________________
૧ર૬
પ્રબુદ્ધ જીવન
સનાતન અને યુગધર્મ
જીવે જેમ જૂના અને જીર્ણ શરીરના ત્યાગ કરી નવા દેહ ધારણ કરવા પડે છે તેમજ ધર્મનું છે. જૂના દેહને વળગી રહે તેવા જીવ કામ ન કરી શકે. દેહ તેનું કર્મક્ષેત્ર નહીં પણ કારાગાર બને. તેમજ ધર્મનું કે હરેક પ્રાણવાન વિચારનું છે. ધર્મ સનાતન છે તેમ કહેતી વખતે આપણે ધર્મવિચાર સનાતન છે તેવું જ સૂચવીએ છીએ; ધર્મના દેહ સનાતન છે તેવું નહિ. જીવને જેમ પેાતાના પ્રગટીકરણ માટે શરીર જોઈએ છે તેમજ ધર્મવિચારને પોતાના ક્રિયાકાંડો, ઉત્સવો, જપ, તપ, કાર્યક્રમ, દેવદેવીઓ, ઉપાસનાપદ્ધતિઓ જોઈએ છે. પણ આ બધું કાળે કાળે બદલવું પડે છે. ધર્મવિચાર કહે છે કે દાન કરો, આત્માની ઉન્નતિ, સર્વાત્મ ઐકયભાવ માટે દાન કરો. પણ દાનનો પ્રકાર દેશ, પાત્ર, કાળ જોઈને બદલવા પડે છે.
આ બદલાયેલી ક્રિયાને જ યુગધર્મ કહે છે. અને જે સનાતન ધર્મ યુગધર્મમાં અવતરવાની ના પાડે છે તે કોહવાઈ જાય છે, નિરર્મક દેહમાં રહેવાથી તેની દ્રષ્ટિ ( નિરર્થક ) થઈ જાય છે. વસ્તુત: સનાતન ધર્મની કસોટી જ તે યુગધર્મરૂપે પલટાયો છે કે નહીં તેના પર છે. ન પલટાય તે ધર્મ જ નથી.
જીવ માત્ર પ્રત્યે સમભાવ એ ધર્મ છે. પણ દુષ્કાળ પડે ત્યારે આ અનુક ંપા અન્ન મેળવવામાં, યોગ્ય રીતે વહે...ચવામાં વિશેષ પ્રગટ થવી જોઈએ. દુષ્કાળ વખતે પણ કાંક બલિ આપીને પેાતાના ધર્મ બજાવવાવાળા લોકો યુગધર્મને તો ઠીક પણ સામાન્ય ધર્મને પણ સમજ્યા ન ગણાય.
આથી જ ગાંધીજીએ સંન્યાસીને પણ કાંતણને યજ્ઞ ગણવા હિંમતભેર સલાહ આપી ને આથી જ વિનોબાજીએ ભૂમિદાન યજ્ઞ કે સંપત્તિદાન યજ્ઞને વિશેષ ભાવે પ્રચલિત કરવા અશ્વમેધના ઘેાડાની જેમ પરિભ્રમણ શરૂ કર્યું.
* શિક્ષણ વિચારે પણ આજ ધર્મયુગને પિછાનવાના ને અમલમાં મૂકવાનો છે.
શુદ્ધ કેળવણી એ નિર્ગુણ નિરાકાર વસ્તુ છે. વિદ્યાર્થીને સર્જન કરવા દેવું જોઈએ, વિદ્યાર્થી ખડતલ બને તેમ કરવું જોઈએ, તે જિજ્ઞાસુ ને સ્વતંત્ર વિચારશકિત ધરાવતા થાય તેમ જોવું જોઈએ. તેનામાં સમભાવ, સહાનુભૂતિ પ્રગટ થવાં જોઈએ, સહકારવૃત્તિ ખીલવી જોઈએ. આ બધાં ઉત્તમ પાયાનોં છતાં નિરાકાર મંતવ્યો થયાં. આ મંતવ્યોને સાકાર કેમ કરવાં? તેને વીતી જતા જીર્ણ દેહમાં સાકાર કરવા પ્રયત્ન થઈ શકે, ને નવા, સ્કૂતિવાન દેહમાં પણ અવતારી શકાય.
જૈન ગૃહસ્થ જ્યારે પાતાનું ધન પાંજરાપોળમાં વાપરે છે ત્યારે એ જીર્ણ દેહ મારફત પોતાના પ્રેમભાવ વ્યકત કરવા મથે છે. નવા યુગધર્મ તે સમજે તો તે ધન વૈજ્ઞાનિક ઢબે ચાલતી ગૌશાળામાં ખરચશે, કારણ કે ગાયા જ્યાં સુધી ખૂબ દૂધ આપતી, ઉપજાઉ ન બને ત્યાં સુધી પાંજરાપોળા વધતી જ જશે, ને ગાયોના વંશ દુ:ખી દુ:ખી જ થવાનો.
આ જ ઢબે સનાતન શિક્ષણવિચારે પોતાના ધર્મયુગ શું છે તેનું ગાઢ ચિંતન કરતા રહેવું જોઈએ.
આ કારણે જ એક દહાડો શુદ્ધ કેળવણીએ રાષ્ટ્રીય કેળવણીનું સ્વરૂપ લેવું પડ્યું. કારણ કે ખડતલ, સંવેદનશીલ, જિજ્ઞાસુ, પરોપ
તા. ૧૬-૧૦-૧૧
કારી અને સ્વમાની વિદ્યાર્થી તૈયાર કરનાર શિક્ષણ રાજકીય દાસત્વના વિરોધ કર્યા સિવાય ન જ રહી શકે. અને તેથી, “રક્ષ દેવ તું મહારાજા ઘણું જીવજો પ્રૌઢ રાજા"
અથવા તો,— “જામ તે રામ છે.
રામ તે જામ છે
જામ મારા રામ છે”
એવું એ ન જ ભણાવી શકે.
શુદ્ધ વિચારની ભૂમિકાએ રાજ્યનિષ્ઠાના ગુણ કોઈ કાળે કેળવવા જેવા જ નથી તેમ નહિ, પણ તે કાળની માગણી જુદી હતી. રાજ્યનિષ્ઠા તે ઝેર હતું. ને રાજ્યવિરોધ તે અમૃત હતું. આથી શુદ્ધ કેળવણીએ રાષ્ટ્રીય કેળવણીનું સ્વરૂપ લેવું પડયું. છતાં જેઓ એકદડિયા મહેલમાં બેસી રહ્યા તેમને પણ છેવટે “નગણ મન” ગાવાની વેળા આવી.
ગુંસાઈજી મહારાજ તુલસીદાસજીએ આ વાત અત્યંત લાક્ષણિક રીતે કહી છે. કહે છે કે તેઓ એક વાર વૃંદાવનમાં ગયા હતા. ત્યાં ભગવાન શ્રીકૃષ્ણનું મનમોહક રૂપ જોયું. પણ તેનાથી ન હાથ જોડાયા કે ન માથું નમ્યું. પરમજ્ઞાની ગુંસાઈજી એ જાણતા જ હતા કે, “કૃષ્ણ તે જ રામ છે રામ તે જ કૃષ્ણ છે”
પણ તે છતાંયે ધર્યો છે, હાથમાં
તેમણે મર્મભરી ભાષામાં કહ્યું: “માથે મેારમુગુટ બંસી રાખી છે, ખરો ઠાઠ કર્યો છે નાથ, પણ! મારમુગટ નીચે ધરો કિરીટમુગુટ ધરો શિષ
ધનુષ્ય બાણ રમાં લીઓ તબ તુલસી નમાયો શિષ.”
કહે છે કે, પછી શ્રીકૃષ્ણે તુલસીદાસને રામના સ્વરૂપે દર્શન
આપ્યાં.
કહાણીમાં બેવડો અર્થ છે.
ગુંસાઈજીને ઈશ્વરી તત્ત્વની ઝંખના છે. પણ પ્રજાને રંજાડી રહેલા, દેવળાને તાડી રહેલા મુસ્લિમ સંકટોથી ગભરાયેલ જનસમાજ માટે રામસ્વરૂપી ઈશ્વરની તેમની માંગ છે.
ગુંસાઈજીની આ બુલંદ માગે ‘માનસ’નું સર્જન કર્યું ને એ ‘માનસ’ના જોરે જ હિંદુસમાજ સ્વમાનભેર ઝગડી શક્યો તે ઈતિહાસકથિત હકીકકત છે.
વાતનું બીજું પણ સ્વરૂપ છે કે, શ્રીકૃષ્ણને રામસ્વરૂપે દર્શન દેવામાં કોઈ બાધ આવતા નથી.
એટલે કે સતાતન ધર્મને યુદ્ધધર્મરૂપે પ્રગટ થવામાં કોઈ સૈદ્ધાંતિક અડચણ હોતી નથી.
શિક્ષણને રાષ્ટ્રીય ભાવનાથી પરિપલ્લવિત કરવું તે એક દિવસ યુગધર્મ હતો. આજે તે વિશેષ ભાવના તબક્કો પૂરો થયો છે. આજે યુગધર્મ માગે છે કે શિક્ષણ સામાજિક બને, રાજકીય સ્વાધીનતાનું ફૂલ સામાજિક ઐકયના ફળરૂપે પ્રગટ થાય. આ ધ્યાનમાં ન રાખીએ તે રાજકીય સ્વાધીનતા સામાજિક અનૈકયરૂપે પ્રગટી જશે. આસામ પંજાબના કોયડા તેનાં ઉદાહરણા છે.
વિદ્યાર્થી શિક્ષણના અનુભવ દ્વારા આ દિશા તરફ ચાલે તે જોવાના નવા શિક્ષણનો યુગધર્મ છે. કોઈ ને કોઈ સમાજોપયોગી પ્રવૃત્તિને કેન્દ્રમાં રાખીને શિક્ષણ આપવાનો સિદ્ધાંત આ માટેની ચાવી છે તે સમજાશે ?
મનુભાઈ પંચોળી
મુંબઈ જૈન યુવક સંધ માટે મુદ્રક પ્રકાશકઃ શ્રી પરમાનંદ કુવરજી કાપડિયા, ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઇ ૩. મુદ્રણુસ્થાન : ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કોટ, મુંબઇ,