SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૧૦-૬૧ પ્રબુદ્ધ જીવન ૧૨૧ નિમિત્તે કેટલાક સમયથી અહીં બિરાજતા હતા તેમના અધ્યક્ષસ્થાને અમારી પ્રવાસમંડળીનું સ્વાગત કરવામાં આવ્યું. આ સંમેલનમાં મી. સુરાણાજી, જૈન સમાજના કેટલાક આગેવાને, જાણીતા હિંદી સાહિત્યકાર શ્રી. જૈનેન્દ્રકુમાર, શ્રી. યશ:પાલ જૈન વગેરે અનેક સજજનો ઉપસ્થિત થયા હતા. ઉપર જણાવેલ શ્રી શાન્તિભાઈએ અમને આવકાર આપ્યો અને પ્રવાસમંડળીનાં મુખી તરીકે મારો પરિચય કરાવ્યો. જૈનેન્દ્રકુમારજી, યશપાલ જૈન વગેરે મિત્રોએ આવકાર-વચનમાં પોતાને સુર પૂરાવ્યો અને સાથે સાથે અહિંસાની સમસ્યા ઉપર ટૂંકા ટૂંકા વિવેચને કર્યો. અમારામાંથી મેં તથા શ્રી હીરાબહેન પાઠકે જરૂરી પ્રત્યુત્તર આપ્યો અને આ આવકાર સંમેલન કે જેમાં મુનિ સુશીલકુમાર, સુરાણાજી અને સરસ્વતીના ઉપાસક મિત્રો ઉપસ્થિત હતા તેને, અમે અમરનાથની યાત્રાએ જવાના હેતુથી નીકળ્યા હતા તેને સફળતા ઈચ્છતા આશીર્વાદ સમાન છે એમ અમે જણાવ્યું. અધ્યક્ષસ્થાને મુનિ સુશીલકુમારજીએ ઉપસંહાર કર્યો, અમને આવકાર્યા, આશીર્વાદ આપ્યા, અને અહિંસાના વિષયનું વિવરણ કરતાં એક ભારે સૂચક દ્રષ્ટાંત આપ્યું, જે અહીં અવતરિત કરવાના લાભને હું રોકી શકતો નથી. આપણે નિરામિષાહારી—કોઈ પણ પશુ પ્રાણીની હિંસા ન કરીએ—એ કારણે આપણાથી અન્ય રીતે રહેનારા જીવનારા મનુષ્યોથી આપણી જાતને ચડિયાતી–વધારે ઊંચી–માનીએ છીએ, પણ અહિંસા સાથે જોડાયેલા એક ક્ષેત્રમાં આપણે મોટું ઊંચું રાખીને ફરીએ તેવું કાંઈક છે તે બીજા ક્ષેત્રમાં આપણું દીવાળું છે અને જેમને આપણે નિમ્ન કોટિના માનવીઓ લેખીએ છીએ તેમના જીવનમાં આપણને તેની ઉણપના કારણે શરમાવે એવું ઊંચું તત્વ જોવા મળે છે, અને તેથી આ ઊંચા-નીચાનું ચડિયાતા–ઉતરતાનું અભિમાન અર્થ વિનાનું છે–એ વિચારને રજુ કરતાં તેમણે દ્રષ્ટાંતરૂપે જણાવ્યું કે “આસામમાં ‘નાગા” નામની એક જાતિ રહે છે. આ આપ સર્વ જરૂર જાણતા જ હશે. હવે આજના જૈનેના અને તેમના ભિન્નભિન્ન નૈતિક સ્તરને આપણે વિચાર કરીએ. ધારો કે કોઈ એક જૈનને એક પશુને પ્રત્યક્ષ મારવા બદલ કોઈ એક લાખ રૂપિયા આપવાની જાહેરાત કરે, તો પણ હું નથી માનતા કે એવા એક પણ જૈન આવું હિંસક કૃત્ય કરવાને તૈયાર થાય. બીજી બાજુએ આ નાગા લોકોમાંથી કોઈ એકને એમ કહેવામાં આવે કે “જો તું અમુક માનવીનું ગળું કાપીને તેનું માથું લઈ આવે તે તને સે રૂપિયા આપવામાં આવશે' તે આવું કરપીણ કૃત્ય કરવા માટે તૈયારી દાખવતા એક નહિ પણ અનેક નાગાઓ નીકળી આવશે. હવે આ બાબતને અન્ય પરિસ્થિતિના સંદર્ભમાં વિચાર કરીએ. ધારે કે અદાલતમાં આપણામાંના કોઈને મુકદ મે છે. તે જીતવા માટે ખોટી સહીવાળા ખતની અથવા તો બેટી સાક્ષી આપવાની જરૂર છે. આમ કરવાથી પ્રતિવાદીને હરાવી–હંફાવી તેમ જ તેને ઘણું નુકસાન કરી શકાય તેમ છે. આ માટે બસે, પાંચસે કે હજારની રકમની લાલચ આપવામાં આવે તે જૈન સમાજ આજે જે નૈતિક સ્તર ઉપર ઊભે છે તે વિચારતાં, આવું કૃત્ય કરવા માટે, મને શક નથી કે, એક નહિ પણ અનેક જૈને નીકળી આવશે, જ્યારે આપને જાણીને આશ્ચર્ય થશે કે નાગા લોકો સામે આવું પ્રલોભન ધરવામાં આવે તે એ સમાજમાંથી આવું કૃત્ય કરવા માટે એક પણ વ્યકિત આગળ નહિ આવે. પશુ–પ્રાણી કે માનવીની હિંસા તેને સ્વભાવગત છે. આવું અસત્યાચરણ—જેનું પરિણામ પણ એક પ્રકારની હિંસામાં જ આવે છે તે–તેના સ્વભાવમાં જ નથી. આવું ખોટું કરવાની તેને કોઈ સમ- * જણ કે સુઝ નથી. જયાં બુદ્ધિશાળી લેખાતા માણસને એકને એક બે જેવી વાત લાગે છે ત્યાં આ નાગા લોકો બાઘા જેવા ભાસે છે. આમાં જંગલી કોણ અને સુધરેલું કોણ હિંસક કોણ અને અહિંસક કોણ–એ નક્કી કરવાનું હું આપને સોંપું .” આમ તેમની વ્યાપક અને ઉદાર વિચારણાથી અમે સૌ ખૂબ પ્રભાવિત થયો અને અમારા સ્વાગત સાથે અલ્પાહારને પણ પ્રબંધ કરવામાં આવ્યો હતો તેથી બહુ સુખદ, મધુર અને તૃમિભર્યા વાતાવરણમાં અમે દિલ્હીની એ સાંજ પસાર કરી. રાત્રે અમે દિલહીથી વિદાય થયા અને અંબાલા થઈને સવારના આઠ વાગ્યે ‘નંગલ’ સ્ટેશન પહોંચ્યા. અહીંથી લગભગ આઠેક માઈલ દૂર આવેલ ભાખરાબંધ અમારે જોવા જવાનું હતું. ચોતરફ નજર ફેરવતાં અમને માલમ પડયું કે હવે તો અમે હિમાલયની તળેટીમાં જ આવી પડયા હતા. ચેતરફ આવેલી પર્વતની શિખરમાળાના - આ રીતે જ * * * * * * દિલ્હી ખાતે દાદાવાડીમાં ઉભેલી પ્રવાસમંડળ
SR No.525946
Book TitlePrabuddha Jivan 1961 Year 22 Ank 17 to 24 and Year 23 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1961
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size20 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy