________________
૧૦.
' અ અ %
છ વન
તા. ૧-૧૨૧
પત્રના અંતભાગમાં આગામી ભારતવ્યાપી ચૂંટણીઓ અંગે સર્વ સેવા સંઘને જે પ્રસ્તાવ અને તે દ્વારા સૂચિત યોજના તરફ મારું ધ્યાન ખેંચ્યું છે તે પ્રસ્તાવગત યોજનાની મને જાણ હોવા છતાં, આપણે કશાહીથી જે કાંઈ સમજીએ છીએ તેના સંદર્ભમાં, તે યોજના અને વ્યવહારુ લાગેલી નહિ, અને તેથી તે અંગે પ્રબુદ્ધ જીવનમાં કશી નેંધ લેવાની મનમાં ઈચ્છા સ્કરી નહોતી.
મને એ વૈજના પાછળ નિષ્પક્ષ લોકશાહીની જે વિચારણા સર્વોદયવાદીઓ તરફથી રજૂ કરવામાં આવે છે તેની પ્રેરણા દેખાઈ
છે. લોકશાહીની મારી જે સમજ છે તે મુજબ નિષ્પક્ષ લેકશાહી - મને વદતો વ્યાઘાત સૂચવતી ઉકિત લાગે છે. મારા ખ્યાલ મુજબ લોકશાહીને સમગ્ર વિચાર રાજકીય પક્ષોના અસ્તિત્વને સ્વીકારીને જ ચાલે છે, અને એકપક્ષીય સરમુખત્યારશાહી એ મારા અભિપ્રાય મુજબ તેને બીજો વિકલ્પ છે. આ ઉપરાંત અન્ય એ ત્રીજો વિકલ્પ જેને નિષ્પક્ષ લોકશાહી તરીકે વર્ણવવામાં આવે છે તેનું
સ્વરૂપ અથવા વ્યવહારુ રૂપ મારી કલ્પનામાં હજુ ઉગતું નથી. * કોઈ પણ એક દેશને રાજ્યવહીવટ કેમ ચલાવ, તેને ભાવિ વિકાસ કેવો હોવો જોઈએ, અને સતત પલટાતી ચેતરફની પરિસ્થિતિ સાથે તેને કેવી રીતે અનુબંધ સાધવે–આ વિષે પ્રત્યેક દેશમાં ભિન્ન ભિન્ન વિચારસરણીઓ હોવાની જ અને આવી એક યા બીજી વિચારસરણીને આગળ કરીને સત્તા દ્વારા તેને અમલ કરવાને મરથ સેવનાર એક યા બીજો જનસમુદાય હોવાને. આ નામ રાજકીય પક્ષ. આવા પક્ષોમાં જે કોઈ પક્ષ પ્રજાજનની બહુમતિ મેળવી શકે તે પક્ષ સત્તા પર આવે અને અન્ય પક્ષો
તેના વિરોધમાં રહીને સત્તારૂઢ પક્ષની ચેકી કરે. આનું નામ લેક" શાહી. આમ દરેક રાજકીય પક્ષ પાયામાંથી સત્તાકાંક્ષી હોઈને, સર્વ
સેવા સંઘે સૂચવેલી યોજનાને મૂર્ત રૂપ મળવાને મને કોઈ અવકાશ દેખાતું નથી. - વળી કોંગ્રેસ પક્ષ કે પ્રજાસમાજવાદી પક્ષ, સ્વતંત્ર પક્ષ કે સામ્યવાદી પક્ષ–આવા દેશવ્યાપી ભિન્નભિન્ન રાજકીય પક્ષો આખા દેશને સ્પર્શતી સમસ્યાઓને જે વ્યાપક રીતે અને સમગ્રપણે વિચાર કરી શકવાની સ્થિતિમાં છે તેવી યોગ્યતા અથવા તે ક્ષમતા મતદાર વિભાગના નાનાં નાનાં મંડળો કદિ પણ દાખવી શકવાના નથી. તેમની દષ્ટિ સ્થાનિક અથવા તો પ્રાદેશિક પ્રશ્નોથી ભાગ્યે જ આગળ જઈ શકવાની. આ રીતે વિચારતાં પણ સર્વ સેવા સંઘની યેજના આર્ષક લાગતી નથી. તે
આજે આપણા દેશમાં ૧૪–૧૫ વર્ષથી અમલી બનેલી લેકશાહી દ્વારા પક્ષીય રાજકારણનાં જે અનિષ્ટો આપણા જોવા જાણવામાં આવ્યાં છે તેથી હું પૂરો સભાન છું, પણ લોકશાહી સાથે તે અનિવાર્યપણે જોડાયેલાં છે એમ હું માનું છું. એકમેક સાથેના વ્યવહાર અંગે સભ્યતાનું ઊંચું ધોરણ પ્રસ્થાપિત કરીને તેમ જ જે જે વિષયને લગતાં વિચારમાં એકમતી હોય તે તે વિષયે પુરતું પરસ્પર સાથે મળીને કામ કરવાની પ્રથા અખત્યાર કરીને પક્ષીય રાજકારણનાં અનિષ્ટોને હળવા કરી શકાય છે, પણ લોકશાહીના રાજકારણી માળખામાંથી પક્ષીય રાજકારણની સર્વથા નાબૂદી થવી મને સંભવિત લાગતી નથી.
વળી, લોકશાહી એટલે અમૂક મુદત માટે ચૂંટેલા પ્રતિનિધિઓ મારફતે રાજ્યવહીવટનું સંચાલન. લોકશાહીની કોઈ પણ યોજનામાં આ તત્ત્વ અનિવાર્ય હોવાનું. પરિણામે જનતાએ પોતાનું • સાર્વભૌમત્વ અમૂક સમય માટે પોતે ચૂંટેલા પ્રતિનિધિઓને delegate કરવું જ રહ્યું,-સેપવું જ રહ્યું. આમ જનતા જો જાગૃત ' હોય, અને પોતે ચૂંટેલા પ્રતિનિધિને પોતે ધારે ત્યારે પાછા બેલાલવાની સત્તા ધરાવતી હોય તે પિતાના સાર્વભૌમત્વની
આવી મુદતી સોંપણી લોકશાહીને ખરેખર બાધક બનતી હોય એમ મને લાગતું નથી.
શ્રી શંકરરાવનું એ કહેવું બરાબર છે કે લોકશાહીએ દરેક વ્યકિતને અર્પેલું વ્યકિતસ્વાતંત્ર્ય આર્થિક ક્ષેત્રે અમલી બનતાં, ‘બળીયાના બે ભાગ” એ મુજબ વ્યકિત વ્યકિત વચ્ચે, માત્ર આર્થિક ક્ષેત્રે જ નહિ પણ રાજકીય ક્ષેત્રે પણ, એક પ્રકારની અસમાનતા પેદા થઈ છે, અને સાધનસંપન્ન, અર્થસંપન્ન વ્યકિતઓનું જ રાજકારણ ઉપર પ્રભુત્વ સ્થપાયું છે. આ અનિષ્ટ દર કરવા માટે આર્થિક ક્ષેત્રને લગતું વ્યકિતસ્વાતંત્રય જે ઉપાયે વડે મર્યાદિત કરવું જરૂરી લાગે તે ઉપાય જરૂર હાથ ધરવા ઘટે છે. તે ઉપાયોની વિગતવાર ચર્ચા અહીં જરૂરી નથી. પરમાનંદ આપણા વ્યવહારમાં આટલી અસભ્યતા શાને? (તા. ૯-૪-૬૧ ના ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાંથી સાભાર ઉધૃત)
યુરોપ અને અમેરિકાના થોડા મહિનાને પ્રવાસ પૂરો કરી ભારતમાં પાછા ફરનાર મારા જેવા કોઈને પણ ત્યાંના અને અહીંના માણસ-માણસ વચ્ચેના સંબંધમાં દેખાતે તફાવત વિચાર કરતા કરી મૂકે છે.
શેરીઓ, બસ, આગગાડી, હોટેલ, વિશ્વવિદ્યાલયો વગેરે સર્વ જાહેર સ્થળોમાં વ્યકત થતા ત્યાંના જીવનમાં બે મુખ્ય વૃત્તિ નજરે ચઢે છે: બીજાને મુશ્કેલીમાં ન મૂકવા કે તેમને અગવડરૂપ ન થઈ પડવા માટે બનતો બધે પ્રયત્ન; તથા પિતાને થોડો ભેગ આપવો પડે છે તે આપીને કે થોડીઘણી મુશ્કેલી જાતે વેઠી લઈને પણ પારકાને મદદરૂપ થવાને ઘટતે પ્રયત્ન.
અવલોકનશીલ કોઈ પણ વ્યકિતને પોતે ઘરની બહાર નીકળતાં જ ક્ષણે ક્ષણે આ વાત સ્પષ્ટ નજરે ચઢે છે. બસ માટે રાહ જોઈ ઊભેલા સમૂહમાં સામાન્ય રીતે સ્ત્રીઓને પહેલી ચઢવા દેવામાં આવે છે. ભૂલેચૂકે કદાચ કોઈકને ધકકો લાગી જાય તો તરત જ “માફ કરજો’ ‘દિલગીર છું' એવો શબ્દોચ્ચાર થવાના જ. મેટરનાં હોર્નને અવાજ પણ જવલ્લે જ કાને પડે. એનું કારણ એ નથી કે કાયદા દ્વારા એની બંધી થઈ છે, પણ રસ્તાનો ઉપયોગ કરનારાઓમાંને મોટો ભાગ બીજાઓને પોતે કોઈ રીતે બાધારૂપ ન બને એ માટે પિતાથી બનતું બધું કરી છૂટવા માગે છે. એમાં એમની પોતાની અને બીજાઓની જિન્દગી જોખમાય નહીં એ જ હેતુ છે.
ભરચક વસ્તીવાળા લત્તાઓમાં કે પછી ખરીદી માટેનાં સ્થાનેમાં પણ પગે ચાલીને જનારને રસ્તો ઓળંગવાનો હક ન હોય ત્યાં પણ મેટરવાળા સામાન્ય રીતે મોટરની ગતિ રોકી લઈને ચાલીને જનારને રસ્તો ઓળંગવા માટે હાથને સંકેત કરે છે; ગાળાગાળી કરવા બેસી જતા નથી.
એક વખતે લાંબા અંતર સુધી જનારી એક ગ્રેહાઉન્ડ બસમાં રાતને સમયે મેં મુસાફરી કરી હતી. જ્યારે જ્યારે અમારી બસ એકાદ ટ્રકની બાજુમાંથી પસાર થઈ આગળ નીકળે કે અમારો ડ્રાઈવર આભારદર્શન માટે બસના દીવા ક્ષણભર તેજ કરે. આ અંગે તપાસ કરતાં મને માલૂમ પડયું કે આ તે અહીંને સામાન્ય શિષ્ટાચાર છે. પોસ્ટ માસ્તરોથી માંડીને કસ્ટમ ખાતાંના અમલદારો અને ઠેઠ પોલીસે સુધી બધા જ અમલદારોમાં નમ્રતા અચૂક રીતે જોવા મળતી. પારકાની લાગણી દુભાય કે એ નારાજ થાય એવું ગુસ્સાભર્યું વર્તન કે અપશબ્દોથી દૂર રહેવાની દરેકની ઈચ્છાને કારણે માનનો પરસ્પર વ્યવહાર નિર્મળ અને જીવંત દેખાતે.
અલબત્તા માટે એવું કશું સૂચવવાનું નથી કે અમેરિકામાં બધું જ બધી રીતે આદર્શમય છે. એવું કશું નથી. ત્યાંય ડાઘાડૂધી છે જ. ત્યાં ભયંકર ગુન્હા થાય છે; બેંકો ઉપર ધાડ પડે છે; દારૂડિયા ય
હાઉન્ડ બસ,
એ જ આભારદરથી પસાર છે. જ્યારે