SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૧૧-૬૧ આવે છે ત્યાં બીજા ક્ષેત્રાનું તો શું કહેવું? દા. ત. એક સૂચન એવું કરવામાં આવ્યું છે કે અમલદારોની અને ખાસ કરીને ઉચ્ચ કક્ષાના અમલદારોની નિમણુંક કરવામાં એવી વ્યકિતઓની નિમણૂંક કરવી કે જેનામાં સાચી રાષ્ટ્રિય દષ્ટિ હોય. પણ તેમના ઉપરી પ્રધાનામાં જ રાષ્ટ્રિય દષ્ટિ ન હોય તો અમલદારોમાં કયાંથી આવે અથવા હોય અને હોય તો પણ કયાં સુધી ટકે? સુવિદિત છે કે કોમી અને પ્રાદેશિક માનસનું ઝેર ઉપરથી છેક નીચે સુધી ફેલાયેલું છે. પ્રબુદ્ધ જૂન ઉચ્ચ શિક્ષણનું માધ્યમ પણ પ્રાદેશિક ભાષા કરીને હદ કરી છે. આથી થતું નુકસાન સ્પષ્ટ દેખાય છે, પણ તેને અટકાવવાની હિંમત નથી. એટલે અંગ્રેજી ઉપર વધારે ભાર મૂકાતા જાય છે. અંગ્રેજીનું સ્થાન હિન્દીએ લેવું જોઈએ એ સ્પષ્ટ છે, છતાં અનેક કારણોને લીધે તે દિશામાં દષ્ટિ જતી નથી. રાષ્ટ્રિય એકતા સર્જાવી, ભાવનાત્મક ઐકય અનુભવવું તે સહેલું કામ નથી. હિન્દુસ્તાને આવી રાજકીય એકતા—Political inityભૂતકાળમાં દિ અનુભવી નથી. સાંસ્કૃતિક અને ભૌગોલિક એકતા સદીઓથી છે અને રહી છે, પણ તેને પણ હવે આંચકા લાગે છે. આપણા લાહીમાં જ કાંઈક એવું છે કે એક જ્ઞાતિની બે અને બેની ચાર જ્ઞાતિ કરીએ, પણ બેની એક કરી શકતા નથી. તે સાથે એકતાના જે બળા હતાં ધાર્મિક તથા સામાજિક તેની અસર ઘટતી ગઈ છે. સાચી રાજકીય એકતા સ્થાપવા માટે રાજકર્તા પક્ષ અને તેના આગેવાનામાં તથા બીજા રાજકીય પક્ષામાં ઉદારતા, દીર્ઘદષ્ટિ, પ્રમાણિકતા, ત્યાગ વિગેરે જોઈએ. મુખ્ય પ્રધાનોની પરિષદ અથવા રાષ્ટ્રિય એકતા પરિષદનાં નિવેદનમાં જણાવેલ સિદ્ધાંતો અને સૂચના માટે ભાગે યોગ્ય છે, પણ તેના અમલ થાય ત્યારે તે સાર્થક થાય. આજે એકતા છે અથવા કાંઈ ટકી છે તે કેટલેક દરજજે કોંગ્રેરા અને તેના High Commandને આગેવાન સત્તાધીશોને— આભારી છે, પણ તેમાં પણ મોટી તો પડી છે અને સત્તાની સાઠમારી જામી છે. કોમી સંસ્થાઓ પ્રત્યેનું વલણ પણ ભૂલભરેલું જણાય છે. જે કોમી સંસ્થા માત્ર ધાર્મિક, સાંસ્કૃતિક કે શૈક્ષણિક પ્રવૃત્તિઓ જ કરતી હોય અને રાજકારણમાં કોઈ ભાગ લેતી ન હેાય તેવી સંસ્થાઓ પ્રત્યે પણ જે અણગમો અને તીરસ્કારની વૃતિ પેદા કરવામાં આવી છે તે ખેદજનક છે. Constituent Assembly t —બંધારણસભાના—ઠરાવથી આ વલણ વિરોધી છે. એવી સંસ્થાઓ ઉપર સીધા પ્રતિબંધ મુકી શકાતા નથી એટલે તેને બીજી રીતે દાબી દેવાના પ્રયત્ન થઇ રહ્યા છે. કરવેરામાંથી તેને મુકિત અપાતી નથી, છેવટે તેની આવક ઉપર ઈન્કમટેકસ વિગેરે કરો નાખી તેને બંધ કરવી પડે એવા પ્રયત્નો થઇ રહ્યા છે તે યોગ્ય નથી. ધર્મ ને નામે મુસ્લીમ લીંગ કે અકાલી દલ, જનસંઘ કે હિન્દુસભાએ રાજકીય ક્ષેત્રે જે ભારે અન કર્યો છે તેને કારણે ધર્મ પ્રત્યે સુગ અને અણગમે દર્શાવાય છે અને ધાર્મિક સંસ્થાઓ જેને રાજકારણ સાથે કોઈ સંબંધ નથી તે પણ દંડાય છે. રાજકીય પુરુષોએ રાજકારણ માટે જે ભૂતાવળા ઊભી કરી છે તેને હવે કાબુમાં લેવાને તેઓ અસમ જણાય છે ત્યારે સુકા સાથે લીલાને પણ બાળવાની વૃત્તિ દેખાય છે. મે કોંગ્રેસ અને તેના આગેવાનો માટે સવિશેષ લખ્યું છે, એટલા માટે કે, કોંગ્રેસની આ બાબતમાં સવિશેષ જવાબદારી છે. રાજકીય એકતા કાયદાથી આવવાની નથી. રાજકર્તા પક્ષ અને તેના આગેવાને તથા બીજા રાજકીય પક્ષાના વર્તનથી જ એકતાનું વાતાવરણ સર્જી શકાશે. એક વખત સા જતી કરવી પડે તો પણ સાચા માર્ગે રહીશું તે પ્રજાને સાચું માર્ગદર્શન મળશે, અને ભૂલ થઇ હોય અથવા થતી હોય ત્યાં પ્રમાણિકપણે ભૂલ સ્વીકારી, પાછા પગલાં કરવાની હીંમત દાખવવી પડશે. હજી સમય છે. કોંગ્રેસ અને તેના વરિષ્ટ આગેવાનો પ્રત્યે માન અને આદર છે ત્યાં સુધી પ્રજાને સાચે માર્ગે દોરવાની તક છે. ચીમનલાલ ચકુભાઈ શાહ રાજક ૧૨૯ (3; ‘ગુરૂ’શિખરારૂઢ વ્યક્તિ (‘પ્રબુદ્ધ જીવન’ના તા. ૧-૧૦-૬૧ના અંકમાં) ‘ શિખરસ્થ વ્યકિતવિશેષ વિષે વિશેષ વિચારણા' એ શિર્ષક નીચે જે વિષય ચર્ચવામાં આવ્યો છે તે જ વિષય ઉપર જાણીતા શિક્ષણાચાર્ય અને મનોવિજ્ઞાનના અભ્યાસી મારા મિત્ર શ્રી હરભાઈ ત્રિવેદીએ નીચેના લેખમાં પેાતાના વિચારો રજુ કર્યા છે. તંત્રી) થોડા વખત પહેલાં તા. ૧-૯-૬૧ ના પ્રબુદ્ધ જીવનમાં એક નોંધ મારા વાંચવામાં આવી. ખરી રીતે તો આ નોંધમાં શ્રી જૈનેન્દ્રકુમારના વિચારો પ્રગટ થયેલા છે. તંત્રીને તેમાં ઘણું તથ્ય ભાસ્યું તેટલું જ તે સંબંધમાં લખવામાં આવ્યું છે. શ્રી જૈનેન્દ્રકુમારના વિચારો સાથે સંમત થવાય કે ન થવાય તો પણ તેમણે પ્રગટ કરેલાં વિચારો ઊંડું ચિંતન માગી લે તેવા છે. તેવા ચિંતન દ્નારા આવા અગત્યના મુદ્દા સંબંધે કોઇ પણ વિચારકના મનમાં ઉગ્ર મથામણ ઊભી થયા વિના રહેવાની નથી. આ વિચારો સંત વિનોબાજી પાસે મૂકવામાં આવે કે ચિંતક શ્રી જે. કૃષ્ણમૂર્તિ પાસે મૂકવામાં આવે, અથવા તો કોઇ પણ ધર્માચાર્ય પાસે મૂકવામાં આવે ત્યારે તેવા મહાપુરુષોને પણ વિચારમાં જરૂર નાખી દે તેવા છે. આપણે પહેલા મુદ્દો લઇએ. શિખર ઉપર બેઠેલી વ્યકિત અન્યને માર્ગદર્શન કરાવતી હોય છે. એટલે તેમના પોતાના પ્રશ્નાના ઉકેલમાં તેમને મદદ કરી શકે તેવું કોઈ હાય નહિ તેમ માનવું પડે. આ બાબતને આધ્યાત્મિક દ્રષ્ટિએ વિચારીએ તો એમ સ્વીકાર્યા વિના ચાલે નહિ કે અન્યના માર્ગદર્શક બનનાર વ્યકિતને ખૂદ પોતાના જ માર્ગદર્શક બનવાનું મુશ્કેલ બની શકે નહિ. સાચું માર્ગદર્શન તો તે ગણાય કે જે પ્રશ્નોનો ઉકેલ લાવવામાં પ્રશ્નકારને મદદ કરે જ છે, પણ સાથે સાથે એવા ઉકેલ સૂચવનાર વ્યકિત પાતા માટે પણ તેવા ઉકેલનું જ શરણ લેતી હોય છે તેમ આપણે માનવું જોઈએ. માર્ગદર્શક ગણાતી વ્યકિતઓને પોતાના પ્રશ્નો નથી હોતા એમ નહિ, પરંતુ એવા પ્રશ્નોનો પાતાપૂરતો નિકાલ પોતે જ શેાધ્યો હોય છે અને ત્યારે જ અન્યની પાસે વિશ્વાસપૂર્વક એ ઉપાય રજૂ કરી શકે છે. ઘણીયે વખત એવું જોવામાં આવે છે કે કોઈ ઉચ્ચ વિકાસશીલ વ્યકિતના જીવનમાં જે ઉકેલ સફળ નિવડે તે ઉકેલ સામાન્ય માનવીના જીવનમાં સફળ ન પણ નિવડે. આ વસ્તુસ્થિતિનું પૂરેપૂરું ભાન હોવાથી જ માર્ગદર્શક વ્યકિત એકના એક ઉપાયને વિવિધ પ્રકારની મર્યાદાઓના સંદર્ભમાં ઉકેલ શોધનાર પાસે મુકતી હોય છે. કુશળ વૈદ્ય ચિકિત્સા કરતી વખતે પણ દર્દીની શારીરિક, માનસિક અને કોઈ વખત તે આધ્યાત્મિક તાસિરને પણ નજરમાં રાખતા હોય છે. એકની એક દવા અનુપાનભેદે જુદા જુદા દર્દીઓને આપીને જ આવા કુશળ વૈદ્ય કાર્ય સિદ્ધ કરી શકતા હોય છે. અન્ય માટે માર્ગદર્શક વ્યકિત પોતા માટે પણ માર્ગદર્શક હોય જ તેમ માની લેવામાં વાંધો નથી. જ્યાં જ્યાં આથી વિરુદ્ધ પરિસ્થિતિ હોય છે ત્યાં ત્યાં તેવું માર્ગદર્શન કોઈ પણ વખત કામયાબ નીવડયું હોય તેમ જાણ્યું નથી. જીવનની જે વિશિષ્ઠ દ્રષ્ટિ તેમને સાંપડી હોય છે તે દ્રષ્ટિ જ સ્વપરની સમસ્યાઓનો નિકાલ લાવવામાં લદાયી બને છે. આ વિચાર કોઈ પણ વ્યકિતવિશેષને લાગુ પડે તેમ માનવાનું પણ કારણ નથી. ચાક્કસ પ્રકારના શાનના પરિણામે અથવા તે ચોક્કસ પ્રકારના ક્રીયાકાંડના પરિણામે કોઈ પણ વ્યકિત, એક પ્રકા૨ના વિશેષ અધિકાર પ્રાપ્ત કરી શકે ખરી, પરંતુ એવા અધિકારનું સાચું મૂલ્યાંકન તો પોતે પ્રાપ્ત કરેલાં જ્ઞાનને કે ક્રિયાને પોતાના ખુદના જીવનમાં મૂર્તિમંત કરવા ઉપર જ રહેતું હોય છે. શ્રી. જૈનેન્દ્રકુમારના બીજો વિચાર એ છે કે ચોતરફથી આદર અને માનસન્માન મેળવનાર વ્યકિતનું પેાતાનું જીવન અમૂક રીતે
SR No.525946
Book TitlePrabuddha Jivan 1961 Year 22 Ank 17 to 24 and Year 23 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1961
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size20 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy