________________
ક
-
. ?
, " VIR " , "
તા. ૧૬-૧-૨૧
પ્રભુ દ્ધ જીવન
ક ","
* *
"
- વર્ષ નીચેનાં બાળકે જોડાયાં હતાં. આવડા મેટા સમુદાય માટે
ખાવા-પીવા, રહેવા, સુવા વગેરેની ગોઠવણ કરવી એ અસાધારણ કાર્યકુશળતા અને પારવિનાની જહેમતની અપેક્ષા રાખે છે એ સહજ સમજી શકાય તેમ છે. શ્રી હીરાલાલ જૂઠાભાઇ શાહના દિલમાં આ સામુદાયિક યાત્રાપ્રબંધ ગોઠવવાનો વર્ષોને એક સંકલ્પ હતો. એ સંકલ્પ તેમને આ જવાબદારી લેવાની પ્રેરણા આપી અને તે સંકલ્પને તેમણે પ્રશસ્ય પુરુષાર્થ દાખવીને સફળતાપૂર્વક પાર પાડશે. આ માટે ૫૫ સ્વયંસેવકોને સાથે લેવામાં આવ્યા હતા. ત્રણ ભાઈઓને વેતનપૂર્વક રોકવામાં આવ્યા હતા. ૧૨ રસેઈઆ, ૬ ગુરખા અને ૧૫ ઘાટીનું જૂથ ઊભું કરવામાં આવ્યું હતું. એક ઠેકટર પણ પહેલેથી છેડે સુધી સાથે હતા. આ સ્પેશિયલ ટ્રેનમાં પહેલા વર્ગના ત્રણ ડબા અને ત્રીજા વર્ગના છ ડબા અને એક વેગનનો ડબો (T. L, R.) જેડવામાં આવ્યા હતા. પહેલા વર્ગમાં પ્રવાસ કરનાર પાસેથી રૂા. ૫૦૧ લેવામાં આવ્યા હતા અને ત્રીજા વર્ગના પ્રવાસી પાસેથી સરેરાશ રૂ. ૨૮૫ લેવામાં આવ્યા હતા. જ્યાં. જયાં યાત્રિક મંડળી જાય ત્યાં ત્યાં દેરાસરમાં સંગીત, નૃત્ય, ભજન વગેરેની ધૂન મચાવવા માટે શ્રી ગણેશ પરમાર અને તેમની મંડળીને સાથે લેવામાં આવી હતી. આ સ્પેશિયલ ટ્રેન " તા. ૧૫–૧૦–'૬૦ના રોજ મુંબઈથી ઉપડી હતી અને નાસિક, ખંડવા, જબલપુર,બખીયારપુર, (પાવાપુરી), ગીરડી(સમેતશીખર), આટલાં સ્થળોએ રોકાઈ અને તેની આસપાસનાં જૈન તીર્થોની યાત્રા કરીને કલકત્તા પહોંચી હતી અને ત્યાંથી અજીમગંજ, ભાગલપુર, બનારસ, અયોધ્યા, લખનૌ, કાનપુર, મેરઠ, ભાખરાનાંગલ થઈને દિલ્હી આવી હતી અને ત્યાંથી આગ્રા, ભોપાળ, આકોલા, વર્ધા, હીંગનાટ, ભાંડુકજી, કુલપાકજી, સીકન્દ્રાબાદ, સોલાપુર તથા પૂના થઈને નિયત દિવસેતા. ૨૮-૧૧-૬૦ ના રોજ મુંબઈ પાછી આવી પહોંચી હતી.
આ આખી યાત્રા દરમિયાન કોઈને કશી પણ અગવડ પડી જ ન હોય, કોઈને કશું મનદુઃખ થયુ જ ન હોય, તેમ જ કોઇને આંખ માથું કદિ દુઃખ્યું જ ન હોય એમ બને જ નહિ. વળી યાજક અને યાત્રિકો વચ્ચે કોઈ પણ ઠેકાણે કઈ નાની કે મોટી બાબત ઉપર કશી અથડામણુ જ થઈ ન હોય એમ પણ બને જ નહિ. કારણ કે પ્રકૃતિને વશ સૌ કોઈ આદમી છે જ, આમ છતાં પણ સમગ્રપણે આખા સમુદાયને ચાત્રાપ્રવાસ સુખરૂપ અને પુરી સગવડભર્યો નીવડયો હતો અને પ્રવાસ દરમિયાન કેઈ મેટી અગવડ કે વિશ્ન ઊભું થયું નહોતું –એમ યાત્રિકોના પ્રસન્નતાભર્યા ઉદગારો ઉપરથી માલુમ. પડે છે. અને આ માટે આ સામુદાયિક યાત્રાના મુખ્ય પ્રયોજક શ્રી હીરાલાલ જૂઠાભાઈ શાહને ધન્યવાદ ઘટે છે. અહીં એ સ્પષ્ટ કરવું જરૂરી છે કે આ યાત્રાનો બધે હિસાબ કાઢતાં જે કાંઈ વધે તે રકમ ઘારી જૈન મિત્રમંડળમાં સમાજ કેળવણીના કાર્યમાં વાપરવા માટે જમે થવાની છે અને શ્રી હીરાલાલ જેઠાભાઈની આ બાબતને લગતી કામગીરી કેવળ નિસ્વાર્થ અને સમાજનાં કાર્યો કરવાના ઉમળકાના સ્વભાવિક પરિણામરૂપ હતી.
પરમાનંદ સ્વ. ડૉ. રમણલાલ ક યાજ્ઞિક
ડે. શ્રી રમણલાલ ક. યાજ્ઞિકનું અવસાન ૧૫ વર્ષની વયે મુંબઈમાં ગયા ડિસેમ્બરની ૧૧ મી તારીખે એકાએક થયું એ સૌરાષ્ટ્ર અને ગુજરાત માટે ઓછી આઘાતક ઘટના નથી. ડે. શ્રી રમણલાલ યાજ્ઞિકને જન્મ નડિયાદમાં થયો હતો, પણ એમની કર્મભૂમિ તે વિશેષ અંશે સૈારાષ્ટ્ર જ રહ્યું છે. ઈ. •૧૯૨૦ માં ડૉ. રમણલાલ યાજ્ઞિક અંગ્રેજીના અધ્યાપક તરીકે ભાવનગર આવ્યા ત્યારે સામળદાસ કૅલેજ પ્રૌઢ અને પકવ અધ્યાપકોથી સભર હતી. પણ એવા અધ્યાપકદમાં યે ડે.
યાજ્ઞિકે પોતાનું આગવું સ્થાન સહેજે સિદ્ધ કરી લીધું. અંગ્રેજી સાહિત્યનાં આદર્શ અધ્યાપક તરીકે, ગુજરાતી ભાષાસાહિત્યનાં વિદ્વાન લેખક તરીકે, નાટયકલાને તેમાંયે શેકસ્પીઅરનાં નાટકના તથા : ' રંગભૂમિના પ્રખર અભ્યાસી તરીકે, ડે. યાજ્ઞિક સૈને જાણીતા ' ને સોના માનીતા થઈ પડયા. ભાવાનુકૂળ નાટયાત્મક પઠન કરવાની સહજસિદ્ધિ, અંગ્રેજી-ગુજરાતી-સંસ્કૃતમાંથી ચૂંટેલાં. ઉત્તમ અવતરણોની ઝડી વરસાવતું ઉચ્ચ કોટિનું છટાદાર રસભરિત વક્તવ, અધ્યાપન વખતે વિનય સાથે તદ્રુપ થઈ જવાની ને સને તહિલન કરી દેવાની વૃત્તિશક્તિ, ડે. રમણલાલ યાજ્ઞિકના અધ્યાપનનાં ખાસ લક્ષણુ ગણાય. એમણે શેકસ્પીઅરનાં નાટકને જે રંગ લગાડે છે તે વીસપચ્ચીસ વરસ પછી યે એમના ભાવનગર-રાજકેટના વિધાથી એ ભૂલી શક્યા નથી, એ જ અધ્યાપકની પ્રેરણશકિતનું જવલંત ઉદાહરણ છે. પંડિતયુગની સધન વિકતાની ઝાંખી . યાજ્ઞિકનાં કેટલાંક ઉત્તમ પ્રેરણા પૂર્ણ વ્યાખ્યામાં જેમણે જોઈ છે, તેમને કદાચ તે દિનો વિવાર તા. : એમ પણ કહેવાનું મન થઈ જાય. આજે એવા અધ્યાપકે યે ' ' વિરલ બનતા જાય છે !
પણ ડો. યાજ્ઞિકે આ ઉપરાંત જે વિશેષ કરી દેખાડયું તે તે છે ગરીબ વિદ્યાથીઓ પ્રત્યેની એમની હંમેશની હૈયાની હમદદ. સંગત ઘણીવાર પટ્ટણી સાહેબની કવિતા યાદ કરીને કહેતા–“ગરીબો માટે તે ભાઈ ! હંમેશાં “ઉઘાડી રાખજો બારી” . ભાવનગરમાં ને રાજકેટમાં ડો. યાજ્ઞિકે આવી વૃત્તિથી એક અખંડ વિદ્યાયજ્ઞ જ માંડયા હતા તે જીવનના અંત સુધી એમાં જ પોતાની ઉત્તમ આહુતિઓ અર્ચા કરી એમ કહેવું ભાગ્યે જ વધારે પડતું હોય. અસંખ્ય ગરીબ વિદ્યાથીઓને અનેક શ્રીમંત પાસેથી પુસ્તકોની, રહેવાની, ખાવાપીવાની,ફીની - જે સગવડે એમણે અપાવી છે, ને એમના Friend Philosopher ને Guide બનીને રહ્યા છે તે મદદ પામેલા વિદ્યાથીએ ભાગ્યે જ ભૂલી શકે. ભૂતપૂર્વ રાષ્ટ્ર રાજ્યના વિદ્યાધિકારી- . પદેથી સતે માધ્યમિક ને પ્રાથમિક શાળાના શિક્ષકોના પ્રશ્ન ઉકેલવામાં જે અસાધારણ તત્પરતા દાખવી હતી તે કદાચ અવિસ્મરણીય છે. આ જ ભાવનાથી, જે કંઈ કરવું તે ખરા હૃદયથી, બધી જ શક્તિથી કરવું, એવી ઉચ્ચ મનોવૃત્તિને લીધે, ડો. યાજ્ઞિકે એમના આચાર્યપદ પછી રાજકેટની ધર્મેન્દ્રસિંહજી કૅલેજને ચેડાં જ વર્ષમાં સંગીન પાયા પર મૂકી દીધી. ને તેમાં નવું જ જીવનબળ રેડયું. નિવૃત્તિ પછીયે પૂર્વ આફિકામાં મહાત્મા ગાંધી મેમેરિયલ કૅલેજ માટે ઘેર ઘેર ફરીને
જે ભગીરથ પ્રયત્ન એમણે આદર્યો ને જે કાર્યસિદ્ધિ કરી તે વિદ્યાક્ષેત્રે આદરેલા એમના પુરુષાર્થની પરમ ટોચ હતી. ...નર્મદ, નાનાલાલ, બ. ક. ઠાકોર, ગોવર્ધનરામ ત્રિપાઠી આદિના સ્મારકમાં પણ છે. યાજ્ઞિકે બજાવેલી સેવા ઘણી કીંમતી હતી. રાજકોટમાં યોજાયેલા સેળમાં સાહિત્ય પરિષદ સંમેલનના યજક પણ એ હતા એટલું જ નહિ, સદ્ગત મેવાણીને પ્રેમથી ખેંચી લાવવા એમને હિસ્સે ઓછો ન હતો.
સૌરાષ્ટ્રની યુનિવર્સિટી સ્થાપવાની હવે જ્યારે ઘડીએ . ગણાઈ રહી છે, ત્યારે ખરે ટાંકણે વિદ્યાક્ષેત્રમાંથી આવી સંસ્કારમૂર્તિની ચિરવિદાય સમગ્ર ગુજરાત સૌરાષ્ટ્રને માટે ઘણી મેટી ખેટ નીવડશે.
સદ્ગતનાં લખાણ હજી અ-ગ્રંથસ્થ છે. તેમાંથી ઉત્તમ લેખોનું ગ્રંથાકારે સંચયન થાય એમ હૈ ઇચ્છશે.
"He who serves his brother best, gets nearer God than all the rest.” એમ હંમેશ માનનારને તે પ્રમાણે આચરનાર ડે. જ્ઞાજ્ઞિકનું જીવન અધ્યાપકો તથા વિધાથીઓની નવી પેઢીને પ્રેરણારૂપ બની રહે !
- ઉપેન્દ્ર પંડયા '
.