________________
REGD, Na, B-4266 વોક લજમ રૂા. ૪
પબુ જીવન
શ્રી મુંબઇ, જૈન યુવક સૌંઘનુ પાક્ષિક મુખપત્ર છૂટક નકલ: ૨ નયા પૈસા
* પ્રબુદ્ધ જૈન ’નું નવસંસ્કરણ વર્ષ ૨૭: અંક ૧૫
મુંબઈ, ડિસેમ્બર ૧, ૧૯૯૧, શુક્રવાર આફ્રિકા માટૅ શિલિંગ ૮
તંત્રી: પરમાનંદ કુંવરજી કાપડિયા
લાકશાહીની તત્ત્વપશી આલાચના
(ગયા જુલાઈ માસ દરમિયાન આગામી ચૂંટણીમાં ગુજરાતમાંથી કૉંગ્રેસ તરફથી ઉમેદવાર તરીકે કોણે ઊભા રહેવું એ સંબંધમાં ગુજરાતના શિખરસ્થ આગેવાનો વચ્ચે સંઘર્ષ ઊભા થયા હતા, જેણે આજે વધારે વિષમરૂપ ધારણ કર્યું છે. એ ઘર્ષણ સંબંધમાં ગુજરાત અને આગામી ચુંટણી'એ મથાળા નીચે તા. ૧૬-૭-૬૧ ના પ્રબુદ્ધ જીવનમાં ગુજરાતને લગતી તત્કાલીન સમસ્યાની છણાવટ કરતા મારો એક લેખ પ્રગટ થયેલા. તે વાંચીને શ્રી શંકરરાવ દેવે મારી ઉપર હિંદી ભાષામાં એક લાંબા પત્ર લખી મોકલેલો, જે જુલાઈ માસની છેલ્લી તારીખે મને મળ્યા હતા. પણ પછીના દિવસે અમે કાશ્મીર બાજુના પ્રવાસ ઉપર નીકળ્યા અને એક મહીના ફરી આવ્યા એ કારણે, તે દિવસેા દરમિયાન તે પત્ર ઉપર વિશેષ ધ્યાન આપવાનું બન્યું નહિ, અને ત્યાર પછી પણ તેમાંના અમુક વિભાગ બરોબર સમજાતા નહોતા તે અંગે શ્રી શંકરરાવ સાથે પત્રવ્યવહાર કરવામાં અને બીજાં રોકાણા અંગે આટલા સમય પસાર થઈ ગયો. ઉપર જણાવેલ શ્રી શંકરરાવ દેવના પત્રમાં આજની લોકશાહી અંગે કેટલુંક મહત્વનું ચિન્તન છે અને ગુજરાતની આજની વધારે વણસેલી પરિસ્થિતિમાં તે વધારે પ્રસ્તુત છે એમ સમજીને તે લાંબા પત્રના નીચે અનુવાદ આપવામાં આવે છે. પરમાનંદ )
મુકામ પુસારોડ, બિહાર
તા. ૨૮-૭-૬૧.
પ્રિય પરમાનંદભાઈ
જુલાઈ માસની ૧૬ મી તારીખના ‘પ્રબુદ્ધ જીવન 'માં પ્રગટ કરવામાં આવેલ તમારો લેખ ‘ગુજરાત અને આગામી ચૂંટણી’ વાંચ્યો. તે લેખના આરંભમાં તમે જણાવા છે કે “આગામી પંચવર્ષીય ચૂંટણીને અંગે દેશભરમાં ખળભળાટ શરૂ થયો છે. સત્તાસ્થાન પ્રાપ્ત કરવા માટે પડાપડી શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસમાં સેવાભાવ ઓછા થયા અને એકતાનું વાતાવરણ તૂટયું તે સાથે, જથશાહી વધી અને લગભગ દરેક રાજ્યમાં કોંગ્રેસના વિરોધી જૂથા સત્તા મેળવવા પ્રયત્નો કરી રહ્યા છે. કૉંગ્રેસી ઉમેદવારોની પસંદગી પેાતાના જૂથના માણસાની થાય તે માટે મંડળ સમિતિઆમાં, ચૂંટણી સમિતિએ વગેરે Key Positionsમાં પાંતાના માણસાને મૂકવા દરેક જૂથ એક બીજાના સામના કરી રહ્યું છે.”
દેશમાં ચૂંટણી અંગે રાજનૈતિક ક્ષેત્રની જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે તેનું વાસ્તવિક ચિત્ર તમે રજુ કર્યું છે અને આ ચિત્ર જોઈને તમારા દિલને થતી વ્યથા તમારા તે લેખમાં સ્પષ્ટપણે જોવામાં આવે છે. તમારી આ વ્યથા સ્વાભાવિક છે, પણ આમાં કોંગ્રેસની બગડેલી હાલતને લાભ કાગ્રેસવિરોધી દળ ઉઠાવવાની જે કોશિષ કરી રહેલ છે તેમાં તમે તે પક્ષાના દોષ દર્શાવ્યો છે તે કેમ તે મારી સમજમાં આવતું નથી. કારણ કે બધા પક્ષે કે જેમાં કૉંગ્રેસ પણ સામેલ છે તેનું સત્તાપ્રાપ્તિ જ એક સર્વસામાન્ય લક્ષ્ય છે. તે દરેક માટે સાધનશુદ્ધિની બાબત ગૌણ છે. તમારી આવી ધારણાનું એક કારણ એ હોઈ શકે છે કે તમારા દિલમાં હજુ સુધી પણ કોંગ્રેસ પ્રત્યે પ્રેમ યા નિષ્ઠા રહેલ છે. આ તમારા માટે ગૌરવની વાત હાઈ શકે છે. કારણ કે તમારા દિલમાં દેશનું હિત હંમેશા કૉંગ્રેસ સાથે સંકળાયેલું રહ્યું છે.
"
આ સંદર્ભમાં તમે આગળ ચાલતાં જણાવા છે કે “ સદ્ભાગ્યે આજ સુધી ગુજરાતમાં આવી કોઈ જૂથશાહી દેખાતી નહાતી. ગુજરાતની કૉંગ્રેસની એકતા અને શિસ્ત એક નમૂનેદાર લેખાતા. પણ આ વખતે ગુજરાતમાં એક વિચિત્ર પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે. .........આ ગુંચના ઉકેલ લાવવા માટે દિલ્હીમાં ઉચ્ચ કક્ષાએ
મંત્રણાઓ પણ થઈ ગઈ, પણ તે નિષ્ફળ નિવડી છે, એટલું જ નહિ પણ, કોકડું વિશેષ ગુંચવાયું હોય એમ જણાય છે. અનેક પ્રકારની અફવાઓ, આક્ષેપ। અને નિવેદન પ્રગટ થયાં છે. પ્રજા આથી . વિમાસણમાં પડે તે સ્વાભાવિક છે. ગુજરાત માટે આવું કદિ બન્યું નથી. '
આખા દેશની માફ્ક તમે પણ ગુજરાત પાસેથી રાજનૈતિક ક્ષેત્રમાં એક સાત્વિક આચરણની અપેક્ષા રાખો એ સ્વાભાવિક છે. ખાસ કરીને આવા મેાકા ઉપર સાત્વિક આચરણના અભાવ અધિક ખટકે છે. આથી તમારા દિલને દુ:ખ થયું છે. આ હું સમજી શકું છું અને માનું છું કે તમારા સ્નેહીજના સહભાગી હશે. આ દુ:ખમાં તમારા
તમારા નિવેદનના અન્ત ભાગમાં તમે જણાવા છે કે “આ બધું જોઈને પ્રજા ઉદાસીન થઈ ગઈ છે. પ્રજાને આવા નિર્ણયોમાં કર્યાંય અવાજ નથી. આગેવાનોના વ્યકિતત્વનું આ ઘર્ષણ છે એટલે કુતૂહલથી આમજનતા આ બધું જોઈ રહી છે.”
આ વાંચીને મને સખેદ આશ્ચર્ય થયું. કારણકે તમારા જેવા પ્રબુદ્ધ અને ભાવનાશીલ તથા સાત્વિક પ્રકૃતિવાળા વિચારશીલાને પણ આવી પરિસ્થિતિમાં પ્રજાધર્મ આથી પણ કાંઈ જુદો છે અને હોવો જોઈએ એ વાત સૂઝતી નથી. આ પ્રકારનું વિધાન કરવાની હું ધ્રુષ્ટતા કરી રહ્યો છું તે બાબત તમે મને ક્ષમા કરશે. તમે પણ સમજો છે કે જ્યારે નેતાઓનું આ પ્રકારનું નાટક ચાલે છે ત્યારે જનતા તેની સાક્ષી બનવા સિવાય બીજું કશું કરી શકતી નથી. તમારા એ લેખથી એમ લાગે છે કે જનતાનું આ સાક્ષિપણુ આ ‘ઉદાસીનતા’માંથી નીકળ્યું છે જેને તમે ઉલ્લેખ કર્યો છે. આમ છતાં પણ, મારે એ કહેવાની જરૂર નથી, અને તમે પણ આ વાત જાણા છે કે, પ્રજાની આ ઉદાસીનતા ‘પુરુષ’ના એકર્તુત્વ અને અભાકર્તુત્વમાંથી નીકળી છે એમ નથી, પણ જનતાની પેાતાની અસહાયતા અને લાચારીમાંથી નીકળી છે, અને એ પણ ધ્યાનમાં લેવાની જરૂર છે કે આ ‘ઉદાસીનતા’ થી ‘પ્રજાપુરુષ ’ મુકત થવાના નથી, ઊલટું વિશેષ બંધનમાં જકડાવાનો છે. પરિસ્થિતિ આ પ્રકારની હોવાથી જનતાની મુકિતનો રસ્તો શું છે તે દેખાડવાંનો તમારી જેવા પ્રબુદ્ધ વિચારકોનો ધર્મ છે, અને તે મુજબ અમલ કરવા તે પ્રજાના ધર્મ છે.