________________
તા. ૧૬-૧૦-૬૧
પ્રભુ જીવ ન
ઐાદ્ધધમી પોર્વાત્ય દેશામાં દાન તથા ધ્યાનને મહિમા
ૐા. પદ્મનાભ જૈનીનું સંધે કરેલું વિદાય-બહુમાન
યુનિવર્સિટી ઑફ લંડનની ‘સ્કૂલ ઑફ ઑરિયેન્ટલ એન્ડ આફ્રિકન સ્ટડીઝ” માં પાલી ભાષાના અને તદન્વયે બૌદ્ધ ધર્મના અધ્યાપક તરીકે છેલ્લાં સાડા પાંચ વર્ષથી કામ કરતા ડા. પદ્મનાભ જૈનીને તેમની યુનિવર્સિટીએ એક વર્ષની સ્ટડી લીવ આપીને પૌર્વાત્ય દેશમાં ઉપલબ્ધ હોય એવા બૌદ્ધ ધર્મના પ્રાચીન સાહિત્યનું અને અવશેષોનું સંશોધન કરવા માટે આજથી બાર મહિના પહેલાં ભારત ખાતે મેાકલેલા. એ માટે તેઓ ગયા ઓકટોબર માસની ૧૬મી તારીખે મુંબઈ આવ્યા અને બીજા દિવસે શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી સંઘના કાર્યાલયમાં તેમનું સ્વાગત-સન્માન કરવામાં આવેલું, જે પ્રસંગની માહિતી તા. ૧–૧૧–૬૦ ના પ્રબુદ્ધ જીવનમાં આપવામાં આવી હતી. ત્યાર બાદ તેઓ બર્મા, થાઈલેન્ડ, (સિયામ), કબેાડિયા, મલાયા, ઈન્ડોનેશિયા, સીલાન અને નેપાલ-એટલા દેશામાં પ્રવાસ કરીને ચાલુ ઓકટોબર માસની ચોથી તારીખે લંડન તરફ ' સીધાવાના હેતુથી ગઈ પહેલી તારીખે મુંબઈ આવ્યા. એ પ્રસંગના લાભ લઈને તા. ૩–૧૦-૬૧ મંગળવારના રોજ તેમને વિદાય આપવા માટે સંઘના કાર્યાલયમાં એક સ્નેહસંમેલન ગાઠવવામાં આવ્યું હતું. સંઘના સભ્યો આ પ્રસંગ ઉપર સારી સંખ્યામાં ઉપસ્થિત થયા હતા. પ્રારંભમાં સંઘના મંત્રી તરીકે મેં' સંઘના આ કાર્યાલયમાં જ બાર મહિના પહેલાં પધારેલા આજના અતિથિવિશેષની યાદ તાજી કરાવી, તેમને સંઘ તરફથી હાર્દિક આવકાર આપ્યો અને તેઓ પછીના દિવસે અહીંથી વિદાય થતા હોઈને તેમને શુભ વિદાય ઈચ્છી અને સાથે સાથે છેલ્લા બાર મહિના દરમિયાન તેમણે કરેલા પ્રવાસનાં સ્મરણા—જે કાંઈ પરિમિત સમયમાં શય હાય તે—સભ્યો સમક્ષ રજુ કરવા પદ્મનાભજીને મેં વિનંતિ કરી.
આ વિનંતિને માન આપીને તેમણે જે જુદા જુદા દેશોમાં પ્રવાસ કર્યો હતો તે તે દેશામાં તેમણે જે કાંઈ જોયું, જાણ્યું અને અનુભવ્યું તેની અનેક બોધપ્રદ વિગતો સંક્ષિમમાં ક્રમસર લગભગ એક કલાક સુધીના ગાળામાં સંભળાવીને શ્રોતાઓને આનંદ તેમજ વિસ્મયથી પ્રભાવિત કર્યા. આ બધી વિગતો અહીં આપવાનું શકય નથી. આ બૌદ્ધધર્મી દેશ અંગે તેમના મન ઉપર પડેલી મુખ્ય છાપને ટૂંકાણમાં રજુ કરી શકાય કે બૌદ્ધ ધર્મના આપણા ભારતમાં જન્મ થયો છે. એમ છતાં આપણે ત્યાં તે લગભગ ભૂંસાઈ ગયો છે, પણ અહીંથી જે જે દેશમાં તે ફેલાય છે તે તે દેશ ઉપર પશ્ચિમના દેશેાની સભ્યતા અને સત્તાનાં આક્રમણા વર્ષોથી ચાલી રહેલાં હોવા છતાં, તે દેશમાં બૌધ ધર્મનું એક જીવતા જાગતા ધર્મ તરીકે આપણને અતિ સુભગ દર્શન થાય છે અને તે દેશના લોકોના જીવનના સર્વ અંગા ઉપર બૌદ્ધ ધર્મની અત્યન્ત ઘેરી અસર નજરે પડે છે. એ દેશમાં સંખ્યાબંધ બૌદ્ધભિક્ષુઓ વસે છે અને અત્ર તંત્ર વિચરે છે અને તેમને ભિક્ષા આપવી અને તેમની જરૂરિયાત પુરી પાડવી એ દરેક બૌદ્ધધર્મી પેાતાની ખાસ ફરજ—ધર્મ સમજે છે. આજના પશ્ચિમી વાતાવરણ નીચે સાધુ સંસ્થાને જે અવગણના તિરસ્કારની દ્રષ્ટિ વડે અહીં જોવામાં આવે છે અને તેઓ સમાજને ભારરૂપ છે—એવા ઉદ્ગારો આપણે ત્યાં જ્યાં ત્યાં સાંભળવામાં આવે છે. તેના બદલે ત્યાંના લોકોમાં સાધુસંસ્થા પ્રત્યે ખૂબ આદર અને ભકિતભાવ દ્રષ્ટિગોચર થાય છે. આ બૌદ્ધ દિક્ષા મોટા ભાગે જીવનપર્યન્ત નહિ પણ નિયત કાલીન હોય છે અને દરેક બૌદ્ધધર્મી એ પંદર દિવસ કે મહિનાની દીક્ષા પોતાના જીવનના પ્રારંભ કાળમાં ફરજિયાત લેવાની હોય જ છે. આ તેમની સદીઓજૂની પરંપરા છે. આ બૌદ્ધ ભિક્ષુઓ પણ પ્રજાના બાલશિક્ષણનું કાર્ય સામ્યવાદી બનેલા દેશાને બાદ કરતાં ઘણા મોટા ભાગે સંભાળે છે.
આ રીતે આ દેશમાં બૌદ્ધ સાધુઓને દાન આપવાની એક અતિવ્યાપક પરંપરા પ્રવર્તે છે અને એટલું જ ધ્યાન ખેંચે તેવી ત્યાં ધ્યાનની પરંપરા પ્રવર્તે છે. જૈન ધર્મે તપને મહત્ત્વ આપ્યું
૩
છે. જ્યારે બૌદ્ધ ધર્મે ધ્યાનને મહત્વ આપ્યું છે. આ માનની પ્રક્રિયા પૌર્વાત્ય બૌદ્ધધર્મી દેશેાના ખૂણે ખૂણે ચાલી રહેલી જેવા મળે છે. બર્મામાં સ્થળે સ્થળે ચાલતી આવી એક દશ દિવસની સામુદાયિક ધ્યાનપ્રક્રિયા કે જેમાં તેમણે ભાગ લીધા હતા તેનું તેમણે વિગતથી વર્ણન કર્યું હતું. આ માટે ઘર છોડીને ઉપાશ્રય જેવા કોઈ એકાન્ત સ્થાને જઈને રહેવાનું હોય છે. દિવસમાં માત્ર એક વાર ખાવાનું; સવારના ચા મળે; સાંજે મોસંબીનો રસ મળે, ભેાજન તદૃન નિરામિષાહારી; ઓછામાં ઓછી વસ્તુઓ ઉપર નિર્વાહ કરવાના; દિવસનો મોટો ભાગ ધ્યાનમાં વ્યતીત કરવાના—આવી તે દસ દિવસની દિનચર્યા હોય છે.
અને આ ધ્યાનની ઉપાસના એટલે કોઈ ઈષ્ટ દેવતાનું ધ્યાન ધરવું, જાપ કરવો, માળા ગણવી એમ નહિ, ધ્યાનની આ ઉપાસના એટલે મનને વિચારના તરંગાથી મુકત કરવું. આ ધ્યાનયોગના પ્રરૂપકોનું એમ કહેવું છે અને માનવું છે કે બીનજરૂરી વિચારોથી મુકત બનવામાં—વિચારમુકત એવી આન્તરિક દશા પ્રાપ્ત કરવામાં— જ ખરૂ સુખ અને સાચા જ્ઞાનના ઉદય રહેલા છે. વિચારની ચાલુ પ્રક્રિયા એ જ અસુખનું અને અજ્ઞાનનું કારણ છે. વિચારની પ્રક્રિયા માત્રથી ઉપર ઉઠવું—વિચારાતીતચિત્તદશા પ્રાપ્ત કરવી—એ આ ધ્યાનયોગનું ધ્યેય છે. ઝેન બુદ્ધિઝમ' એ નામની બૌદ્ધ ધર્મની એક શાખા છે. આમાં ‘ઝેન' શબ્દનો અર્થ ધ્યાન થાય છે. આ શાખા ઉપર વર્ણવ્યો તેવા ધ્યાનયોગને જ સૌથી વધારે મહત્ત્વ આપે છે. આ ઝૈન બુદ્ધિઝમ” તરફ આજના બૌદ્ધધર્મીઓ વધારે ને વધારે ઢળતા જાય છે.
શ્રી. પદ્મનાભજીના કહેવા મુજબ આ ધ્યાનની પરપરાના આપણે ત્યાં લોપ થયો છે. તેને પુન: સ્થાપિત કરવી જોઈએ અને જરૂરી ચિત્તશાન્તિ, સ્વસ્થતા અને પ્રસન્નતા મેળવવા માટે લોકોને આવા ધ્યાન તરફ વાળવા જોઈએ. જૈન ધર્મની વિચારસરણીમાં ધ્યાનના તત્ત્વને મહત્ત્વનું સ્થાન છે. તેના તીર્થંકરની મૂર્તિઓ ધ્યાનદશામાં જ અવસ્થિત હોય છે. એમ છતાં આજના જેનેાના જીવનમાં અને જૈન સાધુઓની દિનચર્યામાં ધ્યાનને કશું પણ સ્થાન મળેલું નજરે પડતું નથી. આ બાબતના જૈન સમાજે ગંભીરપણે વિચાર કરવા જોઈએ અને મુંબઈ જૈન મુવક સંઘ જેવી સંસ્થાએ આ દિશામાં કાંઈક પહેલ કરવી જોઈએ.
સંમેલનમાં ઉપસ્થિત થયેલા શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે આવું પ્રેરક ઉદ્બાધક વ્યાખ્યાન આપવા માટે શ્રી પદ્મનાભ જૈનીના સંઘ તરફથી આભાર માનતાં જણાવ્યું કે “ શ્રી પદ્મનાભ જૈનીએ આપણને બૌદ્ધધર્મી પૌર્વાત્ય દેશના જે ખ્યાલ આપ્યો તે ઉપરથી જણાય છે કે એ દેશાએ પોતાને વારસામાં મળેલાં જીવનમૂલ્યો બરોબર જાળવી રાખ્યાં છે, જ્યારે આપણે વારસામાં મળેલાં જીવન મૂલ્યો લગભગ ગુમાવી બેઠા છીએ.” તેમણે આગળ ચાલતાં જણાવ્યું કે બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મની વિચારસરણીમાં approach toward life માં—જીવન પ્રત્યેના અભિગમમાં ઘણુ સામ્ય છે અને એમ છતાં બૌદ્ધ ધર્મ આ દુનિયાને આટલી બધી અપીલ કરે છે અને જૈન ધર્મની આવી વ્યાપક અપીલ કેમ નથી? આ પ્રશ્ન મારા મન સામે અવારનવાર આવ્યા કરે છે પણ તેનો હજુ મને કોઈ સંતોષકારક ખુલાસા મળતો નથી. ભાઈ પદ્મનાભને આજે તે સમય નથી, પણ હવે પછી જ્યારે ફ્રીથી આવે ત્યારે મારા આ પ્રશ્નના ઉકેલ શોધી આપે એવી મારી તેમને વિનંતિ છે.” આમ જણાવીને શ્રી પદ્મનાભના લંડન જવૉના ટાણે શ્રી ચીમનભાઈએ ત્યાંના અતિ મહત્વભર્યા કાર્ય વડે તેઓ ભારતના ગૌરવમાં વધારો કરે અને તેમને જન્મપ્રાપ્ત જૈન ધર્મની શૅભામાં વૃદ્ધિ કરે એવી અન્તરની ઈચ્છા અને શુભભાવના પ્રગટ કરી.
- અલ્પાહારપૂર્વક સંમેલનનું વિસર્જન કરવામાં આવ્યું. સંપાદક: પરમાનંદ
1
3