SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૧૧-૧ પ્રબુદ્ધ જીવન ૧૪૫ કાળથી ચાલતી હતી એમ ચાલી આવે છે. ઈશ્વર જીવોને તેમના કર્મ પ્રમાણે ન્યાય ચૂકવે છે અને તેમને સુખદુ:ખ આપે છે. ઈશ્વરનું કાર્ય આ રીતે કેવળ ન્યાયાધીશનું છે. અહીં જૈન વિચારસરણી જે ઈશ્વરકત્વની માન્યતાને સ્વીકારતી નથી તે આગળ આવીને જણાવે છે કે આખરે જો કર્મ જ મુખ્ય બાબત છે અને તેના આધારે જીવોનાં સુખદુ:ખનું નિર્માણ થાય છે અને આ બાબતમાં ઈશ્વર ન્યાયાધીશના ગૌણસ્થાનને પામે છે તે કમને જ શા માટે મુખ્ય ન ગણવું? અને ઈશ્વર એટલે કોઈ બહાર બેઠેલી અન્ય વ્યકિત નહિ પણ દરેક જીવની અંદર રહેલે આત્મા એમ કેમ ન સમજવું? આત્મા પિતાના રૂપમાં આરીસા જે નિર્મળ અને શુદ્ધ છે. તેના ઉપર કર્મના મેલના થરના થર લાગવાથી તે અશુદ્ધ દેખાય છે. આ મેલ દૂર થાય એટલે તે સ્વચ્છ અને નિર્મળ દેખાવાને છે. આ રીતે વિચારતાં જૈન દર્શન મુજબ ત્રણ તત્વ આપણી સામે મુખ્યપણે આવે છે. (૧) ભવભ્રમણની પરંપરામાં જકડાયેલે આત્મા, (૨) આ પરંપરા ઊભી કરનાર તેનું કર્મ અને (૩) કર્મથી મુકત આત્મા એટલે કે પરમાત્મા. બીજી રીતે વિચારીએ તે આત્મા અને કર્મ એટલે કે પુરુષ અને પ્રકૃતિ સિવાય જાણવાગ્ય–સમજવા યોગ્ય બીજું કોઈ તત્વ નથી. આમ કર્મવિચાર આપણી સામે આવતાં તેમાંથી મુકિતના પરિણામરૂપ મને વિચાર આવે છે અને તે મેક્ષપ્રાપ્તિ અર્થે જરૂરી એવા પુરુષાર્થ ઉપર જૈન દર્શન સૌથી વધારે ભાર મૂકે છે. આપણે આપણા સુખદુ:ખના અને આપણને લાગતુંવળગતું જે કાંઈ છે તેના નિર્માતા છીએ અને આજની આપણી પરિસ્થિતિમાં પલટો લાવવો તે આપણા હાથની વાત છે. અદ્યતન વર્તમાન એ સમગ્ર ભૂતકાળના કર્મોનું પરિણામ છે; ભાવીને આધાર અદ્યતને પરિસ્થિતિને આપણે કેવો ઉપયોગ કરીએ છીએ તેના ઉપર આધાર રાખે છે. કર્મકૌશલ્ય ધરાવતે જીવ અન્તિમ ધ્યેય મેક્ષની બહુ જલદીથી સમીપ જાય છે, તે વિનાને જીવ આ સંસારમાં કંઈ કાળ સુધી જ્યાં ત્યાં અથડાતે પછડાતે રહે છે. આ કર્મ આત્માને વળગ્યું કયાંથી? કર્મ જડ છે, આત્મા ચૈતન્ય છે. આના કારણ તરીકે ગીતામાં આસકિત સૂચવવામાં આવેલ છે. જૈન દર્શનમાં મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય, ગઆમ પાંચ કારણો દર્શાવવામાં આવ્યાં છે. માનવી માત્રને પ્રયત્ન ઈષ્ટને વેગ સાધવાનો છે, અને અનિષ્ટને વિયોગ સાધવાને છે. આ ઈષ્ટ અને અનિષ્ટ આત્માથી પર પદાર્થ છે અને એકની પ્રાપ્તિ અને અન્યથી મુકિતની ઘેલછામાં અનેક આધિ વ્યાધિ અને ઉપાધિને તે નેતરે છે. જેને તે ઈષ્ટ ગણે છે તે કદિ સ્થાયી બનનું નથી અને તેને નાશ થયે તે દુ:ખ અનુભવે છે અને અનિષ્ટ તે સ્વત: દુ:ખકર છે. આમ જે સ્વરૂપથી ભિન્ન છે તે પાછળની દેટમાં કેવળ દુ:ખ, દુ:ખ અને દુ:ખ આવીને ઉભું રહે છે. આ ઈષ્ટ અનિષ્ટના કંથી મુકત બનવામાં અને સચ્ચિદાનંદમય જે પોતાનું સ્વરૂપ છે તેને પ્રાપ્ત કરવામાં–તેમાં લીન થવામાં જે ખરું સુખ અને શ્રેય રહેલું છે. વિશ્વ છે તનું બનેલું છે–જીવાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાલાસ્તિકાય. આમાં એક જીવ ચેતનસ્વરૂપ છે, અન્ય જડ છે. આ જડચેતનની મેળવણી એટલે સંસાર. ચેતનની આ જડતના પાશમાંથી મુકિત એટલે મોક્ષ. જૈન દર્શનને આ સાર છે. " ગીતામાં “સ્વધર્મે નિધનું શ્રેયપરધમૅ ભયાવહ: એવું એક સૂત્ર છે. આનો અર્થ સામાન્યત: એવો કરવામાં આવે છે કે પોતાના ધર્મ એટલે કે સંપ્રદાયને વળગી રહેવું એમાં જ શ્રેય છે; અન્ય ધર્મને વળગવામાં જોખમ છે. ધર્મ શબ્દને આ અર્થ બરોબર નથી. તેને ખરો અર્થ એ છે કે સત, ચિત અને આનંદ એ સ્વ કહેતાં આત્માને ધર્મ છે, એટલે કે સ્વભાવ છે. આથી અન્ય તે સર્વ પર છે. ગીતાની ઉપરની પંકિતને અર્થ એ છે કે સ્વધર્મમાં એટલે આત્માના સ્વભાવમાં નિમગ્ન રહેવું તેમાં જ ખરું કોય રહેલું છે. જે આત્મસ્વભાવથી પર છે તેને વળગવું, તેની પાછળ દોડવું, તેનું રટણ કરવું તે ભયાવહ છે, અનિષ્ટોને પેદા કરનાર છે. આ રીતે ગીતાની પંકિત સાંપ્રદાયિક વાડાઓને–ચકાઓને–સુદ્દઢ કરવા માટે નથી પણ તેથી ઉપર જવા માટે અને પરને ઈનકાર કરીને સ્વને સ્વીકાર આદર કરવા માટે છે. . સ્વધર્મ ઉપરથી સ્વધર્મીને વિચાર આવે છે. જે ચૈતન્યસ્વરૂપ ' પિતાનું છે એ જ ચૈતન્યસ્વરૂપ અન્યનું છે એમ સમજીને ‘આત્મવત્સર્વભૂતેષુ' એવી દ્રષ્ટિને કેળવવી અને તદનુસાર આચરણ કરવું–આ ધર્મ આપણને પ્રાપ્ત થાય છે. આમ આત્મૌપમ ભાવે અન્ય જીવ સાથે વ્યવહાર કરવો તે જ અહિંસા છે. આનું નામ જ વિશ્વવ્યાપી મૈત્રી છે. કરુણા પણ આ વિચારણામાંથી પ્રગટે છે. આવી મૈત્રીની ઉપાસના એ આત્મસાધક માટે પરમ કર્તવ્યરૂપ બની જાય છે અને એ મૈત્રીની સાધનામાં. અન્તરાયરૂપ બનતી કામ કોધ, માન, માયા, લોભ, આદિ વૃત્તિઓને વિરોધ કરે છે, સાધક માટે અનિવાર્ય બને છે. જૈન ધર્મને અન્યત્ર સંક્ષેપમાં આ રીતે વર્ણવામાં આવેલ છે. ઘણો સંસ્ટમુઠુિં અસિામોતવો | અહિંસા, સંયમ અને તપરૂપ ધર્મ ઉત્કૃષ્ટ મંગળ છે. અહિંસા અને વિકારવૃત્તિનિરોધ એટલે કે સંયમને આપણે વિચાર કર્યો. તેટલું જ મહત્વ તપનું છે. તપ એટલે આધ્યાત્મિક પુરુષાર્થ. એક્ષપ્રાપ્તિ માટે આતુર બનેલા આત્માને ઝડપી વિકાસ સાધવા માટે પ્રયત્ન અથવા તે આત્મશુદ્ધિનો ઉગ્ર છતાં પણ આવશ્યક ઉપાય. ભારતીય સંસ્કૃતિના સન્તએ આત્મા ઉપર ચઢેલા મળને સાફ કરવા માટે હંમેશા તપ ઉપર ખૂબ ભાર મૂકયો છે. જૈન દર્શનમાં અહિંસા જેટલું જ મહત્ત્વને વિચાર છે સ્વાદુંવાદને લગતે, છે. અંગ્રેજીમાં તેને Relativity in thinking કહીને ઓળખાવી શકાય. એવી જ રીતે અહિંસાને આપણે Non-violence in action એ રીતે ઓળખાવી શકીએ. સ્વાદ્વાદ માટે બીજો શબ્દ છે અનેકાન્તવાદ. આ વિચારની વિસ્તારથી સમજૂતી આપવાનું સમયના અભાવે અહીં શકય નથી. કોઈ પણ વિધાન સંપૂર્ણ સત્યને વ્યકત કરી શકતું નથી. જેવો આપણને આપણા વિચારોને માટે આગ્રહ હોય તે જ અન્યના વિચારે માટે આપણને આદર હોવો જોઈએ, અને તે વિચારમાં રહેલા સત્યાંશને તારવતા શીખવું જોઈએ. ભિન્ન ભિન્ન દર્શન આખરે શું છે? સત્ય તત્ત્વને ભિન્ન ભિન્ન રીતે રજૂ કરતી ચક્કસ વિચારકોણીઓ છે. જ્યાં વિરોધ દેખાય ત્યાં સત્યાંશ તારવીને સમન્વય સાધવે એ અનેકાન્તવાદને સાર છે. આજનું જગત માંગી રહ્યું છે છાડતા શીખો અને સાંભળતા શિખે. સંયમ દ્વારા છાડે અને અનેકાન્ત દ્વારા સાંભળે, વિશ્વની આજની દિન પ્રતિદિન ઘેર બનતી જતી અશાંતિમાં જૈન દર્શનની આ અપરિગ્રહ અને અનેકાન્તમૂલક દ્રષ્ટિ સ્વીકારવામાં આવે અને અહિસાવિચારને જનજીવનના આચરણ સાથે સંલગ્ન કરવામાં આવે તે વિશ્વમાં જરૂર પરમ શાન્તિની સ્થાપના થાય અને જૈન દર્શન સહેજે વિશ્વદર્શન બની જાય. શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહનું પૂરક વક્તવ્ય ત્યાર બાદ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે “જૈન દર્શન જેવા ગહન વિષયને એક કલાકના ટૂંક સમયમાં મુનિશ્રીએ રોચક અને પ્રેરક એવી ભાષામાં આ સુન્દર પરિચય આપે તે સાધારણ કાર્ય નથી” એમ જણાવીને તેમનું અભિવાદન
SR No.525946
Book TitlePrabuddha Jivan 1961 Year 22 Ank 17 to 24 and Year 23 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1961
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size20 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy