________________
- A p', 151
. આમ,
તા. ૧૬-૧-૨૧
, પ્રબુદ્ધ જીવન
નારી શક્તિહાસત, મહત્વને
નજરે ચઢે તેવી છે. પણ આપણે કુસંપ અને અનિશ્રયતાની દશામાં રહીશું તે સુખસમૃદ્ધિ મેળવવામાં આગળ વધી શકવાના નથી.
' ૬. પસ્પર અથડાતાં હિતે વચ્ચે નિરાકરણના માર્ગ બે છે: એક, ગમે તે નિર્ણય લઈ જબરદસ્તીથી તેને જો કોઈ. પર લાદવાને અને બીજે, પરસ્પર ચર્ચા અને વિચારણા કરી લોકશાહી રીતે નિર્ણય લેવાને. આપણે આ દેશમાં સ્વેચ્છાથી લોકશાહી પદ્ધતિને સ્વીકાર કર્યો છે અને એ પદ્ધતિને સાચા અર્થ એ છે કે હરેકે સામા પક્ષનો અભિપ્રાય સમજવાની કોશિશ કરવી જોઈએ, છૂટછાટ મૂકવી જોઈએ, અને છેવટે જે કોઈ નિર્ણય થાય તેને અનુકૂળ થવાની વૃત્તિ કેળવવી જોઈએ. લોકશાહીમાં કાર્યપદ્ધતિમાં વિચાર અને તેને વ્યકત કરવાની સ્વતંત્રાની બાંયધરી હોય છે ખરી, પણું તેની સાથે સૌએ સાથે મળીને કામ કરવાની અને બધાએ મળીને લીધેલા નિર્ણયને કોઈ પણ પ્રકારના સંકોચ વગર સ્વીકાર કરવાની ફરજ ઊભી થાય છે, આટલું આપણે ન કરી બાળકો તો આપણે ખેદાનમેદાન થઈ જઈશું. હિંદુસ્તાનના ઇતિહાસમાં આવું બન્યાના અનેક દાખલાઓ મોજૂદ છે.
તત્વચિંતન, કાર્ય, કળા, સાહિત્ય, સંગીત અને યુદ્ધ જેવાં માનવપુરુષાર્થનાં દરેક ક્ષેત્રોમાં હિંદમાં મહાન વિભૂતિઓ પ્રગટ થઈ છે. પણ એકબીજાથી છૂટા પડી જઈ જેને જે ફાવે તે પોતાને રસ્તે ચાલવાને આપણું વલણથી આપણે આ વિભૂતિઓ અને તેમની મહત્તાનો લાભ લઈ શકયા નથી. આપણું રાષ્ટ્રીય ચારિયની આ ખામી હજી આપણામાં સારી પેઠે વરતાય છે. ભૂતકાળના અનુભવમાંથી બોધ લઈ આપણું વર્તમાન આચરણ હવે આપણે ઘડવું હશે તે પ્રાંતિયતા, ભાષાભિમાન અને કેમપરસ્તીની વાડાબંધીની ભાવનાથી પર થઈ, એ લાગણીઓને વશ થઈ તેમના માર્યા બહેકી જવાને બદલે તેમને શ્રેગ્ય અને વધારે વ્યાપક દૃષ્ટિએ નિહાળતાં શીખવું જોઈશે.
* ૭. પંજાબી બોલનારા લોકોની પિતાના અલગ રાજ્યની માગણી, તાજેતરમાં આસામમાં ભાષાને નિમિત્તે જાગેલે બખેડે, રા રાજ્ય વચ્ચે જાગેલી નદીના પાણીની વહેંચણી અંગેની તકરારો અને રાજ્યોની સરહદો અંગેના ઝઘડા એ બધું આ દિશામાં આપણુ દેશના લોકોની લાગણીઓ કેવી છે તે બતાવે છે. આ બધા સવાલે મહત્વના છે અને જેમના જીવન ઉપર એમની સીધી અસર થાય છે તેમને સારુ, એ સવાલોનું પાયાનું મહત્ત્વ છે એટલા માટે આ બધા લોકોની લાગણીઓ સમજવી અને તેમને થતી ચિંતાને ઓળખવી જરૂરી છે. પણ તેની સાથે આપણે એ ભૂલવાનું નથી કે તત્વતઃ એ સે લોકોને દેશ એક જ છે અને દેશના કોઈ પણ ખૂણામાં કઈ પણ સવાલને ખોટી રીતે ઉકેલ થશે તે તેની સારીમાઠી અસર બાકીના દેશમાં વરતાયા વિના રહેશે નહીં. રાષ્ટ્ર માણસના શરીર જેવું છે. અને શરીરના કોઈ પણ એકાદ અંગને થતી ઉપાધિ આખા શરીરને અસર કર્યા વિના રહેતી નથી; શરીરના કોઈ પણ અંગમાં થયેલી ઉપાધિન છેલાજ તેવી જ રીતે આખા યે શરીર પર અસર કર્યા વિના રહેતો નથી. આખા શરીરને બચાવી લેવા માટે તેના એકાદ અંગને છેદી નાખવાનું અને તેવી જ રીતે આખા શરીરની બધી શકિતને તેના એકાદ અંગની સેવાને અર્થે વાળવાનું પણ જરૂરી બને. આખા શરીરથી તેના એકાદ અંગને છૂટું પાડીને વિચાર થઈ શકતું નથી. આવું કરવાનું કોઈ પણ પ્રયત્ન છેટે ઠરવાને સંભવ છે અને એ પાયા પરનું કોઈ પણ નિરાકરણ કાયમ ટકવાને સંભવ નથી, આ બીના ઉપર હું એટલા માટે ભાર મૂકું છું કે આપણી રાષ્ટ્રીય એકતા સંભાળવાની દૃષ્ટિથી ભવિષ્યનાં ચેડાંક વર્ષો આપણાં દેશના જીવનમાં નિર્ણાયક બનવાનાં છે અને કોમવાદના તેમ જ ભાષાવાદના સવાલોનો ઉકેલ આપણે કઈ દૃષ્ટિથી કરીએ છીએ તેના ઉપર આપણુ દેશના ભાવિને આધાર રહેલો છે એવું મને લાગે છે.
૮: આપણું પાછલી ત્રણચાર પેઢી દરમિયાન હિંદની આ પાયાની એક્તા બાંધવામાં હિંદી રાષ્ટ્રીય મહાસભાએ મહત્વને ભાગ ભજવ્યો છે. આ મહાન સંસ્થાના ઇતિહાસ તરફ જોતાં , પિતાપિતાના ક્ષેત્રમાં કાર્ય કરનારી દેશાભિમાની વિભૂતિઓના વિચારથી મારા દિલ પર ઊંડી અસર થાય છે, કેમ કે તેમણે આ સંસ્થા દ્વારા માતૃભૂમિની સેવા કરવામાં પિતાનું જીવન સમર્પણ કર્યું હતું. આપણે સારે નસીબે હિંદના લોકોની સંકલ્પશકિતને એકત્રિત રાખનારી હિંદી રાષ્ટ્રીય મહાસભા : હજી સૌથી મોટી અને મોટામાં મોટે પ્રભાવ ધરાવનારી સંસ્થા છે. તેની પિતાની કેટલીક નબળાઈઓ અને કેટલીક મુશ્કેલીઓ છે. ' ખરી, પણ બધી મહાન સંસ્થાઓનું એવું હોય છે. આ સંસ્થાનું . સત્વ છે કે હજી નરવું તેમ જ દઢ છે અને જ્યાં સુધી એ. સંસ્થાના કાર્યને પાય લોકોની સેવા કરવાનો રહેશે ત્યાં સુધી તેનું . * : ભાવી હજીયે વધારે ઉજજવળ છે એ વિશે મને શંકા નથી. '
૮. આપણી પાસે જે પાંચ ઝોનલ કાઉન્સિલે છે તેમનું કાય" વધારે ચેતનાવાળું બનાવવાથી આ અલગ પડી જવાના વલણને ઈલાજ થઈ શકે એ સંભવ છે. આ ઝોનલ કાઉન્સિલ અત્યારે માત્ર સલાહ આપનારા મંડળ હોઈ જે તે ઝોનલના જુદા જુદા ભાગના લોકૅ સમાન હિતના સવાલોની એકઠા મળીને ચર્ચા-વિચારણા કરી શકે, તેટલા પૂરતું તેમને એન્ન રાખવામાં અલબત્ત સારું કામ બજાવે છે. પરંતુ આ ઓનલ કાઉન્િસલે કેવળ સલાહ આપનારાં મંડળે હોઈ પોતાના નિર્ણયને . જરૂરી આધાર આપી તેનો અમલ કરાવવાની તેમની પાસે પૂરતી , સત્તા નથી એથી તે મંડળો અસરકારક થયાં નથી, એ તેનું મુખ્ય .. કારણું હોય એમ મને લાગે છે. દિલ્હીમાં લેવાતા નિર્ણય કરતી વખતે જે તે ભાગની તમામ સ્થાનિક જરૂરિયાતોને પૂરેપૂરો . વિચાર ન થતો હોય એવો સંભવ છે, તેવી જ રીતે રાજ્યની કક્ષાએ થતા નિર્ણયમાં જે તે સવાલનું રાષ્ટ્રીય દષ્ટિએ પૂરેપૂરું મહત્વ વિચારતું નહીં હોય એવો પણ સંભવ છે. તેથી વચગાળાની કઈ કક્ષાએ સવાલોને નિર્ણય કરનારી સંસ્થાની જરૂર રહે છે એ દેખીતું છે. જો કે આ ઝેનલ કાઉન્સિલાનું કાર્ય કેવળ સલાહ આપવાનું છે એ વાત સાચી, પરંતુ સારે નસીબે અત્યારે આપણી પાસે એ તંત્ર મજૂદ છે. રાજ્યરાજ્ય વચ્ચે ઊભા થતા મહત્વના સવાલો અને વાહનવ્યવહાર અથવા નદીઓના પ્રદેશોની. ખિલવણીની યોજનાઓ જેવા સવાલો કે જેને પરિણામે ઘર્ષણ પેદા થાય છે અને જે એક કરતાં વધારે રાજ્યની સાથે સંબંધ ધરાવે છે તેના નિરાકરણને વધારે રણને વધારે વ્યાપક દૃષ્ટિ રાખીને ઝોનલ કાઉન્સિલે નિર્ણય કરે એ જરૂરનું છે. આ ઝેનલ કાઉન્સિલોની રચના બધાં હિતેને સંપૂર્ણ પ્રતિનિધિત્વ આપીને હજી વધારે ભલે વ્યાપક થાય, પણું મળી શકે તેટલી બધી બાબતોની પૂરી ચર્ચાવિચારણા બાદ થયેલા તેમના નિર્ણય તેમાં ભાગ લેનારા સૈ કોઈએ અવશ્ય સ્વીકારવા જોઈએ. કોઈ પણ સવાલના નિરાકરણ માટે નિર્ણય , લેવાને લોકશાહી કાર્યપદ્ધતિને આ મૂળ સિદ્ધાંત છે. એટલે આ ઝેનલ કાઉન્સિલેને કાયદાથી જરૂરી સત્તા આપી ' વધારે , જીવંત બનાવી તેમની પાસે આવતી બાબતે ચર્ચા-વિચા- . રણાને અંતે નિર્ણય લઈ તેમને અમલ કરવાની સત્તા આપ- . ' વામાં આવે અને આ કામને માટે યોગ્ય, તેમજ જરૂરી વહીવટનું અને કાયદાઓ કરનારું તંત્ર રચવામાં આવે તે આપણા દેશમાં જણાતા અલગ અલગ પડી જવાના આજના વલણને નિકાલ કરનારૂ સાધન આપણને મળી રહેશે. :
૧૦. આમાંથી આપણી સામે સત્તાને વિકેન્દ્રિત કરવાને વધારે મોટો સવાલ આવીને ઊભો રહે છે. લોકશાહી રચનાની '. અસલ શરત એ છે કે રાજ્યને વહીવટ લોકોને માટે હોય, ” લોકોને પોતાને હોય એટલું જ નહીં, લોકે જાતે કરતા હોય; મતલબ કે જેમની ખરેખર સર્વોપરી સત્તા છે તેમનામાં છે..