________________
તા. ૧-૧૨-૬૧
પ્ર છું દ્ધ
જી થ ન
૧૪૯
-
તો
આ
આનું એક બીજાં પરિણામ એ આવે છે કે સાર્વભૌમ જનતા જેને પિતાના પ્રતિનિધિ તરીકે ચૂંટે છે તે પ્રતિનિધિ જનતા પ્રતિ જવાબદાર રહેતું નથી, પણ પિતાના એ રાજકીય પક્ષ પ્રત્યે જવાબદાર બને છે, કે જેણે ચૂંટણી લડવા માટે તેને આર્થિક વગેરે મદદ આપી હોય છે. લાંબા સમય આ પરંપરા ચાલતાં આજની લોકશાહી અથવા તે પ્રતિનિધિક પ્રજાતંત્ર સત્તા કબજે કરવા માટે ભિન્ન ભિન્ન રાજકીય પક્ષોને એક પ્રકારની કુસ્તી લડવાને અખાડો બની ગયેલ છે. આ રાજકીય પક્ષોમાંથી એક યા અન્ય પક્ષ સત્તા ઉપર આવે છે. અને પોતપોતામાં આ સત્તાની વહેંચણી કરી લે છે. “લોકોનું અને લોકોદ્વારા ચલાવવામાં આવતું” રાજ્ય બીલકુલ ભુલવાડી દેવામાં આવે છે અને એ બન્નેના સ્થાનમાં “લોકો માટે” રાજ્ય એ માત્ર બાકી રહે છે. સારાંશ એ છે કે આજની લોકશાહી ખરા અર્થમાં લોકશાહી રહી નથી.
વળી જો કોઈ સમજે કે આ દુર્ગતિ કેવળ અવિકસિત દેશની જ થઈ છે, અથવા તે અમુક રાષ્ટ્ર અવિકસિત છે એને લીધે જ તેની આ દુર્ગતિ થઈ છે તો એ સમજણ કેવળ ભૂલભરેલી હોવાની. પશ્ચિમના જે દેશમાં આ અર્વાચીન લોકશાહીને જન્મ થયો છે અને કેટલાક સૈકાઓથી આને જ્યાં વિકાસ થઈ રહ્યો છે એ દેશમાં પણ લોકશાહીની આવી જ દુર્ગતિ પ્રવર્તે છે, કારણ કે આપણા ગુજરાતની સ્થિતિનું જે વર્ણન કરવામાં આવ્યું છે તે વર્ણન તે રાષ્ટ્રોને પણ એટલું જ લાગુ પડે છે. - આજની લોકશાહીની આજે દુર્ગતિ દેખાય તેના મુખ્ય બે કારણ છે. પહેલું કારણ જનતાનું સાર્વભૌમત્વ બીજાના હાથમાં સેપી દેવામાં આવે છે તે છે. આનાથી લોકશાહી ઉપર ‘મૂલે કુઠાર:” જે આઘાત પહોંચે છે. કારણકે સત્તા સોંપી દેવાની આ પદ્ધતિથી
લોકોનું લોકો દ્વારા ચલાવવામાં આવતું રાજ્ય” કદિ પણ સ્થાપિત થતું નથી. બીજું કારણ એ છે કે લોકશાહીને જે મૂળભૂત સિદ્ધાન્ત છે–વ્યકિત સ્વાતંત્ર્ય—તેને આર્થિક ક્ષેત્રમાં પણ લાગુ પાડવામાં આવેલ છે. “લેસેઝ ફેર” પ્રતિબંધ મુકત વ્યાપાર વ્યવસાય—આર્થિક ક્ષેત્રમાં આ પ્રકારે વ્યવહત બનેલા વ્યકિત સ્વાતંત્ર્ય વ્યકિતને રાજકીય ક્ષેત્રમાં બીલકુલ લાચાર બનાવી દીધી છે; અને તેની સ્વતંત્રતા કેવળ રૂંધી નાંખી છે. આજની લેકશાહી એક અર્થમાં સાધનસંપન્ન સુસ્થિત વર્ગના હાથમાં સત્તાને ટકાવી રાખવાનું એક સાધન બની ગયેલ છે.
આ દુર્ગતિમાંથી લેકશાહીને મુકત કરવી હોય તો બે ઉપાય હાથ ધરવાના રહેશે. એક છે વિકેન્દ્રીકરણ એટલે કે લેકશાહીનું વિકેન્દ્રિત સ્વરૂપ વિકસિત કરવું પડશે અને બીજું સમગ્ર અર્થેત્પાદન સહકારિતા અને વિશ્વસ્ત વૃતિ-ટ્રસ્ટીશીપ-ના સિદ્ધાન્તો. પર ઊભું કરવું પડશે. કારણકે મોટા મોટા દેશે કે જ્યાં કરોડોની લોકસંખ્યા છે ત્યાં લોકશાહીનું એક કેન્દ્રિત સ્વરૂપ સ્વીકારવામાં આવે તે મુઠ્ઠીભર લોકોના હાથમાં સત્તાનું કેન્દ્રિત થવું અનિવાર્ય બની જાય. એવી સ્થિતિમાં લોકશાહીનું “લોકો માટે, લોકો દ્વારા ચલાવવામાં આવતા લોકોના રાજય ”નું સ્વરૂપ પ્રાપ્ત થવું સંભવિત બનતું નથી. અને બીજું આજના પ્રતિસ્પા-મક Compititive સિદ્ધાન્તોના આધાર ઉપર રચાયેલા જીવનવ્યવહારમાં સંપત્તિ અને સત્તા સમાજના મુઠ્ઠીભર પૂંજીપતિ અથવા બુદ્ધિશાળી લોકોના હાથમાં સરી પડે છે. તેમનું નિયંત્રણ તેના ઉપર સ્થપાયા વિના રહેતું નથી. ફલસ્વરૂપ આમજનતાને રાજનૈતિક અને આર્થિક સ્વતંત્રતા ખરા અર્થમાં કદિ પણ પ્રાપ્ત થતી નથી. આ માટે આજની લોકશાહીના સિદ્ધાન્ત અને વ્યવહારનું રાવિશેષ સંશોધન થવું ઘટે છે અને તે શોધના આધાર ઉપર આવશ્યક પરિવર્તન થવાની જરૂર છે. એ સૌભાગ્યની વાત છે કે ભારતના સત્તાધારીએમાં જે વિચારશીલ લાકો છે તેમનું ધ્યાન આ તરફ ગયું છે.
અને તેઓ લોકશાહીને ખરી દિશા તરફ વાળવાના પ્રયત્નમાં છે. પંચાયત રાજ્ય આ પ્રયત્નનું એક પરિણામ છે. ગયા દશ વર્ષથી વિનોબાજી અને સર્વ સેવા સંઘ સર્વોદયના સિદ્ધાનો તથા વ્યવહારના આધાર ઉપર આ દિશામાં શોધ કરી રહ્યા છે, અને વિકેન્દ્રિત લેકશાહીનું તથા સહકારિતા તેમ જ વિશ્વસ્ત વૃત્તિના સિદ્ધાન્તો ઉપર ' આધારિત અર્થવ્યવસ્થાનું એક પૂરું દર્શન તથા કાર્યક્રમ દેશની સામે રજુ કરતા રહ્યા છે.'
એટલું જ નહિ, આની સાથે જ્યાં સુધી જનતા આ દર્શન અને કાર્યક્રમને સ્વીકાર ન કરે ત્યાં સુધીના સંક્રમણકાળ દરમિયાન આજની જ લોકશાહી પદ્ધતિમાં જનતા અભિક્રમશીલ બને, પોતાની સ્વતંત્રતાના વિચાર તેમ જ કર્તુત્વ વડે આ લોકશાહીને પોતાનું સ્વશાસિત રાજય બનાવી શકે તેને પણ એક કાર્યક્રમ સર્વ સેવા સંઘે થોડા સમય પહેલાં આંધ્ર પ્રદેશમાં ભરાયેલા અખિલ ભારત સર્વોદય સંમેલનમાં રજુ કર્યો છે. “લકતંત્રને સફળ તેમ જ સક્રિય બનાવવા માટે એ આવશ્યક છે કે ધારાસભાના ઉમેદવારોની પસંદગી લોકો પોતે કરે. મતદાર કેન્દ્રોના–બૂક્સના-નાના નાના વિભાગમાં ઊભા કરવામાં આવેલા મતદાતાઓના મંડળે–વોટર્સ કાઉન્સીલ્સ દ્વારા આ કાર્ય થઈ શકે તેમ છે. ચૂંટણી બાદ મતદાતાઓ તથા પ્રતિનિધિઓ વચ્ચે જીવિત સંપર્ક પણ આ મતદાતા મંડળ દ્વારા કાયમને બનાવી શકાય છે. આગળ ઉપર આવનારી સામુદાયિક ચૂંટણીઓના અવસર ઉપર જગ્યાએ જગ્યાએ મતદાતા–મંડળ બનાવીને જનતા સ્વયં સક્રિય બને એ વિચારને વ્યાપક પ્રકાર કરવો જોઈએ. વળી એવી પણ કોશિષ કરવી જોઈએ કે રાજનૈતિક પક્ષો સ્વયં આ વિચારને માન્ય કરે” વગેરે. આ આખે કાર્યક્રમ હું ધારું છું કે તમે જાણતા જ હશે. પણ તમારા પ્રબુદ્ધ જીવનમાં તેની નોંધ લેવામાં આવી હોય અને એ સંબંધમાં તમારે અભિપ્રાય દર્શાવવામાં આવ્યું હોય એમ મારા જોવામાં આવ્યું , નથી. મોટા ભાગે હું પ્રબુદ્ધ જીવનની પ્રતીક્ષા કરતો રહું છું અને સ્વતંત્ર વિચાર તથા ભાષાની દ્રષ્ટિથી તે નિયમિતપણે જોતો રહું છું. એમ છતાં, સંભવ છે કે, તમે સર્વ સેવા સંઘના ઉપર્યુકત કાર્યકમ વિશે ચર્ચા કરી હોય અને મારું ધ્યાન તે તરફ ગયું ન હોય. આમ છતાં પણ આ પત્રમાં જે પ્રજાધર્મને મેં ઉલ્લેખ કર્યો છે તેના સંદર્ભમાં તમે પ્રબુદ્ધ જીવનમાં સર્વ સેવા સંઘના આ કાર્ય , કમનો ઉલ્લેખ કરો અને જનતા સમક્ષ એક ચેકકસ માર્ગ પ્રસ્તુત કરો—આવી જો હું અપેક્ષા રાખું તો તમે તેને અસ્વાભાવિક નહિ લેખે. કારણકે જનતા પિતાના સાર્વભૌમત્વને અનુભવ કરે અને તેને અમલ પોતાના હિતમાં કરે એ માટે મને આ જ માત્ર એક માર્ગ દેખાય છે.
આ પત્રમાં મેં જે છૂટ લીધી છે તેને, આપના મનમાં મારા તરફ જે સ્નેહ છે તે કારણે, તમે ખ્યાલ નહિ કરો એમ હું આશા રાખું છું.
. તમારો
શંકરરાવ દેવ તંત્રીનેંધ :- શ્રી શંકરરાવ દેવના આ પત્રમાં દર્શાવેલા કેટલાક વિચારો લોકશાહીની ફિલસુફીથી અનભિજ્ઞ વાચકોને ગ્રહણ કરવા મુશ્કેલ પડશે. વળી તેમનાં કેટલાંક વિધાનો સાથે સહમત થતાં તેઓ મુસ્લી " અનુભવશે. એમ છતાં લોકશાહીના જટિલ પ્રશ્ન પરત્વે શ્રી શંકરરાવનું વર્ષોભરનું જે ઊંડું ચિતન છે તેના નિષ્કર્ણરૂપ કાંઈક આ પત્રદ્વારા આપણને પ્રાપ્ત થાય છે અને એ રીતે આ પત્રનું મારે મન ઘણું મોટું મૂલ્ય છે.
તેમના પત્રની વિગતવાર ચર્ચા–આલોચના કરવાનું શકય નથી. આમ છતાં તેમના બે ત્રણ મુદ્દાઓ સંબંધમાં જવાબરૂપે યા તે ખુલાસા રૂપે થોડુંક કહેવાનું મને જરૂરી લાગે છે. તેમણે આ
હાય વિક િવિવ વૃતિ
Quilt
byth as
late