SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ પ્રમુદ્ધ જીવન દરેક વસ્તુ યા પરિસ્થિતિ જેવી હોય છે તેવી હોવાનું કારણ તેમાં જ નિહિત રહેલું હોય છે. આમ હોવાથી જે સાચા વૈજ્ઞાનિક ઢંગપૂર્વક વિચારવાવાળા હોય છે તે તે કારણ ને તે વસ્તુ આ પરિસ્થિતિમાંથી શોધી કાઢે છે અને તે શોધ દ્વારા પ્રસ્તુત વસ્તુ યા પરિસ્થિતિમાં વાંછનીય પરિવર્તન સાધીને તેને પોતાની મુકિત યા આઝાદી માટે ઉપયોગ કરે છે. ગુજરાત ખાસ ગાંધીજીનો દેશ છે. એથી તમારા જેવા સજ્જન અને આખા દેશ ગુજરાત પાસેથી કાંઇક વિશેષ અપેક્ષા રાખે એ વ્યાજબી છે. આમ છતાં પણ ગુજરાત આજે એ અપેક્ષાની પૂર્તિ કરી શકતું નથી તેનું કારણ ગુજરાતના સાર્વજનિક કાર્યકર્તાએના માનસ અને પરિસ્થિતિમાં નિહિત છે આ આપણે સમજી લેવું જોઈએ. ગાંધીજીએ સત્યાગ્રહ વડે દેશને આઝાદ કર્યો. ખરી રીતે વિચારીએ તો તેમની સત્યાગ્રહી શકિત તેમના રચનાત્મક કાર્યક્રમમાં જ રહેલી હતી. આ બાબત અંગે દેશમાં કે ગુજરાતમાં બે મત નથી. પણ ઉપર જણાવેલ કારણને લીધે ભારતીય જનમાન સમાં રચનાત્મક કાર્યક્રમના પરોક્ષ સંબંધ સત્તાની સાથે સંકલિત થયો છે અને સત્તાના સંબંધ નવા સમાજના નિર્માણ સાથે થયો છે. આથી એવી ભાવના દઢ બની ગઈ છે કે લોકસેવા અને સમાજ સેવા સત્તા દ્વારા જ થઈ શકે છે. આને લીધે આજે એવું દુ:સહ દૃષ્ય જોવા મળે છે કે સદ્ભાવી સેવક પણ આજે સત્ત્વાકાંક્ષી બની રહ્યો છે અને એ સત્તાની પ્રાપ્તિ માટે પોતાના સદ્ભાવના પણ ભાગ આપવાને તે તૈયાર થઈ જાય છે. કરુણાજનક બીના તે એ છે કે ગુજરાત પણ આમાં અપવાદરૂપ નથી. આ જ વિચારને જરા વિસ્તારથી સમજાવવા પ્રયત્ન કરૂં. ગાંધીજી જ્યારે દક્ષિણ આફ્રિકામાં હતા ત્યારે તેમણે પોતાના શુદ્ધ સત્યાગ્રહના વિચાર ‘હિન્દ સ્વરાજ્ય ' પુસ્તકમાં વ્યકત કર્યા છે. એ વિચારણામાં એક મુખ્ય એ ચીજ છે કે મનુષ્યના હૃદયમાં અથવા તો સમાજમાં પરિવર્તન લાવવું હોય તો સત્યાગ્રહ જ એક ખરું સાધન છે. એ લક્ષ્યની સિદ્ધિ માટે સત્તાના ઉપયોગને ગાંધીજી કેવળ અવાંચ્છનીય જ નહિ પણ હાનિકારક પણ માનતા હતા. રચનાત્મક કાર્યક્રમની પૂર્તિ એ જ સ્વરાજ્ય છે. રચનાત્મક કાર્યકર્તાને સત્યાગ્રહની ખોજમાં જવું પડતું નથી. ઊલટું સત્યાગ્રહ જ તેની ખાજમાં સામે આવીને ઊભા રહે છે (ગાંધીજીના ચંપારણ્યવાળા સત્યાગ્રહ આનું ઉત્તમ ઉદાહરણ છે.) વગેરે. ગાંધીજીની ઉકિતઓની પણ આ જ મતલબ છે. પણ ગાંધીજી જ્યારે હિન્દ તરફ પાછા વળ્યા ત્યારે ભારતની એક વિશિષ્ઠ પરિસ્થિતિ હતી. સ્વાતંત્ર્યપ્રાપ્તિ જ રાષ્ટ્રનું મુખ્ય લક્ષ્ય અને આકાંક્ષા હતી, અને કોંગ્રેસ આ લક્ષ્યની સિદ્ધિ અથવા તે આ આકાંક્ષાની પૂતિનું સાધન બની ચૂકી હતી. આથી સત્તાને કબજે કરેવી એ કાગ્રેસનું મુખ્ય કાર્ય. હતું. ભારત પાછા આવ્યા બાદ થોડા સમયમાં ગાંધીજી કાગ્રેસના નેતા બન્યા અને તેનું પરિણામ એ આવ્યું કે દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીની સત્યાગ્રહને લગતી જે શુદ્ધ ભૂમિકા હતી તે ટકી ન શકી. સત્યાગ્રહ અને રચનાત્મક કાર્યક્રમ ઉપર એમની જે શ્રાદ્ધા હતી તે તો અટળ હતી, પણ કૉંગ્રેસનું નેતૃત્વ ગાંધીજીના હાથમાં આવ્યું તેને લીધે સત્યાગ્રહ અને રચનાત્મક કાર્યક્રમ— એ બન્ને સમાજપરિવર્તનનાં સાધન બનવાને બદલે સત્તાપ્રાપ્તિનાં સાધન બની બેઠાં. આમ થતાં રચનાત્મક કાર્યક્રમ વડે હૃદયપરિવર્તન કરવાની શુદ્ધ સત્યાગ્રહની પ્રક્રિયા મલીન બની. જે ગાંધીજી સત્યાગ્રહ અને રચનાત્મક કાર્યક્રમના પ્રતીક હતા તે હવે સત્તાપ્રાપ્તિના પ્રતીક બની ગયા. આના પરિણામે ભારતીના માનસ ઉપર સત્યાગ્રહ અને રચનાત્મક કાર્યક્રમને બદલે સત્તાના સંસ્કાર દૃઢ બની ગયા. ++ *તા. ૨૨ ૧ કારણને લીધે જ ગાંધીજીએ જે પોતાનું આખરી સિયતનામું લખ્યું તેમાં પણ તત્કાલીન કૉંગ્રેસનું જે લોકસેવક સંઘમાં એમણે રૂપાન્તર કરવાનું સૂચવ્યું તેનો મુખ્ય ઉદ્દેશ સત્તાધારીઓ ઉપર નૈતિક પ્રભાવ ઊભા કરવાના રહેશે એમ તેમણે જણાવ્યું. અને ચરખા સંઘ, ગ્રામાઘોગ સંઘ વગેરે અખિલ ભારતીય સંસ્થાઓને પણ તેમણે આ લોકસેવક સંઘ સાથે જોડી દીધી. તેનું પરિણામ એ આવ્યું કે પરોક્ષ રૂપથી તે સંસ્થાઓના સંબંધ પણ સત્તાની સાથેજ રહ્યો, રચનાત્મક સંસ્થાએ સત્તાથી અલિપ્ત રહી ન શકી, અથવા તો અલગ રહીને સમાજનું પ્રત્યક્ષ નિર્માણ કરવાની પોતાની શકિતનું દર્શન કરાવવા માટે મુકત રહી ન શકી. જનમાનસમાં રચનાત્મક કાર્યક્રમ પ્રત્યે એ પ્રતિષ્ટા રહી નહિ, જે પ્રતિષ્ટા ગાંધીજીના અસલી વિચાર અનુસાર તેને સ્વાભાવિક હકકની રૂઈએ મળવી જોઈતી હતી. ગુજરાતમાં ગાંવીજીના વિચારો અને કામ પ્રત્યે અધિક નિષ્કા હાય તો તે અસ્વાભાવિક નથી. પણ કમનસીબીની વાત એ છે કે આ નિષ્ણાને ગુજરાતે ગાંધીજીની પેલી અસલી ભૂમિકા તરફ જેટલી અભિમુખ કરવી જોઈતી હતી એટલી તેણે અભિમુખ કરી નહિ. આના પરિણામે ગુજરાતના રચનાત્મક કાર્યકર્તાઓ પણ, ગાંધીજીના જે શાસનમુકત અસલી સર્વોદય વિચાર હતા અને જેને પાછળનાં દશ વર્ષ દરમિયાન વિનોબાજીએ ભૂદાન આન્દોલન દ્વારા વ્યકત તેમ જ પ્રસારિત કર્યો હતો તે શાસનમુકત સર્વોદય વિચાર સાથે, પૂરા દિલથી સહમત થઈ ન શક્યા. આનું એક પરિણામ એ આવ્યું છે કે સાક્ષેત્રમાં જે સાત્ત્વિકતાની અપેક્ષા દેશ તેમજ તમે ગુજરાત પાસેથી રાખા છે તે પૂરી થઈ ન શકી. આ કોઈ એક અમુક નેતાની કસૂરનું પરિણામ છે એમ નહિ કહેવાય. જો આને કોઈ નેતાની કસૂર માની લેવામાં આવે તો તે વૈજ્ઞાનિક વિચારના ઢંગ નહિ લેખાય. ગાંધીજીના જીવનનું જે દર્શન ભારતીઓને પ્રારંભથી આખર સુધી રહ્યું તે દર્શનથી ગાંધીજી પણ અસ્પષ્ટ રહી ન શક્યા. આ આ થઈ ખાસ ગુજરાતની કહાણી. પણ આમ જનતાની આ અંગેની ઉદાસીનતાના તમે જે ઉલ્લેખ કર્યો છે તે આજની લાશાહીમાં જ રહેલો છે. ભારતીય જનતાએ આજની જે પાશ્ચાત્ય લોકશાહીને પસંદ કરી છે અને જેના તત્ત્વ અનુસાર ભારતીય જનતાના જીવનનું નિર્માણ અને વ્યવસ્થા થઈ રહેલ છે એ લાક શાહીના બે પ્રશંસનીય સિદ્ધાન્ત છે: વ્યકિતસ્વાતંત્ર્ય અને જન તાનું સાર્વભૌમત્વ. પણ પશ્ચિમી રાષ્ટ્રોમાં લોકશાહીના જે રીતે વિકાસ થયા છે અને પ્રતિનિધિક પ્રજાતંત્ર--પાર્લામેન્ટરી ડેમેાકસી—નું જે રૂપ. પ્રગટ થયું છે તેમાં પ્રત્યક્ષ વ્યવહારની દષ્ટિએ લેાકશાહી આ બે સિદ્ધાન્તાથી દૂર ચાલી ગઈ છે. આ લેાકશાહીના સિદ્ધાન્ત અનુસાર જનતા સાર્વભૌમ છે અને પોતાના દેશનું રાજ્યશાસન ચલાવવાના તેના પૂરો અધિકાર છે, આ બાબતને અનુસરીને સમયે સમયે ચૂંટણી થતી રહે છે. આમાં દરેક વ્યકિત પોતાના મત આપે છે. સાર્વભૌમ જનતા અમુક વ્યકિતઓને અથવા તો ચૂંટણીનું નિમિત બનેલ વ્યકિતઓના અમુક સમૂહને કે દળને પોતાનો મત આપે છે. આનો અર્થ એ થાય છે કે મતદાતા પોતાનું સાર્વભૌમત્વ અમુક વ્યકિતઓના હાથમાં અથવા તે વ્યકિતઓના સમૂહના હાથમાં સાંપે છે—ડેલીગેટ કરે છે, અને એ રીતે બે ચૂંટણીના ગાળા દરમિયાન જનતાનું આ સાર્વભૌમત્વ એ વ્યકિતઓના સમૂહ પાસે અથવા તો રાજનૈતિક દળાની પાસે પૂર્ણપણે ચાલી જાય છે. એનું પરિણામ એ આવે છે કે બે ચૂંટણીઓના ગાળા દરમિયાન સાર્વભૌમ જનતાને કશું સ્થાન રહેતું નથી. જેએ જનતાના પ્રતિનિધિ બનીને દેશના કારભાર ચલાવે છે તેમની ઉપર જનતાનું કોઈ નિયંત્રણ રહી શકતું નથી. જનતા સમયે સમયે પેાતાના આ સાર્વભૌમત્વનું સમર્પણ કરી કરીને જ તેના ઉપયોગ કરે છે. લોકશાહીના સિદ્ધાન્ત અને તેના પ્રત્યક્ષ વ્યવહારમાં આ મૂળભૂત વિરોધ જોવામાં આવે છે. ફ
SR No.525946
Book TitlePrabuddha Jivan 1961 Year 22 Ank 17 to 24 and Year 23 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1961
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size20 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy