SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ :૧૩૦ પ્ર બુદ્ધ જીવ ન તા. ૧-૧૧-૨૧ છે. કર ભલે ભર્યું ભર્યું લાગતું હોય, છતાં પોતે અન્ય લોકોથી ઊંચે અને અલગ છે તે પ્રકારના ભાવને લીધે તે વ્યકિત એક પ્રકારને અસંતોષ અનુભવતી હોય છે અને અલગતાને ભાવ તેના દિલમાં સતત ખટકયા કરતો હોય છે. - આ વિચારમાં ઘણું તથ્ય રહેલું છે. ગુરુસ્થાને બેઠેલા ઘણા - મોટા માણસેમાં અલગતાની આવી વૃત્તિ જોવા મળે છે. અલગતાનું ' ' , , એવું ભાન તેમને ખટક્યા કરતું હશે કે કેમ તે વાત તે વિચારવા " જેવી ખરી. હું પોતે એમ માનું છું કે સામાન્ય માનવીથી અલગ રહીને કેવળ માનસન્માન માટે ઝંખના સેવનાર વ્યકિત મનોવૈશાનિક દ્રષ્ટિએ છીછરું અને વિકૃત માનસ ધરાવતી હોય છે. આવી વ્યકિતઓને અહં અનેક કારણોસર વિકૃત બની ગયો હોઈને તેને ' તેવી અલગતા ખટકતી નથી. ઊલટું પિતા માટે આવશ્યક દેખાતી હોય છે. મને વિશ્લેષણકારે તટસ્થ રહીને જ વિચાર કરવો પડે છે. તે તટસ્થ વિચાર કરતા તે એમ લાગે છે કે અન્યનાં આદર, માન, સન્માન અને પૂજા એ બધું જ આવી વ્યકિતઓને ખૂબ ગમે છે. તેમના પિતાના કમનસીબે તેવી વ્યકિતઓ પોતાની જાતને પૂર્ણ માનવા લાગે છે. પૂર્ણતાને આ ભાવ જ તેમનું આધ્યાત્મિક દ્રષ્ટિએ પતન કરવા માટેનું એક મોટું નિમિત્ત બની જાય છે. આવી વ્યકિતઓ સમાજમાં આજે સારી એવી સંખ્યામાં જોવા મળે છે. હું પોતે તો એમ માનું છું કે, આવી ગુરુસ્થાન-આરૂઢ વિશિષ્ઠ વ્યકિતઓએ જ જગતના કોઇ ધર્મો તરફ નિંદકોને આકર્ષી છે અને ધર્મની નિંદા કરાવી છે. ધર્મ તરફ નફરત સેવનાર સમાજ માટે આવી વ્યકિતઓ જવાબદાર હોય છે તેમ પણ હું માનું છું. જગતમાં આજે નવા ધર્મનો વિચાર પ્રગટ થયો છે તે વિચાર આવી વ્યકિતઓ પાસે પહોંચે તે જ અલગતાનો ભાવ પોતા માટે કેટલે અહિતકર છે તેમ એમને જણાયા વિના ન રહે અને તો જ આવી અલગતા સામે દિલમાં સાચે ખટકો પેદા થાય. - શ્રી. જેનેન્દ્રકુમારનો બીજો વિચાર એ છે કે સમાજમાં અનન્ય આ પ્રકારનું આદરણીય સ્થાન પ્રાપ્ત થતાંની સાથે જ અન્ય વ્યકિતઓ સાથે નિફ્ટ સમાગમ લગભગ અસંભવિત બની જાય છે. આવી ' એકલવાયી પરિસ્થિતિમાંથી જ પોતાના જીવનની ભૂખ ભાંગવા માટે એવી વ્યકિતઓ અસ્વાભાવિક અને આડકતરા માર્ગોનું અવલંબન લેવા પ્રેરાતી હોય છે. અહીં પણ આપણે સામાન્ય વિચારસરણીથી ચેડાંએક ઊંચે : જઈને વિચાર કરવો પડશે. સમાજમાં આદરણીય સ્થાન પ્રાપ્ત કરનાર સમાજથી વિખૂટો પડી જાય અને અસહ્ય એવી એકલવાયી પરિસ્થિતિમાં મૂકાઈ જાય તેવું આજે જોવા મળતું હોય તો પણ નિષ્ઠાપૂર્વકનું અને સત્યમય જીવન જીવનારાઓના અપવાદો આપણને અવશ્ય જોવા મળે જ. સમાજને આદર મેળવનાર વ્યકિત સમાજથી દૂર નાસતી ફરે તો તે આદર ઘણાં થોડા વખતમાં નષ્ટ થઈ જવાને જ છે તેમાં મને શંકા નથી. આદર પેદા થવામાં જેમ સમાજને નિકટનો પરિચય કારણભૂત હોય છે તેમ જ તેને ટકાવી ' રાખવામાં પણ એ જ નિકટતા કારણભૂત બનતી હોય છે. એવો નિકટ સમાગમ તૂટે એટલે સમજવું કે આદરણીયતા એ કેવળ પોકળ બની ગઈ છે. ભાઈ જેનેન્દ્રકુમારને આજના સમાજનું દર્શન થયું છે તેમ કહેવું જોઈએ. પરંતુ એવું યથાર્થ દર્શન આપણને એમ પણ સૂચવે છે કે આદરણીય સ્થાન પ્રાપ્ત કરવા માટે અને એવું સ્થાન ટકાવી રાખવા માટે નિકટને સમાગમ એટલો જ અનિવાર્ય બને છે. - અસહ્ય બની ગયેલી એકલવાયી પરિસ્થિતિના કારણે કોઈ પણ શિખરસ્થ માનવીમાં જે ભૂખ પેદા થાય તે ભૂખની તૃપ્તિ માટે તેણે અસ્વાભાવિક માર્ગોનું અવલંબન કરવું પડે છે તેવું જૈનેન્દ્રકુમારનું અનુમાન તદૃન વ્યાજબી છે. પરંતુ અહીં હું ઉપર પ્રગટ કરેલા મારા વિચાર તરફ આંગળી ચિંધ્યા વિના રહી શકતો નથી. અસ્વાભાવિક માગેનું શરણ સ્વીકારનાર શિખરસ્થ વ્યકિતઓ આજે અનેક જોવા મળે છે. આવી વ્યકિતઓ જ સમાજની નીતિમત્તાને છિન્ન- ભિન્ન બનાવી મૂકે છે. આજે આપણને ચેતરફ ધર્મની અવગણના થતી દેખાય છે તેમજ નીતિમત્તાનું દેવાળું દેખાય છે. તે પ્રકારની પરિસ્થિતિ માટે આજના સામાન્ય માનવીની અપેક્ષાએ ઊંચા આસને આરૂઢ માનવી જ વિશેષ પ્રમાણમાં જવાબદાર છે. ઊંચા આસને બેઠેલ વ્યકિત સમાજનું અંગ બનીને રહે અને સમાજ માટે સમાજમાં રહીને જ ઉચ્ચ જીવન વ્યતીત કરતી રહે તો જ સામાન્ય જનસમાજ માટે તે સાચે આદર્શ પૂરે પાડી શકે તેમ ન થાય તો શિખરસ્થ વ્યકિત પોતે તો ઊંડા ગર્તમાં પડે જ, પરંતુ સાથે સાથે સમાજને પણ ખેંચે. મને લાગે છે કે આજે આવી પરિસ્થિતિ પ્રવતી રહેલી દેખાય છે. તે માટેના દાખલા દ્રષ્ટાંતો આપવાની જરૂર નથી, કારણ કે બે પગે ચાલનાર અદનામાં અદના માનવીને પણ એ જતને જ અનુભવ છે તેમ આપણે સૌ જાણીએ છીએ. પોતાના જીવનની આવશ્યક ભૂખ સ્વાભાવિક માર્ગે તુમ ન થાય ત્યારે એવી વ્યકિત કેવા કેવા માગેનું અવલંબન કરતી હોય છે તેના દ્રષ્ટાંતે રજુ કરીએ તો સમાજ ચોંકી ઉઠે અને આજના સમાજના પાયા હચમચી જાય તેવી પરિસ્થિતિ જન્મે. શ્રી. જેનેન્દ્રકુમારને ચેથો વિચાર સમાજના વિચારકોને એક મોટો આઘાત આપનારો છે. મોટા સ્થાન ઉપર બેઠેલ માનવી જાતીય વૃત્તિથી મુકત હોતા નથી અને તે વૃત્તિને તૃમ કરવાને સીધે સરળ અવકાશ ન મળે ત્યારે આડકતરા માર્ગો દ્વારા તૃપ્તિ શોધવાનું તેને મન થતું હોય છે અને આ પરિસ્થિતિ વિશિષ્ઠ સ્થાને બેઠેલા માનવી માટે અકલ્પી આપત્તિ સમાન છે. શ્રી. જૈનેન્દ્રકુમારનું આ વિધાન આપણને રુચે કે ન રુચે તો પણ સવા શે સત્ય છે તેમ હું માનું છું. માનવી હૃદયના ઊંડાણમાં ઊતરવાનું અને ત્યાં રહેલી ઉર્મિઓની હિલચાલ નિહાળવાને જે અધિકાર ઉત્તમ પંકિતના સાહિત્યકારને કુદરતે આપેલ છે તે અધિકારનો ઉપયોગ કરીને આજના સુવિખ્યાત સાહિત્યકાર શ્રી. જૈનેન્દ્રકુમારે પોતાને થયેલું દર્શન આપણા સૌની પાસે રજુ કર્યું છે. જાતીયવૃત્તિ માનવી જીવન સાથે અતૂટ ગાંઠથી જોડાયેલી છે. તેને તોડવાના પ્રયત્નો કરનારા હંમેશાં નિષ્ફળ ગયા છે. એ વૃત્તિનું અસ્તિત્વ સ્વીકારીને તથા તેના અમાપ બળને સમજી લઈને જેમણે સ્વસંયમ દ્વારા એ વૃત્તિ ઉપર કાબૂ મેળવવાનો પ્રયત્ન કર્યો છે તેવાઓને જાતીય વૃત્તિના શમન માટે માનવજીવન માટે દુષ્કર એવા ત્યાગ અને તપશ્ચર્યાભરપૂર અન્ય માર્ગોનું શરણ સ્વીકારવું પડયું છે. તેવા માર્ગો દ્વારા જાતીય વૃત્તિનું ઊર્ધ્વ કરણ શકય બની શકે છે. જાતીયવૃત્તિ તે પ્રેમતત્વનું સ્થૂળ સ્વરૂપ છે. આ સ્થૂળ સ્વરૂપને પારખી લઈને પ્રેમતત્વના સૂક્ષ્મ સ્વરૂપ તરફ પોતાના જીવનને દેરનાર વ્યકિત પિતાની જાતીયવૃત્તિને ઊર્ધ્વ માર્ગે વાળી શકે છે અને પછી જડ તથા સ્થૂળ માર્ગો દ્વારા આ વૃત્તિનું શમન કરવાને પ્રશ્ન પણ તેવાઓને માટે રહેતો નથી. સ્થૂળવૃત્તિ શુદ્ધ, શુદ્ધતર, અને શુદ્ધતમ બનવા લાગે છે. દેહના આકર્ષણને મહિમા ઘટતે ઘટ ઘસાઈ જાય છે. આવા મહામાનવની આ જાતીયવૃત્તિ આખર જતાં સમસ્ત વિશ્વને આવરી લેનાર પ્રેમતત્વમાં પરિણામ પામે છે. અનેક મહાત્માઓના અને પેગંબરોના જીવનમાં આમ બનતું આપણે જોયું છે. આપણી નજર સમક્ષનું છેલ્લું દ્રષ્ટાંત તે મહાત્માજીનું જાહેર જીવન છે તેમ આપણે જાણીએ છીએ. પોતાનામાં રહેલી જાતીયવૃત્તિને સૂક્ષ્મતમ સ્વરૂપ આપીને વિશ્વપ્રેમમાં પલટાવી નાખનાર મહાત્મા પણ જાતીય આવેગના સ્થૂળ હુમલાઓથી મુકત રહી શકતા ને હતા તેવું તેમણે પોતે વિધાન કરેલું છે. આધ્યાત્મિકતાની આ સ્થિતિએ પહોંચનાર વ્યકિતઓ ભલે ગણીગાંઠી હોય, પરંતુ સી કોઈ માટે તે આદર્શ બની રહે છે અને માર્ગદર્શક પણ બની રહે છે. જાતીય આકર્ષણ સૌ કોઈ માટે અણકલ્પી આપત્તિ સમાન હોય જે છે. એવી આપત્તિની અગાઉથી કલ્પના કરી લેનાર સદ્ભાગી જીવો તેની વૃદ્ધિ માટે કોઈ આડકતરા માર્ગનું શરણ નહિ લે, પરંતુ તે વૃત્તિને ઊર્ધ્વગામી બનાવીને પોતાના સમગ્ર જીવનને પ્રેમમય બનાવી દેશે અને તેવું પ્રેમમય જીવન જ માનવજાત માટે ઉદ્ધારક બની રહે છે. હરભાઇ ત્રિવેદી
SR No.525946
Book TitlePrabuddha Jivan 1961 Year 22 Ank 17 to 24 and Year 23 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1961
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size20 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy