________________
(TAT)
પ્રબુદ્ધ જીવન
તા ૧–૧૧-૧
અને તેને બચાવવા ખાતર એક પણ પ્રાણીની હિંસા કરવાનો કોઈના દિલમાં પ્રશ્ન જ ઊભા થતા નહાતો. પરદેશા સાથે આયાત નિકાસના વેપાર કઈ કાળથી ચાલ્યો આવતો હતો પણ તેનું પ્રમાણ બહુ નાનું હતું અને તેમાં પશુ પંખી કે મત્સ્યેની નિકાસનો કોઈ પ્રશ્ન જ ઊભા થતા નહિ. દર્દીનાં નિદાન ચિકિત્સા મોટા ભાગે આયુવેદ ઉપર આધારિત હતાં અને ઔષધો અને ઉપચારોને કોઈ પ્રાણીજન્ય પદાર્થો સાથે સંબંધ નહાતા. દેશમાં વૈદ્યકીય કે વૈજ્ઞાનિક સંશાધનનું નામનિશાન નહોતું અને આજના વૈદ્યકીય શિક્ષણમાં જીવહિંસા અનિવાર્ય બની ગઈ છે તેવા કોઈ વૈદ્યકીય કે વૈજ્ઞાનિક શિક્ષણના દેશમાં પ્રારંભ થયો નહોતો, આમ હાવાથી વૈજ્ઞાનિક કે વૈદ્યકીય સંશાધન કે શિક્ષણના કારણે આજે ચાલી રહેલી પાર વિનાની હિંસાની એ કાળે કોઈને કલ્પના સરખી નહાતી. પ્રમાણમાં બધું સાંબું હતું. જીવનવ્યવસ્થા સરળ હતી. આજ જેવાં મોટાં શહેરો નહોતાં. વસ્તીની કોઈ ભીંસ નહોતી.
આજે આખું ચિત્ર બદલાઈ ગયું છે. વસતી એકદમ વધતી ચાલી છે. ચીજોની અછત નિત્ય જીવનનો વિષય થઈ પડયો છે. દેશની જરૂરિયાતના પ્રમાણમાં અનાજ બહુ ઓછું પાકે છે. પરદેશથી ઢગલાબંધ અનાજ લાવવું પડે છે. પરિણામે ધરતીના પાકને રાની પશુઓની રંજાડથી બચાવવાના પ્રશ્ને જુદું જ મહત્ત્વ ધારણ કર્યું છે. આયુર્વેદ અપ્રતિષ્ઠિત થયું છે. એલેાપથી અને સર્જરીએ તેનું લગભગ સર્વત્ર સ્થાન લીધું છે. વિજ્ઞાન આપણા જીવનના સર્વ અંગેાને સ્પર્શી રહ્યું છે. શિક્ષણના પ્રદેશમાં વૈશિાનિક અને વૈદ્યકીય શિક્ષણનું મહત્ત્વ વધતું જાય છે. વળી આઝાદી મળ્યા બાદ વૈજ્ઞાનિક સંશોધનની પ્રવૃત્તિને આપણા દેશમાં અસાધારણ વેગ મળી રહ્યો છે. અણુસંશોધનના ક્ષેત્રમાં આપણા દેશે સારી પ્રગતિ સાધી છે. આ વૈજ્ઞાનિક શિક્ષણ અને સંશાધન જેની સાથે ઘણાં મોટા પ્રમાણમાં જીવહિંસા જૉડાયેલી છે તેનો લાભ લેવા માટે આપણી પ્રજાને આપણે હોંશ અને આશાભેર વૈજ્ઞાનિક શિક્ષણ આપતી ભિન્ન ભિન્ન સંસ્થાઓમાં દાખલ કરીએ છીએ તથા તેને લગતા ઉચ્ચ અભ્યાસાર્થે પરદેશ મોકલી રહ્યા છીએ. અહીં કરતાં પણ યુરોપ અમેરિકામાં ઘણાં વધારે મેાટા પાયા ઉપર વૈજ્ઞાનિક સંશાધનો ચાલી રહ્યાં છે અને સંખ્યાબંધ પ્રાણીઓ ઉપર કરવામાં આવતા પ્રયોગો દ્વારા અનેક આશ્ચર્યજનક ઔષઘો અને ઈન્જેકશન શેાધાયાં છે, જેના પરિણામે અસાધ્ય લેખાતા દર્દો અને વ્યાધિઓ દા. ત. ક્ષય અને કેન્સર સુસાધ્ય બનતા જાય છે અને જેના પરિણામે શસ્ત્રક્રિયા સર્જરીના ક્ષેત્રે કલ્પનામાં ન આવે એવાં વિક્રમો સધાયા છે અને સધાતા જાય છે. અને તેથી જેના જીવવાની આશા છેડવામાં આવતી હતી તે હવે સાજો થાય છે. માનવીની આવરદાનું પ્રમાણ વધ્યું છે અને દુનિયાને શારીરિક સ્વાસ્થ્યના ક્ષેત્રે અવર્ણનીય લાભ થયો છે. આ હિંસા પ્રાપ્ત ઔષધા, ઈન્જેકશના અને વૈદ્યકીય ઉપાયોને હિંસાવાદી અહિંસાવાદી સૌ કોઈ, વિરલ અપવાદો બાદ કરતાં, મુકત મને લાભ લઈ રહ્યા છે. આજની આ પરિસ્થિતિ છે. તેના સંદર્ભમાં પ્રથમ પાકની રક્ષાન પ્રશ્ન આપણે વિચારીએ. રાની પશુઓના ર’જાડથી ખેતીને જે નાશ થઈ રહ્યો છે તે આજની અનાજતંગીના દિવસેામાં લોકોને પરવડે તેમ નથી. આ રીતે નુકસાન કરતા વાંદરા વગેરે પ્રાણીઓને બીજી રીતે અટકાવાય એમ નથી. આ સંયોગામાં શું કરવું? અથવા તો આ બાબતમાં જેની વિશેષ જવાબદારી છે એ સરકાર શું કરે ? ખેતરને રંજાડતા પશુઓની હિંસા સિવાય મેટા ભાગે બીજો વિકલ્પ દેખાતા નથી. બીજી બાજુએ આ નિર્દોષ પશુઓના બંદુક પીસ્તાલથી નાશ કરવામાં આવે એ કરુણાપ્રેરિત માનવી માટે અસહ્ય ઘટના છે. આવી હિંસા અનિવાર્ય બને તેનું તેને પારાવાર દુ:ખ છે. આ બાબતની ચર્ચા કરતાં મારા મિત્ર શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે પેાતાના લેખમાં જણાવ્યું છે તે મુજબ “ ખેતીવાડીનું રક્ષણ કરવા વાંદરાને મારવા પડે એ પણ અહિંસાના કોયડો છે. વાંદરાને ન મારવા પડે એવા ઉપાયો યોજવા જોઈએ. અનિવાર્ય હોય તા ઓછામાં ઓછી હિંસા કરવી જોઈએ અને તેમાં પણ અન્તરમાં ખુદ હાય. એમાં રાચવું, એની અતિશયતા કરવી એ ખાટો માર્ગ છે.” ખેતીવાડીના વ્યવસાયમાં પડેલા અહિંસાવાદી માનવી આમ જ વિચારે અને વતે . પરમાનંદ
(અપૂર્ણ)
પ્રકીર્ણ નોંધ
૧૩૩
વક્રોકિતનો અદ્ભુત નમુનો
ઈ. સ. ૧૯૨૦ થી ૩૦ ના દશકા દરમિયાન જ્યારે આચાર્ય કૃપાલાણી ગુજરાત વિદ્યાપીઠના ઉપકુલપતિ હતા તે કાળનો એક પ્રસંગ તા. ૨૨–૧૦૬૧ ના જન્મભૂમિ પ્રવાસીમાં નોંધાયેલા વાંચવામાં આવ્યા. વક્રોકિતના તે એક અદ્દભુત નમુના હોઈને અહીં તે ઉદ્યુત કરવામાં આવે છે,
“ગાંધીજીની ફિલસુફી પર એક ચર્ચા સભા ગોઠવાઈ હતી. વિવિધ વકતાઓએ ગાંધીજીના વિવિધ પાસાઓનું અનન્ય ભાવે મૂલ્યાંકન કર્યું અને પછી કૃપાલાણીજી ઉભા થયા. એમણે ગાંધીજીની વિચારધારાના એક પછી એક મુદૃાઓ લઈને જોરદાર અને કટાક્ષમય દલીલા કરી, અને અંતે તેમણે એવું પ્રતિપાદન કર્યું કે એ વિચારધારા ગાંધીજીના માનસમાં વ્યાપી રહેલા અંધકારના પ્રતિબિંબ સમી હતી. બધા શ્રોતાઓ અવાક થઈ ગયા. તેમને થયું કે કૃપાલાણીજી આ કહે છે શું ?
“પરંતુ કૃપાલાણીજીએ પોતાનું પ્રવચન પુરૂ કર્યાં કર્યું હતું ? તેઓ તો જરા અટકીને આગળ વધ્યા અને કહ્યું: ““But hisdarkness is brighter than my light-તેમનાઅંધકાર મારા પ્રકાશ કરતાં વધારે પ્રકાશિત છે. " કૃપાલાણીજી આ વાકય બાલીને બેસી ગયા. અને એક અવિસ્મરણીય પ્રવચન સાંભળ્યાની લાગણી શ્રોતાઓના મન ઉપર સવાર કરી ગઈ. ” ગોવાની મુકિતનો પ્રશ્ન અને ભારત સરકારની નીતિ
ગયા પખવાડિયા દરમિયાન દિલ્હી તેમજ મુંબઈ ખાતે એશિયા તેમજ આફ્રિકામાં આવેલી પાર્ટુગીઝ વસાહતો સંબંધમાં એક આન્તરરાષ્ટ્રીય પરિસંવાદ — સેમીનાર — ગોઠવાયો હતો. ભારતના નિર્મત્રણને માન આપીને આ માટે ખાસ પધારેલા – પરદેશી વસાહતામાં વસતી પ્રજાના — પ્રતિનિધિઓએ આ સેમીનારમાં બહુ રસપૂર્વક ભાગ લીધા હતા અને પરદેશી વસાહતોની મુકિતના પ્રશ્ન ઉપર ગંભીર, વિધાયક અને રચનાત્મક વિચારણા થઈ હતી. વળી મુંબઈમાં ચાપાટીના સમુદ્ર કિનારે તા. ૨૩–૧૦-૬૧ ના રોજ ગાવાની મુકિતને પ્રાધાન્ય આપતી એક વિરાટ સભા ભરવામાં આવી હતી. આની અંદર આફ્રિકા તેમજ અન્ય દેશામાંથી આવેલા પ્રતિનિધિ મહેમાનોએ તીવ્ર લાગણીભર્યાં પ્રવચનો કર્યા હતાં. અને સૈન્યની મદદ વડે ગેાવાને તત્કાળ મુકત કરવાના તેમાંના ઘણાખરાએ ભારત સરકારને જોરદાર અનુરોધ કર્યો હતો. આ સભામાં ઉપસ્થિત થયેલા ભારતના મહાઅમાત્ય પંડિત જવાહરલાલ નહેરુએ પણ પોર્ટુગીઝ તેમજ અન્ય વસાહતાના અને તેમાં પણ ગેાવાના પ્રશ્નની સવિસ્તર આલાચના કરતું વ્યાખ્યાન આપ્યું હતું અને હવે કદાચ કાંઈક નવું પગલું ભરવું પડે એવું સૂચન કર્યું હતું.
૧૯૪૭ ના ઑગસ્ટ માસમાં આપણા દેશ સ્વતંત્ર થયો, પણ એ વખતે પાંડીચેરીમાં હકુમત ધરાવતી ફ્રેન્ચ સત્તા સામે અને દીવ, દમણ અને ગાવામાં હકુમત ધરાવતી પોર્ટુગીઝ સત્તા સામે આપણે કશાં પગલાં લીધાં નહોતાં—એમ સમજીને કે જ્યારે અંગ્રેજોએ આટલા મેાટા દેશને સ્વેચ્છાએ ત્યાગ કર્યો છે ત્યારે આ બન્ને રાજ્યસત્તાઓ પણ સમય જતાં સમજી કરીને પોતાની હકૂ મત નીચેના પ્રદેશના કબજો આપણને સોંપી દેશે. ફ્ન્ચાની બાબતમાં આ આપણી ગણતરી સાચી પડી, અને આઝાદી મળ્યા બાદ એક બે વર્ષના ગાળામાં તેમણે પાંડીચેરીના પ્રદેશ આપણને સુપ્રત કર્યો, પણ પોર્ટુગલ આ બાબતમાં અણનમ રહ્યું. જેવી રીતે હૈદ્રાબાદ સામે ભારત સરકારે ‘પોલીસ એકશન’ લઈને હૈદ્રાબાદને કબજે કર્યું હતું તેવી રીતે દીવ, દમણ અને ગાવા પણ આપણે લઈ શકતા હતા. પણ પોર્ટુગલ પરદેશી હકૂમત હોઈને પેાલીસ એકશન લેવા