SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ પ્રબુદ્ધ જીવન પણ ઉદ્ગાર નથી અને તેથી વત્સલાબહેનને જવાબ જેમાં પ્રગટ થયા છે તે તા. ૧૬–૯–૬૧ ના પ્રબુદ્ધ જીવનના અંક વાંચીને આશ્ચર્ય દાખવતા તરત જ લખાયેલા મારી ઉપરના તા. ૧૮–૯–૬૧ના પત્રમાં કાકાસાહેબ જણાવે છે કે, ‘પ્રબુદ્ધ જીવનના તાજા અંકમાં વત્સલાબહેનને જવાબ વાંચ્યા. એમને અન્યાય ન થાય એટલા માટે તમે તે સંપૂર્ણ છાપ્યો, પણ બીજાઓને પણ અન્યાય ન થાય એ જોવાનું તમારું કર્તવ્ય હતું. વત્સલાબહેને મારા લેખની ખૂબ કદર કરી છે ખરી, પણ મારાં બાર વચને ભેગાં કરવાથી એવી છાપ પડે છે કે અહિંસા કે જીવદયા વિશે કશું કરવા જેવું નથી એવા મારો અભિપ્રાય છે. મારો મૂળ લેખ વાંચે તેને આવી ગેરસમજ થવા સંભવ નથી. જીવદયા અને પ્રાણીહત્યાના નિવારણમાં રૂઢિવાદી જૈનોની પ્રવૃત્તિ પાછળ વિચાર કે યોજના નથી; ચિન્તન જરાય નથી. તે એક રૂઢિ થઈ છે એમ મને લાગે જ છે. પણ એમને રચનાત્મક માર્ગ બતાવવા જોઈએ. સદિચ્છા કાર્યકારી સત્પ્રવૃત્તિમાં પરિણમવી જોઈએ. હમણાં જ હું પાર્લામેન્ટમાં બાલ્યો તેમાં કહ્યું કે ફાંસીની સજા અને ધર્મના નામે થતી પશુહત્યા એ બે આપણા જમાનામાં બંધ થવા જ જોઈએ. તમે તમારો સંપાદકીય લેખ લખીને પૂર્ણાહુતિ કરવાના છે. તેમાં બધાને ન્યાય આપે। અને વત્સલાબહેનને પૂછે કે અહિંસા અને પ્રાણીરક્ષા માટે શું અને કેટલું કરી શકાય તે સૂચવે. ” પ્રસ્તુત ચર્ચાની આ લેખ સાથે હવે પૂર્ણાહુતિ જ કરવા ઈચ્છું છું. એમ છતાં વત્સલાબહેનના પ્રથમ છપાયેલ ચર્ચાપત્રમાં અને અન્તિમ જવાબમાં જે વિગતો રજુ કરવામાં આવી તે સમગ્રપણે ધ્યાનમાં લેતાં, તેમને ઉદ્દેશીને કાકાસાહેબે કરેલા પ્રશ્નને થોડોક વિસ્તારીને હું આ રીતે પૂછવા માગું છું કે, “તેમની વિચારસરણીમાં અહિંસાને તેમ જ પ્રાણીરક્ષાને કોઈ સ્થાન છે ખરું? અને હાય તે તેનું સ્વરૂપ શું છે? અને તે દિશાએ શું અને કેટલું કરી શકાય તેમ છે?” ચર્ચાની પૂર્ણાહુતિ થવા છતાં આ બાબતમાં જો વત્સલાબહેન કંઈ લખી માકલશે તો તેને ચર્ચા—પ્રતિચર્ચાનું રૂપ નહિ આપતાં તેમનું લખાણ જેવું આવશે તેવું પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ કરવામાં આવશે. તા. ૧-૧૧ પણ વિરોધ અને ઊંડો અણગમો હોવા છતાં અજ્ઞાન અને અંધશ્રાદ્ધાથી ભરેલા ધર્માનુયાયીઓના માનસસાં આ કુત્સિત પ્રથાની બહુ ઊંડી અને ઉખેડવી અત્યન્ત મુશ્કેલ એવી જડ પડી છે. આપણને ન ગમે એવું, આપણા તીવ્ર વિરોધ હોય એવું ઘણું અમાનુષી કાર્ય આ જગતમાં ચાલ્યા જ કરે છે. જ્યાં સુધી અજ્ઞાન અને અંધશ્રદ્ધાની લોકોના માનસ ઉપર મજબુત પકડ છે, અને જયાં સુધી કરુણાવૃત્તિ લોકોનાં દિલને પૂરતા પ્રમાણમાં સ્પર્શી નથી ત્યાં સુધી આવા અનર્થો ધર્મના નામે ચાલ્યા જ કરવાના છે. આપણું કર્તવ્ય . આ અજ્ઞાનનાં, અંધશ્રાદ્ધાના અને નિષ્ઠુરતાના બળાને બને તેટલાં નાબુદ કરવામાં રહેલું છે. જૈનાના રેશમના અને મોતીના વ્યાપારવ્યવસાય સામે શ્રી વત્સલાબહેને વારંવાર ટકોર કરી છે. તે સંબંધમાં તેમનું આટલું બધું, તીવ્ર સંવેદન આશ્ચર્ય ઉત્પન્ન કરે છે. જાણે કે આખી જૈન કોમના આ મુખ્ય વ્યાપારવ્યવસાય હોય એવી રીતે તેમણે આ બાબતને વિસ્તારી વિસ્તારીને પેાતાના મૂળ ચર્ચાપત્રમાં અને પછીના જવાબમાં રજુ કરી છે. મેાતી અને રેશમના વ્યાપારમાં રોકાચેલા જૈનોની સંખ્યા બહુ નાની છે, બીજા અનેક નિરામિષાહારી લોકો પણ આ વ્યવસાય કરે છે. અલ્પ સંખ્યાના જૈના અમુક ખોટું કામ કરતા હોય તો પણ તેના બચાવ કરવા એવી પ્રબુદ્ધ જીવનની કોઈ નીતિ નથી. જેણે આહારના ક્ષેત્રે નિરામિષાહાર સ્વીકાર્યો તે પ્રાણીજન્ય પદાર્થોના વ્યાપાર લાભવશાત છેડી ન શકે તે જુદી વાત છે, પણ નિરામિષાહાર પાછળ રહેલી વૃત્તિ સાથે આવી પ્રવૃત્તિ સંગત નથી અને મૂળ વૃત્તિને વફાદાર બનવાની ઈચ્છા ધરાવનારે આવી પ્રવૃત્તિ છોડવી જ જોઈએ એમાં કોઈ બેમત હોવા સંભવ નથી. હવે આગળ ચાલીએ. શ્રી વત્સલાબહેન પાતાના જવાબમાં કલકત્તાની કાલી માતા સમક્ષ અને અન્યત્ર દેવીઓ સમક્ષ ધર્મના નામે નિર્દોષ પશુઓનાં બલિદાન આપવાની આપણા દેશમાં જે પ્રથા સદીઓથી આજ સુધી ચાલતી આવી છે તેનું હૃદયસ્પર્શી વિવરણ કરીને જણાવે છે કે “ હું જૈન ભાઈઓને પૂછું છું કે આ અમાનુષી હત્યાનો કેમ વિરોધ કરતા નથી? માત્ર એના પર ધર્મના સીક્કો લાગેલા છે એટલે જ ને?” આ પ્રશ્ન વાંચીને તેમના અજ્ઞાન વિષે જરાક આશ્ચર્ય થાય છે. તેમને એ તો ખબર હોવી જોઈએ કે આજથી ૨૫૦૦ વર્ષ પહેલાં ધર્મના નામે યજ્ઞોમાં અપાતાં નિર્દોષ પશુઓનાં બલિદાન સામે ભગવાન મહાવીર અને બુદ્ધે પ્રચંડ વિરોધ ઊઠાવ્યો હતા અને એ સતત ધારાએ ચાલી રહેલા વિરોધના પરિણામે આ પ્રકારના યશો આપણા દેશમાંથી લગભગ નાબુદ થયાં છે. આવી રીતે દેવીઓને અપાતા ભાગો સામે પણ અનેક દયાપ્રેમી સાધુસન્તા અને સજ્જને વિરોધ ઊઠાવતા રહ્યા જ છે અને તેમાં જૈન સ્વાભાવિક રીતે માખરે રહ્યા છે. ઘણા દેશી રાજ્યોમાં મહાજના કે જેમાં નાનું અગ્રસ્થાન રહેતું હતું તેમણે દશેરાના દિવસે પાડા કે બકરાના અપાતા બલિદાન સામે પ્રચંડ વિરોધ કરીને આવી હિંસા અટકાવ્યાના અનેક દાખલાઓ આજ સુધીના ઈતિહાસમાં જ્યાં ત્યાં નોંધાયેલા નજરે પડે છે. આ જ કાર્ય આજે માટા શહેરોમાં કેટલાંય વર્ષોથી ઊભી થયેલી જીવદયા મંડળીઓ કરી રહી છે અને આ મંડળીઓનું સંચાલન મોટા ભાગે જૈનાના હાથમાં હાય છે અને આવી અને અન્ય પ્રકારની હિંસાની અટકાયત માટે જૈનો મારફત મળતા હજારો રૂપિયા ખરચાય છે. એમાં કોઈ શક નથી કે આ બાબતમાં ના સૌથી વધારે દર્દ અનુભવે છે. પણ એમ છતાં આ અમાનુષી હત્યા બંધ થઈ શકી નથી તેનું કારણ વિરોધને અભાવ છે એમ નથી, હવે બીજા મહત્ત્વના મુદ્દા ઉપર આવીએ તે પહેલાં, રેશમ સંબંધમાં સ્વામી સત્યભકતે તા. ૧૬-૫-૬૧ ના પ્રબુદ્ધ જીવનમાં જે જણાવ્યું છે તેના વિચાર કરી લઈએ. તેઓ આ બાબતમાં જણાવે છે કે “માતીને માટે જે હિંસા કરવામાં આવે છે તે ખરી રીતે બીનજરૂરી છે, પણ રેશમની બાબતમાં એમ કહી શકાય તેમ નથી; કેમકે દેશમાં કપાસની પણ તંગી છે તેથી રેશમ મારફત એની જેટલી પૂર્તિ થાય એટલાનું સ્વાગત કરવું ઘટે છે.” દેશમાં કપાસની ખરેખર તંગી છે એ વિધાન બરાબર નથી લાગતું, કારણ કે સુતરાઉ કાપડની તો પરદેશ નિકાસ થાય છે; પણ માની લઈએ કે કપાસની તંગી છે તે પણ આર્ટિફિશિયલ સીલ્ક, રેયાન, નાઈલાન વગેરે એટલી બધી કાપડની જાતે દેશમાં બનતી અને ચાલુ વપરાશમાં વહેતી થઈ છે કે રેશમનું ઉત્પાદન દેશમાંથી સદન્તર બંધ કરવામાં આવે તો પણ કાપડની કોઈ તંગી પડવા સંભવ નથી; આ કારણે સ્વામી સત્યભકતનું રેશમની આવશ્યકતા વિશેનું ઉપરનું વિધાન મને બરોબર લાગતું નથી. હવે આપણે ખેતીની રક્ષા અર્થે અને વૈજ્ઞાનિક તથા વૈદ્યકીય સંશાધન અર્થે ઉંદર, સસલાં, વાંદરાં, કૂતરા, હરણ, રોજ વગેરેની અહીં તેમ જ પાશ્ચાત્ય દેશોમાં આજે ચાલી રહેલી હિંસા અને તેના અનુસંધાનમાં આપણાં દેશમાંથી કરવામાં આવતી વાંદરાની નિકાસની યોગ્યાયોગ્યતાના પ્રશ્નનો વિચાર કરીએ. આ પહેલાં આપણા દેશનું આજથી સાએક વર્ષ પહેલાંનું જીવન અને આજની જીવન પરિસ્થિતિ વચ્ચે કેવું મેટું અન્તર પયું છે તેના જો કાંઈક ખ્યાલ આપવામાં આવે તો આ અતિ જટિલ પ્રશ્નના ઉકેલ કાંઈક સરળ બનવા 'સંભવ છે. આજથી સાએક વર્ષ પહેલાં દેશમાં અલબત્ત પ્રજાના અમુક સમુદાય માંસાહારી તો હતા જ. પણ જે નાની દુનિયામાં આપણે નિરામિષાહારીઓ વસતા હતા તે દુનિયાથી જાણે કે દૂર અગેાચર એવા વિભાગમાં માંસાહારીઓના વસવાટ હતા અને તે સમુદાયના અસ્તિત્વ વિષે આપણે ભાગ્યે જ સભાન હતા. દેશની જરૂરિયાત કરતાં સારા પ્રમાણમાં વધારે અનાજ પાકતું હતું અને ઉગેલા પાકને આસપાસનાં જાનવરો ગમે તેટલું નુકસાન કરે તે પણ તે કોઈને જણાતું નહોતું
SR No.525946
Book TitlePrabuddha Jivan 1961 Year 22 Ank 17 to 24 and Year 23 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1961
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size20 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy