________________
પ્રબુદ્ધ જીવન
૧૮
રાષ્ટ્રીય એકતા સબળ થાય અથવા તેનાં સ્ફોટક તત્ત્વો દબાય એમ માનવાને કોઈ કારણ નથી.
વહીવટી રીતે રાજ્યકર્તા વગે કેટલાક પગલાં લીધા ઢાવાનું કહેવાય છે, પણ તે પગલાં કામયાબ નિવડયાં નથી, કારણકે રાજકર્તા પક્ષ અને તેના મોટા ભાગના આગેવાનોનું વર્તમાન માનસ જે છે તે જોતાં આવા પગલાંઓના પ્રમાણિકપણે અમલ થવાની કોઈ આશા રાખી શકાય તેમ નથી.
૧૯૪૭થી ૧૯૬૧ સુધી આ પરિસ્થિતિ ઉત્તરોત્તર વણસતી કેમ રહી તેના થોડાં કારણેા તપાસીએ તે તેના ઉકેલની કાંઈક સૂઝ પડે. ચૂંટણી નજીક આવે ત્યારે એકતાની વધારે બૂમા પડે અને કોમવાદ, ભાષાવાદ, પ્રાંતવાદ વગેરેની સખત ઝાટકણી કાઢવામાં આવે. તાજેતરમાં કોંગ્રેસે શ્રીમતી ઈન્દીરા ગાંધીના પ્રમુખપદે એક રાષ્ટ્રિય એકતા- સમિતિ નિયુકત કરી હતી. તેણે એક અહેવાલ રજૂ કર્યો છે, જે દુર્ગાપુર A, I, C. C. ની બેઠક વખતે કોંગ્રેસે મંજૂર કર્યો છે. આ વર્ષે જુદા જુદા રાજ્યોના વડા પ્રધાનો અને મધ્યસ્થ સરકારના પ્રધાનાની બે પરિષદો પણ આ જ વિષયના વિચાર કરવા મળી અને તેમણે નિવેદનો બહાર પાડયાં. બીજી પરિષદ વખતે એમ નક્કી થયું કે આ વિષયની મહત્તા જોતાં, આ વિષયની વિચારણા રાષ્ટ્રિય ધારણે કરવી અને તે માટે રાજ્યોના વડા પ્રધાન અને મધ્યસ્થ સરકારના પ્રધાનો જ નહિ પણ સર્વાં પક્ષના આગેવાના અને બીજી વિશિષ્ટ વ્યકિતઓ જેવા કે કેળવણીકારો, વૈજ્ઞાનિકો અને જુદા જુદા ક્ષેત્રના આગેવાનોની એક પરિષદ બાલાવવી. તે નિર્ણય મુજબ તાજેતરમાં શ્રી નેહરુના પ્રમુખપદે રાષ્ટ્રિય એકતા પરિષદની ચાર દિવસ બેઠક મળી, જેને અંતે એક નિવેદન બહાર પાડવામાં આવ્યું.
તેનિવેદન તપાસીએ તે પહેલાં વર્તમાન પરિસ્થિતિ કેમ ઉત્પન્ન થઈ તેનાં કારણા જોઈએ.
આશ્ચર્યજનક લાગશે છતાં હકીકત છેકેઆઝાદી પ્રાપ્ત થયા પછી અને કેટલેક દરજ્જે તેને કારણે, રાષ્ટ્રિય એકતાનાં વિઘાત્મક બળેએ જોર કર્યું અને ભેદભાવ વધ્યા. આઝાદીની લડત દરમિયાન એક જ ધ્યેય હતું—સ્વતંત્રતા પ્રાપ્ત કરવાનું—જેને કારણે ત્યાગ અને બલિદાનની ભાવના પ્રબળ હતી. આઝાદી મળ્યા પછી સત્તા આવી અને આબાદીની શકયતા અને માર્ગ ખુલ્લાં થયાં. સત્તા અને આબાદીની વહે ચણી માટે ખેંચતાણ શરૂ થઈ. Fight for acquisition of Power and prosperity જે પક્ષના હાથમાં રાજકીય સત્તા આવી અને આટલાં વર્ષો રહી, તે પક્ષમાં ખેંચતાણ વિશેષ થઈ. બીજા પક્ષા, લઘુમતિ કોમા પછાત વર્ગો, વિગેરેને ઈર્ષ્યા થઈ અને વાતાવરણ વિશેષ તંગ થયું.
આવા સંજોગામાં સત્તાધારી પક્ષ, તેના આગેવાનો અને બહુમતિ કોમમાં જે ઉદારતા અને ત્યાગની ભાવના જોઈએ તેના અભાવ માલુમ પડયો, એટલું જ નહિ પણ, આ પરિસ્થિતિને પોતાને માટે વધુમાં વધુ લાભ ઉઠાવવાની વૃત્તિ દેખાઈ. દરેક વર્ગ, કોમ, પ્રદેશ
અને વ્યકિતને એમ થયું કે, સત્તા અને આબાદી, પોતાના માટે વધુમાં વધુ મેળવી શકાય, તેમ કરવું એ જ સ્વાભાવિક છે. પુખ્તવય મતાધિકારને કારણે અંતિમ સત્તા આમજનતાના હાથમાં આવી, એટલે તેનામાં ખૂબ જાગૃતિ આવી અને પોતાના હક્કોનું તીવ્ર ભાન થયું અને તે સાથે પાતા પાસે હથિયાર છે તેનું પણ ભાન થયું. પછાત વર્ગો, પછાત પ્રદેશો, લઘુમતિ કોમો, સ્રીઓ, હરિજના વિગેરેની ઉન્નતિ કરવાનું કોંગ્રેસનું ધ્યેય છે તે સાથે પેાતાના પક્ષની સત્તા ટકાવી રાખવી છે. એટલે આ બધા તત્ત્વાને સાથે રાખવાનું તેને માટે અનિવાર્ય બન્યું.
ચૂંટણી સમયે દરેક કોમ કે વર્ગના સહકાર માટે વચનો આપવા પડે. ઉમેદવારોની પસંદગીમાં કોમ અને વર્ગનું લક્ષ રાખવું પડે. તેથી આ બધાં તત્ત્વોને જોર મળ્યું.
- પણ આ પરિસ્થિતિ માત્ર આમજનતાની છે "એમ નથી. આગેવાનોનું પણ એ જ માનસ છે. પેાતાની કોમ કે પ્રદેશનું હિત
૧-૧૧૬૧
પ્રથમ મૂકવામાં આવે, દરેક રાજ્યના વડા પ્રધાન પોતાના રાજ્યની આબાદી કેમ વધે તે જ જુએ. તેમાં પણ દરેક પ્રધાન વળી પાતાના પ્રદેશનું હિત જુએ. દરેક ધારાસભ્ય પોતાના મતદાર વિભાગનું હિત આગળ કરે પછી તે ઔદ્યોગિક વિકાસ માટે હાય. નહેરના પાણી માટે હાય, સીમાઓ માટે હાય, સામાજિક અને શૈક્ષણિક લાભા માટે હોય. ગમે તે ક્ષેત્રે પેાતાની કોમ અને પેાતાના વિભાગ કે રાજ્યનું હિત જોરપૂર્વક આગળ કરવું એથી જ પોતાની સત્તા અથવા સ્થાન ટકી રહે, સમસ્ત દેશની આબાદીમાં પોતાની આબાદી છે, એ ભાવના ઉત્તરોત્તર ઘટતી જાય ત્યાં (Emotional integration) ભાવનાત્મક ઐકય—થાય કયાંથી?(Regionalism) પ્રાન્ત અથવા પ્રદેશવાદજ વધે. ગુજરાતનું રાજ્ય થાય તેમાં ગુજરાત, સૌરાષ્ટ્ર કે કચ્છનાં હિત જુદા જુદા ખેંચાય, મહારાષ્ટ્રમાં વિદર્ભ, મરાઠવાડા કે મહારાષ્ટ્રનાં હિતોની ખે ચતાણ થાય— એવું બધે. એકલાં સૌરાષ્ટ્રમાં જાઓ તો ઝાલાવાડ, ગાહિલવાડ, સારઠ વિગેરે પ્રદેશની વચ્ચે ખેં'ચતાણ થાય. ગુજરાત—સૌરાષ્ટ્રના માત્ર દાખલા જ આપું છું. બધે એવું છે. એથી પણ ખરાબ. આ પ્રમાણે કરે નહિ તો આગેવાનની આગેવાની ટકે નહિ.
સૌથી ભયાનક વસ્તુ બની છે ભાષાવાદની, આસામ અને પંજાબના તાફાના તા હજી શરૂઆત છે, જેમ દેશના ભાગલા કરવાથી હિંદુ-મુસ્લીમ પ્રશ્ન પત્યો નહિ તેમ ભાષાકીય ધોરણે રાજ્યરચના કરવાથી કોઈ પ્રશ્ન પત્યો નથી, એટલું જ નહિ પણ વધારે ગૂંચ ઊભી થઈ છે. એકભાષી રાજ્યરચના થતા તેમાં વસતા અન્યભાષી લોકોનું શું? એકભાષી રાજ્ય રચનાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે તે ભાષા બોલતા લાકોની ઉન્નતિ અને પ્રગતિ કરવી. સ્વાભાવિક રીતે અન્ય ભાષા બોલતા લોકો લઘુમતિમાં હાય અને તેમનું સ્થાન ઊતરતું રહે. વહીવટીતંત્રમાં બહુમતિ ભાષાવાળાનું જ વર્ચસ્વ રહે, અનેક રીતે તે ભાષાભાષી લોકોનું જ પ્રાબલ્ય વધે તેવાં પગલાં લેવાય. પછી Bengal for Benglis, Bihar for Biharis— બંગાળા ગંગાળીઓ માટે, બિહાર બિહારીઓ માટે—અને એવું જ બીજા રાજ્યામાં થતાં વાર ન લાગે.
આજે એ થઈ રહ્યું છે. વળી બહુમતની ભાષાને વહીવટી તંત્રની ભાષા બનાવતાં, અન્ય ભાષાભાષીને વહીવટમાં ઘણું ઓછું સ્થાન રહે. શિક્ષણની પણ એ જ ભાષા થાય એટલે રાજ્ય રાજ્ય વચ્ચેની દિવાલા વધતી જાય. મુંબઈના જ દાખલો લ્યો. જૂના મુંબઈ રાજ્યનું વિભાજન થયું ત્યારે સર્વ ઉચ્ચ કક્ષાએ વચના આપવામાં આવ્યા છે કે મુંબઈનું પચરંગી અને ભાતીગળ વ્યકિતત્વ જાળવી રાખવામાં આવશે. આ વ્યકિતત્વ એટલે તેનું બહુભાષાભાષી સ્વરૂપ કે હિન્દુસ્તાનના કોઈ પણ ભાગના નાગરિક ત્યાં આત્મીયતા અનુ• ભવે. હવે વહીવટી ભાષા, ' કોરપોરેશનની ભાષા, કોર્ટોની ભાષા, શિક્ષણનું માધ્યમ—બધું મરાઠી જિયાત કરવામાં આવે તો શું થાય તે કલ્પવું અઘરૂ નથી. ભાષાવાદનાં પરિણામા ટૂંક સમયમાં જ જે દેખાયાં છે, તેથી તેની ગંભીરતા આપણે સમજી શકયા છીએ. રાજ્ય પુનરરચના પંચ પણ આ ભયસ્થાનેથી પરિચિત હતું અને તેને ટાળવા કેટલાય Cafeguards—ઉપાયો—સૂચવ્યા છે જેવા કે દરેક રાજ્યની હાઈકોર્ટના ૧/૩ ન્યાયાધીશો પરપ્રાન્તના જોઈએ, અખિલ હિંદ સનદી નાકરીઓ વધારવી અને અમલદારોની વખતાવખત ફેરબદલી કરવી, ૧૫ થી ૨૦ ટકા અન્યભાષાભાષી લોકોની માગણી હોય તો તે ભાષાને પણ વહીવટી ભાષા તરીકે સ્વીકારવી, શિક્ષણના માધ્યમમાં કેટલીક જોગવાઈ અન્ય ભાષાભાષી માટે કરવી, લઘુમતિ કોમોને વહીવટીતંત્રમાં પુરતું સ્થાન આપવું, લઘુમતિ કોમા અને પછાત વર્ગોને પાતાની પ્રગતિ માટે પૂરતા અવકાશ આપવા અને સમાન તક આપવી. સરકારી નોકરી અને અન્ય વહીવટીતંત્રામાં લઘુમતિ અને અન્ય વર્ગોને પુરતું સ્થાન આપવું વિગેરે. આમાંથી કેટલા અમલ થાય છે? વરિષ્ટ અદાલતોના ન્યાયાધીશોની નિમણુ ંક કરવામાં પણ ગુણદોષ કરતાં, પ્રદેશ, ક્રમ, ભાષાને લક્ષમાં લેવામાં