SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૨ દર્શનથી અમારું ચિત્ત પ્રસન્નતા અનુભવતું હતું અને અમારો હિમાલય સાથેના સંબંધ આજથી શરૂ થયા એ વિચારથી દિલમાં રોમાંચ પેદા થતા હતા. હિમાલયના આ. વિભાગને શૈવાલિક હિલ્સ”ના નામથી ઓળખવામાં આવે છે. આ પ્રદેશમાં નજીકમાં આવેલા સીમલા મસૂરીનો સમાવેશ થાય છે. તેની પૂર્વમાં ગઢવાલ પ્રદેશ અને પછી કુમાઉ હિલ્સ આવે છે. અમારા માટે બસ તૈયાર હતી, તેમાં બેસીને સર્પાકારે વહી જતા પહાડી, માર્ગે આગળ ને આગળ જતાં ભાખરાબંધ સમીપ અમે આવી પહોંચ્યા. પ્રયુ જીવન આ ભાખરાબંધ ભારત સરકારની અદ્ભુત કરામત છે. જ્યાં ચોતરફ દિવાલ સમા પર્વતો હોય અને વચ્ચે ખીણ જેવા વિશાળ પ્રદેશ હોય અને એ ખીણમાં એકઠું થતું પાણી કોઈ એક ઠેકાણે માર્ગ કરીને વહી જતું હોય ત્યાં જળપ્રવાહના માર્ગ આડે દીવાલ બાંધીને બંધ ઊભા કરીને ખીણમાંથી નીકળતા જળપ્રવાહને રોકવા, નિયંત્રિત કરવા અને પાણીની નહેરો બાંધીને દૂરદૂરના ખેતરો સુધી પાણી પહોંચતું કરવું અને બંધના ઉપરના ભાગમાંથી નિયંત્રિત રીતે વહેતા કરાયલા જળપ્રવાહની શકિતનું વીજળીમાં રૂપાન્તર કરી 'ચોતરફના પ્રદેશને વીજળી પૂરી પાડવી એવા આવા વિશાળ પાયા ઉપરના જળબંધાના હેતુ હોય છે. આજ ખ્યાલને બીજી રીતે મૂકીએ તો “જ્યાં જ્યાં પૃથ્વી ઉપર માનવી વસી રહ્યા છે અને અનિયં ત્રિત નદીઓના વિનાશસર્જક પૂરોથી પાર વિનાના ત્રાસ ભાગવી 'રહ્યા છે, જ્યાં જમીન કશા પણ ઉત્પાદન વિનાની સૂકી નકામી પડી છે જ્યારે તેની નજીકમાં ઢગલાબંધ પાણી નિરર્થક વહી જાય છે, જ્યાં માનવીઓ પાણી અને અનાજ વિના સદીઓથી ટળવળે છે અને અલ્પપરિણામદાયી મહેનત મજૂરી પાછળ જીવન ઘસી નાખે છે જ્યારે પર્વતની ખીણામાંથી સતત વહી જતા જળપ્રવાહોમાં રાક્ષસી શકિત અનાવીભૂત સૂતી—પડી છે—અહીં બંધ બાંધનારાઓનું મહાન જીવનકાર્ય પડેલું છે.” આ ભાખરાબંધની થોડીક વિગતો લોકોની જાણ માટે આપવી જરૂરી લાગે છે. ૧૯૦૮ જેટલા દૂરના ભૂતકાળમાં પંજાબના એ વખતના લેફ્ટનન્ટ ગવર્નર સર લૂઈ ડેઈનને ભાખરા પાસે આવેલા સંતલજ નદીના સાંકડા પ્રવાહને બંધ વડે નાથી શકાય તેમ છે એ પ્રકારનું દર્શન થયેલું અને કલ્પના આવેલી. આ ૩૦ વર્ષના ગાળામાં અનેક ઈજનેરોએ આ બાબતના અભ્યાસ કરીને યોજનાઓ વિચારેલી અને ભલામણા કરેલી, પરંતુ તેનું કોઈ પરિણામ આવ્યું નહોતું. ૧૯૪૨ માં આને લગતી એક સળંગ યોજના તૈયાર કરવામાં આવી હતી. પણ તેમાં કશી ખાસ પ્રગતિ થઈ શકી નહોતી. આઝાદી મળ્યા બાદ ભાખરાબંધની યોજનાનો ગંભીરપણે વિચાર શરૂ થયે અને તેને લગતા કેટલાક પાયાના બાંધકામની શરૂઆત કરવામાં આવી. ૧૯૫૪માં આને લગતી એક વિરાટ યોજના નક્કી કરવામાં આવી અને તેને ‘ભાખરા નંગલ પ્રોજેકટ ' એવું નામ આપવામાં આવ્યું. તેના કુલ ખર્ચ ૧૭૦ કરોડ અંદાજવામાં આવ્યો છે અને તેમાં ભાખરા ડેમ, નંગલ ડેમ, નંગલ હાઈડલ ચેનલ, ગંગુવાલ અને કોટલા પાસે પાવર હાઉસ, ભાખરા બંધની ડાબી બાજુએ પાવર હાઉસ, ભાખરા નહેરોની વિસ્તૃત રચના, પંજાબ અને રાજ સ્થાન સુધી વીજળી અને પાણી પહોંચાડવાની ગોઠવણાના સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ભાખરા બંધની ડાબી બાજુએ બંધાનારા પાવર હાઉસ પાછળ ૧૬ કરોડના વધારે ખર્ચ કરવાનો રહે છે. આજ સુધીમાં ભાખરા ડેમ અને તેની બન્ને બાજુના પાવર હાઉસ સિવાય, ઉપર જણાવેલા બીજા બધાં કામો પૂરાં થયાં છે અને તે પાછળ ૧૫૦ કરોડના ખર્ચ થઈ ચૂકયો છે. ભાખરા, ડેમના ઉદ્દેશ હિમાલયની શૈવાલિક હીલ્સમાંથી નીકળતી સતલજ કે જેનું ઢગલાબંધ પાણી નિરર્થક વહી જતું હતું અને છેવટે દરિયામાં ઠલવાતું હતું તેને નાથવાના છે. આના પરિણામે ૫૫ માઈલ પહોળું અને આશરે સવા માઈલ લાંબું એવું નાના સાગર તા. ૧૬-૧૭-૬૧ જેવું એક વિશાળ સરોવર નિર્માણ થયું છે જેને યોગ્ય રીતે ગાવિન્દ સરોવર' નામ આપવામાં આવ્યું છે. આ સરોવરમાં સંચિત થયેલા વિપુલ જલરાશિને નિયંત્રિત કરીને વહેતું કરતાં એક કરોડ એકરની જળીંચાઈ થવા સંભવ છે. આના પરિણામે દસ લાખ ટન અનાજ, પાંચ લાખ ટન શેરડી, આઠ લાખ ટન કપાસ અને એક લાખ ટન કઠોળ તેલીબિયાં વગેરેનું ઉત્પાદન થવા આશા રહે છે. આ કુલ ઉત્પાદનની કિંમત એક અબજ રૂપિયા અંદાજવામાં આવે છે. ભાખરાબંધની બન્ને બાજુએ એક એક પાવર હાઉસ બંધા વાના છે. આમાંના એકમાંથી ૪૫૦૦૦૦ કીલાવટ અને બીજામાંથી ૬00000 કીલાવટ વીજળી પેદા થવાની ગણતરી છે. આ ઉપરાંત, ૧૯૫૪ ની સાલમાં ગંગુવાલ અને કોટલામાં ઊભા કરવામાં આવેલ પાવર હાઉસ. ૭૭000 કીલાવટ વીજળી આપી રહેલ છે. આ દુનિયામાં સૌથી ઊંચા સ્વીટઝરલેન્ડમાં આવેલા ‘માવાઈ સીન ડેમ’ ૭૭૮ ફીટ ઊંચા જળબંધ છે. આ ભાખરા ડેમ તેનાથી ઊંચાઈમાં ૩૮ ફીટ ઓછા એટલે કે ૭૪૦ ફીટ ઊંચા થવાના છે. આ ઊંચાઈ કૂતૂમિનારથી ત્રણગણી છે. ૧૯૬૨ માં આ બંધનું બાંધકામ નક્કી કરેલી ઉંચાઈ સુધી પહોંચી જશે. આજે હજુ આશરે ૬૫૦ ફીટ સુધીની ઊંચાઈએ પહોંચ્યું છે. તેના બાંધકામ પાછળ કુલ ૭૨ કરોડ રૂપિયાના ખર્ચ થવા સંભવ છે. આ બંધને લીધે જેનું નિર્માણ થયું છે એ ‘ગોવિંદ સાંગર’ માં આજે ૬૩૩૦૦૦૦ એકર ફીટ જળસંચય રહે છે પણ તેની કુલ જળસંચય તાકાત ૮000000 એકર ફીટની હોવાનું જણાવવામાં આવે છે. આના પરિણામે ૩૦૦૦૦ ની જનસંખ્યાના વસવાટની હેરફેર કરવી પડી છે અને ૩૬૬ ગામડાં પાણીમાં ઢંકાઈ જતા બચાવવા માટે ખસેડવા પડયા છે. ભાખરા ડેમની ભવ્યતા, વિસ્તાર અને તે દ્વારા થનારા પુષ્કળ લાકકલ્યાણને ખ્યાલ આપવા માટે આટલી વિગતો પૂરતી છે.. પણ તેનો ખરો ખ્યાલ તો એ સ્થળને નજરે જોયા સિવાય આવે તેમ છે જ નહિ, હિમાલયના ખોળામાં પથરાયલું વિશાળ ‘ગાવિંદ સાગર' તેના આખાય જળરાશીને કેદ કરતા આ બંધ, બીજી બાજુએ ચાલી રહેલા અનેક નાના મેટાં બાંધકામે! અને તેમાં કામ કરતાં મજૂરનાં અનેક ટોળાંઓ અને ચોતરફનું અસાધારણ ભવ્યતા દાખવતું પહાડી દ્રશ્ય અને રમ્ય વનશ્રી આ બધું જોતાં ઊંડાં વિસ્મય તેમજ આનંદની લાગણીઓ અનુભવી. ત્યાં જતા પ્રવાસીઓને બંધની આખી યોજનાની સમજૂતી આપવા માટે સરકાર તરફથી ખાસ રોકવામાં આવેલા અધિકારી પાસેથી આ ટેકનિકલ વિષય અંગે સમજાય તેટલું સમજવા પ્રયત્ન કર્યો અને કાંઈક અદ્ભૂત જોવા જાણવા મળ્યું એવી તૃપ્તિ અનુભવી અને ત્રણ ચાર કલાકના પરિભ્રમણ અંગે ઠીક ઠીક થાકેલા અમે નંગલ સ્ટેશન કે જ્યાં અમારી રેલ્વે ટુરીંગ બાગી રાહ જોતી હતી ત્યાં આવી પહોંચ્યા અને અહીંથી અઢી ત્રણ વાગ્યે ઉપડેલી અમારી ટ્રને હિમાચલના પ્રદેશને વટાવી જાલંધર રસ્તે પંજાબમાં પ્રવેશ કર્યાં. ૠતુ તે વર્ષાની હતી, પણ તે દિવસામાં વર્ષાના અભાવ હતો, તેથી આખે રસ્તે ગરમીના ઠીક ઠીક ત્રાસ લાગ્યો. આગળ વધતાં સૂર્યાસ્ત થયો અને રાત્રી પડતાં કાંઈક રાહત અનુભવી અને સવારના પહારમાં અમારી સવારી તા. ૬–૮–૬૧ ના રોજ પઠાણકોટ પહોંચી. આશા તો હતી કે ‘પ્રબુદ્ધ જીવન'ના વાંચકોને પ્રવાસ વર્ણનના આ હફ્તામાં જ પહેલગામ સુધી લઈ જવા, પણ રસ્તામાં દિલ્હીના કાન્ફરન્સ ભવનમાં ધાર્યા કરતાં થાડું વધારે ખાટી થવાયું અને આપણાં મહાઅમાત્ય પંડિત નેહરુએ જેને ‘New place of pilgrimage' તરીકે વર્ણવેલ છે--અને અનેક લોકોના દારિદ્રયનું નિવારણ કરવાની આશા આપનાર અને ઉત્પન્ન થનાર અપાર વીજળીશકિત દ્વારા પ્રજાના ઘણા મોટા સમુદાયના ઔદ્યોગિક આર્થિક ઉત્થાનના મનરથને મૂર્તિમંત કરનાર એક તારણહાર સમેા ભાખરા ડેમ દેશના એક મહાન તીર્થસ્થાન તરીકે લેખાવા જોઈએ, પૂજાવા જોઈએ એમાં કોઈ શક નથી—આવા પવિત્ર સ્થળની કાંઈક ઝાંખી કરાવવાના લાભમાં ' ધાર્યા કરતાં વધારે રોકાણ થઈ ગયું. એટલે પઠાણકોટથી આગળના પ્રવાસનું વર્ણન હવે આવતા અંક ઉપર મુલતવી રાખવા સિવાય બીજો વિકલ્પ રહેતા નથી. . પરમાનંદ
SR No.525946
Book TitlePrabuddha Jivan 1961 Year 22 Ank 17 to 24 and Year 23 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1961
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size20 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy