________________
તા. ૧૬-૧૦-૧
વીને, આવી તંદુરસ્ત વિચારણા કરે— એ ઘટના પોતે જ સૌ કોઈની પ્રશંસા અને અભિનંદન માગી લે એવી છે.
પ્રબુદ્ધ જીવન
રાજ્યદ્ગારી દ્રષ્ટિબિંદુથી જોઇએ તો જેઓ એવા જુદા જજુદા છેડે બેઠા હાય કે એક્બીજા વચ્ચે મેળ થવા સાવ મુશ્કેલ હોય એવા પક્ષા—સામ્યવાદી, સ્વતંત્ર, સમાજવાદી, પ્રજાસમાજવાદી જનસંઘ, કૉંગ્રેસ—ના આગેવાના ભેગા મળીને ચાર દિવસ સુધી એકધારી રાષ્ટ્રહિતની વિચારણા કરે એ બનાવ ઈતિહાસના પાને અમર બની રહે એવા છે. એમ કહી શકાય કે આવી પરિષદ નેહરુની ઉદારતા, મહાનુભાવતા, દીર્ઘદ્રષ્ટિ, નિર્ભેળ રાષ્ટ્રભકિત, એમના અંતરમાં વહેતી માનવતા પ્રત્યેની અપાર પ્રીતિ અને સત્તા અને સંપત્તિના સ્પર્શથી પર થઇને કોઇ પણ પ્રશ્નનો વિચાર કરવાની અનાસકત વિચારસરણીને લીધે જ શકય બની છે. ગાંધીજીની અહિંસાને જાણે એમણે આ રીતે પ્રત્યક્ષ કરી બતાવી છે. આ પરિપદ એ નેહરુના જીવનની એક સિદ્ધિરૂપ બની રહેશે એમાં શંકા નથી. અલબત્ત, આમાં રાષ્ટ્રહિતના વિચાર કરીને તે તે પક્ષાએ જે ઉદારતાભર્યે સહકાર આપ્યો છે એ પણ એટલા જ અભિનંદન અને પ્રશંસાને પાત્ર છે.
પણ આ પરિષદ એ કઈ થોડા દિવસના પ્રયાસનું ફળ છે એમ રખે કોઇ માની લે. આમ તે રાષ્ટ્રીયતાની ભાવના કે ભાવાત્મક રાષ્ટ્રીય એકતાની વાતનાં મૂળ છેક સ્વરાજ્ય પ્રાપ્તિ જેટલાં કે એનાથીય વધુ જનુનાં છે. છતાં એનાં ખરાં બીજ દુર્ગાપુરમાં મળેલ કોંગ્રેસે પસાર કરેલા ઠરાવમાં સમાયેલાં છે.
એ પછી કોંગ્રેસે શ્રીમતી ઇદિરા ગાંધીના અધ્યક્ષપદે નીમેલી રાષ્ટ્રીય એકતા સમિતિએ પાતાની કામગીરી બજાવીને કેટલીક પૂર્વભૂમિકા તૈયાર કરી; અને ત્યાર બાદ પ્રાદેશિક સરકારોના મુખ્ય મુખ્ય પ્રધાનોએ ગત મે—જૂનમાં અને ઓગસ્ટ માસમાં એમ બે વાર મળીને એ ભૂમિકાને વધારે આગળ વધારી. અને છેવટે એ ભૂમિકાને આધારે આખા દેશના રાજદ્રારી પક્ષો અને વિશિષ્ટ વ્યકિતઓની બનેલી આ એકતા પરિષદ મળી,
આ પરિષદે ચાર દિવસ મળીને જે થોડાક નિર્ણયો કર્યા તેમાં કેળવણીને—પાઠ્યપુસ્તકોને—લગતા તેમજ રાજદ્રારી પક્ષોના વર્તનને લગતા નિયામેાનો સમાવેશ થાય છે. આ પરિષદમાં સૌએ એટલું તા કહ્યું કે દેશની એકતા સાધવી અનિવાર્ય છે અને એ માટે સૌએ પ્રયત્ન કરવા આવશ્યક છે.
આ પરિષનું ઉદ્ઘાટન કરતા ઉપરાષ્ટ્રપતિ ડૉ. રાધાકૃષ્ણને એકતાના નક્કર પાયો દર્શાવતાં સાચું જ કહ્યું હતું કે, “માનવજાત એક જ છે, અને બધા માનવીઓ ભાઈ ભાઈ છે. રાષ્ટ્રીય એકતા ક'ઈ ઇંટ અને ચૂનાથી બાંધી શકાતી નથી, પણ એણે તો માનવીઓના મગજ અને હૃદયમાં, ચૂપચાપ, પેાતાના વિકાસ સાધવા પડે છે.”
આ પરિષને અંતે એ પરિષના કાયમી સ્વરૂપ રૂપે ૩૭ સભ્યોના એક રાષ્ટ્રીય એકતા સલાહકાર મંડળ (નેશનલ ઈન્ટીગ્રેશન કાઉન્સીલ) ની રચના કરવામાં આવી છે. અને એ રીતે રાષ્ટ્રીય એકતાને આગળ વધારનાર અને એની સામેના બળાને પડકારનાર એક વિશિષ્ટ મંડળ અસ્તિત્વમાં આવ્યું છે તે બહુ જ સારૂ થયું છે. આ રીતે આ વર્ષના ગાંધી જયંતીના દિવસની ઉજવણી પહેલાં જ એક આનંદજનક અને ગૌરવ લેવા જેવું કાર્ય થયું, એમ જરૂર કહી શકાય.
આમ ખરે વખતે દેશની એકતા અને અખંડતાને જાળવવા માટે જે પુરુષાર્થ કરવામાં આવ્યો છે, તેનું હૃદયપૂર્વક સ્વાગત કરવું ઘટે છે અને આ માટે પ્રયત્ન કરનાર અને એમાં સહકાર આપનાર સહુને ધન્યવાદ અને અભિનંદન આપવા ઘટે છે.
૧૨૫
આ જે આશાસ્પદ પગલું ભરવામાં આવ્યું છે, એની સફળતા માટે પ્રજાએ પણ પૂરેપૂરો સહકાર આપવા જરૂરી છે, એ કહેવાની ભાગ્યે જ જરૂર છે.
આપણે ઈચ્છીએ, આશા રાખીએ અને પ્રાર્થીએ કે સમગ્ર પ્રજા અને પ્રજાસત્તાક રાજ્યશાસન તેમજ સમસ્ત રાજદૃારી પક્ષોના સહકાર અને સંયુકત પ્રયાસથી દેશની એકતા ભયમુકત અને નક્કર બને; અને આપણે સ્વીકારેલ સર્વોદયની સ્થાપનાના માર્ગ સાચા સર્વોદયની દેશમાં સ્થાપના કરીને જનતાના છેલ્લામાં છેલ્લા માનવીના પણ અભ્યુદય સાધી બતાવે.
રતિલાલ દીપચંદ દેસાઈ
સંઘ તરફથી ચેાજવામાં આવેલ વિલ્સન–ડેમ પર્યટન
શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી સંઘના સભ્યો તથા તેના કુટુંબીજનો માટે આગામી ૨૧ તથા ૨૨મી તારીખ એમ બે દિવસનું મુંબઈથી . લગભગ ૧૨૫ માઈલ દૂર આવેલ વિલ્સન-ડેમ જવા—આવવાનું પર્યટન ગેાઠવવામાં આવેલ છે. આમાં જોડાનાર સભ્ય વ્યકિત દીઠ રૂ. ૨૦ તથા બાર વર્ષની નીચેનાં બાળકો માટે રૂ. ૧૨ આપવાના છે. પેાતાની મેટરમાં આવવા માંગતા ભાઈબહેનાએ વ્યકિત દીઠ રૂા. ૧૦ આપવાના છે. આ પર્યટન માટે સ્ટેટ ટ્રાન્સપોર્ટની બે બસ રોકવામાં આવી છે અને આ માટે જરૂરી નામેા પૂરા નોંધાઈ ગયાં છે અને એ ઉપરાંત વધારે સભ્યોની માંગણી' છે. ત્રીજી આખી બસ ભરાય એટલાં નામ નોંધાય અને ત્રીજી બસ મળે તો વધારાના સભ્યોને આ પર્યટનમાં સામેલ કરી શકાય.
પર્યટન માટે રોકાયલી બસેા પાયધુની પોલીસ સ્ટેશન નજીકમાં તા. ૨૧ મી શનિવારે બપારે સાડાબાર લગભગ આવીને ઊભી રહેશે અને તે બરાબર એક વાગે ઉપડશે, રાત્રીના સાત આઠ લગભગ વિલ્સન ડૅમ પહોંચશે. બીજે દિવસે ત્યાંથી પર્યટન મંડળી પાછી ફરશે અને રાત્રીના આઠનવ લગભગ મુંબઈ પહોંચશે. જતાં આવતાં રસ્તામાં રીયલ ઓપેરા હાઉસ પાસે કચ્છ કેસલની બાજુમાં, દાદર ખારદાદ સર્કલના માટુંગા તરફ જતા નાકે તથા કીંગ સરકલ આગળ ઊભી રહેશે.
પ્રવાસમાં જોડાનાર ભાઈબ્સેના માટે ખાવા પીવાની બધી વ્યવસ્થા કરવામાં આવશે. પોતાની સાથે જરૂરી બેડીંગ, ટોર્ચ તથા પાણી પીવા માટે ગ્લાસ તથા લાટો તેમણે લઈ લેવાના છે. બસમાં તેમનાં માટે નક્કી કરેલી જગ્યાએ બેસવાનું છે. જે સભ્યો જ્યાંથી જોડાવાના • હાય તેમણે તે મુજબ સંઘના કાર્યાલયને ખબર આપવાની છે. મંત્રીઓ : મુંબઈ જૈન યુવક સંઘ,
ઇચ્છા
ખાઞાચિયા શી. દઈ ઈચ્છા દીધી
સાગર
વિષયસૂચિ
ભારતની પ્રજાને એકતા માટે નહેરુનું હૃદયસ્પર્શી આહવાહન કરુણાવિચાર વિરૂદ્ધ ઉપયુકતાતવાદ અમારો કાશ્મીરના પ્રવાસ બાધર્મી પૌર્વાત્ય દેશોમાં દાન તથા ધ્યાનના મહિમા રાષ્ટ્રીય એકતા સંબંધી આવકારદાયક અને આશાસ્પદ વિચારણા સનાતન ધર્મ અને યુગધર્મ
જીંદગાની,
ખેલવાની !
ગીતા પરીખ
જવાહરલાલ નહેરૂ પરમાનંદ
પરમાનંદ
પૃ
૧૧૫
૧૧૬
૧૨૦
૧૧
પદ્મનાભ ની
રતિલાલ દીપચંદ દેસાઈ ૧૨૪ મનુભાઈ પંચાળી
૧૨૬
૧૨૩