઓને સમજી આપણા જીવનમાં ઉચિત ફેરફારો કરવાના આપણને સમય મળે તે પહેલાં જ આપણે એમાં ગબડી પડયા છીએ. ગ્રામજીવનમાં જે કાંઈ બહુ ગંભીર, સમાજ વિરોધી કાર્ય ન ગણાય તે ઘણી મોટી ને ગીચ વસ્તીવાળાં શહેરોમાં અત્યંત વાંધારૂપ બને છે. ગામડામાં તો એકાદ વારતહેવારે ગામના મંદિરમાં ભજન થાય તો તે વખતે ગામનાં લગભગ બધાં જ લોકો મંદિરે ભજન સાંભળવા જતા હોઈ એથી કોઈને અગવડ ઊભી થતી નથી. પણ ખીચાખીચ વસ્તીવાળા શહેરમાં જો જુદી જુદી ટોળીએ રોજ ને રાજ ભજન ગાવા ભેગી થાય અથવા તો શહેરના મંદિરમાં જો ચાવીસે કલાક માટે મોટેથી ઈશ્વર પ્રાર્થના કે કથા વાર્તા થયા જ કરતી હોય તે તે જુદી જ વાત છે. એવાં જ સમાજવિરોધી કાર્યો છે બારીએથી કચરો બહાર નાખવાનું કે પોતાના રેડિયો તેટલા મોટેથી ચલાવવાનું કે બસ માટેની ‘કયૂ' તોડવાનું કે નાની નાની બાબતમાં મિજાજ ગુમાવવાનું. શય વળી, સમાજે પાતાને માટે શું શું કરવું જોઈએ એ બાબતમાં લોકોની અપેક્ષાઓ વધી ગઈ, છે. અગાઉની માફક શાંતિથી મુશ્કેલીઓ વેઠી લેવા લોકો તૈયાર નથી. આજે તેા અનેક રીતે લેાકો પોતાના અસંતોષ અને કચવાટ વ્યકત કરે છે, અને આ જ કારણે તેઓ ઉશ્કેરાયલા હોઈ ઝઘડો કરવા તૈયાર જ હોય છે. અપૂરત અને ખામીયુકત ખોરાક, ગંદાં ઘરો, કુટુંબને સારી રીતે પોષવાની કે પૂરતાં કપડાંલત્તાં વસાવવાની અશકિત, જીવનનિર્વાહ માટે કરવા પડતા એકધારો સતત શ્રામ-આ બધું આપણી આજુબાજુ દેખાતી પરિસ્થિતિ માટે ઓછે વત્તે અંશે જવાબદાર છે. અલબત્ત, આનો અર્થ એવો નથી કે આપણને જાહેર સ્વાસ્થ્ય જાળવવા માટેની કે વધુ સારી રીતે સામાજિક વ્યવહાર ચલાવવા માટેની કે બીજાએની સગવડોના વિચાર કરવા માટેની કેળવણીની જરૂર નથી. પણ મને લાગે છે કે આ બધું ગૌણ છે. મુખ્ય વાત તે એ છે કે આજે જે જીવન ટકાવવા માટે સતત ને સખત પરિશ્રામ કરવા પડે છે તે હળવા થઈ જવા જોઈએ. । આપણે પરિસ્થિતિમાં સુધારો કરવા શું શું કરી શકીએ? પહેલી જ વાત તો એ કે ઝડપથી વધતા જતા વસ્તીના પ્રમાણમાં
SR No.525946
Book TitlePrabuddha Jivan 1961 Year 22 Ank 17 to 24 and Year 23 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1961
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size20 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy