SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના અધ્યક્ષ શ્રી એન. સ ંજીવ રેડ્ડીનું પ્રવચન [ભાવનગર ખાતે તા. ૬-૧-૬૧ના રાજ મળેલી ભારતીય રાષ્ટ્રીય ધ્રાગ્રેસના ૬૬મા અધિવેશનના પ્રમુખસ્થાનેથી રજુ કરવામાં આવેલ શ્રી એન. સંજીવ રેડ્ડીનુ પ્રવચન રાષ્ટ્રને સ્પર્યંતા અનેક મુદ્દાઓની વિશદ્ અને પરિમિત આલોચના કરતુ હાઇને પ્રબુદ્ધ જીવન'ના વાચકેાના સ્વાશ્ચાય માટે નીચે પ્રગટ કરવામાં આવે છે. તંત્રી ] મિત્રો અને સાથીએ ૧૮૪ એક વરસના ગાળા બાદ તમને સૌને ફરી મળવાનુ થતાં મને ધણા આનંદ થાય છે. આપણા દેશના જીવનમાં આપણે માટે ખાસ નજરે ચઢે તેવા નહી તેાયે મહત્ત્વના બનાવાથી ભરેલી આ એક સાલ ગઇ છે. આપણે આપણા કેટલાક સવાલેાના ઉકેલ કાઢ્યા છે. બીજી પંચવષીય યાજના સરળપણે પાર પાડી છે અને તેથીયે મેટ્ટી તેમ જ વધારે મહત્ત્વાકાંક્ષી ત્રોજી પંચવર્ષીય યાજનાની રચનાનું કામ આપણે ઉપાડયું છે. આ એક વરસના ગાળા મારે માટે અંગત રીતે સારી એવી કેળવણીને ગયાં છે. ૧. હિંદી રાષ્ટ્રીય મહાસભાના પ્રમુખ થયા પછી તરત જ મારે જ્યાં લેાકશાહીના સમૂળ કાને પડકાર ફેંકવામાં આવ્યા હતા એવા નાળિયેરીનાં વૃક્ષો અંતે કેળનાં ખેતરાની રળિયામણી ભૂમિવાળા કેરળ પ્રદેશમાં દાડી જવું પડયું હતું. સવાલ બહુ નાજુક હતા અને મૂળે આપણી પ્રજાની લેાકશાહી વૃત્તિને શાભાવે એવું લક્ષણ ત્યાં જોવા મળ્યું કે આપણા દેશના તે વિભાગમાં લેાકા પોતાની ઇચ્છા પ્રમાણેની વ્યવસ્થા સ્થાપી શકયા એટલું જ નહીં પણ ત્યાં રાજકીય સ્થિરતા પણ ઊભી થઇ શકી. ૨. હંમેશ હરિયાળાં રહેનારાં કેરળનાં ખેતરેાથી આપણા દેશના સૈાથી પવિત્ર અને સુંદર એવા હિમાચ્છાદિત હિમાલય પર્વતાનું અંતર ધૃણું લાંબુ છે. આસામ, બંગાલ, એરિસા, મધ્યપ્રદેશ, મદ્રાસ, હિમાલયપ્રદેશ અને દેશના ખીજા પ્રદેશમાં મેં સારા એવા પ્રવાસ ખેડ્યેા છે. દેશના જુદા જુદા પ્રદેશામાં કરેલાં પ્રવાસથી મારી સમજ સારી પેઠે કેળવાઇ અને આપણા દેશના સવાયા વિષે વધારે સારી અને વ્યાપક દૃષ્ટિ મને મળી. ગઇ સાલ સુધી મારા સંબંધો માટે ભાગે મારા પોતાના વતન એવા આંધ્રપ્રદેશના રાજ્યના લેાકા સાથે રહ્યા હતા અને વચ્ચે વચ્ચે હિન્દુસ્તાનના ખાકીના ભાગેામાં મારે જવાનુ થયેલું તે બાદ કરતાં બાકીના હિન્દુસ્તાનની સાથે મારા જીવંત સબંધ કેળવાયો નહાતા. આ સાલની મારી પ્રવૃત્તિથી મારી સમજમાં રહેલી ખામી દૂર થઇ છે અને તેને સમતાલ કરવામાં મોટી મદ્દ થઇ છે. વળી, એ પ્રવાસને કારણે જે તે વિભાગના સ્થાનિક તેમ જ પ્રાદેશિક સવાલેાને જોવાની રાષ્ટ્રીય દૃષ્ટિ મને મળી હાઇ તેમનું મહત્ત્વ હું વધારે વ્યાપક રીતે સમજતા થયા છુ. ૩. આપણા મુલકના જુદા જુદા વિભાગેાની સાથે થયેલા મારા ધાડા પરિચયને પરિણામે મારા દિલ ઉપર એક મહત્ત્વની હસીકતની ઊંડી છાપ એ પડી કે આપણા અનંત વિવિધતાથી ભરપૂર રાષ્ટ્રીય જીવનના પાયામાં એકતાનુ એક સળંગ સૂક્ષ્મ પરંતુ દૃઢ સૂત્ર પરાવાયેલું છે. પાછલાં વર્ષના મારા બહેાળા પ્રવાસે। દરમ્યાન માત્ર આ કે તે છૂટક ખામત પૂરતી નહીં પણ રાજ્યની, પ્રજાની, આમાહવાની, ઓલીની, સપ્રદાયની, ખાવાપીવાની આફ્તાની, પહેરવેશની અને એવી કલ્પી શકાય તેવા બધા પ્રકારની અનેક વિવિધતાની વચ્ચે રહેલી સંગ એકતાની છાપ મારી નજર સમક્ષ તાદૃશ થઇ. આપણે કાશ્મીર જઈએ કે તિબેટને ઉચ્ચ પ્રદેશ વિસ્તરીને આગળ વચ્ચે। હાય તેવા હિમાલયમાં જઇએ તે ત્યાં આપણને હિન્દુસ્તાનનુ એક પ્રકારનું ચિત્ર જોવા મળે છે. આપણી ઇશાન સરહદ પર એનાથી તદ્દન જુદું ચિત્ર જોવા મળે છે. ઉત્તરની મધ્યમાં આવેલાં વિશાળ સપાટ મેદાનેાથી અથવા દક્ષિણના ઉચ્ચ પ્રદેશથી એ ચિત્રા વળી જુદી જાતનાં દેખાય છે. આ પ્રકારની મેટી વિવિધતા છતાં તા. ૧૬-૧-૧ હજાર વર્ષોંથી આપણે એક દેશ અને એક પ્રજા રહ્યા છીએ. ભૂતકાળમાં જુદા જુદા સમુદાયાએ રાજકીય સત્તાને માટે કરેલી ખેંચાખેંચના ખાણુ કે તાણના પરિણામરૂપે નહીં પણ આપણા પૂર્વજોના વ્યાપક દર્શનથી, આપણા ફિલસૂફાના તત્ત્વચિંતનથી અને આપણા કવિઓની ઉચ્ચ કલ્પનાસમૃદ્ધિથી આપણી આ એકતા બધાન હતી. દેખીતી રીતે તેથી વર્તમાનકાળમાં પણ આપણી આ રાષ્ટ્રીય એકતાને વધારે વ્યાપક, વધારે દૃઢ અને વધારે કાયમની કરવાનાં એ જ સાધના છે. ૪. આ રીતે શ્વેતાં આપણા પ્રાંતિયતાના, ભાષાની જુદાઇનાં, કામપરસ્તીના અને ઍવા ખીજા ભાવેાની મૂળ ગ્રંથિઓમાંથી પેદા થતી પરસ્પરની અસહિષ્ણુતાને આપણે રાષ્ટ્રવિરાધી બળ તરીકે ઓળખી લેવું જોઇએ. આપણા રાષ્ટ્રીય જીવનને સમતાલપણે નિહાળતાં આપણે સ્વીકારવું જોઇશે કે આપણી હરેકની કાઇ ને કાઇ ખામી છે. એ ખામીઓ છુપાવવા કે તેમના તરફ આડા કાન કરવાનો કશે। અર્થ નથી, કેમ કે તેમ કરવાથી આપણે કાઇ પણ સવાલને ઉકેલ કરી શકતાં નથી. આપણા સળંગ ઇતિહાસ દરમિયાન આપણી એક મુખ્ય ખામી એ હતી અને છે કે આપણે હિંદુસ્તાનની પાયાની એકતાની મુખ્ય વાતને વિસારે પાડીને ગૌણું ખાખતા ઉપર ઉશ્કેરાઇ જઇએ છીએ. આપણા લાંખા ઇતિહાસકાળ દરમ્યાન બધી જાતના પરદેશીઓ આપણે ત્યાં આવીને વસ્યા છે. પહેલાં સીથિયને, પછી દૂણેા, પછી શ્રીક, તે પછી તુર્કો અહીં આવ્યા અને તેમની પાછળ અફધાન અને માગલા આવ્યા. છેલ્લા બ્રિટિશ પણ અહીં આવ્યા અને આમ જે બધા અહીં આવ્યા તેમણે આપણને જીતી લીધા એમ કહેવુ સાચુ નહીં થાય. વધારે સાચી વાત એ છે કે તે સૌ આપણા અંદરઅંદરના ભાગલા અને જુદાઇઓને લાભ લઈ પેાતાની જડ અહીં નાંખી શકયા. હિન્દુસ્તાનના ઇતિહાસના આ એક બહુ મહત્ત્વને મોટા મુદ્દે। હોઇ આપણે તેના ઉપરથી બેધ લઈને હવે એક થવુ જોઇશે. આપણામાંથી કોઇને પણ પોતાના પ્રાંતના પ્રદેશ અથવા પોતાની ભાષાને વિષે મમતા કે ગૌરવની લાગણી હોય તેમાં કશું ખાટુ નથી. એટલુ જ નહીં, પેાતાના નજદિકના વારસાની બાબતમાં કોઇ પણ સંસ્કારી માણસને મમતાની અને ગૌરવની લાગણી હોય એ કુદરતી છે. આ લાગણીની યોગ્ય મર્યાદા સચવાય તો તે ખરાખર છે, પણ પેાતાના પ્રાંત કે ભાષાની મમતાની લાગણીની મર્યાદા ચૂકી જવાય અને તે લાગણી બહેકી જાય તે તેમાંથી હિંદુસ્તાનને અને તેની એકતાને માટે સમગ્રપણે મોટું જોખમ ઊભું થાય છે. પ. આપણા દેશમાં પદ્ધતિસર કામ કરવાની વૃત્તિ અને શિસ્તના અભાવ વરતાતા હોય તે તેમાં કેવળ આપણી પેાતાની માનસિક સ્થિતિ જોવાની મળે છે. કહેવાય છે કે એ માણુસા ભેગા થયા એટલે માણસને માટે આફ્ત શરૂ થઇ. પાછલી પેઢીએ આપણા કરતાં વધારે અંધકાર અને જોખમાથી ભરેલા જમાનાને અનુભવ કર્યો હશે, પણ આપણા જમાનામાં બનાવા બહુ ઝડપે અનતા જાય છે અને માણસ આરામ ને નિરાંતથી ચાલીને આગળ વધતા હતા તેને ખલે પરિવર્તનના વેગ અત્યન્ત તીવ્ર બન્યા છે. પ્રત્યક્ષ પરિણામની દૃષ્ટિએ જોતાં, આપણી પાંચવર્ષીય યાજનાઓનાં, ઇજનેરી વિદ્યાનાં, ઉદ્યોગનાં, ખેતીનાં અને એવા ખીજા ક્ષેત્રામાં મેળવેલી સિદ્ધિ સહેજે
SR No.525946
Book TitlePrabuddha Jivan 1961 Year 22 Ank 17 to 24 and Year 23 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1961
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy