SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ રજીસ્ટર ન B RA વાર્ષિક લવાજમ રૂા પ્રબુદ્ધ જીવન શ્રી મુખઇ, જૈન યુવક સંઘનુ પાક્ષિક મુખપત્ર છૂટક નકલ: ૨૦ નયા પૈસા ‘ પ્રબુદ્ધ જૈન ’નું નવસ સ્કરણુ વર્ષ ૨૩, એ કે ૧૩ મુંબઇ, નવેમ્બર ૧, ૧૯૯૧ બુધવાર આફ્રિકા માટૅ શિલિંગ - તંત્રી: પરમાનંદકુંવરજી કાપડિયા રાષ્ટ્રીય એકતા રાષ્ટ્રીય એકતાના વિધાતક બળો ભાષાવાદ, કોમવાદ, જ્ઞાતિવાદ પ્રાંતવાદ, ધર્મવાદ વગેરે-જેમ જેમ જોર કરતાં ગયા છેતેમ, આગેવાન મુંઝાયા છે અને પરિસ્થિતિ હવે ભયજનક સપાટીએ પહોંચી છે. આ બળા નવાં નથી, પણ દેશને સ્વતંત્રતા મળી પછી એકતાની દિશામાં પ્રગતિ થવાને બદલે ભિન્નતા અને જુદાઈ વધેલ છે. સ્વતંત્રતા મળી ન હતી ત્યાં સુધી એક જ ધ્યેયને વરેલ દેશ અને પ્રજા એકતા અનુભવતી હતી અને તે ધ્યેયની સિદ્ધિ અર્થે સમર્પણની ભાવનામાં તલ્લીન રહેતી હતી, જે કાંઈ વિઘાતક બળો હતા તે સ્વાર્થી અને દેશદ્રોહી બળ હતાં—મુસ્લીમ લીગ કે કેટલાંક રાજવીઓ. મુસ્લીમ લીગે ધર્મના નામે છેવટ દેશના ભાગલા કરાવ્યા અને સ્વતંત્રતા પ્રાપ્ત કરવા આપણે ભારે મેટી કિંમત આપવી પડી. દેશના ાગલા થતાં એક મહાન વિઘાતક શકિતમાંથી આપણે મુકત થયા છીએ એમ લાગ્યું. પણ બીજું એક મોટું વિઘાતક બળ આપણી વચ્ચે ઊભું હતું—દેશી રાજ્યોનું. અંગ્રેજો હિંદુસ્તાન છેડી ગયા ત્યારે ઘણા લોકો એમ માનતા હતા કે હિન્દના હજી વિશેષ ટુકડા થશે. સાર્વભૌમ સત્તા ખેંચી લેવાઈ પછી દેશી રાજ્યો સ્વતંત્ર થયા અને ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ પછીનાં બે વર્ષો દરમિયાન કાંઈક ખટપટ, રાજ રમત અને યોજનાઓ થઈ. સરદાર પટેલની દીર્ઘદષ્ટિ, કુનેહ અને દઢ નિશ્ચયબળ ન હોત તે દેશના વિશેષ ભાગલા થઈ જાત. પણ ૧૯૪૯ની આખર સુધીમાં આ ગંભીર કટોકટીના અંત આવ્યો અને દેશના ભાગલા થયા છતાં પણ જે બાકી રહ્યું તે એક સબળ રાષ્ટ્ર થવાને લાયક બન્યું. હિન્દુસ્તાનના ઈતિહાસમાં કોઈ કાળે ન હતું તેનું એક અખંડ અને અવિભાજ્ય રાષ્ટ્ર કાશ્મીરથી કન્યાકુમારી સુધી અને કલકત્તાથી કચ્છ સુધી—એક તંત્ર, એક બંધારણ નીચે સર્જાયું. પણ રાષ્ટ્રીય એકતાને બાધક એવા બીજા બળા પણ હતાં અને તેને પહોંચીવળવાના પ્રયત્નો ગતિમાન થયા હતા. બંધારણ સભા ( Consitituent Assembly) માં છેક એપ્રિલ ૧૯૪૮ માં નીચે મુજબ પ્રસ્તાવ સર્વાનુમતે થયો હતા:— “લાકશાહીને પૂરો અમલી આકાર આપવા માટે તેમ જ રાષ્ટ્રિય એકતા અને સંગઠ્ઠન સાધવા માટે ભારતમાંથી કોમવાદ નાબૂદ થાય એ જરૂરી છે એટલા માટે, આ બંધારણ સભાના એવા અભિપ્રાય છે કે પેાતાના બંધારણના કારણે અથવા તે તેના કોઈ પણ અધિકારીને તેમજ તેની કોઈ શાખામ્રશાખાને મળેલી વિશિષ્ટ સત્તાના કારણે ધર્મ, જાતિ અને જ્ઞાતિ અથવા તો એ ત્રણમાંના કોઈ એક કારણસર જે કોઈ કોમી સંસ્થા અમુક જ વ્યકિતઓને સભ્ય તરીકે સ્વીકારી શકતી હોય કે અમુક વ્યકિતઓને રદ કરી શકતી હોય તેવી કોઈ પણ કોમી-સંસ્થાને તે કોમની ધાર્મિક, સાંસ્કૃતિક, સામાજિક અને શૈક્ષણિક જરૂરિયાતો માટે જરૂરી હોય તે સિવાયની બીજી કોઈ પણ પ્રવૃતિ ચલાવવાની રજા આપવામાં ન આવે અને આવી પ્રવૃતિઓ અટકાવવા માટે આવશ્યક એવા કાનૂની કે વહીવટી પગલાં લેવામાં આવે.” * આ પ્રસ્તાવ ઘણી રીતે આપણુ ધ્યાન ખેંચે એવા છે. આ પ્રસ્તાવમાં રહેલ ભાવના વિચારીશું તે આપણે અત્યારે કેટલા દર ગયા છીએ અને પરિસ્થિતિ કેટલી પલટાઈ છે તેનું ભાન થશે. (૧) આ પ્રસ્તાવ માત્ર (Communalism ) કોમવાદનો ઉલ્લેખ કરે છે. અત્યારે આપણે ચાર-પાંચ બળાના ઉલ્લેખ કરવા પડે છે. (Linguism) ભાષાવાદ, ( Casteism ) " જ્ઞાતિવાદ, (Regionalism ) પ્રાંત અથવા પ્રદેશવાદ, ( Religion ) ધર્મવાદ વગેરે. આ ઉપરથી આપણને સમજાશે કે સ્વતંત્રતા મળ્યા પછી એકતાવિરોધી કેવાં નવાં બળા ઊભાં થયાં છે. (૨) આ પ્રસ્તાવમાં કોમી સંસ્થાઓને રાજકીય પ્રવૃત્તિઓમાં ભાગ લેતાં અટકાવવી એવા નિર્ણય છે. પણ એવી સંસ્થાઓની પ્રમાણિકપણે જરૂરી એવી ધાર્મિક, સાંસ્કૃતિક, સામાજિક અને શૈક્ષણિક પ્રવૃતિઓના કોઈ વિરોધ નથી, એટલું જ નહિ પણ, તેને જરૂરી માની છે. હવે બધી કોમી સંસ્થાઓ—જેમાં ધાર્મિક સંસ્થાઓને પણ સમાવેશ થાય છે—ની બધી પ્રવૃતિઓ પ્રત્યે અણગમેનાસુગ, અને તિરસ્કાર દર્શાવાય છે અને બધી કોમી સંસ્થાઓના અસ્તિત્વ ઉપર પ્રતિબંધ મૂકવાની વાતો થાય છે. જે કોમી સંસ્થા કોઈ રાજકીય પ્રવૃતિમાં ભાગ લેતી ન હોય અને માત્ર પોતાની કોમની જરૂરિયાત પૂરતી સાંસ્કૃતિક, ધાર્મિ ક, શૈક્ષણિક અને સામાજિક પ્રવૃતિ જ કરતી હોય એવી સંસ્થાઓ પણ અનિષ્ટ છે અને તેમાં ભાગ લેવાવાળા અથવા કામ કરવાવાળા રાષ્ટ્રિય દષ્ટિવાળા નથી પણ કોમી માનસ ધરાવે છે એમ માનવામાં આવે છે અથવા એવા પ્રચાર થાય છે. (૩) ઉપરના પ્રસ્તાવમાં કોમી સંસ્થાઓને રાજકીય પ્રવૃતિઓમાં ભાગ લેતી અટકાવવા માટે કાયદાથી અને વહીવટી રીતે (Legislative and Administrative) જે કાંઈ પગલાં જરૂરી લાગે તે લેવાના ઉલ્લેખ છે. કાયદાથી આવા કોઈ પગલાં લેવાયાં નથી અને હિન્દુસ્તાનનું નવું બંધારણ થયું પછી આવા કોઈ પગલાં કાયદાથી લઈ શકાય તેમ નથી એમ સરકારના કાયદાના સલાહકારોએ સલાહ આપી છે. કારણ કે બંધારણમાં નાગરિકોને જે મૂળભૂત હકકો (Fundamental Rights) આપવામાં આવ્યા છે તેમાં Right of Association સંસ્થાઓ રચવાના અધિકાર છે અને તે હક ઉપર કોઈ પ્રતિબંધ—મૂકી શકાય નહિ—સિવાય કે તે સંસ્થાની પ્રવૃતિ દેશના હિત કે સલામતી જોખમાય તેવી હોય તો તે પ્રવૃતિ પૂરતો પ્રતિબંધ મૂકી શકાય. તાજેતરમાં (Indian Penal Code S−153 A અને People's Representation Act S−125 ) માં થોડો ફેરફાર કર્યો છે જેથી કોમકોમ કે વર્ગવર્ગ વચ્ચે જે કોઈ વેરઝેર ફેલાવવાના પ્રયત્ન કરે—ચૂંટણી દરમિયાન અથવા બીજી રીતે તે ત્રણ વર્ષની જેલ અથવા દર અથવા બંને સજાને પાત્ર થાય છે, પણ આ ફેરફારથી
SR No.525946
Book TitlePrabuddha Jivan 1961 Year 22 Ank 17 to 24 and Year 23 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1961
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size20 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy