________________
ખુદ જીવન
રાષ્ટ્રીય એકતા સમધી આવકારદાયક અને આશાસ્પદ
યોજનાઓ
દેશના આર્થિક વિકાસ માટે આપણે જંગી પ્રયાસા હાથ ધર્યા 'છે; બે પંચવર્ષીય યોજનાઓ પૂરી કરીને હવે ત્રીજી યોજના તરફ . પગલા માંડવાની તૈયારી થઈ રહી છે; એ માટે, આપણા જેવા ગરીબ દેશ માટે તે આપણી કલ્પનામાં પણ ન આવે એવી, અંબજો રૂપિયાની જોગવાઈઓ, દેશ અને વિદેશમાંથી કરવામાં આવી રહી છે; મોટા મેાટા બંધા, માઈલા લાંબી નહેરો; વીજળી-ઉત્પાદક જંગી મથકો; નાના-મોટા પાકા રસ્તાઓ; નવાં નવાં કારખાનાંઓ; નાના મોટા અનેક ઔદ્યોગિક સાહસા; જમીનમાંથી ખનીજતેલ (પેટ્રોલિયમ ) શોધી કાઢવાની યોજનાઓ; રેલ્વેના વિકાસ; વાહનવ્યવહારના વિકાસ, સંદેશાવ્યવહારના વિકાસ––એમ કઈ કેટલી પ્રવૃત્તિઓ પ્રજા અને પ્રજાસત્તાક સરકારી તંત્રના સહકારથી આગળ વધી રહી છે. શિક્ષણના પ્રચારની દ્રષ્ટિએ પણ ન કલ્પી શકાય એટલી ઝડપ આપણે દાખવી છે અને એ ઉપરાંત ખેતીસુધારણા વગેરે માટે પણ ભરચક પ્રયત્નો ચાલી રહ્યા છે. આમ જે તે દિશામાં આપણને અર્થ
૨૪
વિકાસની પ્રવૃત્તિમાં જુવાળ આવેલા દેખાયા વગર નહીં રહે.
વળી, ચાલીસ કરોડની જનતા, કેવળ પક્કવવયના મતાધિકારના ધારણે જ, બે બે સામાન્ય ચૂંટણીઓની કસોટીમાંથી, કોઈપણ જાતના વિખવાદ કે . વાદો વગર પસાર થઈ શકે, અને ત્રીજી સામાન્ય ચૂંટણીઓની જંગી તૈયારીઓ થવા લાગે એ પણ, 'લોકશાહીની સફળતાના પક્ષે કંઈ જેવી, તેવી સિદ્ધિ ન લેખાય.
આમ છતાં, દેશના બધાય હિતચિંતકો અને દૂરદર્શી રાજનીતિવિશારદો એમ તો સમજે જ છે કે ઊજળું એટલું બધું દૂધ કે પીળું એટલું બધું સાનું માની લેવાની જરૂર નથી. ઉપર જણાવી એવી અનેકવિધ આર્થિક કે ભૌતિક સિદ્ધિઓ આપણે હાંસલ કરી હોવા છતાં, એ સમગ્ર સિદ્ધિઓના પ્રાણરૂપ, લોકશાહીના પ્રાણરૂપ અને સદિયલક્ષી પ્રવૃત્તિમાત્રના પ્રાણરૂપ રાષ્ટ્રીય એકતાની ભાવનાને જનતાના હૃદયમાં સર્વોચ્ચ સ્થાને પ્રતિષ્ઠિત કરવાને માટે હજી ઘણુ ઘણુ કરવાનું બાકી છે; કદાચ એમ પણ કહી શકાય કે એ જે નથી
કદાચ એથીય આગળ વધીને કહેવું હોય તો એમ કહી શકાય કે
માતા પત્ર સ્વર
સ્વાતંત્ર્ય સંગ્રામના સમયમાં પ્રજામાં રાષ્ટ્રીયતાની જે ભાવનાને પ્રાદુર્ભાવ થયા હતા તે પણ સ્વરાજ્ય પ્રાપ્તિ પછી જાગેલી અંદર અંદરની સ્વાર્થપ્રેરિત તાણખેચમાં અદ્રશ્ય થવા લાગી છે અને જ્યાં સુધી દેશના પ્રત્યેક વતનીના હૃદયમાં રાષ્ટ્રદેવની પ્રતિષ્ઠા ન થાય, અને સૌથી ઊંચું કે પહેલું સ્થાન રાષ્ટ્રીયતાને રાષ્ટ્રીય એકતાને આપવામાં ન આવે, ત્યાં સુધી આવી બધી ભૌતિક કે આર્થિક સિદ્ધિઓ કેવળ છાર ઉપર લીંપણ કરવા જેવી જ નહીં પણ ઊલટું અંદર અંદર વધુ ને વધુ કલહને જન્માવનારી નીવડવાની, સાચી સમજણ, એકતાની મનોવૃત્તિ અને સમર્પણની
ભાવના કેળવ્યા વગર સંપત્તિનો વધારો થાય એ સરવાળે લાભના બદલે હાનિ નોતરનારો થઇ પડે એ સમજી શકાય એવી વાત છે.
અને તેથી, સત્તા અને સંપત્તિને હસ્તગત કરવાની સાઠમારીઓ આપણે ત્યાં ઉત્તરોત્તર વધવા લાગી છે. એમાં જાણે એક પ્રકારની હરીફાઈ જામી ગઈ છે અને એ માટે નવા નવા તરીકાઓ શેાધાવા લાગ્યા છે. ધર્મ કે પંથ ભયમાં હાવાના હાઉં, જ્ઞાતિવાદ, વર્ણવાદ, ભાષાવાદ, પ્રાંતવાદ અને એવા તો કઇ કઇ વાદો જોર પકડવા લાગ્યા છે, અને જેમ જેમ એ સ્વાર્થપ્રેરિત વાદો જોર પકડતા જાય છે તેમ તેમ પ્રજામાંથી રાષ્ટ્રીયતાની ભાવના ઓસરતી જાય છે, અને રાષ્ટ્રીય એકતાના પાયા ડગમગવા લાગે છે. પછી તા કોઇ પણ રાષ્ટ્રકાર્ય કે રાષ્ટ્રીય પ્રવૃત્તિને પ્રસંગે દરેકનું મન એક
તા ૧૬ ૧૭-૬૧
વિચારણા
જ સવાલ પૂછવા ટેવાઇ જાય છે કે—આમાં મારૂં શું? મને આથી શો લાભ ? મારી જ્ઞાતિને, મારી કોમને, મારા ધર્મ—પંથને, મારી ભાષા કે મારા ગામ જિલ્લા યા પ્રદેશને આથી શો લાભ ? એ બધા લાભા સંતોષાય તે પછી રાષ્ટ્રની એકતાનો કે એની મજબૂતી સવાલ આવે !
અને આટલું અનિષ્ટ ઓછું હોય એમ સરકારીતંત્ર આખું લાગવગશાહી અને લાંચરૂશ્વતની બદીથી ખદબદી ઊઠયું છે. ત્યાં તંત્રવ્યવસ્થા પ્રમાણે સહજ રીતે કોઇ કામ પાર પડે તો આજે એ અપવાદ લેખાવા લાગ્યો છે અને આ સિકકાની જ જાણે બીજી બાજુ હોય એમ પ્રજામાં—ખાસ કરીને જેમના હાથમાં અર્થતંત્રનાં સૂત્રેા છે તે શ્રીમંતા, ઉદ્યોગપતિઓ અને વેપારીઓમાં કાળા બજારના રંગ ખૂબ ઘેરો થઇ ગયો છે. સરકારી તંત્રમાંથી લાગવગ કે લાંચરૂશ્વતના રોગ દૂર થાય તો પ્રજાના આ વર્ગમાંથી કાળા બજાર નાબૂદ થાય એવી—લગભગ અશક્ય અસાધ્ય કહી શકાય એવી—વિષમ અને ચિંતાજનક સ્થિતિ રચાઇ ગઇ છે.
આવી બધી તાણખેચમાં બિચારી રાષ્ટ્રીય એકતા તેા જન્મી જ કેવી રીતે શકે? અને કદાચ જન્મે તે ટકી કે વિકસી જ કેવી રીતે શકે? કાં તે સ્વાર્થસાધના થઇ શકે, કે સ્વાર્પણની સાધના થઇ શકે; સ્વાર્થ અને સ્વાર્પણની ભાવના એક સાથે કદી ચાલી શકે જ નહીં, અને રાષ્ટ્રીય એકતા તો સદા સર્વદા સ્વાર્પણને જ માગી લે છે. પ્રજાની સ્વાર્પણની તાકાતમાંથી જ એ જન્મે છે, અને એમાંથી જ બળ મેળવીને એ વિકસિત થાય છે અને આવી સ્વાર્પણવૃત્તિ તો દિવસે દિવસે ઓસરતી જાય છે.
અને તેથી જ રાષ્ટ્રની એકતા, એકરૂપતા અને સંગઠનશકિત કેવી રીતે ટકી રહે અને સ્વતંત્ર અને પ્રજાસત્તાક ભારતની પ્રજા સાચા અર્થમાં પ્રજા બનીને પોતાના અંતરમાં રાષ્ટ્રદેવને સર્વોચ્ચ આસને કેવી રીતે પ્રતિષ્ઠિત કરે, એ સવાલ સર્વ દીર્ઘદ્રષ્ટિસંપન્ન રાષ્ટ્રહિતચિંતકોને માટે ભારે ચિંતાનો વિષય બન્યો છે.
સ્વરાજ્ય પ્રાપ્ત થયાને ચૌદ વર્ષ જેટલા સારા એવા વખત પસાર થયો; અને એ સમય જેમ જેમ આગળ વધતા ગયા તેમ તેમ રાષ્ટ્રીય એકતાનો અભાવ પણ આગળ વધતો ગયો, અને તેથી પ્રજાના—અને ખાસ કરીને રાષ્ટ્રીય કાર્યકરોના એક વર્ગમાં તા નિરાશાના અને હતાશાના ધ્વનિ વહેતા થયા હતા, અને ઘણાને તો એવી દહેશત પણ લાગવા લાગી કે શું આપણે આપણા દુ:ખદ ઇતિહાસનું પુનરાવર્તન નજીકના જ ભવિષ્યમાં જોવાને વખત તા નહીં આવે ને?આમ એક પ્રકારના અંધકાર પ્રસરતા જતા હતા.
આ નિરાશા કે આ અંધકારથી ઘેરાતા વાતાવરણ વચ્ચે તાજે તરમાજ (તા. ૨૮ સપ્ટેમ્બરથી ઓકટોબર સુધીના ૪ દિવસો સુધી) નવી દિલ્હીમાં, વડા પ્રધાન શ્રી જવાહરલાલ નેહરુના અધ્યક્ષપદે મળેલી રાષ્ટ્રીય એકતા પરિષદ ( નેશનલ ઈન્ટીગ્રેશન કૅન્ફરન્સ) એ બળબળતા` રણમાં મીઠી વીરડી સમાન કે અંધારપટમાં તેજરેખા સમાન આશાપ્રેરક અને માર્ગદર્શક બની રહેશે એમ મને લાગે છે.
આ પરિષદે દેશની એકતા સ્થાપવા અને જાળવવા અંગે જે કઈ ઉપાયો સૂચવ્યા કે જે કંઈ કામગીરી બજાવી એને વિચાર બાજુએ રાખીએ તો પણ, દેશના જુદા જુદા રાજદ્વારી પક્ષાના આગેવાનો પોતપોતાના પક્ષીય લાભાલાભના વિચારોને અળગા રાખીને કેવળ રાષ્ટ્રહિત ચિંતાની દ્રષ્ટિએ ભેગા મળે, અને સાથે સાથે વિચારશીલ, દીર્ઘદ્રષ્ટિસંપન્ન અને શકિતશાળી એવા તટસ્થ બીજા કાર્યકરોના સાથ મેળવે અને એ રીતે દેશના રાજ્યકર્તા પક્ષ સહિત સૌ એકત્ર મળીને મુકતમને, વિવેક અને સંયમને સાચ